આર્યરિધ્ધી - ૨૮ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૨૮

મારા પંક્તિસંગ્રહ રિધ્ધી : તું અને તારું નામ ની નવમી કવિતા

ન જોઈ તને છતાં માની તને,
ન જોઈ તને છતાં ચાહી તને.

ન જોઈ તને છતાં ચાહી તને,
ન સાંભળી તને છતાં ચાહી તને.

ન જાણી તને છતાં ચાહી તને,
ન બોલી તું છતાં ચાહી તને.

જાણ્યું તારું મન છતાં ચાહી તને,
માન્યું નહિ તારું દિલ છતાં ચાહી તને.

ન જોયું રૂપ તારું છતાં ચાહી તને,
ન ચાહ્યો તારા દેહને , ચાહી તારી આત્મા ને.

માની દિલ ને સમજાવી મન ને,
માની આર્યવર્ધન ની પ્રેમિકા તને.

ક્રિસ્ટલ આર્યવર્ધન ના રૂમ પાસે મેનેજર ના આવવાની રાહ જોઈ રહી હતી ત્યારે જ રાજવર્ધન ત્યાં આવ્યો. ક્રિસ્ટલ ને દરવાજા પાસે ઉભેલી જોઈ રાજવર્ધને તેને ત્યાં ઉભા રહેવાનું કારણ પૂછ્યું.

ત્યારે ક્રિસ્ટલે કહ્યું, હું આર્યવર્ધન ને મળવા માટે આવી છું. પણ મેં ચાર થી પાંચ વખત દરવાજો નોક કર્યો પણ તે દરવાજો ખોલતો નથી એટલે મેં મેનેજર કોલ કરી ને માસ્ટર કી લઈને આવવા માટે કહ્યું છે એટલે થોડી વાર માં તે આવી જશે.

ક્રિસ્ટલે તેની વાત પૂરી કરી ત્યાં જ હોટેલ નો મેનેજર આવ્યો. એટલે ક્રિસ્ટલે મેનેજર ને દરવાજો ખોલવા માટે કહ્યું પણ મેનેજરે દરવાજો ખોલવા ની ના પાડી દીધી. ક્રિસ્ટલે તેનું કારણ પૂછ્યું ત્યારે મેનેજરે કહ્યું, આમ કરવાથી આ રૂમ જે વ્યક્તિ રોકાયા છે તેમની પ્રાઇવસી નો ભંગ થશે.

આટલું કહીને મેનેજર પાછો જતો રહ્યો અને ક્રિસ્ટલ રાજવર્ધન સાથે ત્યાં જ ઊભી રહી. રાજવર્ધને દરવાજો નોક કર્યો એટલે થોડી વાર પછી આર્યવર્ધને દરવાજો ખોલ્યો.

એટલે ક્રિસ્ટલ તરત દોડી ને રૂમ ગઈ એટલે આર્યવર્ધન તેને રોકવા નો પ્રયત્ન કર્યો પણ ક્રિસ્ટલ તેને ધક્કો મારીને ને બેડરૂમ વાળા ભાગમાં જતી રહી જ્યાં રિધ્ધી હતી.

ત્યાં ક્રિસ્ટલે જોયું કે કોઈ બેડ પર સુઈ રહ્યું છે. એટલે ક્રિસ્ટલે આર્યવર્ધન સામે જોયું તો આર્યવર્ધન ગભરાઈ ગયો એવું તેને લાગ્યું. ક્રિસ્ટલે બેડ પર કોણ સુઈ રહ્યું છે એ જોવા માટે ચાદર ખેંચી પણ તે પહેલાં જ કોઈએ પાછળ થી તેને પકડીને તેનું નાક અને મોં રૂમાલ થી બંધ કરી દીધું.

રૂમાલ પર ક્લોરોફોર્મ સ્પ્રે કરેલું હતું એટલે તેનાથી ક્રિસ્ટલ તરત જ બેહોશ થઈ ગઈ. ક્રિસ્ટલ ભાન ગુમાવી ને નીચે પડે તે પહેલાં રાજવર્ધને તેને પકડી લીધી.

જ્યારે રાજવર્ધન પર આર્યવર્ધન કોલ આવ્યો ત્યારે રાજવર્ધન ક્રિસ્ટલ નો પીછો કરતો હતો એટલે તેણે ક્રિસ્ટલ ને આર્યવર્ધન ના રૂમ તરફ આવતા જોઈ એટલે તે ઝડપથી તેના રૂમ માં જઈ ને ક્લોરોફોર્મ લઈ આવ્યો તથા જ્યારે ક્રિસ્ટલ આર્યવર્ધન ના રૂમ દોડી ને ગઇ એટલે તે પણ તેની પાછળ ગયો. જેવો ક્રિસ્ટલે રિધ્ધી ને જે ઓઢાડી રાખેલી ચાદર હટાવવા ગઈ કે તરત તેને બેહોશ કરી દીધી.

