Anhad - 13 books and stories free download online pdf in Gujarati

અનહદ.. - (13)

પૃથ્વી પર સાંજના સૂર્યની લાલીમાંનું સ્થાન રજની ના આછા અંધકારે લીધું.

માણસોએ પણ ઘર તરફ પાછું ફરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી. અમુક લારી વાળાઓ હજુ કોઈક ગ્રાહક આવી જાય તો ઘરે થોડા વધારે પૈસા લઈ જવાશે એમ વિચારી આવતાં જતા લોકો સામી મીટ માંડી ઉભા છે તો અમુક આજ માટે આટલું ઘણું એમ સંતોષ માની પોતાનો સામાન સમેટી રહ્યા છે.

મિતેશ આશા ના માથાં પર હાથ ફેરવી રહ્યો હતો, આશા તો આંખો બંધ રાખી તેના ખોળામાં માથું મૂકીને એકદમ શાંતિથી એ ક્ષણ નો આનંદ લઈ રહી છે.

"આશા તું આટલી જિદ્દી કેમ છે!" અચાનક મિતેશ બોલ્યો.
"બસ, એમજ, મને મજા આવે જીદ પકડવાની." થોડાં સ્મિત સાથે તે બોલી.

મિતેશે ફરી તેને સમજાવવા માટેનો પ્રયાસ ચાલુ કર્યો.
"આપણે ચોવીસે કલાક સાથે રહી શકીએ તો કેવું સારું!"
પૂરું સાંભળ્યું પણ નહીં ત્યાંતો તરત જ બેઠી થઈ અને કહેવા લાગી, "ખરેખર તો તો મજાજ આવી જાય ને!" મિતેશના બંને ગાલ પકડી ખેંચી નાખ્યા.
"તો ચાલ ને લગ્ન કરી લઈએ." મિતેશ પોતાના ગાલ પર હાથ ફેરવતાં બોલ્યો.

"શું યાર! તેં તો રોમેન્ટિક મૂડ ની પથારી ફેરવી નાખી, એ તો લગ્ન કર્યા વગર પણ રહી શકીએ ને, કોણ ના પાડે છે આપણને." આશાએ કહ્યું.

"આશુ, તને કોઈ વાત સમજમાં નથી આવતી કે તું સમજવા તૈયાર નથી.?" કહેતો મિતેશ ઉભો થઇ ચાલવા લાગ્યો, આશા પણ તેની પાછળ મિતુ, મિત્યા, મિતેશ, જેવાં અલગ અલગ સંબોધન કરતી ચાલી રહી.

****

એ વાત ને ચારપાંચ દિવસો વીતી ગયા અને એક દિવસ...

મિતેશના ફોન પર રાત્રે એક વાગ્યે રિંગ વાગી, મિતેશે આંખો ચોળતાં ચોળતાં જોયું તો આશાના ઘરનો નંબર હતો, 'શું કામ હોઇ શકે અંકલને અત્યારે' એમ વિચારતાં ફોન કાને માંડ્યો, હેલ્લો અંકલ, મિતેશ બોલું."

સામે છેડે રડવાનો અવાજ આવી રહ્યો હતો,
"મિતેશ આશા હજુ ઘરે નથી આવી."
"કેમ, ક્યાં ગઈ છે? મિતેશે સામું પૂછ્યું.
આજે તેના પપ્પા લગ્નની વાત માટે બહુ ગુસ્સે થયેલા તેના પર, ત્યારથી જતી રહી છે, ફોન પણ બંધ આવે છે. મને થયું તારી પાસે આવી હશે?" આશાના મમ્મીએ રડતાં રડતાં કહ્યું.
"ના આંટી તે અહીં તો નથી આવી, ક્યાં ગઈ હશે.!!"
"તમે ચિંતા ન કરો હું ટ્રાઇ કરું છું, આવી જશે."
"થોડી વારમાં કોઈ સમાચાર ન મળે તો હું પોતે તેને શોધવા નિકળું છું." કહી ફોન ટેબલ પર મુક્યો અને વિચારવા લાગ્યો 'પાગલ, ક્યાં જતી રહી હશે, એ પોતે તો મોટી તો થઈ ગઈ પણ એની અક્કલ હજુ નાની જ રહી ગઈ, ખબર ન પડે કે ઘરે બધાં ચિંતા કરે!

હવે અડધી રાતે તેને શોધવા ક્યાં જવું મારે.!!


**** ક્રમશઃ ****



નોંધ:- આ વાર્તાના તમામ પાત્ર અને ઘટનાઓ કાલ્પનિક છે.

© ભાવેશ પરમાર


*** આભાર ***

આ ગઝલને વાર્તા સાથે તો ખાસ કંઈ લેવા દેવા નથી પણ આ પાર્ટમાં શબ્દો ઘટ્યા તો અહીં હું આપની સમક્ષ મુકું છું, જે મારી પોતાની જ બનાવેલ છે.

क्या यही वो नशा है जो सर चढ़के बोल रहा है ?
लगता तो यही है जिसमें सबकुछ डोल रहा है

किसके इशारों पे दिल कमबख्त नाच रहा है !
यूँही हाल-ए-दिल सबके सामने ये ख़ोल रहा है

रंगीन ख्वाब सुहाने सफ़रके मिलके देखे दिखाए
मेरे उन हसीं सपनोँ को दो आँखों से तोल रहा है

रंगीन हो गया आसमान भी नीला अब रहा नही
चुराके प्यारके रंग, सारे जहाँ में कोई घोल रहा है

से मिलन का दीन अब लग रहा नजदीक है
दिल तो शोरमें भी शहेनाइ के सूर टटोल रहा है


भावेश परमार। "आर्यम"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED