કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 15 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 15

*કોલેજ ના દિવસો*

*પ્રેમ ની એક ઝલક ભાગ-15*

તો ત્યાં અચાનક મનીષા ચોંકી જાય છે અને જોવે છે. ત્યારે તેને ખબર પડે છે કે આતો એ ઘડિયાળ છે જે મે પસંદ કરી હતી નિશાંત એની બહેન માટે અને મને આપી એનો મતલબ એ ગિફ્ટ મારા માટે હતી. પછી તે ગિફ્ટ નિરાલી જોવે છે. અને કહે છે કે ખુબ સરસ ઘડીયાળ છે. તેના હાથ પર પહેરવા જાય છે ત્યારે મનીષા નિરાલી ને રોકી પાડે છે. પછી તે નિશાંતને ફોન કરતી કરતી તે અગાશી પર જાય છે. તે સમયે નિશાંત મૂવી જોઈ રહ્યો હતો માટે તે ફોન ઉપાડતો નથી. પછી મનીષાએ પૂજા ને ફોન કરે છે અને તે ગિફ્ટ વિશે મનીષા પૂછે છે કે તને ગિફ્ટ નિશાંત એ ક્યારે આપી અને તે મને કહ્યું પણ નહિ.

ત્યારે પૂજા કહે છે કે જ્યારે તું અને નિશાંત કોલેજ આવ્યાં તે સમયે નિશાંત મને બધી વાત જણાવી અને કહ્યું કે આ જે પણ ગિફ્ટ છે તે મનીષાને તું આપજે એટલે કોઈને ખબર નહિ પડે. માટે નિશાંત આવું કર્યું હતું. કેમ કે જો નિશાંત તને આ મોંઘી ગિફ્ટ આપી હોય તો તેને તારા ફેમલીમાં લોકો પૂછે અને તેને કોઈ પરેશાની નાં થાય માટે તે ગિફ્ટ મને તને અાપવા માટે કહ્યુ હતુ. મનીષા પણ કહે છે નિશાંતની વાત સાચી છે. પણ તેણે મને એકવાર કહ્યું હોય તો સારું હતું. પછી બન્ને આગળ વાતચીત કરી રહ્યાં હતાં તે સમયે નિશાંત નો ફોન આવે છે ત્યારે પૂજા કહે છે કે ચાલ હું ફોન બંદ કરું તું અને નિશાંત વાતો કરો. ત્યારબાદ થોડીવાર પછી નિશાંત નો ફોન આવે છે ત્યારે મનીષા વાત કરે તે પહેલા નિશાંત કહે છે કેવી રહી બર્થ ડે પાર્ટી અને ગિફ્ટતો તે જ પસંદ કરી છે તો કોઈ ચાન્સ નહી કે તને નહિ ગમી હોય. મનીષા કહે છે નિશાંત બસ શાંતિ થી કેટલું ઝડપી બોલે છે. નિશાંત કહે ઓકે ચાલ તું બોલ પછી મનીષા કહે છે કે નિશાંત મને ગિફ્ટ આપી મને કહેવું તો હતું આ તો એ ગિફ્ટ છે જે મે પસંદ કરી હતી ગિફ્ટ આપવા નહિ પણ મારા માટે હતી. નિશાંત કહે છે જો હું તને પહેલાં થી જણાવ્યું હોય તો તું મને ખબર છે કે શું કરે અને હા તે જ કીધું હતું કે ઉપહાર કરતાં એની લાગણી મહત્વની છે. પછી બન્ને આગળ વાતો કરતા હોય છે ત્યારે નિરાલી આવે અગાશી પર આવે છે અને મનીષાને સુવા માટે કહે છે. પછી બન્ને બહેનો નીચે રૂમમાં જઈને સૂઈ જાય છે.

