be a good gentleman books and stories free download online pdf in Gujarati

માનવ તું માનવ થા...

આ રચના વાંચતાં પહેલાં તમારી જાતને એક પ્રશ્ન પુછો ., તમે માનવ તરીકે શા માટે પૃથ્વી પર આવ્યા છો? જો આ પ્રશ્ન નો જવાબ મળી જશે તો જીવન જીવવાની અનેરી મજા આવશે.
દરેક માનવી એ પૃથ્વી પર ચાર પુરુષાર્થ કરવાં પડે છે. 1. ધર્મ, 2 કામ 3. અર્થ અને 4. મોક્ષ. આ ચારેય પુરુષાર્થો માંથી આપણે શાના માટે રોજબરોજ ભાગદોડ કરીએ છીએ? આ પ્રશ્ન દરેક માનવી એ વિચારવો રહ્યો.
કોઈ પણ માણસ હોય પછી તે ગુજરાત નાં નાના ગામડા નો હોય કે પછી અમેરિકા નાં ધનવાન શહેરમાં રહેતો હોય દરેક માણસ આજે ભાગમભાગ કરતો દેખાય છે. આટલી બધી ભાગદોડ શા માટે? શા માટે માણસ હંમેશાં સંતાપયુક્ત જીવન જીવે છે? શા માટે માણસ નાં જીવન માં શાંતિ નથી? હંમેશા અશાંત અને ડરી ડરીને કેમ જીવન જીવવું? એવી કઈ વાત છે જેના માટે માણસ પોતાની અમૂલ્ય જીંદગી ને ચિંતા નાં વાદળો થી ઘેરી લે છે?
આ બધાં જ પ્રશ્નો પર ઊંડાણ પૂર્વક વિચારવામાં આવે તો સમજાશે કે આ બધી મગજમારી પાછળ નું મુખ્ય કારણ વૈભવ વિલાસ છે. વૈભવ વિલાસ માટે પૈસા ને મહત્વ નું પરિબળ માનવામાં આવે છે. અને આ જ પૈસા કમાવવા માટે આજનો માણસ ભાગમભાગ કર છે. પણ વૈભવ ની વ્યાખ્યા ફક્ત પૈસા નથી. વ્યક્તિ ની પરિસ્થિતિ મુજબ આ વ્યાખ્યા પણ બદલાય છે. સમય પસાર થવાની સાથે વૈભવ વિલાસ પણ બદલાય છે. શ્રીમંત લોકો ગાડી બંગલા ને વૈભવ માને છે. તો બીજી તરફ ગરીબ વર્ગ કે જેનાં ઘરે બે સમય નો ચુલો પણ જેમ તેમ સળગે છે તેવા ગરીબ માટે તો સુકો રોટલો અને ચટણી જ વૈભવ છે. નાના બાળકો માટે એમનું બાળપણ, એમનાં રમકડાં વૈભવ છે. તો વૃધ્ધો માટે શાંતિ થી બાકીનું જીવન વિતાવવું એ વૈભવ છે.
વૈભવ ની આટલી આટલી વ્યાખ્યા હોવાં છતાં વ્યક્તિ નાણાં ને જ વૈભવ વિલાસ નું સાધન માને છે એ કઠિનતા છે. ઉપર્યુક્ત બાબતો પણ નાણાં વિનાં પુર્ણ થતી નથી પરંતુ તેમાં સંતોષ રહેલો છે. અને આ સંતોષ જયારે આવશે ત્યારે જીવન માં સુખ આવશે.
નાણાં ની આંધળી ભાગદોડ માં આપણે એટલાં બધા વ્યસ્ત છીએ કે આપણી આસપાસ શું થઈ રહ્યું છે તેનાંથી આપણે અજાણ છીએ. બાળકો અને યુવાનો પબજી, ફેસબુક, વોટ્સઍપ વાળા એકવીસમી સદી નાં યુવાનો અને બાળકો છે. આ બધું થવા પાછળ નું મુખ્ય કારણ સામાજિક સ્ટેટસ છે. આજે પબજી અને આઈફોન ને સ્ટેટસ નું સાધન ગણવામાં આવે છે.