પછી રાજવર્ધને આર્યવર્ધન ને ક્રિસ્ટલ ને તેના રૂમ માં મુકવા જવા માટે કહ્યું. એટલે આર્યવર્ધને પહેલાં રિધ્ધી ના નાડીના ધબકારા ચેક કરી લીધાં. તેના ધબકારા હવે ખૂબ જ ધીમા પડી ગયા હતા. પછી આર્યવર્ધને ક્રિસ્ટલ ને પોતાની બાહોમાં ઉંચકીને રૂમ ની બહાર નીકળ્યો. રાજવર્ધન પણ તેની પાછળ જ બહાર આવી ને રૂમ ને લોક કર્યો.

રાજવર્ધન અને આર્યવર્ધન સાથે ક્રિસ્ટલ ના રૂમ તરફ ગયા ત્યારે ક્રિસ્ટલના ગ્રૂપ બે છોકરા તેમને મળ્યા. ક્રિસ્ટલ ને બેભાન જોઈ તેઓ આર્યવર્ધન ને ઘેરી વળ્યાં. ક્રિસ્ટલ ને શું થયું છે ? જેવા સવાલો પૂછવા લાગ્યા.

રાજવર્ધને તેમને શાંત પાડ્યા અને કહ્યું, ક્રિસ્ટલ ને ચક્કર આવ્યા હતા અને તે બેહોશ થઈ ગઈ હતી. પણ હવે તે નોર્મલ છે. આટલું કહીને તે બધા એકસાથે ક્રિસ્ટલ ના રૂમ સુધી પહોંચી ગયા એટલે રાજવર્ધને રૂમ નો દરવાજો ખોલ્યો.

આર્યવર્ધન, રાજવર્ધન અને ક્રિસ્ટલ ના ગ્રૂપ મેમ્બર્સ રૂમ દાખલ થયા બાદ આર્યવર્ધને ક્રિસ્ટલ ને બેડ સુવડાવ્યા પછી તેને બ્લેન્કેટ ઓઢાડી દીધું. પછી AC ચાલુ કરી ને બધા રૂમ ની બહાર નીકળી ગયા.

રાજવર્ધન અને આર્યવર્ધન પાછા આર્યવર્ધન ના રૂમ પાસે આવ્યા. એટલે આર્યવર્ધને રાજવર્ધન ને કહ્યું, ખતરો વધી રહ્યો છે આજે તો બચી ગયા પણ ખબર નહીં ક્યાં સુધી બચી શકાશે. એટલે તું રાત્રે જ પાર્સલ લઈ ને નીકળી જા.

રાજવર્ધન હકાર માં માથું હલાવી ને જતો રહે છે. રાત્રે 8 વાગ્યા નો સમય થયો એટલે આર્યવર્ધન, રાજવર્ધન અને મેગના તૈયાર થઈ ગયા. રાજવર્ધને એક પછી એક કરીને પોતાના અને રિધ્ધીના બેગ્સ આર્યવર્ધનની કારમાં મૂકી દીધા હતા પણ મુખ્ય સમસ્યા રિધ્ધી ને આર્યવર્ધનની કાર સુધી પહોંચાડવાની હતી.

જો રિધ્ધી ના ગ્રૂપ કે કોંનફરન્સ માં આવેલા બીજા ગ્રુપનો કોઈ મેમ્બર રિધ્ધીને બેહોશીની હાલતમાં લઈ જતાં જોઈ જાય તો મોટી સમસ્યા ઉભી થાય તેમ હતું. એટલે રાજવર્ધન અને મેગના સાથે આર્યવર્ધન ને આ સમસ્યાનો કોઈ હલ મળતો નહોતો.

મેગના ના મનમાં એક વિચાર આવ્યો એટલે તેણે આર્યવર્ધન નો ફોન માંગ્યો. આર્યવર્ધને તેનો ફોન મેગનાને આપ્યો. થોડી વાર પછી મેગના ના ચહેરા પર એક સ્માઈલ આવી ગઈ. એટલે તેણે ફોન આર્યવર્ધન ને પાછો આપ્યો.

ફોનની સ્ક્રીન પર ની નોટિફિકેશન જોઈને આર્યવર્ધન ના ચહેરા પર પણ એક સ્માઈલ આવી ગઈ. આર્યવર્ધન રૂમ માં થી બહાર નીકળીને બધા બધા ગ્રૂપ ના મેમ્બર્સ ને ગ્રૂપ મેસેજ કરીને બહાર બોલાવ્યા. બધા મેમ્બર્સ ના આવી ગયા પછી આર્યવર્ધને એનાઉન્સમેન્ટ કરી કે તે બધા પોતાના તરફથી ને મુવી જોવા માટે લઈ જાય છે. આ સાંભળી ને બધા મેમ્બર્સ ખુશી થી બુમ પાડવા લાગ્યા.

એટલે આર્યવર્ધને કહ્યું, મૂવી પ્રિમિયર નો સમય 9 વાગ્યા નો એટલે બધા હમણાં નીકળી જવું પડશે. આર્યવર્ધનની વાત સાંભળીને બધા લોકો ઝડપથી આર્યવર્ધને કહેલા મલ્ટીપ્લેક્સ પર જવા માટે નીકળી ગયા.