સવારે મનીષા એના પિતાજી જોડે ન્યૂ ઘડિયાળની માહિતી આપે છે. પછી નિરાલી કહે છે પૂજા એ સારી ગિફ્ટ આપી છે કેમ કે તેનાથી પપ્પા મનીષા નો ફોન ના લાગે અથવા કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો મનીષા ઘણી મદદ મળી રહે તેવી વ્યવસ્થા આ ઘડિયાળમાં છે. પછી મનીષા પપ્પા કહે સાચું ખુબ સરસ અને સારી પસંદગી કરી છે પૂજાએ તે સમયે મનીષા એ વિચારતી હતી કે નિશાંત તેની કેટલી કેર કરે છે તે વિચારો સાથે તે સ્મિત કરી રહી હતી. તે પહેલા નિરાલીએ મનીષા ને ખુશ જોઈને કહે છે કેમ મની આજે બહુજ ખુશ લાગે છે. પછી મનીષા કહે છે બસ એમજ પછી મનીષાએ કોલેજમાં જવા માટે તેની સહેલી સાથે જાય છે. આ બાજુ નિશાંત કોલેજ માં મનીષાની રાહ જોઈ રહ્યો હતો. પછી મનીષા નિશાંત પાસે આવે છે ત્યારે નિશાંત કહે છે કે ચાલ મનીષા આજે તે જે વચન આપ્યું તેના માટે તું આજે મારી સાથે કોઈ પણ પ્રશ્ન કર્યા વગર મારા બાઈકમાં બેસીજા મનીષા કહે છે તો ક્લાસ કોણ જસે.તે સમયે નિશાંત કહે છે કે આજે સરને કોઈ કારણસર અચાનક બહાર જવાનું હોવાથી ક્લાસ ફિ છે. માટે મે અચાનક આ પ્લેન તૈયાર કયો જેનાથી આપણે ક્લાસ પન મિસ ના થાય અને પછી નિશાંત અને મનીષા બાઈક બન્ને આગળ વધે છે પછી નિશાંત એ એક દુકાન પરથી સમાન લે છે જે થોડો મનીષા ને આપે છે બીજો બાઈક માં યોગ્ય રીતે મૂકી દે છે ત્યારે બાદ મનીષા સામન વિશે નિશાંત ને પૂછે છે ત્યારે નિશાંત કહે છે કે તે આગળ જતાં રસ્તામાં માં જણાવ્યું છું. તે સમયે નિશાંત બાઈક ની ગતિ વધારે તે બાઈક હંકારતો હતો ત્યારે મનીષા કહે છે કે નિશાંત ધીમે કોઈપણ પ્રકારની ઉતાવળ કયાં વગર શાંતિપૂર્વક બાઈક ચલાવ ત્યારે નિશાંત કહે છે કે મનીષા આપણે જ્યાં જવાનુ છે તે થોડો લોબો રસ્તો છે માટે થોડી ગતિ વધારવી પડશે. મનીષા કહે છે કે એવું તો ક્યાં જવાનું છે આપણે નિશાંત હસતાં હસતાં કહ્યું કે એતો સ્થળે પહોંચીશું એટલે ખબર પડી જશે.
થોડાં સમય બાદ નિશાંત અને મનીષા તે સ્થળે પહોંચી જાય છે. ત્યાં મનીષા જોવે છે તો ત્યાં એક વૃદ્ધાઆશ્રમ હતો ત્યારે મનીષા સ્વભાવિક રીતે પૂછે છે કે નિશાંત કેમ અહી ?.

નિશાંત કહે છે કે હું તને અહી કાલે તારા બર્થ ડે લાવવા માગતો હતો કેમ કે મને ખબર છે તેને વૃદ્ધ લોકો ની મદદ કરવી ગમે છે. એ મને પૂજા એ જણાવ્યું હતું માટે હું તને ગિફ્ટ રૂપી અહી લાવવા માગતો હતો પણ કાલે જે સમય સંજોગ કે જે ધટના બની તે દિવસ કેવો રહ્યો તે માટે જાણે છે. પછી નિશાંત અને મનીષા તે આશ્રમ માં પ્રવેશ કરી રહ્યાં છે ત્યારે નિશાંત તેની બાઈક પરથી સામાન લઈને આવે છે. ત્યાં આગળ વધી રહ્યા છે *અને નિશાંત એ મનીષાને કહે કે કે મનીષા હું.....*

*વધું આવતા અંકે*
*To be continued*
✍? *મનિષ ઠાકોર*

*પ્રણય*✍?