આર્યરિધ્ધી - ૩૦ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૩૦

રિધ્ધી : તું અને તારું નામ ની અગિયારમી કવિતા

ન ભૂતકાળમાં તું
ન ભવિષ્ય માં તું
છે વર્તમાન મારા હદયમાં તું

ભૂતકાળ જીવવાનું કારણ તું
વર્તમાન લેખન નું કારણ તું
ભવિષ્ય ટકાવવા નું કારણ તું

વિજ્ઞાન માંથી જ્ઞાન બનવાનું કારણ તું
યુવક માંથી લેખક બનવાનું કારણ તું
સામાન્ય માંથી આર્યવર્ધન બનવાનું કારણ તું

આર્ય, રાજ, ધર્મ ની જન્મદાતા તું
સેરાહ, માહી ની સર્જક તું
વર્ધન ની સ્થાપક તું

છે રૂદ્રપ્રિયે તું
નથી સામાન્ય તું
છે આર્યવર્ધન ની પ્રેમિકા તું.


આર્યવર્ધન સવારે તૈયાર થઈ ને હોટેલની કોફીશોપ માં કોફી અને સેન્ડવીચ નો ઓર્ડર આપીને બેઠા બેઠા અત્યાર સુધી બનેલી ઘટનાઓ યાદ કરી રહ્યો હતો. રિધ્ધી સાથે થયેલી પ્રથમ મુલાકાત, પાર્ટી તેની સાથે કરેલો કપલ ડાન્સ, રિધ્ધી નો મિત્રતા પ્રસ્તાવ અને બગીચામાં રિધ્ધી નું પિસ્તોલ લઈને આવવું. ત્યાં જ વેઈટર કોફી અને સેન્ડવીચ આપી ગયો.

એટલે આર્યવર્ધને શાંતિ થી કોફીનો એક ઘૂંટ પીધા પછી સેન્ડવીચની એક બાઈટ ખાતો હતો.ત્યારે કોલોરોફોર્મ ની અસર પુરી થઈ જતાં ક્રિસ્ટલ હોશમાં આવી ગઈ. અત્યારે ક્રિસ્ટલ ને માથા માં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. તેણે બેહોશ થતાં પહેલાં શું થયું હતું તે કઈ જ યાદ નહોતું આવતું.

એટલે ક્રિસ્ટલ બાથરૂમમાં જઈને વોશ બેઝિન પાસે તેનો ચહેરો પાણી વડે ધોઈને અરીસા માં પોતાના ચહેરા ને જોઇને આગલી રાતે શું બન્યું તે યાદ કરવા નો પ્રયત્ન કર્યો ત્યારે જ તેનાં ફોન પર કોલ આવ્યો. ક્રિસ્ટલે ફોન હાથમાં લઈને જોયું તો તે કોલ તેની મમ્મી નો હતો.

એટલે ક્રિસ્ટલે તરત કોલ રિસીવ કરી લીધો. ક્રિસ્ટલની મમ્મી એ તેની ખબર-અંતર વિશે પૂછ્યું. પછી કોલ કાપી નાખ્યો ત્યારે ક્રિસ્ટલે તેના ફોન ની સ્ક્રીન પર વોલપેપર માં રાખેલો તેનો અને રિધ્ધી નો ફોટો જોઇને રિધ્ધી ની યાદ આવી ગઈ. તેણે તરત રિધ્ધી ને કોલ લગાવ્યો પણ કોલ લાગ્યો નહીં.

એટલે ક્રિસ્ટલ તરત દોડીને રિધ્ધી ના રુમ પાસે ગઈ ત્યારે રૂમ નો દરવાજો ખુલ્લો હતો. ક્રિસ્ટલ રૂમ માં ગઈ ત્યારે જોયું કે હોટલનો ક્લીનર રૂમ ની સફાઈ કરી રહ્યો છે. પછી ક્રિસ્ટલે રૂમ ના કબાટ અને લોકર તરફ નજર કરી તો બધા કબાટ ખુલ્લા હતા આ જોઈને ક્રિસ્ટલ ને આઘાત લાગ્યો.

