પ્રેમ અંગાર - પ્રકરણ : 33 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ અંગાર - પ્રકરણ : 33

પ્રકરણ : 33

પ્રેમ અંગાર

અંગિરાએ વિશ્વાસને બીજો મગ ભરી આપ્યો. વિશ્વાસે કહ્યું બસ, થેક્યું મારો ક્વોટા પુરો. એની આંખોમાં સ્પષ્ટ નશો જણાતો હતો. એ વારે વારે ક્યાંક ખોવાતો જણાતો હતો. અંગિરા એની વધુ નજીક આવીને બેસી ગઇ કહ્યું વિશ્વાસ તમે આટલા સરસ માહોલમાં ક્યાં ખોવાઈ જાવ છો ? વિશ્વાસે કહ્યું હું મારા દીલમાં નજર કરી લઉં છું. આસ્થાનાં વિરહને યાદોમાં રાખી એને પ્રેમ કરી લઉં છું. અંગીરા એકદમ છોભીલી પડી ગઇ એ એક સાથે આખો મગ બીયરનો પી ગઇ એની આંખમાં પાણી આવી ગયા એને પ્રેમ અને ઇર્ષા બન્ને એક સાથે જાણે ઉભરાયા... એણે વિશ્વાસનાં મગમાં પાછો બીયર ભરી દીધો અને હાથમાં પકડાવી કહ્યું “અહીં તમારી સામે તમારી દોસ્ત બેઠી છે અને તમે ક્યાં ખોવાઈ જાવ છો ?”

વિશ્વાસને નશો ચઢી રહ્યો હતો આંખો જાણે અફીણી થઈ ગઇ છે એ અંગીરાને જોઇ મંદ મંદ હસી રહ્યો છે. અંગીરાએ વિશ્વાસનો હાથ પકડ્યો કહે ચલો આપણે ડાન્સફ્લોર પર જઇએ થોડું ઝૂમી લઇએ. વિશ્વાસે નશાની ધૂનમાં એનો હાથ પકડી ઊભો થઈ ડાન્સ ફ્લોર ગયો. અંગીરાની કેડમાં હાથ રાખીને એ ધીમે ધીમે ઝૂમવા લાગ્યો. અંગિરાએ તક ઝડપી અને વિશ્વાસનાં ગળામાં હાથ પરોવી એણે એનાં હોઠ પર હોઠ મૂકી દીધા. માદક સંગીત અને નશામાં ઝૂમતાં વિશ્વાસે ભૂખ્યા હોઠની તરસ છીપાવી એને ભાન જ ના રહ્યું અને અંગિરામાં ખોવાઈ ગયો. આજે ન થવાનું થઇ ગયું અને વિશ્વાસનું શરીર જાણે આત્માને વળોટી ખોટું જ વર્તી રહ્યું. અંગિરા પોતાનામનમનમાં ને મનમાં વિજયનો આનંદ લઇ રહ્યું.

ઇશ્વાએ જાબાલીને કહ્યું “તમે સામે જુઓ ડાન્સ ફ્લોર પર પેલા બન્ને જણાં ઝૂમી રહ્યા છે. તમને એક વાત કહું “અંગિરાનાં ઇરાદા સારા નથી મારી બહેન હોવા છતાં હું તમને કહી રહીં છું. વિશ્વાસ ભાઈને નશો કરાવી એ ઝૂમી રહી છે આવતી કાલે કંઇ ન થવાનું ના થઈ જાય તમે વિશ્વાસભાઇને હું અંગિરાને વાળી લઉં આ ખોટું થઈ રહ્યું છે મારું મન નથી માની રહ્યું. આસ્થાને આવો દગો ના કરી શકાય. વિશ્વાસભાઈ આવા છે જ નહીં મારી સગી બહેન પર મને ભરોસો નથી.

