શાખા બાળકો નું પ્રિય સ્થળ HARPALSINH VAGHELA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાખા બાળકો નું પ્રિય સ્થળ


સૌ પ્રથમ તો આપ સર્વે નો મારી બાળપણ ની યાદી મા આવવા બદલ ખુબ જ ધન્યવાદ .રોજ ના જેમ પણ આજે પણ હું એક નવી રમત સાથે આવી રહ્યો છું જેનું નામ છે કેપ્ટન કેપ્ટન એક્શન બદલ .તો આ રમતો તમે નાના હતા ત્યારે ખૂબ જ રમ્યા જ હશો તેવી મને ચોક્કસ ખબર જ છે .કેમ આ રમત થી ક્યા કોય અજાણ છે . હમકો તો સબ ખેલતે હૈ -
શરૂવાત -
આજે રમવા માટે ,મેઘરાજ,જયપાલ,શિવરાજ, ક્રિપાલ , જય ,શિવમ ,છોટે શિવા, રાજુ, નક્ષુ, નક્શું 2 ,ભીખો,
વગેરે રમવા માટે ભેગા થાય છે .
પેહલા તો બધા ને ઘરે ઘરે જઈ ને બોલાવવા જાય છે
કાઇક આવી વાત ચીત થાય છે .

મેઘરાજ- ચાલો આપડે બધા સાથે મળી ને શાખા મા જઈએ

હરપાલ - હું આવુ છું મમ્મી શાખા નો સમય થવા આવ્યો

બાળકો રાહ જોતા હશે તો હું જાઉં છું બધા ને બોલાવવા .

ધૂર્વરાજ- હરપાલ સિંહ આજે શાખા છે ને કેટલા વાગે

હરપાલ - ચાલ ધ્રુવ રાજ આપડે બધા ને બાલાવી ને આવીએ .

હરપાલ અને ધ્રુવ બંને જાય છે .જૂના ઘર ને જોઈ ને હરપાલ ને જૂની યાદ આવી જાય છે .

હરપાલ - ધ્રુવ તને ખબર છે હું નાનો હતો ને ત્યારે અહીંયા જ હું રમવા જતો હતો .

ધ્રુવ- મેઘરાજ અને નકશું ને બોલાવવા જાય છે
અને બોલાવી લાવે છે અને પછી અમે 4 ભેગા થયા .

મેઘરાજ - જોર થી બુમ પાડે છે યશરાજ અને યસ રાજ શાખા નું નામ સાંભળી ને તરત જ દોડી ને આવી જાય છે .

હરપાલ - મેઘરાજ જા તો ભગીરથ ને લેતો આવ ને

મેઘરાજ - યશરાજ તું પણ સાથે ચાલ અને બંને પોહચી ગયા તો જોયું કે ભગીરથ (ભીખો) ગબ્બર બનાવ્યો હતો
એટલે ત્યાજ હતો .

ભીખો- હું નહિ આવું કોઈક લઇ જશે તો મારા રમકડા

મેઘરાજ - હાલ ને ભીખા મજા આવશે પણ આજે ભીખો આવે તેવું લાગતું નોહતું . કેમ કે આવશે તો પણ તેનો જીવ તો ગબ્બર મા હતો. ને એટલે મે વિચાર્યું કે રેહવા દે આ રવી વાર

યશરાજ - ચાલો આપડે હર્ષ વર્ધન ના ઘરે જઈએ -

હરપાલ અને ધ્રુવ - ચાલો જઈએ તેને બોલાવવા હા ચાલો
બધા પોહચ્યા અમે પોહચ્યા તેની મમ્મી હમેશા રવી વારે મને કોલ કરેજ શાખા છે તેવું પૂછવા આજે તો અને સામે થી ગયા પણ શું જોયું .

મેઘરાજ _ ચાલ હર્ષવર્ધન આપડે શાખા મા જઈએ પણ એ તો ઊંધો સુઈ ગયો અને સંતાઈ ગયો અને રડવા લાગ્યો કેમ મને થયું કાઇક તો થયું લાગે છે લાવ ને એક વાર જાણી લઈએ શું થયું .
ત્યારે ખબર પડી કે હર્ષવર્ધન એ પણ ગબ્બર બનાવ્યો
પરતું તેમાં લાઈટ નોહતી એટલે તે લાઈટ માટે રિસા ઇ ગયો હતો .અમે બહુજ પ્રયાસ કર્યો પણ તે ના જ આવ્યો .
અમે બધા પોહચી ગયા જ્યાં શાખા લેવાની હતી ત્યાં _

હરપાલ - હું જમી લઉં ત્યાં સુધી તમે , અનું ,પપ્પુ, ભોલો, રાજપાલ ,બધા ને બોલાવી ને આવો ચાલો તો હું જમી લઉં .
સમય લગભગ ૭:૩૫ થઈ હશે અને પેહલા તો પ્રાથના કરી લીધી .
બધા ના ચંપલ એક જ લાઈન મા હતા મંડળ મા બધા એક જ લાઈન મા અને શિસ્તબધ્ધ હતા જેમ કે સાવધાન ની સ્થિતિ .
દેશી ભાષા કહીયે તો સજળ બંબ, પછી ઢીલા ઢબ .
અને પ્રાથના પૂર્ણ પણ થઈ ગઈ .