બધાના ગયા પછી આર્યવર્ધને રિધ્ધીને ઓઢાડેલી બ્લૅનકેટ હટાવીને થોડી વાર જોઈ રહ્યો. રાજવર્ધને આર્યવર્ધન ને બોલાવીને કહ્યું, ભાઈ હવે જલ્દી કરો નહીં તો મોડું થઇ જશે. એટલે આર્યવર્ધને ફરીથી રિધ્ધીના કપાળ પર ચુંબન કર્યું અને તેને પોતાની બાહોમાં ઉપાડી લીધી.

પહેલાં રાજવર્ધન તેની પાછળ આર્યવર્ધન અને તેની પાછળ મેગના. બધા ઝડપથી પાર્કિંગ માં પહોંચી ગયા. હોટેલ માં ફક્ત કોંફરન્સ માં આવેલા મેમ્બર્સ હતા અને તે મૂવી જોવા માટે ગયા હોવાથી હોટેલ માં ફક્ત સ્ટાફ ના લોકો સિવાય બીજું કોઈ નહોતું એટલે કોઈએ આર્યવર્ધન કે રાજવર્ધન ને જોયાં નહીં.

રાજવર્ધને કારનું લોક ઓપન કરીને બેકસીટ નો દરવાજો ખોલ્યો એટલે આર્યવર્ધને રિધ્ધી ને તેમાં સુવડાવી. પછી મેગના તેની બાજુમાં બેસી ગઈ. અને રાજવર્ધન તથા આર્યવર્ધન આગળની સીટ પર બેસી ગયા.

રાજવર્ધને કારને ફૂલ સ્પીડ માં ભગાવી. રાત્રિનો સમય હોવાથી ટ્રાફિક ઓછો હતો તોપણ એરપોર્ટ સુધી પહોંચતા બે કલાક થઈ ગયા. એરપોર્ટ પહોંચી ગયા બાદ આર્યવર્ધને રાજવર્ધન ને કારની ડીકીમાં થી વ્હીલચેર કાઢવા માટે કહ્યું.

મેગના એ દરમિયાન કારમાં જ રિધ્ધીના વાળ બાંધી તેને વિગ પહેરાવી દીધી અને ચહેરા પર આછો મેકઅપ કરી દીધો. પછી આર્યવર્ધને રિધ્ધી ને કારમાં થી બહાર કાઢી ને વહીલચેર પર બેસાડીને રાજવર્ધન ને તે વહીલચેર લઈ જવા માટે કહ્યું.

પછી તેણે એક નંબર પર મિલકોલ કર્યો એટલે થોડી વારમાં એક પોલીસ યુનિફોર્મ પહેરેલો એક માણસ આવ્યો. તેણે બે પાસપોર્ટ આર્યવર્ધન ને આપ્યા પછી જતો રહ્યો.

આર્યવર્ધને એક પાસપોર્ટ મેગના ને આપ્યો અને બીજો પાસપોર્ટ રાજવર્ધને આપ્યો. એક પાસપોર્ટ માં મેગના ના ફોટો સાથે રિધ્ધી ની માહિતી હતી અને બીજા પાસપોર્ટ માં રિધ્ધી ના ફોટો સાથે મેગના ની માહિતી હતી.

સિક્યુરિટી માં સામાન ચેક થઈ ગયા પછી આર્યવર્ધન પોતાની કાર લઈને પાછો જતો રહ્યો અને રાજવર્ધન, મેગના સાથે રિધ્ધી ને લઈને લંડન જવા માટે રવાના થઈ ગયો.

આર્યવર્ધન હોટેલ પર પહોંચી ગયા બાદ તેના રૂમ માં શાંતિ થી સુઈ ગયો. બીજા દિવસે સવારે આર્યવર્ધન મોડા જાગ્યો એટલે સૌથી પહેલાં તેણે ફોનમાં મેસેજ ચેક કર્યા. સૌથી છેલ્લો મેસેજ રાજવર્ધન હતો.
તે મેસેજ ચેક કર્યો, તેમાં લખ્યું હતું કે "ભાઈ પાર્સલ સહી સલામત પહોંચી ગયું છે." આ જોઈ આર્યવર્ધન ખુશીથી એક ચીસ પડાઈ ગઈ. પછી આર્યવર્ધને રાજવર્ધન ને કોલ કર્યો પણ કોલ કપાઈ ગયો.

આર્યવર્ધન ફરીથી કોલ કરવા જાય તે પહેલાં જ એક પ્રાઇવેટ નંબર પર થી કોલ આવ્યો. એટલે આર્યવર્ધને તરત કોલ રિસીવ કર્યો. પહેલા તેને સામેથી કોઈની ખુશી થી પાડેલી એક ચીસ સંભળાઈ.

પછી એક મીઠો મધુર અવાજ સંભળાયો, "thank you આટલું બધું મારા માટે કોઈએ નથી કર્યું." આર્યવર્ધને હસી ને કહ્યું, હવે તો તમે ખુશ છો ને ? સામેથી જવાબ મળ્યો, હા ખૂબ જ. પછી કોલ કપાઈ ગયો.