મૃત્યુ પછીનું જીવન - ૪ Amisha Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મૃત્યુ પછીનું જીવન - ૪

મૃત્યુ પછીનું જીવન - 4

હજું તો રશીદના બંગલા પર જવાનું વિચારી રાઘવ ફરે છે, ત્યાં જ સામેનો સીન જોઇને ચોંકી જાય છે . રાઘવ એક સેકન્ડ તો આ હકીકતને સ્વીકારી જ ન શક્યો , ‘ નક્કી હું કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છું...’રાઘવ વધુ નજીક ગયો...

ઘરની બહાર ઊભેલી તુલસીનાં છોડ જેવી હીના ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી . જેનો પ્રેમ મેળવવાં જીંદગીભર તરસતો રહ્યો , એ હવે બધા બંધનો તોડીને ધસમસતી નદી જેવો પ્રેમ વરસાવી રહી હતી . પણ હવે શું ? એને કોણ સમજાવે કે લગનનાં ગીત લગને જ ગવાય , મરણે નહીં ...! હવે નથી સમય પાછો આવવાનો , નથી તારી ને મારી નિયતિ બદલવાની..કદાચ આ જ કામ વર્ષો પહેલાં કર્યું હોત , તો બધું જ અલગ હોત...

‘ હીના, તારો પ્રેમ પામવા હું આખી દુનિયા સાથે લડી ગયો , જીવનભર મારી પત્નીને અપનાવી ન શક્યો , દોસ્તને દુશ્મન બનાવ્યો, અને હવે આ ગંગા જમના વહાવવા નો શું અર્થ ? કાશ હું જીવતે જીવ તારા પ્રેમનાં થોડાં બુંદ મેળવી શક્યો હોત ! જીવતે જીવ તને મળવા આ શરીર , મન, આત્મા તડપતા રહ્યાં અને હવે કયું ઋણ ઉતારવા આવી છે તું ? તારા આંસુથી છલકાતાં ભોળા ચહેરા પર દયા ખાવી , કે મારી પોતાની જાત પર ...? ’

આ સિચ્યુએસન પર શું રીએક્ટ કરવું એ જ સમજાતું નથી , વર્ષોથી ભેગી કરેલી નફરત કે ફરી ઉભરાતો તાજો , કુણો પ્રેમ ? ખરેખર, સ્ત્રી ન બોલીને પણ કેટલુંય બોલી જાય છે ? અને જો બોલે તો ? બોલે તો મહાભારત સર્જી નાખે છે. મનેય હીરોમાંથી વિલન બનાવનારી આ જ સ્ત્રી , જે આજે બધું પતી ગયાં પછી ચોધાર આંસુએ રડી રહી છે . અરે , તારા એક ખોટા નિર્ણયે કઈ કેટલાંય લોકોની જીંદગી બરબાદ કરી દીધી . હવે પ્રશ્ચાતાપ સિવાય શું છે તારા ને મારા હાથમાં ...

કાશ ....હું જીવતે જીવ તારા પ્રેમને પામી શકતે, જાણી શકતે ; તો મારી જીંદગી તૃપ્તિથી છલકાતી હોત ...આજે જે અધુરપ મને ઉધઈની જેમ કોરી ખાય છે , એ તું છે. આજે સમજાય છે કે જીંદગીભર હું જે મૃગ તૃષ્ણાની પાછળ ભાગતો રહ્યો , બસ ભાગતો જ રહ્યો ; એ સુકુન તો તારી પાસે છે . હમેશાં એક ફીનીશીંગ લાઈન દેખાતી રહી , અને એને કેચ કરવાં દોડતો રહ્યો . પણ દરેક ફીનીશીંગ લાઈન એક મૃગ જળ હતી, એની પાસે પહોંચતાં જ એ વધુ દૂર દેખાતી . અંદરથી તો તારા પ્રેમની ભુખ હતી, જે તારા પ્રત્યેની નફરતને લીધે સમજી જ ન શક્યો.

આજે હવે આ તૃપ્તીભર્યું સુકુન હાથ લાગ્યું છે , તો એ કેટલો સમય ? ઓ ભગવાન , તું આટલો ક્રૂર કેમ છે ? ગમતું હમેંશા હાથથી દૂર કેમ છે ?

હું એને નફરત કરતો રહ્યો , છેલ્લાં ૩૦ વર્ષોથી , સતત, હર પલ...પણ આજે ઘૂંટી ઘૂંટીને ઝેર બની ગયેલ એ નફરત એનાં એક એક આંસુ સાથે ઓગળી રહી હતી . ભલે મારું શરીર નથી રહ્યું , પણ આ ઓગળતી નફરત અને પાંગરતાં પ્રેમને મહેસુસ કરી રહ્યો છું . અને મને લાગે છે કે હું હલકો થઇ રહ્યો છું ...હવા જેવો હલકો ...

કેવી વિધિ ની વિચિત્રતા છે...તમે જેને સૌથી વધારે પ્રેમ કરો છો , એને જ તમે નફરત પણ એટલી જ કરો છો ...અને તમને દુઃખી કરવાનો હક પણ એને જ આપો છો , જેને તમે સૌથી વધારે પ્રેમ કરો છો. બીજું કોઈ તમને દુઃખી કરી શકતું જ નથી... જો આજે તમે કોઈને અનહદ નફરત કરો છો , તો એનો મતલબ ક્યારેક ને ક્યારેક જેને તમે એને અનહદ પ્રેમ કર્યો છે .

