મારે સુસાઈડ કરવું છે.. Akshay Mulchandani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારે સુસાઈડ કરવું છે..

થોડા દિવસો પહેલા ટીવીની ચેનલો બદલતા બદલતા અચાનક મારી નજર એક સમાચાર પર પડી. 

સમાચાર જાણે એમ હતા કે,


સુરતમાં એક કુમળી વયના વિદ્યાર્થીએ શાળામાં ફી ના ભરવા પર શાળા દ્વારા કાઢી નાખવામાં આવતા દુખી થઈને બાથરૂમમાં બંધ થઈને ફિનાઈલ પી કર્યો આપઘાત નો પ્રયાસ..! સિવિલમાં સારવાર માટે દાખલ ..! શાળા સંચાલકો દ્વ્રારા કોઈ ત્રાસ ન આપ્યાની દલીલ અને તેણે ચાર વર્ષથી ફી ના ભર્યાનો આરોપ..!”


અહી આપણે એ વાત પર ચર્ચા નથી કરવા માંગતા કે ભૂલ કોની હતી, કે વિદ્યાર્થીને કઈ બાબતે આપઘાત કરવા માટે પ્રેર્યો કે પછી તેને આપઘાતનો વિચાર કેમ આવ્યો ? એ વસ્તુ અહી બીજા નંબરની છે. કારણ કે આ માત્ર એક જ એવો કીસ્સો નથી, કે જ્યાં કોઈ બાળક કે વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોય, કારણ તો ઘણા હોય શકે છે.


પરંતુ અહી મારે એ વાતની ચર્ચા કરવી છે , એ વાતની દલીલ કરવી છે કે “આપઘાત” નામની વસ્તુ શું હોય છે , એ વાત તેના મનમાં ક્યાંથી આવી ? એની કોરી પાટી જેવા મનમાં એવું ક્યાંથી આવ્યું કે આપણે આપની જાતને મારીને સમસ્યા માંથી નીકળી શકીએ છીએ. એના મગજમાં એ ક્યાંથી આવ્યું કે આપની જ ઘરમાં રહેલી આ ફિનાઈલની બાટલી પી ને આત્મહત્યા કરી શકાય છે કે રસોડામાં પડેલા ચાકુથી હાથની નસ કાપવાથી આત્મહત્યા કરી શકાય છે , અરે સૌથી પહેલા તો આત્મહત્યા શું છે અને એ બધા કષ્ટો નું નિવારણ છે , એ તે કુમળી વયના મગજ મનમાં બેસાડનારા કોણ ???? એમને શાળામાં તો એવું નથી જ શીખવાડતા કે બહુ હેરાન થઇ જાઓ તો ફિનાઈલ પી લેવાનું ..!!


હું હજુ આ બધું વિચારતો જ હતો કે ફરી બીજા સમાચાર રીમોટ ફેરવતા દેખાયા.


“શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે કહાસુની થતા એકે બીજા છાત્ર પર કરતો છરી થી હુમલો...!!”


અને એ બાળકો જે ધોરણમાં ભણતા હતા તે અકલ્પનીય હતું, સાચે..!


હવે જરા તમારી આસપાસના વાતાવરણમાં નજર કરો, કદાચ તમને દેખાશે , કદાચ તમને દેખાશે કે પ્રોબ્લેમ ક્યા છે?


ચલો શરૂઆતથી અવલોકન કરીએ..


આજના સમયનું સૌથી મોટું વરદાન છે એક જોડી, જે છે ઈન્ટરનેટ અને સ્માર્ટફોન ની ....!! પણ કહેવાય છે ને , વરદાનની અતિશયોક્તિ પણ શાપ બને છે અને જયારે આ વસ્તુ નાનકા બાળકોના હાથમાં આવે છે , ત્યારે તમે જાણો છો કે તે શું કરી શકે છે...!! પાંચ વર્ષના બાળકના હાથમા જયારે યુટ્યુબ જોવાની છૂટ આવે છે ત્યારે પોતાના કોરા માનસ પર શી અસર થાય, તે અકલ્પનીય અને બવ ડરાવની છે ..!!! તે તો એ જ ચાલુ કરશે જે તેના હોમ પેજ પર દેખાશે , હવે તે ભૂલકા માટે કેટલું સારું અને કેટલું ખરાબ હશે , તે કદાચ તમે જાણો છો ...!!


ચાલો, હવે ઘરની અંદર થતી વાતો કરીએ કે ફિનાઈલ પીવાથી આત્મહત્યા થાય અને આત્મહત્યાથી દુખ દુર થાય, એની સંકલ્પ્નના ક્યાંથી આવે છે...!! 


