બ્લેક આઈ - પાર્ટ 27  AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ - પાર્ટ 27 

બ્લેક આઈ પાર્ટ 27
જીગો અને સેમી બંને ચાલવા તો લાગ્યા પણ સેમી વિચારતો હતો આ કેવો માણસ છે હું હજુ સુધી આને ઓળખી શક્યો નથી . એક તો બેકાર સ્ટુડન્ટ ઉપરથી બધી જ ખરાબ આદત આનામાં છે અને ઉપરથી બહેન માટેનો પ્યાર જોઈને મને તો ઈમોશનલ લાગે છે . ત્યાં તે નાની ડેલી આવી જાય છે અને તેઓ ખોલી ને અંદર જાય છે .

સેમી થોડીકવાર તો સામે જોઈને જ અચંભિત થઇ જાય છે . અમર નો વેશ જોઈને કોઈ પણ તેને ઓળખી ન શકે . તેને ઉપર ફુલ સ્લીવ નો મરૂન કલર નો શર્ટ જેમાં નાની ફૂલડાંની ડિઝાઇન હોય તે પેહર્યો હતો અને નીચે બ્લેક કલર નું ધોતી ટાઈપ નું પેન્ટ પહેર્યું હતું . માથા ની વિગ પણ યુનિક હતી નાની ચોટલી વાળેલી હતી , કપાળે વ્હાઈટ કલર નો રૂમાલ બાંધેલો હતો , દાઢી મૂછ હતા અને બંને કાન માં ડાયમન્ડ એરિંગ પહેરેલા હતા . બધા તેની નજીક જાય .

સેમી : હાઈ બોસ શું ચાલે છે .

અમર ઉર્ફે ડ્રગ ડીલર બંટી : તમારા જેવા લોકો ની મહેરબાની છે .

સેમી : આ મારા ફ્રેન્ડ છે તેમને એવી વસ્તુ આપજે કે આજ પછી બીજા કોઈની પાસે ન જાય , તારી પાસે જ આવે .

બંટી : એ કહેવાની વસ્તુ છે? જે મારો માલ એક વાર ચાખે ને તે બીજીવાર મારી પાસેથી જ લે છે .

સેમી : એ તો મને ખબર છે એટલે તો આ બધાને લઈને તારી પાસે આવ્યો છું તું હવે જલ્દી માલ દે તે માટેની તલબ વધતી જાય છે .

બંટી તેની પાસે રહેલી બેગ માંથી એક નાનું પેકેટ કાઢે અને બધાને બતાવતા કહે છે .

બંટી : આ તમારા બધાની મારી સાથે પહેલીવાર ડીલ છે તો તમારે ટેસ્ટ કરવો હોય તો આ લ્યો . અમે કહીને બધાને તે પેકેટ આપે છે .

બધા પેકેટ માંથી ચપટી ચપટી પાઉડર લે છે અને તેને સુંધીને ચાટે છે .

જીગો : માલ તો જક્કાસ છે . એક દમ એ વેન ક્વોલિટી . મેં આવો માલ અહીંયા આજ સુધી ટેસ્ટ નથી કર્યો . હું જયારે આઉટ ઓફ ઇન્ડિયા હતો ત્યારે એક જ વાર આ ડ્રગ ત્યાં ટ્રાય કરી હતી .

મોહિત : સાચી વાત છે તારી જક્કાસ માલ છે , ભાવ બોલો આનો ?

બંટી : એક પેકેટ લઇ જાવ 2 લાખ દઈ જાવ .

ડી : આ થોડા વધારે નથી લાગતાં .

બંટી : માલ પણ એવો જ છે ને .

સેમી : થોડું તો વ્યાજબી કરો હું તો તમારી પાસે થી જ માલ લવ છું અને આજ પછી આ લોકો પણ તમારી પાસેથી લેશે

બંટી : ચલો તમે જુના ગ્રાહક છો તો તમારું માન રાખીને 1 .75 લાખ .

સેમી : ચલો ડીલ મંજુર .

આટલી વાત કરીને બધા માલ લઈને પૈસા આપી દે છે અને તેના માટેનો પ્રોગામ જીગા ની ઘરે બનાવે છે કેમ કે જીગો પીજી માં એકલો જ રહેતો હોય છે . પછી તેઓ જે રસ્તે થી આવ્યા ત્યાંથી જ પાછા વળી ગયા અને કોલેજ ની અંદર ગયા ત્યારે ભાનુપ્રતાપે તેમના નીકળવાનો સમય લખી લીધો .

કોલેજ થી સાગર સીધો અમર ને મળવા જાય છે તેને આજ રાત ના પ્રોગામ વિશે જણાવે છે .

*** કોઈ પણ પ્રકાર નું વ્યશન શરીર માટે અને આપણાં પરિવાર માટે સારું નથી આથી તેનાથી દૂર રહેવું જ હિતાવહ છે . અહિયાં સ્ટોરી ની ડિમાન્ડ છે એટલે ડ્રગ નો ઉલ્લેખ કરવો પડે છે .