બે જલ્દી કર, સ્નેપ લેવો છે..!
કાલે મારે જામનગરમાં પણ થોડી વાર તો થોડી વાર, ન્હાવા જેવો વરસાદ પડી ગયો...! ફાઇનલી..! તમારે પણ મન મૂકી વરસી જ રહ્યો હશે ને..??
બાલ્કની માં નીકળીને મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ખોલ્યું તો બધાની સ્ટોરી..!!
#firstrain #mitti_di_khushbu #maumas #love
સાથે ને એક સુંદર વરસાદના ફોટા સાથે..!!
પણ સાથે સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફાટી નીકળેલા સો કોલ્ડ લેખકોના સો કોલ્ડ પેજો..!
ને બધાની એકજેવી સડેલી પોસ્ટ,
"વરસાદ આવી ગયો એટલે હવે બધા સ્ટોરી ને સ્ટેટ્સ મુકવા લાગશે, જાણે એમના સિવાય તો કોઈને કશી ખબર જ નથી પડતી ને...? હાલી નિકળા છે...!!"
ભાઈ મારા, હાલી એ નહીં, તું નીકળો છો..!! પહેલે મુજે યે બતા સાલે,
તેરે કો કિસ બાત કા એટીત્યુડ હૈ...??
સ્ટોરી કે સ્ટેટ્સ મૂકવું, એ પણ એક પોતાની ખુશી, લાગણી ને જાહેર કરવાનો, માણવાનો એક રસ્તો છે..!
એ લોકો હેશટેગ મિટ્ટી કી ખુશ્બુ રાખે છે , તો તારે કેમ બળતરા થાય છે..!
હવે બધા તારા જેવા "મેચ્યોર" તો ન હોય ને..? ને અમારે તારા જેવું મેચ્યોર બનવું ય નથી..!
હા , એક વાત તો સનાતન સત્ય છે કે અતિની ગતિ ન હોય..!!
આઈસ ક્રીમ નો સ્નેપ લઈએ , એનો વાંધો નહિ..! પણ અમારી આઈસ્ક્રીમ પીગળવાનું શરુ થાય, એ પહેલાં અમારી સ્ટોરી મુકાય જાય છે..!! ( તમારે પીગળી તો નથી જતી ને આ ચક્કરમાં? એટલે એની ખીજ અમારા પર, એવુ ? કે પછી, યે સબ લાઇક્સ લેને કા ચક્કર હૈ બાબુભૈયા..! ?? તમારું ઇન્સ્ટાગ્રામના લેખકોનું ભલું પૂછવું હો..! )
ખાવાનું ઠરે, એ પહેલાં સ્ટોરી નો ફોટો લઈને અપલોડ થઈ જાય છે અમારે બોસ..!
એટલે એ બધી દલીલો તો અમારી સામે ન જ કરતો તું..! હાઇલો આવે છે..!!
ને બીજી વાત...! વરસાદના સમયમાં અમારી સુંદર પ્રેમભરી વરસાદ પ્રત્યેની લાગણીઓનો સ્નેપ ને સ્ટોરી મૂકવું , એ બહુ ડેરિંગ નું કામ છે...!
એક તો ઇન્સ્ટાગ્રામ ને સ્નેપ બવ બેટરો ખાતા હોય, ઉપરથી વરસાદમાં લાઈટ ગમે ત્યારે ગુલ થાય ,એનું કશું ઠેકાણું ન હોય..
એવા સમયમાં અમે બધી જ વાતો બેલેન્સ કરીને સ્નેપ મૂકીએ છીએ..!!
જો તને ન ગમતા હોય તો મોબાઈલને ચારજિંગમાં સાઈડમાં મૂકીને ન્હાવા ઉપડ ને..! પછી કહીશ કે તમારા સ્નેપ ને સ્ટોરી જોવાના ચક્કરમાં મારુ ચારજિંગ ગયું..!! દોઢ ડાહ્યો.!!
(પર ભૈયા કો તો બારીશ મેં ન્હાણે ભી નકો જાના હૈ , નહાને જાયેગા તો ઐસી સબ પોસ્ટ કોન ડાલેગા રે...!)
એક વાત યાદ રાખજો બોસ, આ લાઈફમાં છે ને , આજકાલ ખુશીઓ બહુ ઓછી મળે છે..! મોંઘી થઈ ગઈ છે બહુ જ ..! ઉપરથી એને gst ના સૌથી ઊંચા સ્લેબમાં મૂકી છે..!! એટલે એને તમને જ્યાં પણ ઇન્સ્ટોલમેન્ટ્સ માં પણ મળે ને, તો પણ જ્યાં મળે એ ઉપાડી લેવાની..!! બહુ નહિ વિચારવાનું કે આવી ખુશીઓ તે લેવાતી હશે કાઈ..! દરેક નાની નાની વાત, કે જે હેપીનેસ કે ચેહરા પર સ્માઈલ લાવતી હોય , એને જકડી લેવાની..!! એક જ જિંદગી છે બોસ , એમાં તો થોડા હસ ભી લિયા કરો બોસ..!!
ને બસ , એજ સાથે મેં બાલ્કનીનો કાચ ખોલ્યો અને કાળા વાદળો સાથેના વરસાદનો એક સરસ ફોટો લીધો અને એને ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને વોટ્સએપ ની સ્ટોરીમાં જવા દીધો અને ફોન ચારજિંગમાં મૂકીને અગાસીમાં ન્હાવા ઉપડી પડ્યો..!!
સ્નેપ લેવો ને સ્ટોરી મુકવી એક જગ્યાએ, ને એ કર્યા પછી વરસાદમાં મન મુકીને ભીંજાવાની ખુશ બીજી જગ્યાએ ભાયા..!
મુસ્કુરાતે રહો દોસ્ત...ઝીંદગી ઇતની ભી બુરી નહિ..!!