આ બધું કહેવા પાછળ નો આશય એ હતો કે તમારી જરૂરિયાતો કયારેય પુરી થવાની નથી. ફેસબુક પછી વોટ્સઍપ અને ટવીટર આવતાં જ રહેશે પરંતુ આ બધાની વચ્ચે સંતોષકારક જીવન એ જ એક સુખ છે. ભૌતિક સાધનો તો નાણાં દ્વારા ખરીદી શકાય છે. પણ એ સાધનો દ્વારા મળતો સંતોષ તમે ગમે તેટલા પણ નાણાં આપશો નથી મળવાનો. તો પછી આપણે આપણી જરુરીયાત સમજી ને આપણું જીવન જીવવાની એક નવી શરુઆત કરીએ. અહીં જરુરિયાત સમજવી એટલે ભૌતિક જરૂરિયાતો નહીં પરંતુ સંતોષ એવો થાય છે.અને ફકત નાણાં ની પાછળ ભાગવાના બદલે બાકી નાં પુરુષાર્થ તરફ પણ ડોકિયાં કરવાં જોઈએ. જીવન માટે જો નાણાં સર્વ હોત તો ધનવાન લોકો કોઈપણ દિવસ દુખી ના થાય અને ગરીબ હંમેશા દુખી જ હોત. પરંતુ સમાજ માં અનેક દાખલા મળશે જેમાં ગરીબ રાત્રે શાંતિ થી ઊંઘ લે છે. અને ધનવાન ઊંઘ ની દવા લઈને સુતા જોવા મળે. જો સાચુ સુખ પૈસા જ હોત તો દાન મદદ જેવા શબ્દો નું કોઈ સ્થાન હોત નહીં. પૈસા હોવાં છતાં દુખી અને ચિંતીત હોવા વાળા પણ આપણી આસપાસ છે જ.
ભગવાને પૃથ્વી પર 84 લાખ જીવો બનાવ્યા છે. પણ ફકત માણસ ને ટોકવો પડે છે કે તુ માણસ થા. બીજાં કોઈપણ જીવને ટોકવો પડતો નથી. કુતરું વફાદારી નથી છોડતું તો ગધેડું લાત મારવાનું નથી છોડતું. પણ માણસે માણસાઈ છોડી દીધી છે. એટલે માણસ ને ટોણાં મારવાં પડે છે. આજે માણસ માણસાઈ ભુલી ને ફક્ત પોતાનો સ્વાર્થ જ વિચારે છે. માણસનું કર્તવ્ય છે કે તે સત્કરમો કરે, બીજા જીવની મદદ કરે અને આ બધું કરવાં માટે સમય જ નથી! અહીં ફેસબુક પર પોસ્ટ લાઈક અને ટવીટર પર ટવીટ કરવામાં લોકોને સાચાં પુણ્ય ની પ્રાપ્તિ થાય છે!
આ એવો યુગ છે જેમાં શીખવવામાં આવે છે કે લાંચ લેતાં પકડાઈ જાવ તો લાંચ આપીને છુટી જાવ! આમ એક જ ભુલ બે વખત કરવાનું શીખવવામાં આવે છે. નહીં કે એ ભુલ ને સુધારવા માટે નાં પગલાંઓ લઈને એ ભુલ પાછી નહિં થાય તેની તકેદારી રાખવામાં આવે. કોઈપણ સારું કામ કરવા માટે આપણી પાસે સમય નથી. તો જે લોકો સારા કામો કરે છે એ લોકો ને દિવસ માં 24 ની જગ્યાએ 48 કલાક મળતાં હશે નઈ! હકીકતમાં માણસ પાસે જીવન જીવવા માટે જ સમય નથી..
અને આ સમય નો અભાવ તેને સારાં કાર્યો કરતાં અટકાવે છે. સારાં કાર્યો કરવા માટે કોઈ સમય નથી હોતો. પરંતુ હા સારા કાર્યો કરવા માટે એક સમય જરૂર હોય છે.! અને આ સમય એ જ ઈશ્વર દ્વારા આપવામાં આવેલ સ્વર્ગ ની ચાવી.
માનવી ને માનવ બનતાં અટકાવતાં પરિબળો ઘણાં છે પરંતુ મારી દ્રષ્ટિએ મુખ્ય કારણો સ્વભાવ અને માનસિકતા હોઈ શકે.
બસ આ બે જ કારણો છે જેમાં સુધારો એટલે વ્યક્તિત્વ નો સુધારો. આ બે કારણો ને જો દ્રષ્ટિગત કરવામાં આવે અને આ કારણો પર યોગ્ય વિચાર કરવામાં આવે તો દરેક માનવી ને પોતાનું સુખ આપોઆપ જ પ્રાપ્ત થશે.
1. સ્વભાવ
આ સૌથી મોટું પરિબળ છે જે માનવી ની પરિસ્થિતિ ને અસર કરે છે.માનવી પોતાની પરિસ્થિતિ કરતાં સ્વભાવ ના કારણે વધારે દુખી થાય છે. તમે તમારો સ્વભાવ બદલી ને જીવનનાં તમામ સુખો મેળવી શકો છો. અહીં એક વસ્તુ યાદ રાખવી ઘટે કે તમારો સ્વભાવ તમારી પરિસ્થિતિ નકકી કરે છે અને તમારી પરિસ્થિતિ તમારો સ્વભાવ.
