સર્વગુણ સંપન્ન એટલે કે શિક્ષક...... Rohiniba Raahi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સર્વગુણ સંપન્ન એટલે કે શિક્ષક......

મારા પ્રિય ગુરુઓ ...

જેમ એક કુંભાર માટલાંને ઘાટ આપે છે, એ જ રીતે એક શિક્ષક પોતાના શિષ્યનું ઘડતર કરતા હોય છે. શિક્ષક ન હોય તો કોઈ ડોક્ટર કે એન્જિનિયર બની શકે નહીં, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ ભગવાને પણ શિક્ષણ માટે ઋષિ સાંદિપની પાસે હતું પડતું હોય તો આપણે તો માણસ છીએ. એક સાચો ગુરુ વિદ્યાદાન કરીને શિષ્યને સદગુણના માર્ગે દોરે છે. ગુરુને ઈશ્વરનું સ્થાન આપવામાં આવ્યું છે. અજ્ઞાની માટે જ્ઞાન રૂપી પ્રકાશ એક શિક્ષક જ બની શકે છે.આજના આધુનિક યુગમાં સંસ્કારનું સિંચન કરનાર જ સાચો ગુરુ હોય શકે. તે છતાં આજના વિદ્યાર્થીઓ શિક્ષકનું અપમાન કરતા એક વાર પણ વિચાર કરતો નથી, છતાં ગુરુ આ વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ આપી સાચા માર્ગે દોરે છે. આથી હું મારા પ્રિય શિક્ષકોની યાદ માટે આજના વિષય પર એક કવિતા દ્વારા મારા શિક્ષક પ્રત્યેની લાગણી વ્યક્ત કરવા માગું છું.કવિતા રૂપે લખાયેલ આ શબ્દોમાં અંતરથી ગુરુજનોને મારા કોટિ કોટિ વંદન છે. નમસ્કાર.....????


તમે છો...

ગુરુવરને સત સત વંદન કરી કહું એક કથન,
સાચા ગુરુ તરીકે એક રાહબર તમે જ છો

ગુરુવર આ ધરા પર ઇશ્ચરનું સ્વરૂપ તમે છો,
અજ્ઞાની આ આતમ નું શબ્દ સ્વરૂપ તમે છો,

અબૂધ આ પ્રાણી મહીં પ્રેમ ભરનાર તમે છો,
અગુઢ દુનિયાના રસ્તાઓ ની રાહ ચીંધનાર તમે છો,

આ નિરક્ષર ને અક્ષરો થી મઢનાર તમે છો,
સકલ જીવનના રસો ને પીરસનાર તમે છો,

ખાલી આ તનમાં કરુણા ભરનાર તમે છો,
મારા જીવનપથ ના વિધાતા પણ તમે છો,

કુંભારની જેમ ઘટના ઘડનાર તમે છો,
શિક્ષક એવા તો શિષ્યને ઘડનાર તમે છો.

એક વિદ્યાર્થીના માર્ગદર્શક શિક્ષક,
તેને સત્ય અને ધર્મના માર્ગે દોરનાર તમે છો.

આજના સમયના આજીવિકાલક્ષી શિક્ષણમાં,
જે જીવનલક્ષી શિક્ષણ આપે એ જ શીરોધાર તમે છો.

પ્રેમ ની વાતો શીખવાડી હતી તમે મને
એ વાતો પર ધ્યાન દઈ રાહ ચીંધનાર તમે છો.

પાપા પગલી કરતા ને તમારા સ્થાને આવ્યા હતા....
ખરેખર એ પગલી પર આનંદ આપનાર તમે છો.

મા બાપ તણા ભગવાન બન્યા તમે ....
સંસ્કાર આપ્યા ને જ્ઞાન ધરનાર તમે છો.

હીરાને જેમ એક ઝવેરી જ પારખે છે,
તેવા સોની જેવા સાહેબ તેજ ભરનાર તમે છો.

હે દયાળુ ..હે દાતા...હે..પરમ સ્નેહી,
આ અદ્વિતીય જગમાં ઇશ્ચરના સ્વરૂપાકાર તમે છો...

શિક્ષક છે નામ એનું,
ભણાવવા નું છે કામ જેનું,

વર્ગમાં વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સીંચન કરે,
સદગુણો આપી અવગુણો દૂર કરનાર તમે છો.

બાળકની મસ્તીમાં પોતે બને છે મસ્ત,
પણ ભણતર સમયે કડક બનનાર તમે છો.

ભલે તૂટે શિક્ષણના નિયમ વિદ્યાર્થી તણા
પણ શિસ્તના સાચા શીખવનાર તમે છો.

હોય શાળા, કોલેજ કે ટ્યુશન હોય એનું,
શિક્ષક તરીકે પાઠ આપનાર તમે છો.

શિક્ષક હોવું સ્વાભિમાન છે તમારું,
વિદ્યાર્થી ઘડતરમાં મોટું યોગદાન તમે છો.

દેશનો મોટો યુવા વર્ગ જ્યારે શિક્ષણ લે છે
ત્યારે દેશનું ભવિષ્ય એનામાં જોનાર તમે છો.

આજની આધુનિકતાથી અપરિચિત ન બનતા
વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવનાર તમે છો.

શિક્ષક બીમાર થાય તો પણ બાળકોનું વિચારી આવે છે...
ઘણા વિષયોની મૂંઝવણમાં પણ સજાકતાથી કામ લેનાર તમે છો.

વહેતી નદીના નીર સમાં હોય છે એક શિક્ષક .....
નિર્મળ જીવન જીવનાર પણ તમે જ છો.

આવે દુનિયાના ખૂણે ખૂણેથી અનેકભાષી લોકો,
સૌને હેતપૂર્વક સાચનાર તમે જ છો.

જેના માટે વિદ્યા એક પૂજન છે,
એ પૈસાનો મોહ ત્યાગનાર તમે છો.

બ્રહ્મા વિષ્ણુ મહેશ જેનામાં વસે છે,
એવા જગતના જીતનાર તમે છો.

માતાની જેમ કોઈમાં પક્ષપાત ન જોતા,
મનભેદનો નાશ કરનાર તમે છો.

શિક્ષક વગર નથી બનતું કોઈ હોદેદાર,
સાંદિપની જેમ શ્રીકૃષ્ણને શીખવનાર તમે છો.

એક શબ્દનો વિસ્તાર અને વિસ્તારનો સંક્ષેપ કરે,
દીર્ઘ-હસ્વ વિદ્યાના દાતાર તમે છો.

કહેવાય છે કે સાચી સલાહ આપનારો જ બેવકૂફ હોય છે...

પણ આ જગત માં સાચી સલાહ અને સાચું જ્ઞાન તો ખાલી શિક્ષક જ આપે છે.......

પણ તોય એને જ આપણે અવનવા શબ્દો માં બેવકૂફ બનાવીએ વાહ માણસ વાહ

અસ્તુ......??