ક્રિસ્ટલે તે ક્લીનર ને પૂછ્યું કે આ રૂમ માં જે છોકરી રોકાઈ હતી તેનો સામાન ક્યાં છે ? ત્યારે તે ક્લીનરે જવાબ આપ્યો, એ મેડમ ગઈ કાલે રાત્રે જ ચેકઆઉટ કરી ગયા છે. આ સાંભળી ને ક્રિસ્ટલ ને મોટો આંચકો લાગ્યો.

ક્રિસ્ટલ હોટેલના રીસેપ્શન પર ગઈ. ત્યાં એક યુવાન બેઠો હતો. ક્રિસ્ટલે તેને રિધ્ધી નો ચેકઆઉટ ટાઈમ પૂછ્યો. તે યુવાને કમ્પ્યુટર માં ચેક કરી ને કહ્યું કે રિધ્ધી એ આગલા દિવસે રાત્રે 8 વાગે ચેક આઉટ કરી દીધું હતું. ક્રિસ્ટલે ફરી થી પૂછ્યું, શું રિધ્ધી બહાર જવા માટે કોઈ ટેક્સી બુક કરાવી હતી. ત્યારે રીસેપ્શનીસ્ટે ના પાડી.

આ સાંભળીને ક્રિસ્ટલ નું મગજ જાણે કામ કરતું બંધ થઇ ગયું. ક્રિસ્ટલે રિધ્ધી ને ફરી થી કોલ કર્યો પણ ફોન સ્વીચઓફ બતાવતો હતો એટલે ક્રિસ્ટલ ને વધુ ચિંતા થવા લાગી. તે મગજ થોડું ફ્રેશ કરવા માટે કોફીશોપ માં ગઈ.

કોફીશોપ માં આર્યવર્ધન ને જોઈ ક્રિસ્ટલને યાદ આવ્યું કે તે ગઈ કાલે રાત્રે આર્યવર્ધન ના રૂમ માં ગઈ હતી. કોઈ તેના રૂમ માં સુઈ રહ્યું હતું પણ તે જોવે કે તે કોણ છે તે પહેલાં કોઈ એ તેને બેહોશ કરી દીધી.

એટલે ક્રિસ્ટલ સીધી આર્યવર્ધન પાસે ગઈ અને તેની સામે ની ખુરશી પર બેસી ગઈ. આર્યવર્ધને ક્રિસ્ટલ ને પૂછ્યું, હવે તબિયત કેવી છે ? ગઈ કાલે તું મારા રૂમ માં આવી ને બેહોશ થઈ ગઈ હતી.

આર્યવર્ધન ની વાત સાંભળીને ક્રિસ્ટલે તેને જવાબ આપવા ને બદલે સામો સવાલ કર્યો, રિધ્ધી ક્યાં ગઈ છે ? આર્યવર્ધને ક્રિસ્ટલ નો ચહેરો ધ્યાન થી જોયો. ક્રિસ્ટલના ચહેરા પર ડરની લાગણી છવાયેલી હતી. આ જોઈને આર્યવર્ધન હસવા લાગ્યો
*****************

મેગના તેમને અપાયેલા રૂમ માં સુઈ ગયા પછી જાગી ત્યારે તેણે જોયું કે બેડ પર એક બેગ ખુલ્લું પડ્યું હતું અને બાથરૂમ નો દરવાજો બંધ હતો. તેના પર થી મેગના સમજી ગઇ કે રાજવર્ધન નહાવા માટે ગયો હતો.

એટલે મેગના એ પહેલાં દરવાજો ખોલ્યો પછી રુમ ની બારી ના પડદા ખોલી ને બહાર નું દ્રશ્ય જોવા લાગી. મહેલની ચારે બાજુ થોડા અંતરે ખૂબ ઊંચી દીવાલ બાંધેલી હતી. જેને પ્રાચીન સમયમાં મહેલને દુશ્મનો બચાવવા માટે બાંધવામાં આવી હતી અને તે દીવાલ થી મહેલ વચ્ચે ની ખુલ્લી જગ્યામાં અત્યારે અલગ અલગ ફૂલો ઊગેલા હતા

મેગના તેને જોવામાં તલ્લીન થઈ ગઇ થોડી વારમાં રાજવર્ધન નહાઈ ને બહાર આવ્યો પણ મેગના નું ધ્યાન તેના તરફ ગયું નહીં. એટલે રાજવર્ધન ને થોડી મસ્તી સુજી. તે ધીરેથી મેગના ની પાછળ ગયો અને મેગના ની આંખો પર હાથ મુકીને આંખો બંધ કરી ડીધી.

