25,000 loko ne mafat ma margdarshan aapnar lady books and stories free download online pdf in Gujarati

૨૫,૦૦૦ લોકોને મફતમાં માર્ગદર્શન આપનાર લેડી

ફિલ્મો કરોડો રૂપિયા કમાઈ શકતી હોય અને એમનું જીવન પણ એટલું જ હાઈ ફાઈ હોય એવા હીરો હિરોઈનને પણ એક્ટિંગ સમયે જો માર્ગદર્શનની જરૂર પડતી હોય તો પછી સામાન્ય માણસ માટેની વાત આવે ત્યારે સહજ રીતે કહી શકાય કે એમને પણ મોટીવેશન અને માર્ગદર્શન જોઈએ.

એમાં પણ જ્યારે વાત આવે વિદ્યાર્થીઓની ત્યારે એવું કહી શકાય કે એક વિદ્યાર્થીને ભણાવવો એટલે માત્ર શિક્ષણ આપવું એટલું જ નથી હોતું. જીવવાનો સર્વાંગી વિકાસ થાય એ પણ એટલું જ જરૂરી હોય છે. જેમ કે પેલી કહેવત છે 'ભણ્યા પણ ગણ્યા નહીં'. માટે જો બાળકને વિદ્યાર્થીમાંથી માણસ બનાવવો હોય તો એને ગણવવો પણ જરૂરી છે. અને ગણાવવા માટે જરૂરી છે સાચું માર્ગદર્શન. તો આજે વાત કરીએ એક એવી મહિલાની કે જેને પોતાના જીવનમાં અત્યાર સુધીમાં ૨૫૦૦૦થી પણ વધુ બાળકોને વિના મૂલ્યે સાચું અને પોઝિટિવ માર્ગદર્શન આપ્યું છે.

પારુલ શાહ નામની લેડીની મારે આજે વાત કરવી છે. આમ તો પોતે એક બિઝનેસ વુમન તરીકે કામ કરે છે. પણ લોકોના જીવનમાં જે રીતે ફરજ બજાવે છે એ એક લાગણી કરતા પણ કેટલુંય વધારે છે. પ્રોફેશન માટે ઘસાય જવા કરતાં લોકો માટે કેમ ઘસાવું એ આ મહિલા પાસેથી ચોક્કસ શીખી શકાય. માત્ર એક જ હેતુ કે બાળક જીવનમાં ખોટી રીતે બરબાદ ના થાય અને એની કારકીર્દિનાં લીધે આખું જીવન ના બગડે. શાળા કે પછી કોલેજોમાં તો પારુલ બેન જાય જ છે પરંતુ જો કોઈનો પર્સનલ ફોન આવે તો પણ એટલી જ દાનતથી વાતચીત કરીને પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે.

આઠ વર્ષમાં બહેને લગભગ ૨૫૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ અને માતા પિતાને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. જો શાળા અને કોલેજો વિશે વાત કરીએ તો અત્યાર સુધીમાં ૨૦૦થી પણ વધુ શાળા કોલેજોમાં જઈને બેન કાર્યક્રમો કરી આવ્યા છે. જે રીતે વિદ્યાર્થી મદદ માંગવા આવે છે એ જ રીતે બહેન છોકરાઓના માતા પિતાને પણ માર્ગદર્શન આપે છે. પારુલ બહેન જણાવે છે કે ઘણી વખત છોકરાઓ અને માતાપિતા એ પ્રકારે પ્રતિભાવ આપે છે કે મને ખુદને રડવું આવી જાય છે. તેમજ સાથે સાથે અંદરો અંદર જ મને મારા કામ પર ગર્વ થાય છે.

૩ વર્ષથી માંડીને ૩૦ વર્ષ સુધીનાં લોકોને બહેન ખુશી ખુશી માર્ગદર્શન પૂરું પાડે છે. પોતાની ૪૫ વર્ષની ઉંમર હોવા છતાં હજુ એ જ મનોબળ સાથે લોકો માટે અને વિદ્યાર્થી માટે કામ કરે છે.

આ સ્ટ્રોંગ લેડી પોતાનો હેતુ જણાવે છે કે બાળકો ખોટો રસ્તો પકડીને કારકીર્દિ ખરાબ ના કરે અને સાચા રસ્તે જાય તેમજ તેનું જીવન માત્ર કારકીર્દિના લીધે ના બગડે એનું ધ્યાન રાખવું છે. જ્યારે બાળક મુંજવણમાં ઘેરાય છે ત્યારે એના માટે બધા દરવાજા બંધ થઈ જાય છે. એવા સમયે હું એના બંધ દરવાજાની ચાવી બનું એ જ મારું સપનું છે.

પારુલ શાહનું ઉદાહરણ ખરેખર મહિલા સમાજ માટે એક ગર્વ લેવાની વાત છે. પોતાનો અનુભવ શેર કરતા કહે છે કે ઘણી વખત એવું પણ બન્યું છે કે માતા પિતા વર્ષો પછી આવે છે અને કહે છે કે મારો દીકરો કે દીકરી આજે આં પોસ્ટ પર છે તો તેનો મુખ્ય ફાળો આપને જાય છે. આવું સાંભળીને છાતી ગજ ગજ ફૂલી જાય છે. એક વિધાર્થીએ તો કોઈ હોલમાં કાર્યક્રમ હતો અને એમના આદર્શ વ્યક્તિ વિશે વાત કરવાની હતી તો પારુલ શાહ માટે આખી વિડિયોગ્રાફી તૈયાર કરી હતી અને સરપ્રાઈઝ આપ્યું હતું. તો અત્યારે બસ આટલું જ... ફરી મળીશું નવા પ્રકરણ અને નવી વાતો સાથે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED