એક એવો પ્રેમ જેની કોઈ મંઝીલ નથી.....
એક એવો સમય, એક એવા દિવસો, જ્યાં એક સામાન્ય કન્યા જીવતી તો હતી પણ કોઈ લક્ષ્ય નહિ, લક્ષ્ય હતું તો એક જ - પિતાના વિશ્વાસને કાયમ રાખવું. બસ પછી તો શું...આ છોકરી એના જીવનમાં એક શાંત જીવન જીવતી આગળ વધતી રહી. એના માટે પ્રેમ એક દુઃખદ શબ્દ હતો. ક્યારેય પ્રેમને એટલું મહત્વ ન આપતી. પ્રેમ એટલે એના માટે માત્ર નફરત હતી..પ્રેમ શબ્દથી જ એટલી નફરત હતી કે કોઈ પણ પ્રેમકહાની કે પ્રેમીની વાતમાં રસ નહોતો. મીરાં...મીરાં નામથી વિરુદ્ધ પ્રેમથી ખૂબ દૂર હતી આ કન્યા. માત્ર નફરતની ભાષા જાણતી હતી. હા પરિવાર એના માટે બધુ હતું. પરિવાર માટે કંઈ પણ કરી જવાની એનામાં ભાવના હતી. પણ કહેવાય છે ને....પરિવર્તન સંસારનો નિયમ છે....એ જ રીતે મીરાંના જીવનમાં પણ એક અલગ મોડ આવે છે...એક બદલાવ આવે છે....જુઓ મીરાંના જીવનનો બદલાતો જતો પડાવ....
મીરાંએ પહેલી વાર જ્યારે મોબાઈલ હાથમાં લીધો ત્યારે એણે શરૂઆતમાં સોસીયલ મીડિયામાં પોતે પગ મૂક્યો હતો. એણે કયારેય આ દુનિયાને જોઈ જ નહોતી. એને ખ્યાલ પણ નહોતો કે આ દુનિયામાં કોઈની જિંદગી બરબાદ થાય કે આબાદ. બસ એ પોતાની રીતે જીવતી એમ જ જીવ્યે જતી હતી. હા નફરતમાં જીવતી આ રાધાને કાવ્ય લખવામાં રસ હતો. પણ એના કાવ્યમાં માત્ર કલ્પનાને જ સ્થાન હતું. કોઈ હકીકત એના માટે મહત્ત્વની ન હતી.
એક દિવસ મીરાંને મેસેજ આવે છે..' Good morning .. Have a great day..' મીરાં થોડી વાર માટે વિચારમાં પડી જાય છે. મેસેજનો પ્રતિઉત્તર આપવો યોગ્ય ન સમજતા ઇગ્નોર કરે છે. છતાં એના મનમાં એક વિચાર આવે છે કે શું જવાબ ન આપીને પણ યોગ્ય કર્યું કે નહીં..? સામે વાળું વ્યક્તિ શુ વિચારશે..? એવા વિચારથી રાધા એક જ જવાબ આપે છે ટૂંકમાં ' GM '..ત્યાર બાદ એક પછી એક સવાલ અને જવાબો શરૂ થયા. અને બંને વચ્ચે ક્યારે ગાઢ મિત્રતા બંધાય ગઈ ન ખબર પડી. ન ખબર પડતાં બંનેની મિત્રતામાં ભાવનાએ પોતાનો ભાગ ભજવાનું શરૂ કરી દીધું. આ વ્યક્તિ હતો " વિવાન. " જેણે મીરાંની જિંદગીમાં એક અલગ જ રોશની કરી.
ધીરે.... ધીરે.....ધીરે...ધીરે.... રોજ થોડી થોડી વાતો થવા લાગી. થોડી થોડી વાતો હવે ધીમે ધીમે વધવા લાગી. વિવાનને મીરાંના જીવનમાં પ્રેમ લાવવાનું લક્ષ્ય મળી જાય છે. વિવાન મીરાંને અંદરો અંદર પ્રેમ કરવા લાગે છે. પણ ક્યારેય પોતાના મનની વાત મીરાંને કહેતો નથી. કારણ કે વિવાનને દર હતો કે પ્રેમના લીધે દોસ્તી પણ તૂટે તો મીરાંના જીવનમાં મોટી અસર કરી શકે. તેથી પોતે મીરાં સાથે સામાન્ય રીતે જ વાત કરતો. આ તરફ મીરાંના મનમાં પણ વિવાન માટે કંઈક અલગ લાગણી હતી. મીરાં પોતે પણ કંઈક અલગ અનુભૂતિમાંથી પસાર થઈ રહી હતી. એને ખબર નથી કે આ અનુભૂતિ શેની છે...માત્ર એને આનંદ અને ખુશી મળતી હતી કે વિવાન એને સમજે છે. વિવાનની વાતોમાં હંમેશા મગ્ન રહેવા લાગી. બસ હવે મીરાં માટે વિવાનનો સાથ ખૂબ આનંદદાયી હતો અને રાધા પોતાના સુખદુઃખ કંઈ પણ વિચાર કર્યા વગર વિવાનને કહી દેતી. અને વિવાન પણ મીરાંને સમજતો અને સાથ આપતો. આમ જ બન્નેને એકમેકનો સાથ ગમવા લાગ્યો. પણ સમયનો ખેલ અજીબ છે. બન્ને એકબીજાના થઈને પણ એકબીજાના ના થઇ શક્યા.