રાજવર્ધન ની આ હરકત થી મેગના ડરી ગઈ અને તે ઝડપથી પાછળ ફરવા ગઈ તેમાં તે નીચે પડવા ગઈ પણ રાજવર્ધને એક હાથ વડે તેની કમર માંથી પકડી લીધી. પછી બંને હાથ વડે મેગના ને ઊંચકી લીધી અને બેડ પર સુવડાવી.

પછી મેગના કિસ કરવા માટે આગળ વધે તે પહેલાં મેગના નકલી ગુસ્સો કરી ને ઉભી થઇ ગઇ. પણ રાજવર્ધને તેનો હાથ પકડી લીધો. પછી રાજવર્ધન ઉભો થયો. એટલે મેગના આંખો બંધ કરીને ઊભી રહી. રાજવર્ધન પોતાના અધર મેગના ના અધરો નજીક લઈ ગયો.

પણ તે આગળ વધે તે પહેલાં જ ત્યાં હસવા નો અવાજ સાંભળ્યો એટલે તેણે દરવાજા તરફ જોયું તો દરવાજો ખુલ્લો હતો અને ભૂમિ ઊભી હતી. ભૂમિ ના હસવા નો સાંભળીને મેગના એ આંખો ખોલી ત્યારે તે ભૂમિ ને જોઈને હસી પડી.

ભૂમિ અને મેગના હસતા જોઈને રાજવર્ધન નો ચહેરો શરમ થી લાલ થઈ ગયો. એ જોઈને ભૂમિ શાંત થઇ ને કહ્યું, તમારા બ્રેકફાસ્ટ બનાવ્યો છે. તો જલ્દીથી તૈયાર થઇને આવી જાવ. આટલું કહીને ભૂમિ ત્યાંથી જતી રહી.

મેગના એ રાજવર્ધન ને કહ્યું, હું શાવર લઈ લવ પછી આપણે જઈએ. આ સાંભળી ને રાજવર્ધને માથું હલાવીને હા પાડી પણ કઈ બોલ્યો નહીં. એટલે મેગના તેના કપડાં લઈને બાથરૂમ માં જતી રહી. રાજવર્ધન બારીની બહાર નું દ્રશ્ય જોવા લાગ્યો.

દસ મિનિટ પછી મેગના બહાર આવી તો તેણે જોયું કે રાજવર્ધન હજી પણ બારી પાસે બેઠેલો હતો. એટલે મેગના હળવેથી રાજવર્ધન પાસે ગઈ અને તેના ગાલ પર કિસ કરી. તેના કારણે રાજવર્ધન હસી પડ્યો. રાજવર્ધન ના ચહેરા હસી જોઈને મેગના બોલી, હવે બ્રેકફાસ્ટ માટે જઈએ ?

જવાબ માં રાજવર્ધન ઉભો થયો અને પોતાનો હાથ કમર પર મુક્યો એટલે મેગના પણ ખુશી થી રાજવર્ધનના હાથમાં હાથ પરોવીને ભૂમિ એ કહેલા રૂમ માં પહોંચ્યા. તે જ ક્ષણે તેમના પગની નીચે બનેલી લેબોરેટરીની ચેમ્બરમાં રહેલી વ્યક્તિ એ પોતાની આંખો ખોલી. તે વ્યક્તિ રિધ્ધી હતી.

શું ક્રિસ્ટલ જાણી શકશે કે રિધ્ધી ક્યાં છે ? આર્યવર્ધને રિધ્ધી ને શા માટે તે લેબોરેટરીમાં બેહોશીની હાલત માં રાખી હતી ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી..

વાંચકમિત્રો આપ આપના અંગત કિંમતી પ્રતિભાવ 8238332583 નંબર પર whatsapp પર મેસેજ કરી ને મને આપી શકો છો.