સંબંધો 2.0 Akshay Mulchandani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધો 2.0

"ગરમ કરેલી ચા અને
સમાધાન કરેલા સંબંધમાં
પેહલા જેવી મીઠાશ
ક્યારેય નથી આવતી !!"


આ વાક્ય અલબત્ત બધાએ કોઈના કોઈ પાસેથી સાંભળ્યું જ હશે ને બની પણ શકે તમે પણ કોઈ વિશે કે કોઈને આ વાક્ય કે વાત તેમને કરી હોય કે સૂફીયાણી સલાહ તરીકે સમજાવી પણ હોય..!!

લેકિન કિન્તુ પરંતુ બન્ધુ...!

આ બાબતમાં 'મારું' એવું 'પર્સનલી' એવું માનવું છે કે, જો તમે આ બાબતમાં વિશ્વાસ કરો છો તો તમે ખરેખર એ સંબંધને હજુ સુધુ સમજી જ શક્યા નથી, કહું કે માત્ર તમે નિભાવવા માટે જ નિભાવ્યો છે. બોલે તો only બો ફોર્મલ વાલા રિલેશન..!

સંબંધ..! સંબંધનો તો આત્મા જ પરસ્પર વિશ્વાસમાં રહેલો છે દોસ્ત..!! અને જો એ જ લડખડાય તો એને સો કોલ્ડ પાટે લાવવાની જવાબદારી પણ તમારી જ છે....! કે નહીં ?

ઓહ, તમને લાગતું હશે કે આ ડોબો શુ બોલે છે , ideal વાતો કરે છે..!! આદર્શ વાતો તો માત્ર ફિલ્મો ને વાર્તાઓમાં જ સારી લાગે, બાકી તો ખાલી વાતું જ થાય....!

બાકી તો, રિલમાં પણ "કુછ કુછ હોતા હૈ અંજલિ, તુમ નહિ સમજોગી..!" કહીને "એ નહિ જ સમજે, એવું taken for granted લઈ લે છે..!

કઈ નહિ, છોડો...! તુમ નહિ સમજોગે ??

ચલો, એક ઉદાહરણ આપું; એના પહેલા એક સવાલ..અને એ સવાલ પછી તેનો જવાબ..!

હા...! એના પહેલા એક વાત બીજી, કે બન્ધુ, તમે સવાલનો પુરી ઈમાનદારીથી જવાબ આપજો લાલા..! કારણ કે એ જવાબ તમને કદાચ તમારો ખોવાયેલો સંબંધ પાછો લાવી શકે છે..!

જો તમે તમારા તે સો કોલ્ડ સંબંધને માત્ર નિભાવવા ખાતર નહિ, પણ સાચી રીતે જ , મંજે not only as a formal relation , પણ તમારો કે તમારા જીવનનો એક અગત્યનો ભાગ ગણો છો , તો શુ તમે તે તમારા વણસેલા સંબંધોને સુધારવા માટે યોગ્ય ઇનીશીએટિવ લીધો છે..?? હા કે ના..??

એ પછી સંબંધો વણસવા માટે કોઈ પણ જવાબદાર હોય ! તમે, તે કે પછી કોઈ થર્ડ પાર્ટી, એ બીજા નમ્બરની વસ્તુ છે..!

હવે તમારું રિએક્શન કદાચ આવું હોય શકે અને મનમાં તમે કહેશો કે ,"ભલા માણા, એક હાથે તાળી ન પડે..!!"

પણ મેરે ભાઈ..! સંબંધોમાં વિશ્વાસની સાથે સાથે એક પોતીકો હક પણ હોય છે , જે તમારી પાસે પણ છે ને તેની પાસે પણ..!!

તો એ તમારા 'વિટો પાવર'ની જેમ તમારા મુજબ

જો એક હાથે તાળી નથી પડતી તો શું, 'જાપટ' તો પડી જ શકે છે ને..??

લગા દો ગુડબક એક ખીચ કે..!

(સાચા સંબંધોમાં આવું પણ કરવાનો અધિકાર છે હો..!! હા જો માત્ર ફોર્માલીટી વાળી વાત હોય તો તો આ આખી વાતનો કોઈ મતલબ જ નથી..!)

ઘણી વાર છે ને ,

સંબંધ સાચવવા માટે થોડું નમવું પણ પડે ને તો નમી જવાનું !
(Depends , કે તમારો સંબંધ કેટલો મજબૂત છે)

ને હા, છેલ્લે આટલું જ કે,

જો ગરમ કરેલી ચા પણ,
જો યોગ્ય રીતે બનાવતા ને ઉકળતા ને ગરમ કરતા આવડતી હોય ને ,
તો એ પહેલાં જેવી જ
કે કદાચ પહેલા કરતા પણ સારી બની શકે છે,
જરૂર છે, તો બસ
આવડત ને થોડા ચાના મસાલા ને આદુની..!!

બસ , આવું જ સંબંધમાં છે બંધુઓ..!!

~જૂની ડાયરીના પન્નાઓમાંથી

~ એ જ 'ભોમિયો'

(આ મારા પોતાના વિચારો છે, જે બસ મેં રજૂ કર્યા છે. પણ એક વખત જરા ચાને યોગ્ય રીતે ઉકાળીને જોજો, મજા આવશે...!!!)

સંબંધો વિશે આપણી ચર્ચા અને આવી જ કશી વાતો ચાલુ રહેશે, થોડી વાતો, થોડા કિસ્સા ને થોડા અનુભવો..! પણ, આ વખતે આટલું જ ,વધુ આવતા અંકમાં...! ?

હા , જો તમારા પાસે પણ સંબંધો વિશે થોડા હટકે વિચારો હોય કે આ આર્ટિકલ વિશે કોઈ ટિપ્પણી હોય, તમે અમને પ્રતિભાવોમાં જણાવી શકો છો, મેઈલ કરી શકો છો કે સંદેશ પણ મોકલી શકો છો..! તબ તક કે લિયે, મુસ્કુરાતે રહીએ, ઝીંદગી ઇતની ભી બુરી નહિ..!

હાલો હવે, મારી ચા ઉકળે છે..! ક્યાંક બળી ન જાય..!