દિવસ વિવાન મીરાંની મુલાકાત એના એક ખાસ મિત્ર ગોપાલ સાથે કરાવે છે. ગોપાલ વિવાન માટે આખી દુનિયા હતો. ગોપાલ માટે વિવાન પોતાનું જીવન પણ આપી શકતો. વિવાન મીરાં અને ગોપાલને જ પોતાની દુનિયા માની બેઠો હતો. પણ વિવાનને ક્યાં ખબર હતી કે મીરાં સાથેની ગોપાલની મુલાકાત વિવાન અને મીરાંની જુદાઈનું કારણ બનશે. કારણ હતું કે મીરાં સાથેની પહેલી મુલાકાત ગોપાલ માટે મહત્વની બની જાય છે. ગોપાલ મીરાં સાથે વાત કરતો....અને મીરાંને સમજવાની કોશિશ કરતો. મીરાંને સમજતા સમજતા ગોપાલ મીરાંની એટલી નજીક આવી ગયો કે પોતે મીરાંમય બની ગયો. મીરાં સાથે જો એક દિવસ વાત ન થાય તો ગોપાલનો જીવ અધ્ધર થઈ જતો. મીરાં માટે ગોપાલ એક મિત્ર જ હતો. પણ ગોપાલ મીરાંને પોતાની જિંદગી માની બેઠો. પણ ગોપાલ પોતાના મનની વાત મીરાંને કહી ના શક્યો. ગોપાલ આ વાત વિવાન કહે છે. જ્યારે વિવાન આ વાત જાણે છે ત્યારે વિવાન સાવ તૂટી પડે છે. પણ ગોપાલ એની જિંદગી હતો તેથી વિવાન કહે છે, " મીરાં પણ તને પસંદ કરશે જ. બસ તું વાત તો કર." પણ ગોપાલ મીરાંને કઈ પણ કહેતો નથી. બસ મીરાંને મનોમન પસંદ કરીને માત્ર મિત્રની જેમ વર્તન કરે છે.
વિવાન ગોપાલની વાત સમજીને પોતે ગોપાલ તરફથી રાધાને વાત કરે છે. અને એ સમય એટલે કે મીરાંની જિંદગીમાં આવતો સૌથી મોટો બદલાવ. વિવાનની વાત પૂરી થાય તે પહેલા જ મીરાં પોતાના મનની વાત વિવાનને કહે છે પણ વિવાન માટે મીરાં અને ગોપાલની ખુશી સર્વોપરી હતી. તેથી તે મીરાંને સમજાવે છે. અને મીરાં પણ વિવાનની ખુશી માટે ગોપાલનો સ્વીકાર કરે છે. મીરાંના સ્વીકાર બાદ વિવાન મીરાંને છોડીને ગોપાલ અને મીરાંને એકબીજાને સમજી શકે તે માટે સમય આપે છે. આ સમય દરમિયાન પણ મીરાંના મનમાં વિવાન હતો. પણ ગોપાલનો ખુશ જોવા માટે જેણે પોતાના પ્રેમનું બલિદાન આપ્યું એ વિવાન માટે ગોપાલનો પોતાનું જીવન બનાવવા તૈયાર થયેલી મીરાં માટે ગોપાલ એક મહત્વનું અંગ બની જાય છે. મીરાં ગોપાલનો સમય આપવા લાગે છે. બંને એકબીજાને સમજે છે.
મીરાં એવા રાહ પર હતી જ્યાંથી ના એ આગળ વધી શકી અને ના પાછળ જઈ શકી. મીરાં દિવસે દિવસે ઊંડા વિચારોમાં ખોવાવા લાગી.
મીરાંને યાદ આવે છે કે એક સમય હતો જ્યારે એની જિંદગીમાં માત્ર ઘૃણા અને નફરતમાં જીવતી હતી. એના માટે માત્ર પરિવાર જ હતો. કોઈની જિંદગીમાં જઈને મીરાંએ જાણે એક મોટું પાપ કર્યું હોય એની ગ્લાનિ થવા લાગી. અને મીરાના જીવનમાં એક બીજો બદલાવ કે જ્યાં ગોપાલ મીરાંના માતા પિતાના વિશ્વાસને અતૂટ રાખવા મીરાંને અલગ થવાનો પ્રસ્તાવ મૂકે છે. ગોપાલ સમજે છે કે એક માતાપિતાને ત્યારે જ દુઃખ થાય જ્યારે એમની દીકરી જ વિશ્વાસ તોડે. આથી મીરાંના ચરિત્ર પર કોઈ પ્રશ્ન ન ઉભો થાય તે રીતે મીરાંને જીવવા સમજાવે છે. મીરાં ગોપાલની ભાવના અને ગોપાલના પ્રેમને ઠેસ પહોંચાડવા નહોતી માંગતી. વિવાનની ખુશી અને ગોપાલની ખુશી માટે મીરાંએ પરિવારનો વિચાર ન કર્યો. હવે મીરાં સામે બે પ્રશ્ન ઊભા થયા કે મીરાં ગોપાલનો સ્વીકાર કરે તો પરિવાર છોડવો પડે અને પરિવારને સ્વીકારે તો ગોપાલને.
મીરાંના જીવનમાં આવેલા પહેલો પ્રેમ અને એની ખુશી માટે અન્યનો સ્વીકાર કરે છે.
?????
મારો પ્રશ્ન આ વાતમાંથી તમને સૌને પૂછવા માંગુ છું કે શું મીરાંનો પ્રેમ પવિત્ર હતો?....શું મીરાંએ વિવાન માટે ગોપાલનો સ્વીકાર કરીને કોઈ ભૂલ કરી છે?....