એક ઉદાહરણ દ્વારા આ વાત સમજીએ. માનો કે તમારા ધારેલાં કાર્યો વારંવાર નિષ્ફળ જાય છે. આના કારણે તમારો સ્વભાવ ચીડિયો થઈ જશે. અને આ જ ચીડિયા સ્વભાવ ની સીધી અસર તમારી આસપાસ ની પરિસ્થિતિ પર પડશે. તમે વારેવારે બીજા લોકો પર ગુસ્સો કરશો. હંમેશાં વિચારો માં ખોવાયેલા રહેશો, બીજા કોઈપણ કાર્ય માં ધ્યાન કેન્દ્રિત નહિં કરી શકશો. હવે આનાથી ઊલટું વિચારીએ જો તમારાં ધારેલાં કાર્યો સફળતાપૂર્વક પાર પડતાં રહે તો??
આ બન્ને બાબતો માં સ્વભાવ અને પરિસ્થિતિ બંન્ને ની એકબીજા પર અસર સ્પષ્ટ જોઇ શકાય છે.
2. માનસિકતા
માનસિકતા એટલે વિચારધારા.દરેક વ્યક્તિ બીજા કરતાં અલગ વ્યક્તિત્વ ધરાવે છે. અને વ્યક્તિ નું વ્યક્તિત્વ નક્કી કરવામાં માનસિકતા પણ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. તમારું વ્યક્તિત્વ એ તમારી ઓળખ છે. આજે દરેક વ્યક્તિ ની માનસિકતા અલગ છે. અન્ન એવો ઓડકાર ની જેમ માનસિકતા માટે આસપાસ નાં લોકો, તમારો સંગ જેવા પરિબળો જવાબદાર છે. જો તમે સારા લોકો ની સંગમાં રહેશો તો તમારી માનસિકતા પણ સારી જ હોવાની!
કચરાપેટીમાં માં ફેંકાઈ ગયેલું પુષ્પ ને કોઈ વ્યક્તિ હાથ પણ લગાવતો નથી. પછી તે પુષ્પ કમળ નું હોય કે ગુલાબ નું ..પણ એ જ પુષ્પ જયારે મંદિર માં હોય ત્યારે લોકો એ પણ પુછતાં નથી કે આ પુષ્પ કયાંથી આવ્યું?? પુષ્પ એક જ છે પરંતુ લોકોની માનસિકતા તેની કિંમત નકકી કરે છે.
જોવા વાળા લોકો ને તો પથ્થર માં પણ ભગવાન દેખાય છે અને જો દ્રષ્ટિ નહિં હશે તો ભગવાન ની મૂર્તિ ને પણ પથ્થર માનશે. માનસિકતા નાં બે પ્રકાર છે. 1. હકારાત્મક અને 2
નકારાત્મક. હકારાત્મક અભિગમ એ સુધારાલક્ષી ગણાવી શકાય. કેટલાક લોકો કોઈપણ પરિસ્થિતિ અથવા પરિણામો ને હકારાત્મક લઈને એમાંથી કઈંક શીખીને આગળ વધે છે. જે મળ્યું એને ભગવાન નાં આશીર્વાદ માનીને સ્વીકારી લે છે. બીજી બાજુ એવાં પણ વ્યક્તિઓ છે જેમને ગમે તેટલું સારું મળશે તોપણ તેઓ સંતોષ નહિં માનશે. આમાં ના આમાં જે મળ્યું એનું સુખ પણ નહીં માણી શકે.
માણસ પોતે પોતાનો ભાગ્યવિધાતા છે. તમારું ભાગ્ય નકકી કરવા માટે કોઈ ભગત ભુવા પાસે જવાની જરુર નથી. સારાં વિચારો કરો સારું આચરણ કરો સારાં કાર્યો કરો તમારું જીવન આપમેળે જ સારુ થઈ જશે. પરંતુ આપણને આપણાં કરતાં બીજાઓ પર વધારે વિશ્વાસ છે. તૈયાર થઈને બીજાને પુછીએ, કેવો લાગું? ત્યારે તમારા નજીકના જવાબ આપશે, 'ખુબ જ સરસ, હીરો જેવો' અને આ જ પરિસ્થિતિ માટે બીજાઓ કહેશે, 'ના આ જરા પણ સારું નથી લાગતું આની જગ્યા એ આ પહેર.' અહીં એક વાત સમજવાની કે પૈસા તમારાં, વસ્તુઓ તમારી તો એ વસ્તુઓ વિશે સારું કે ખરાબ બોલવા માટે બીજાઓ પાસે જવાનો અધિકાર કોણે આપ્યો? પસંદગી કરતી વખતે તમે નો'તું વિચાર્યું કે પેલાને કે પેલીને ગમશે કે નહિં ગમે? અને જે તે વસ્તુઓ તમે તમારા માટે ખરીદી કે બીજાઓ માટે? પરંતુ આપણને બીજા લોકો ની વધારે ચિંતા! બીજાઓ શું કહેશે? બઓ ને નહીં ગમ્યું તો? અરે જેણે જે બોલવું હોય તે બોલે, તમે તમારા માટે જીવો છો નહિં કે બીજાઓ માટે.