જમતી સમયે સામાન્ય રીતે બધાના ઘરમાં સો કોલ્ડ દિઈલી સોપ્સ ચાલતા હોય છે , જેમાં આજકાલ નેગેટીવીતી સિવાય કદાચ કશું જ જોવા નથી મળતું..!! એક યુવતી , જેને બધા પરેશાન કરતા હોય , બીજી યુવતી કે જે બધાને પરેશાન કરતી હોય, અને ઘરમાં થતા કજિયા કંકાસ અને ઝગડા ..અને ઘણીવાર કંટાળીને પાત્રો કરતા આત્મહત્યાનો પ્રયાસ..! એમાં પણ આત્મહત્યાની ઘણી બધી મેથડો શીખવે ...!! અને એમાંથી આપણા ભૂલકાઓ કરતા વધુ ઘરની ગૃહિણીઓ પોતાને તે પાત્રો સાથે સરખાવે અને આત્મહત્યાનો પ્રયાસ પણ કરે..!! અને આ કેટલી ભયજનક બાબત છે, બાળકો અને ગૃહિણીઓ ને સાસુઓ માટે, કલ્પના કરી જુઓ ! 


આનો તાજેતરનો કીસ્સો થોડા દિવસો અગાઉ જ થયેલો અને સાથે વિડીઓ પણ વાયરલ થયેલો. સમાચાર આ પ્રમાણે હતા,


“જામનગર શહેરમાં તળાવની પાળ ખાતે એક ગૃહિણીએ તળાવમાં જંપ લાવી કર્યો આત્મવિલોપનનો પ્રયાસ..! પહેલા પોતાના બે બાળકોને અને પછી પોતે જંપ લાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ..! તંત્ર ને જાણ થતા ખસેડાયા સારવાર માટે, આખી ઘટન cctv માં કેદ...!!!”


શું હું આ ?


ચાલો એક સ્ટેપ આગળ જઈએ , વધુ ખ્યાલ આવશે..!! આજકાલ મેં ઘણા બધા એવા લોકો જોયા છે જે રાત્રે ટીવી બંધ કરતા પહેલા ક્રાઈમ શો જોઇને સુવે છે , હકીકત માં આ કાર્યક્ર્રમો તમને ક્રાઈમથી અવગત નથી કરાવતા , પરંતું તેઓ તમને ક્રાઈમ કરવાની પ્રેરણા આપે છે , ખોટું કામ કરવાના વિવિધ અવનવા રસ્તાઓ બતાવે છે કે આવું થાય તો આવું ક્રાઈમ કરવાથી સંતોષ મળે છે.


હા, શક્ય છે કે તમે મારી વાતથી સહેમત ન થાઓ અને કદાચ મારો વિરોધ કરો એવી દલીલોથી કે, 


“આ કાર્યક્રમો તો આપણને આપણા સમાજમાં થતા ગુનાઓથી અવગત કરાવે છે, તેનું ચિત્ર બતાવે છે.આથી તે જોવા પણ જરૂરી છે, તેમાં બધી સાચી ઘટનાઓ જ બતાવે છે...તમે નહિ સમજો કેમકે તમેં આ કાર્યક્રમો નથી જોતા..!! કેટલું બધું જાણવા મળે છે કે દુનિયામાં કેવું કેવું થાય છે !”


હા, એ તો મને ખબર છે કે શું શીખવા મળે છે ! 


હવે તમે મને જરા કહેશો, કે આ લોકોને ગુનો કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે? નવા નવા વિચારો ક્યાંથી મળે છે ? એ તો એ જ કરે છે જે તે પોતાની આજુબાજુ વિવિધ માધ્યમો દ્વારા જુએ છે. પછી તે બાળક હોય કે તરુણ હોય કે વ્યસ્ત કે વૃદ્ધ. જેવું તમે આજુબાજુ જોશો, એં તમે કરવા પ્રેરાશો..!!


છેલ્લે તો માત્ર એટલું જ કહીશ, કે ..


આ બધા મનોરંજનના માધ્યમો એ આપની “સગવડતા” છે, નહિ કે “સમસ્યા”...!! પરંતુ જો આ માધ્યમોનો યોગ્ય રીતે ઉપયોગ ના થયો, તો આ તમારી કહેવાતી સગવડતાઓ ક્યારે સમસ્યાઓ , અને ગંભીર સમસ્યાઓ બની જશે, ખબર પણ નહી પડે...!!!


તમે મારી વાતો સાથે સહેમત થશો કે નહિ, એ તો ખબર નથી, પણ પોતાની આસપાસના વાતાવરણમાં પોઝીટીવીટી ફેલાવજો ...!!


બસ, મેં જે મારી ડાયરીમાં લખ્યું હતું, એ જ વિચારો તમારી સમક્ષ રજુ કાર્ય છે.