કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 14 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - 14

*કોલેજ ના દિવસો*
*પ્રેમ ની એક ઝલક ભાગ-14*

ત્યારે મનીષા વિચારે છે કે પાકીટ તો મારું પૂજા ની એક્ટિવા માં રહી ગયું છે. તે પૂજા ફોન કરે છે પણ કોઈ ફરક પડતો નથી કેમ પૂજા ફોન ઉપાડતી નથી. તે સમય દરમિયાન નિશાંતએ મનીષાને ટેબલ પરથી જોઈ રહ્યો હતો અને પછી તે મનીષા પાસે આવે છે. અને કહે છે કે મનીષા શું થયું કેમ ચિંતામાં લાગે છે. મનીષા કહે છે કઈ નહિ બસ પૂજા ફોન ઉપાડે તો સારું. નિશાંત કહે છે શું પૂજા અહી આવે છે. ત્યારે મનીષા પૂજાને વાત કરવા થોડી દુર જાય છે. નિશાંત તે પણ તેની પાસે જાય છે અને મનીષા પૂજાની વાતચીત સાંભળી જાય છે. ત્યાર બાદ નિશાંત પાછો આવીને હોટેલના માલિકને બિલ ચૂકવી અને ત્યાંજ ઊભો રહી જાય છે. પછી હોટેલ નાં માલિક મનીષાને બિલ પરચી પાસે છે. કહે છે આભાર ફરી પધારજો.

મનીષા સમજી જાય છે કે આ બિલ નિશાંત તે ચૂકવ્યું છે. મનીષા કહે છે બસ નિશાંત તે અમારી વાતચીત સાંભળી લીધી. નિશાંત કહે છે કે મને ખબર છે તારું પાકીટ પૂજાની એક્ટિવા રહી ગયું છે. અને પૂજા ઘરે પહોંચી ગઈ છે. માટે આજે હું બિલ ચૂકવી દીધું. પછી મનીષા કહે છે ઓકે પણ તારે આ બિલ ની રકમ કાલે મારી પાસે લેવી પડશે પ્લીઝ.
નિશાંત કહે છે ઇટ્સ ઓકે એ કાલે જોઈશું ચાલ હવે તારી કેક લેવાની છે પછી બસનો સમયપણ થવા આવ્યો છે. પછી નિશાંત અને તેના મિત્રો જુદાં પડે છે. અને મનીષા અને નિશાંત કેક લેવા જાય છે. નિશાંત તેનું બાઈક તેનાં મિત્ર પાસેથી લઈને કેક શોપમાં જાય છે. ત્યાં કેક લઈને નિશાંત અને મનીષા બાઈક લઈને બસસ્ટેશન તરફ આગળ વધે છે.

તે સમયે મનીષા કહે છે કે નિશાંત આજે તે મને વહેલા બોલાવી હતી તે શું હતું બોલ કેમ કે આજે દિવસ એવો ગયો કે હું એ ભૂલી જ ગઈ હતી. ત્યારે નિશાંત કહે છે કે જવાદે હવે પણ હા મારી ગિફ્ટ બાકી છે જેમ તે મને ગિફ્ટ આપી હતી અને મે એ સ્વીકાર હતી તેમ તારે સ્વીકાર કરવો પડશે અને તે મને કહ્યું તે ખાસ ભૂલતી નહિ . મનીષા કહે કે હા જરૂર પછી નિશાંત બસસ્ટેશન મનીષાને બસમાં બેસાડી ને પછી મનીષા અને નિશાંત એકબીજાંને બાય બાય કરે છે. પછી નિશાંત તેનું બાઈક લઈને ઘરે પહોંચી જાય છે. મનીષા પણ ઘરે આવીને તૈયાર થઈ પછી તેની બર્થડે ની ઉજવણી કરવામાં આવે છે. પછી મનીષાનાં પિતા તેને ગિફ્ટ આપે છે, પછી તેની બહેન નિરાલી પણ ગિફ્ટ આપે છે, ત્યાર બાદ તેની ફેમિલી મેમ્બર પછી મનીષાની ગામની સહેલીઓ તેને શુભકામનાઓના પાઠવે છે. અને ગિફ્ટ આપતી જાય છે. આ બાજુ નિશાંત તેના ઘરે જમી ને ફેમિલી સાથે ટેલિવિઝન પર મૂવી જોતાં હોય છે. તે સમયે નિશાંત મનીષા નાં કોલની રાહ જોઈ રહ્યા હતા.

આ બાજુ પૂજા મનીષાનાં ઘરે પહોંચી અને મનીષાને જન્મદિન ની શુભકામના પાઠવે છે પછી બે ગિફ્ટ આપે છે અને કહે છે કે આ પ્રસંગ પૂરો થાય પછી તું તારા રૂમ સૂઈ જાય એ પહેલાં આ ગિફ્ટ જોઈ લેજે. પછી મનીષા નિરાલી અને પૂજા બર્થડે પાર્ટીમાં ખૂબ મજા માણી રહ્યાં છે. ત્યાર બાદ પૂજા જમીને ઘરે જવા માટે મનીષા જોડે રજા માગે છે પછી મનીષા પૂજા ને ઘરની બહાર મૂકવા જાય છે ત્યારે પૂજા કહે છે કે મનીષા નિશાંત નાં કપડાં તે જ પસંદ કર્યાં હતા. પછી કયા ગયા હતા તે સમયે મનીષા હસતા હસતા કહે ક્યાં ગયાં નથી તને તો ખબર જ છે કેવો હતો આજનો દિવસ. પૂજા પણ કહે યાર સાચી વાત છે.
પણ મારી ગિફ્ટ જોવાની નાં ભૂલતી પછી પૂજા તેના એક્ટિવા માંથી મનીષાને તેનું પાકીટ કાઢીને આપે છે.

અને કહે સોરી હું તારો તે સમયે ફોન ના ઉપાડ્યો માટે.મનીષા કહે બસ હવે તો પતિ ગયું હવે યાર ઈટ્સ ઓકે. બન્ને સહેલી જુદી પડે છે મનીષા તેનાં રૂમનાં જતી રહે છે ત્યાં નિરાલી તેના રૂમમાં ઉત્સુકતાથી તેની રાહ જોઈ રહી હતી. પછી નિરાલી મનીષા ને ગિફ્ટ ખોલવા માટે કહે ત્યારે મનીષા એ એક પછી એક ગિફ્ટ ખોલી રહી હતી ત્યારે તે પૂજા એ આપેલી ગિફ્ટ યાદ આવે છે અને તેની ગિફ્ટ શોધે છે ત્યારે પૂજાનાં નામની બે ગિફ્ટ હોય છે. તેમાં પહેલી ગિફ્ટ જોવે છે, તેમાં સરસ મજાની દોસ્તી લગતી ગિફ્ટ હોય છે. ત્યારે એક બીજી જે પૂજાનાં નામની હોય છે, તે ગિફ્ટ ખોલે છે અને જોવે છે *તો ત્યાં અચાનક ચોંકી ઉઠી હતી કે.................*

*વધું આવતાં અંકે*
*to continue*
✍? *મનીષ ઠાકોર* *પ્રણય*✍?

ખુબ સરસ એવો પ્રતિભાવ તમે આપ્યો છે. ટૂંક સમયમાં બહુજ સુંદર સાથ સહકાર આપ્યો છે.
આવા જ પ્રતિભાવ આપજો અને મારી રચનાંને લોકોને શેર કરજો