હરપાલ - ઉપ : વિશ એટલે બેસી જાયો.
બધા બેસી ગયા .સહાગન હિન્દી આ હતું .

राही जबसे आया में तेरी डगरिया ।
संघ मा लीला लेहर छे भाई संघ मा

અને પછી વાર્તા લીધી આજ ની વાર્તા હતી .
સસલું અને કાચબો
આ વાર્તા તો તમે સાંભળી જ હશે એટલે તેમ છતાં હું
એક વાર તમને જણાવી જ દઉં .
તો એક જંગલ મા ઘણાં બધાં પ્રાણીઓ રેહતા હતા .
મિંતું સસલો અને કિટ્ટી કાચબો બને પાક્કા ભાઈબંધ હતા.
રોજ બનેં સાથે હળી મળી ને રેહતા મિંતું કિટ્ટી માટે રોજ નવા નવા ફળ લઇ ને આવતો અને બંને સાથે નદી પાસે ચિંકુ વાંદરો .અને ધોલું ભાઈ મગર સાથે નાસ્તો કરતા આવું રોજ બનતું .
. પરતું એક દિવસ કિટ્ટી અને બિંતું બને એક બીજા ની કિટ્ટા કરી દે છે અને તમે તો જાણો જ છો કે કિટ્ટી તો અક્કડું
જ હતો.
આ વાત સાંભળી સંગ્રામ સિંહ બોલ્યો કે ચાલો આપડે રેસ લગાવીએ જે જીતે તેને હું માનીશ કે તેજ સૌથી શ્રેષ્ઠ છે.
બંને તો એક બીજા ની સાથે લડાઈ કરવા લાગ્યા આ જોઈ ને
રાજા ગુસ્સે થઈ ને બોલી ઉઠ્યા જઘડો છો કેમ હું જોઇશ તમારા બનેને માથી હોશિયાર કોણ હવે ખબર પડશે .
બંને ની રેસ શરૂ થાય છે સ્થળ નદી નો નીચલો ભાગ .
અંત કૂવા પાસે મીઠું દેડકા ને જે પેહલા તાળી આપે તે વિજેતા .
રેડી _ બેઠો થા
સ્ટેડી_ ઊભોં થા
ગો _ હાલતી નો થા .
બને તો દોટવા લાગ્યા પરંતુ કિટ્ટી ભાઈ ને તો પેલું ગણેશ વાળુ કરવું કતું પણ કોઈ મળ્યું જ નહિ જેના આંટા ફેરા ને આશીર્વાદ લઇ લે
મિંતુ તો હોશ માં ને હોશ મા દોડવા લાગ્યું અને રસ્તા મા ઉપર ચીકુ વાંદરો બેઠો બેઠો જાંબુડા ખાતો હતો .એને જાંબુડા ખવડાવ્યા અને બને વાતો એ વળગી ગયા .અને પછી વધારે ખાઈ લીધા એટલે કે થોડી વાર આ રામ કરવા દે એટલે તે તો આરામ કરવા બેસી ગયો . પણ થયું છું મીંતું તો એ નસકોરા બોલાવવા લાગ્યો તમારા ઘર મા તમારા પપ્પા બોલાવે તેવા પણ કિટ્ટી તો એ કાન મા વાયરલેસ હેંડફ્રી ભરાવી તિંતુડા રીમિક્ષ સાંભળતા સાંભળતા જઈ રહ્યા હતા અને જોત જોતા માં તે તો છેલ્લે સુધી પોહચા અને મિંટું ઉઠ્યો અને દોટવા લાગ્યો કેવી રીતે ખબર સ્કુલ માં કોઈ બેન્ચ પર બેસવા જાય ને પેન્સીલ અની વાંગે ને ઉભૂ થઈ જાય તેવું દોટીયા .
પણ કિટ્ટી તો મીઠું દેડકા ને તાળી આપી ને જતો રહે છે .
અને તેટલા મા ૨૮ મીન્ટ નું તિતુડા પણ પૂરું થઈ ગયું .
અને સંગ્રામ સિંહે વિજેતા જાહેર કર્યો કિટ્ટી ને તો કેવી લાગી સ્ટોરી.
બોધ _ આ વાર્તા માંથી આપડા ને એ બોધ મળે છે ક્યારેય કોઈ ને નાના સમજવું તે આપડી સૌથી મોટી ભૂલ છે તેનાથી સાવધાન રેહવું .તમને યાદ છે ને કીડી ની એ વાત કે નાની કીડી પણ
મસ મોટા હાથી ને પણ ગાંડો કરી દે છે.
આવી રસ્પદ વાતો સાથે જોડાયેલા રહો.
બાળપણ ની યાદી સાથે .
કાલે ફરી મળીશું એક નવી જ રમત કે વાર્તા સાથે
જો ગમે તો શેર કરજો અને નીચે પ્રતિભાવ આપવા નું નો ચૂકતા .અને મને લખવા માટે મદદ કરજો
લી .એક બાળક