ભગવાને પ્રેમિકા જ એવી આપી કે જીંદગીભર મારી સામે રહી ...છતાં મારાથી એટલી જ દૂર રહી. મને સામે ને સામે રહીને તડપાવતી રહી , ક્યારેય ન આવી મારી પાસે અને હવે મારા જનાજા પર હાર ચઢાવવા આવી ઊભી છે .

ચાલો , આજે એનું એવું સ્વરૂપ જોઈ લીધું , જે જીવતે જીવ ક્યારેય ન જોયું , હવે એની સાથે કોઈ ગીલા શિકવા તો નહી ...એ મને મનોમન પ્રેમ કરતી રહી , મારા ન હોવાથી આટલી દુઃખી થઈ રહી છે, તો એ કોઈ દિવસ બોલી કેમ નહીં?

આજે મન પરથી એક બોજ હટી ગયો . જે નફરતે મને માફિયા કિંગ બનાવી દીધો , આજે એ નફરત જ ઓગળી ગઈ . જો એ મારી જીંદગી માં હોત , તો અવશ્ય હું કોઈ અલગ જ મુકામ પર હોત ....! શું દરેક ફીનીશીંગ લાઈન પર હું એમ વિચારતો હતો કે એ મને આવીને રોકે, અને કહે ..બસ કર હવે....! કે પછી વધુ ને વધુ કમાઈ ને હું અંદરથી એમ ઈચ્છતો હતો કે એ મારાથી ઈમ્પ્રેસ થઇને મારી પાસે આવે...તું જ જાણે ભગવાન, હું કેમ આમ કરતો રહ્યો...મને જ ખબર નથી....

હા હા હા ...લોકો સાંભળો , આખી જીંદગી આપણે શું કરીએ છીએ , કેમ કરીએ છીએ .. એ આપણને જ ખબર નથી હોતી....રાઘવ એની અદાથી ખડખડાટ હસી રહ્યો....એને હમેશાં ખુબ જ જોર થી હસવાની આદત હતી ..હમેંશા એ સેન્ટર ઓફ અટેન્સન રહેતો .

રાઘવ એની પાસે ગયો ...ખુબ જ પાસે ...એનાં સુંદર , ગોરા, સુવાળા ગાલ પર અવિરત પડતી બુન્દોને ઝીલવા ગયો ...એને મન ભરીને જોતો રહ્યો , બસ જોતો જ રહ્યો . આજે એને અટકાવવા વાળું કોઈ નહોતું કે નહોતો કોઈ લૌકિક મર્યાદા ભંગ કર્યાનો ક્ષોભ ..એની પ્રેમિકાને , એનાં આંશુભર્યા ગાલને , આંખોમાંથી ટપકતાં પ્રેમને એકીટશે નિહાળી રહ્યો ....આહા.. કેમ કરીને આને અટકાવું ? નહીં રડ તું...હું તારી સામે જ છું ... તારી એકદમ નજીક ...તારા શ્વાસને ય ગણી શકું એટલો નજીક ...આહા ...આ દુનિયા આજે આપણને અલગ ન કરી શકે...શું તું મને મહેસુસ નથી કરી શકતી ...?

અને એકદમ જ હીનાએ સામે જોયું , પછી આજુ બાજુ , જાણે કઈ શોધતી હોય... અરે ..! શું એ મને સાંભળી રહી છે ...? શું ખરેખર એ મારાં હોવાનાં અહેસાસને અનુભવી શકતી હશે ? ખરેખર ..ભગવાન, ..શબ્દોથી પરે અને સ્પર્શથી આગળ પણ કેટલું બધું છે તારી દુનિયામાં, જે હવે મર્યા પછી સમજાય છે ...

મર્યા પછીનાં એક પછી એક અસહાય અનુભવોમાં આ એક માત્ર સુખદ અનુભવ હતો . એનાં સુકુન ભર્યા પ્રેમમાં ભીંજાઈને જાણે બધા જ દર્દ ભુલી ગયો .

ચાલો , જીવનભર જે ન મળ્યું , મને મર્યા પછી મળી ગયું . કાશ બધું આમ જ સ્ટીલ થઇ જાય ..હું એની પાસેથી એક સેકન્ડ પણ હલવા તૈયાર ન હતો . જીંદગી ભર જે ન મળ્યું , એ હવે ગુમાવવા તૈયાર ન હતો . હવે ખબર પડી કે લોકો પ્રેમમાં ગાલીબ અને મીરા કઈ રીતે બની જાય છે ....!

એ ઉઠીને બહાર ગઈ , રાઘવ પણ એની સાથે ચાલતો રહ્યો ...એકદમ અડીને , સાથ સાથ ...

ફ્રેન્ડસ , રાઘવ ક્યાં સુધી આ સુકુન મેળવી શકે છે ? રાશીદ કોણ છે ? આગળની એની જર્ની કેવી છે ? આ બધાય પ્રશ્નોનો જવાબ મેળવવાં આગળનો એપિસોડ વાંચો..