ઇશ્વા ઉઠીને ફ્લોર પર ગઇ અને વિશ્વાસને કહ્યું “ભાઈ ચાલો હવે મોડું થઈ ગયું ચાલો જમી લઇએ. અંગિરાને કહ્યું જરા કન્ટ્રોલ કર ચલ જમી લઇએ પાછી જાબાલી ત્યાં સર્વે એ મેઇનકોર્સ ઓર્ડર કર્યો અને જમવાનું નિપટાવ્યું.”

ઘરે પહોંચ્યા પછી બધાં જ નશો અને પછી પેટ ભરીને જમણ પરવારી પોત પોતાનાં રૂમમાં સૂઇ ગયા. જાબાલી વિશ્વાસ અને ઇશ્વા અંગિરા સાથે સૂઇ ગયા. રાત્રે અચાનક વિશ્વાસની આંખ ખૂલી અને નીંદર ઊડી ગઇ એ બધું યાદ કરવા લાગ્યો આજે શું શું થઈ ગયું ? એને થોડું થોડું આછું આભાસી યાદ આવ્યું એને થયું આસ્થા અહીં છે નહીં મેં કોની સાથે ?.... એને યાદ આવ્યું જ અંગિરાની સાથે ડાન્સ ફ્લોર પર થીરકતા પગે એણે ચુંબન કર્યું. આ મારાથી શું થઇ ગયું ? એણે જાતે જ પોતાના વાળ ખેંચ્યા આંખોમાં પશ્ચાતાપનાં અશ્રુ આવી ગયા. હું ભટકી કેવી રીતે ગયો ? અંગિરાની કંપની ગમે છે પરંતુ આમ શારીરીક કે પ્રેમ સંવેદના હું કોઇ સાથે ના જ કરી શકું એને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો. એનાંથી ના રહેવાયું ફોન હાથમાં લીધો તો જોયું આસ્થાના મીસકોલ્સ હતા. અને મેસેજ પણ. એણે વિચાર્યું મને નશામાં કોઈ રીંગ સંભળાઈ નહીં કે મેં ઉપાડ્યો નહીં હોય ? એણે મેસેજ ખોલ્યો વાંચવાનું ચાલુ કર્યું આસ્થા એ લખ્યું કે... વિશુ આજે મને શું થઈ ગયું છે ? મારો ખૂબ જીવ બળે છે. કેમ મારો જીવ કળીએ કપાય છે ? વિશુ તમે મજામાં છો ને કંઇ તકલીફ નથીને ? ત્યાં શું સ્થિતિ છે શું થઇ રહ્યું છે ? તમને ફોન કરું છું ફોન પણ નથી ઉપાડતા ? શું વાત છે ખૂબ ચિંતા થાય. વિશુ મારા દેવ કહોને આંખોમાંથી કારણ વિના અશ્રુઓ જ ઉભરાય છે. સહેજ પણ ચેન નથી મને વિશુ મને જવાબ આપો ફોન કરો હું રાહ જોઈને જ બેઠી છું મને જ્યાં સુધી વાત નહીં કરું ચેન નહીં પડે. તમારી આસ્થા તમને દીલમાં સમાવી નજરો પાથરી રાહ જોતી બેઠી છે. આંખમાં નીંદર નથી મનમાં ચેન નથી. આંખો જે જોવા માંગે જોવાતું નથી હદયમાં ઉભરતો પ્રેમ આંખો સજાવી શકતી નથી. એહસાસ દીલનો આજે ખૂબ જ ડંખી રહ્યો છે શું છે મારી મનોદશા, વિશુ કહોને ક્યાં છો ? ક્યાં ખોવાયા ? આટલે દૂર રહીને તમારામાં જ જીવું છું આજે આટલા સમયે ખબર નહીં કેમ અપાર પ્રેમની જગ્યાએ અકલ્પીય પીડા છે કહો મારા મહાદેવ શું કરું ? શ્વાસ ભરું તારા નામનાં વિશુ જવાબ આપોને.