અને બીજાઓ શું વિચારશે એ પણ આપણે જ વિચારશું
તો બીજાઓ શું વિચારશે?
આપણને મળનારા લોકો માંથી મોટાભાગના લોકો આપણાં ખોટા વખાણ કરે છે. એનું કારણ પણ આપણે પોતે જ છીએ. કેમકે એવાં લોકો ને ખબર છે કે વખાણ કરવાથી સામે વાળી વ્યક્તિ ને એમણે કરેલાં કાર્યો સંપુર્ણપણે સારું થયું છે તેવું લાગે છે. અને વ્યક્તિ ત્યારપછી જે તે કાર્ય ને વધુ સારી રીતે કરવાનો પ્રયત્ન કરતો નથી. અને બીજાઓ ને તો આ જ જોઈએ..સામે વાળો વ્યક્તિ મારા કરતાં આગળ વધવો જોઈએ નહિં. માટે તે ખોટા વખાણ કરી આપણાં કામને પુરેપુરુ યોગ્ય છે તેવું માનવાની પ્રેરણા આપે છે. પણ હકીકત કઈંક અલગ જ હોય છે. અને આ હકીકત કહેવા વાળા લોકો એટલે જેનાં વચનો આપણને ખરાબ લાગે છે તે. આવી હકીકતમાં કહેવા વાળા ઓછાં લોકો મળશે. અને જે મળે તેમનો આભાર વ્યક્ત કરવાનું ચુકતા નહિં. કેમકે આ એ જ છે જેઓ એ આપણી ભૂલો શોધીને બતાવી અને શ્રેષ્ઠ કામ કરવાની પ્રેરણા આપી. કોઈનાં વખાણ કરવાં એ મોટી વાત નથી. પરંતુ કોઈ ની ભૂલો શોધીને તેમને સાચા માર્ગે વાળવું એ મોટું કાર્ય છે અને આ કાર્ય કરવાની ત્રેવડ બધી વ્યક્તિ ઓ માં હોતી નથી. જે આપણી નજીક છે, જે આપણું મન અને હ્રદય જાણે છે એ જ આ કાર્ય કરી શકે.
વ્યક્તિ ૠફૃફ ઓળખાણ નાણાં કે વૈભવ વિલાસ થી નહિં પરંતુ તેનાં કાર્યો થી થાય છે. ઈતિહાસ માં નજર કરીએ તો એવાં ઢગલાબંધ ઉદાહરણો મળશે કે વ્યક્તિઓ પાસે પૈસા ન હતાં છતાં આજે એમને યાદ કરવામાં આવે છે. આપણે આખી જીંદગી ઓળખાણ બનાવવા અને પ્રતિષ્ઠા બનાવવા ખર્ચી નાંખી પરંતુ માણસ ની સાચી કિંમત તો સ્મશાને જેટલાં લોકો ભેગા થાય તેટલી જ છે.
આપણું જીવન એ ઘોડિયાં થી ઘોડી સુધીની એક નાની સફર છે. અને આ સફરમાં અનેક કાર્યો કરવાનાં હોય છે. જે કાર્ય પુર્ણ થાય તે આપણી સફળતા અને જે કાર્ય બાકી રહે તે આપણાં સ્વપ્નો. સ્વપ્ન એ બીજું કઈ નહિં પણ આપણી અધુરી રહેલી ઈચ્છાઓ છે. ઈચ્છાઓ રાખવી પણ એવી રાખવી જે પુર્ણ થઈ શકે. 2 ટંક ખાવાનું મળતું ના હોય તો છપ્પન ભોગની ઈચ્છા રાખવી વ્યર્થ છે. એવું પણ જરુરી નથી કે ઈચ્છાઓ પુર્ણ ના થાય પરંતુ ઈચ્છાઓ પુર્ણ કરવાં માટે પુરુષાર્થ કરવો પડે.જે કોઈએ કરવો નથી. અને આ પુરુષાર્થ એટલે 'કામ'‌.


બીજા રસપ્રદ વિકલ્પો