બ્લેક આઈ - પાર્ટ 26  AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ - પાર્ટ 26 

બ્લેક આઈ પાર્ટ 26
બીજે દિવસે સાગર તેમની કોલેજ માં જેઓ કાયમ જ્યાં બેસતાં હતા ત્યાં પોહ્ચ્યો અને જોયું તો ત્યાં જીગા સિવાય બધા આવી ગયા હતા .

સેમી (સાગર ): દોસ્તો ! આટલી બધી ઉતાવળ હતી મારી પહેલા જ બધા પોહચી ગયા છો .

માયા : ભાઈ , તે કીધું સ્પેશ્યલ આઈટમ છે તો આવવું તો પડે ને .

સેમી : સ્પેશ્યલ આઈટમ એ નક્કી પણ તારે મને ભાઈ કહેવાની જરૂર નથી . આપણે ફ્રેન્ડ છે એ ઘણું છે .તમે બધા તો અહીં છો પણ આ જીગો કેમ નથી આવ્યો , તેને જ બધા કરતા ઉતાવળ હતી અને હવે તે જ નથી આવ્યો .

સના : થોડી શાંતિ રાખ ને આવતો જ હશે , મેં તેને કોલ કર્યો ત્યારે ઘરે થી નીકળી ગયો હતો હવે પોહ્ચવા જ આવ્યો હશે .

ડી : તને જીગા ની બહુ ખબર . કેમ મોહિત આટલી ખબર તો આપણે પણ નથી હોતી .

મોહિત : હા ભાઈ તારી વાત તો સાચી છે પણ જબ પ્યાર કિયા તો ખબર ભી હોની હી ચાહિયે .

સના : અરે એવું કઈ નથી આ તો મેં અમસ્તો જ ફોન કર્યો હતો .
બધા ને ખબર હતી સના જીગા ને કેટલો લવ કરતી હતી પણ જેને લવ કરતી હતી તેને જ ખબર ન હતી . આથી ક્યારેક જીગા ની ગેરહાજરી માં ચાન્સ મળે તો તેઓ સના ની થોડી મસ્તી કરી લેતા હતા . તેમની મસ્તી ચાલુ જ હતી ત્યાં તેમને જીગા ને આવતો જોયો અને બધા બોલતા બંધ થઇ ગયા .

જીગા : કેમ મને આવતો જોઈને વાતો કરતા બંધ થઇ ગયા , શું કઈ એવી ઈમ્પોર્ટન્ટ વાત છે જે મારે જાણવી જરૂરી છે .

સેમી : ના ના એવી કઈ વાત નથી , આ તો તારો જ વેઇટ કરતા હતા ત્યાં તું આવી ગયો . ચાલો ત્યારે આપણે જઈએ . આપણે કોલેજ ની અંદર ના રસ્તા થી જવાનું છે જયારે તે વ્યક્તિ બહાર ના રસ્તે થી આવશે .

તેમની કોલેજ ના પાછળ ના ભાગ માં અવાવરું જેવું જંગલ હતું તે આવતું તો કોલેજ ની અંદર જ હતું . તેના બે રસ્તા હતા એક તો કોલેજ ની અંદર અને એક બહાર , પણ બહાર વાળા રસ્તા ની જાણ અમુક ખાસ વ્યક્તિઓને જ હતી . અંદર જે રસ્તો હતો , તેમાં કોલેજ ની એન્ડ માં નાની એવી ડેલી હતી તેમાં થઈને જવાતું પણ એની થોડેક આગળ લોબી જેવું હતું અને તેની આગળ એક વોચમેન બેસતો . જે જંગલ માં જાય ને તે બધા વ્યક્તિઓના નામ , તેમના જવા ના ટાઈમ અને પાછો આવવાનો ટાઈમ બધું નોંધી લેતો હતો .

સેમી અને તેની ગેંગ તે વોચમેન પાસે પોહચી . તે વોચમેન નું નામ ભાનુપ્રતાપ હતું , તે એક ઈમાનદાર વ્યક્તિ હતો . કોલેજ ના બગડેલા વ્યક્તિઓ તેને ભાનુ જ કહેતા હતા .

જીગો : શું ચાલે છે ભાનુ ?

ભાનુપ્રતાપ : કઈ નહીં તમે નામ લખાવો અને પછી અહીંથી જાવ .

જીગો : ભાનુ હવે તો તને અમારા નામ મોઢે યાદ રહેવા જોઈએ , અમે અહીંથી કેટલી વાર ગયા છીએ .

ભાનુપ્રતાપ : તમારું નથી કહેતો આ તમારી સાથે નવો છોકરો છે ને તેનું કહું છું .

સેમી : મારુ નામ સેમી છે .

ભાનુપ્રતાપ : સાચું નામ પૂછું છું કોલેજ નું નહીં .

સેમી : સાચું નામ જ સેમી છે .

ભાનુપ્રતાપ એ બધા ના નામ અને જવાના ટાઈમ લખી લીધા ને પછી બધા પાસે સહી કરાવી . બધા જતા હતા ત્યાં જતા જતા જીગો બધાથી પાછળ રહ્યો અને પાછળ વાળીને તેણે ભાનુપ્રતાપ ના ઉપર ના શર્ટ ના પોકેટ માં એક 500 ની નોટ મૂકી દીધી ને પાછો ચાલવા લાગ્યો , જે સાગર જોય ગયો હતો .

આગળ જઈને જીગા એ પાછળ વાળીને જોયું તો ભાનુપ્રતાપ પોતાની જગ્યા એથી ઉભો થઇ ને તેની સામેની સાઈડ જે ગૌશાળા નો ડબ્બો હોય છે તેમાં તે 500 ની નોટ નાખતો હોય છે . જીગો આ જોઈને હસતો હસતો આગળ ચાલવા લાગ્યો ત્યાં તેણે જોયું કે સેમી તેને જ જોતો હોય છે .

જીગો : આ ભાનુપ્રતાપ બહુ ઈમાનદાર માણસ છે મેં તેને ઘણીવાર પૈસા આપ્યા છે પણ તેણે ક્યારેય ના નથી પાડી પણ જેવો હું દઈને જાવ તે તરત જ તે ડબ્બા માં નાખી દે છે

સેમી : તને ખબર છે ! તો પણ તું આપે છે .

જીગા : મને ખબર છે પણ તે ગૌશાળા ના ડબ્બા માં નાંખે છે અને દાન કરવાથી મને લાગે છે મારી બેન જ્યાં તે ત્યાં ખુશ રહેશે .

સેમી : તારી બહેન ?

જીગો : હા મારી બહેન , ચાલ હવે જઈએ , બધા આપડી રાહ જોવે છે .

બંને ત્યાંથી જવા લાગ્યા .