“જાગરણ કરું વિહરમાં શું લખું હું વેદનાની તાસીરમાં

વહેતો જાય સમય જો સરતો જાય રેત સમ વિરહમાં

તડપી તડપી ઓકે આગ પ્રેમમાં તમે વ્યસ્ત કામમાં

હવે નહીં સહેવાય વિરહ કરો કોઇ ઉપાય મિલનનાં

અર્થ કરવા હોય કરો તડપનાં નહીં જીવું હું જુદાઇમાં

નહીં તો જીવ છૂટી જશે હવે મારો નક્કી પળભરમાં

આવી જાઓ પાસ હવે જીવ મારો ચૂંથાય ઘણો વિરહમાં

નહીં રહે પ્રાણ તનમાં જીવું છું પળ પળ તમારી યાદમાં

નથી કોઈ ગણીત પ્રેમમાં પરવા નથી જીવ છોડવામાં

દીલ રહ્યું સદાય સારપમાં હવે છે બદનામ પ્રેમમાં.”

વિશ્વાસે ચાવીને મેસેજ કવિતા વાંચ્યા. પળવાર એને ખયાલ જ ના રહ્યો શું આપુ જવાબ મેસેજમાં. કાલની ગતિવિધી જે થઇ એને એનો આઘાત હતો હું આસ્થાને સાચો જવાબ આપી શકીશ ? મારે પ્રેમમાં પારદર્શિતા રાખવી હોય ઓરા પવિત્ર રાખવો હોય તો ભલે એ સહી ના સકે સાચું જ કહી દઉં હું પીડામાંથી મુક્ત થઉં. પાપ કર્યાની અનૂભુતિ મને પીડી રહી છે આસ્થાનો વિશ્વાસઘાત કર્યો છે હું સાચું જ કહી દઉં. એણે ફોન ઉઠાવ્યો અને એણે મોબાઇલમાં ટાઇપ કરે એ પહેલાં પાછો વિચાર આવ્યો, હું આવી ભૂલ ફરીથી કદી નહીં જ કરું પરંતુ આસ્થા હજી દાદા, દાદીનાં શોકમાંથી નિવૃત થઇ નથી અને ઉપરથી આ ઘા... નહીં સહી શકે. ભૂલ મેં કરી છે અને પીડા એને થશે હું હમણાં નહીં કહું ના પણ પ્રાયશ્ચિત જરૂર કરીશ જ. એણે મોબાઇલમાં વિચાર બદલીને જવાબ ટાઇપ કરવા માંડ્યો.

આશુ, મારા જીવ મને માફ કરજે. કાલે જાબાલીભાઈ બધાં અહીં આવેલા એટલે સામાનની ગોઠવણી કરી પછી મારા પ્રોજેક્ટ અંગે ચર્ચા મારા હાથમાંથી ફોન પડી ગયેલો પછી ચાલુ કર્યો પરંતુ હેંગ જ થઇ ગયેલો. રીગં કે કંઇ જ આવ્યું નહોતું. ના થઇ શકે પછી બધાને ખૂબ ભૂખ લાગેલી ઘરે કંઇ ના બનાવતા અમે લોકો અહીં એમ જી રોડ પર જમવા માટે ગયેલા. અને તને તો ખબર છે જાબાલી ભાઈ હોય એટલે બીયર પીવાઈ ગયો. માફ કરજે કંઇ જ ભાન ના રહ્યું સૂઇ જ ગયો પાછો આવીને. હમણાં નીંદર ખૂલી અને ફોન ફરી સ્ટાર્ટ કર્યો થઈ ગયો તને જવાબ લખ્યો.

આશુ તને ખૂબ મીસ કરી છે આજે અહીં બધાં જ હતાં તું જ નહોતી હવે હું રાહ જ જોઊં છું ક્યારે તારી પાસે આવું તને મારી પાસે લઇ આવું આશું. ગઇ કાલે થોડો બીયર વધુ જ પીવાઈ ગયેલો. હવે મન થાય છે કાયમ માટે જ છોડી દઉં. તારી લખેલી કવિતાએ મને વધુ જ વીહવળ બનાવ્યો છે તારા વિના રહેવું શક્ય જ નથી લવ યુ વેરી મચ. તારી કવિતાનાં જવાબમાં મને સ્ફૂરે છે કવિતા લખું હું મારા પ્રેમનાં બે બોલ...

“નિંદર લેતી તને નીરખી રહ્યો નજરોથી થઈ મદહોશ

રેશમી રાત્રે રૂપાળો ચહેરો ઘાયલ મને ખુબ કરી ગયો

અનિમેષ નયને નિંદર લેતી નયનોમાં સમાવી રહ્યો.

વાળોની લટોને ચહેરા ઉપરથી વ્હાલથી હટાવી રહ્યો.

વિશ્વમાં આખાં હું સ્વરૂપવાન એક સુંદરી જોતો રહ્યો.

પવન તને સ્પર્શે જલન થાય મને હું સહેતો રહેતો.

ચાંદની રાતે મારાં ચાંદને હું આંખોમાં ભરતો રહ્યો.

હોઠની લાલીને સ્પર્શી જાતને મારી સંભાળતો રહ્યો.

આંખોથી પ્રેમ નીતરતો ચહેરો હું જોતો રહ્યો.

પાલવને તારાં તનને સ્પર્શ તો જોઈ લલચાઈ રહ્યો.

નખશીખ પ્રેમ મૂર્તિને અદબસાથે માણતો રહ્યો.

“દીલ”માં છે પ્રેમ અપાર રૂપને સન્માન આપતો રહ્યો.”

જવાબ અને કવિતા લખીને વિશ્વાસે આસ્થાને મોકલી દીધા પછી સવારે શાંતિથી એની સાથે વાત કરી લેશેએવું વિચાર્યું. આજે વિશ્વાસને પોતાની જાત ઉપર એટલો સંપૂર્ણ કાબૂ નહોતો. સત્ય સાથે જૂઠની ભેળસેળ કરી હતી એને એનું ઊંડું દુઃખ હતું પરંતુ એ હિંમત ના કરી શક્યો અને ઘી ઠામનું ઠામમાં જ રહેવા દીધું. આખી રાત એ સૂઇ ના શક્યો. વિચારો અને પીડાએ એની નીંદ હરામ કરી.

સવારે ઉઠી તરત જ એણે આસ્થાને ફોન કર્યો. રાતનો ઉજાગરો માથે હતો એનો અવાજ પણ જાડો થઈ ગયેલો ગળામાં ખારાશ ભરાઈ ગઇ હતી. એટલે આસ્થાને ફોન કરી વાત કરી “આશુ જય શ્રી કૃષ્ણ લવ યુ બેબી. ” આસ્થાએ કહ્યું “ક્યાં આટલો સમય ગૂમ હતા? સવારે તમારો મેસેજ વાંચ્યો. આટલું પીવાની શું જરૂર હતી ? તબીયન નહીં બગડે ? કેમ આવું કરો ? મોટાભાઈ સાથે હતા એમને આદત છે વાંધો નહીં આવે તમે આવા રવાડે ના ચઢશો. આ સારી ચીજ નથી. તમે ક્યારેય મજા કરવા કરો ઠીક છે મને બિલકુલ પસંદ નથી પણ તમને કહી નહોતી શકતી. તમને જૂનવાણી લાગીશ એમ સમજી ચૂપ રહેતી. વિશુ તમે આવું કંઇ જ સેવન ના કરો. આ બિલકુલ સારી વાત નથી.”

પ્રકરણ 33 સમાપ્ત…..

પ્રકરણ 34માં વાંચો આસ્થા વિશ્વાશને અંગિરા માટે ચેતવે છે અને…