Jivanna sandhyakade sangath books and stories free download online pdf in Gujarati

જીવનના સંધ્યાકાળે સંગાથ..

ચાલ તને મારા રંગે રંગી દઉ .
તારા દૂખ ના કાળા વાદળો ને મેઘ ધનુષ થી ઢાંકી દઉ
તું મને ભીંજવે તારા વહાલ થી ચાલ તને મારા પ્રેમ માં ડૂબાડી દઉ
હેત , સ્નેહ ના રંગો ભરી પિચકારી થી ચાલ તારા બે રંગ જીવનની સંગી થાઉં.
ચાલ તને મારા રંગે રંગી દઉ

(MMO)

આજે હોળી છે, 12 વર્ષ થી હોળી આવે અને જાય પણ ધ્રુમિલ ને તો ક્યાંય ગમે જ નહીં. લાવણ્યા હતી ત્યાં સુધી તો દરેક તહેવારો ખૂબ જ હર્ષ અને ઉત્સાહ થી ઉજવાતા હતાં. પણ જેને ઉત્સાહ હતો તે જ હતાશ કરી ચાલી નીકળી પછી માત્ર આયેશા પ્રત્યે ની ફરજો પૂરતાં જ શોખ અને કામ ધ્રુમિલ કરતો હતો. સગા સબંધી એ કેટલો સમજાવ્યો કે બીજા લગ્ન કરી લે હજી તારી ઉંમર જ શું છે તેમજ આયેશા માટે પણ મા આવશે પણ મન માન્યું જ નહી કારણ લાવણ્યા જેટલો પ્રેમ અને સમર્પણ પારકી મા ક્યાં થી આપે. આયેશા આમ પણ લાવણ્યા ના ગયા પછી સૂનમૂન થઈ જ ગઈ હતી એને ફરી નોર્મલ કરવા ના જ વિચારો આવતા અને લગ્ન કરી જવાબદારી અને જો એ પત્નિ થી બાળક થાય તો આયેશા નો ભાગ પડે અને આયેશા આવી ત્યારે જ લાવણ્યા એ કહી દીધું તું કે મારે તો દીકરી દીકરો જે કહો એક જ બીજું કરી ભાગ નહી પડાવું. આયેશા ના લગ્ન થઈ ગયાં તેની સાથે નોકરી કરતો પ્રદ્યુમન તેને પસંદ પડી ગયો અને બંને ને કંપની ઓસ્ટ્રેલિયા મોકલી રહી હતી આગળ ભણવા અને પછી ત્યાં જ તેમની કંપની માં નોકરી પણ ચાલું એટલે ચટ મંગની પટ બ્યાહ કરી દીધાં ને પણ ચાર મહિના થઈ ગયાં . પહેલાં તો આયેશા માનતી જ ન હતી કે પપ્પા તમે સાથે ચાલો નહીતો મારે નથી જવું પણ ખૂબ સમજાવી ને પ્રોમિસ કર્યું કે નોકરી સાથે કોઈ એક્સ્ટ્રા પ્રવૃત્તિ માં પણ જોડાઈશ અને છ મહિના પછી એકાદ ચક્કર મારીશ. આજે હોળી હતી જૂની ડાયરીઓ ફંફોળતા અલ્કા ની આ કોલેજ સમયે જ્યારે પપ્પા ગુજરી ગયા ત્યારે ધુળેટી પર કવિતા લખી ને સાઈકલ ની પાછળ ભરાવી ગઈ હતી. એ જ કાગળ પણ અલ્કા સાથે તો લગભગ 25 વર્ષ થી કોઈ જ કોન્ટેક્ટ જ નથી. કોલેજ પતી ને લાવણ્યા અને ધ્રુમિલ પરણી ગયાં. અલ્કા તેના બે ભાઈ અને એક બહેન ની જવાબદારી માં ક્યાં ગુમ થઈ ગઈ ખબર જ ન પડી . ત્રણેય એક જ કોલેજ માં ભણતાં ધ્રુમિલ જાણતો હતો કે અલ્કા મિત્રતા ની સાથે પ્રીતી પણ જોડાયેલ છે પણ ધ્રુમિલ ને લાવણ્યાનું અલ્લડ પણું ગમતું હતું. અલ્કા અલ્લડ હતી પણ જવાબદારી ના ભાર નીચે દબાયેલ. કોલેજ નોકરી સાથે સાથે કરતી એટલે ક્યારેય બીજી કોઈ પ્રવૃતી માટે સમય જ ન રહેતો. લગ્ન માં પણ નહોતી આવી અને ધીમે ધીમે કોટેક્ટ માં થી જ ચાલી ગઈ ખબર જ ન પડી. આજે અચાનક ફરી એ અલ્કા ક્યાં હશે શું કરતી હશે એ યાદ આવ્યું. આવતી કાલે ધુળેટી છે અને સાથે સાથે કોલેજ રીયુનિયન પણ છે ધ્રુમિલ ની ઈચ્છા જાણ્યા વગર જ આયેશા એ ઓસ્ટ્રેલિયા થી જ બધી પ્રોસીજર કરી હુકમ કર્યો હતો કે પપ્પા તમારે જવાનું છે તમારા મિત્રો ને મળવાનું છે મમ્મી હોત તો એ આ મોકો ચુક્ત જ નહીં તમારે તમારી બંને ની હાજરી આપવી જ પડશે. ડ્રાઈવર ને પણ ત્યાં થી જ સમય સ્થળ જણાવી દીધેલ. એટલે ન છૂટકે ધ્રુમિલ ને આ રીયુનિયન માં જવું જ પડે તેમ હતું.
આજે ધુળેટી છે. સવારના આઠ વાગ્યા ને આયેશા નો ફોન આવ્યો પપ્પા ચાલો રેડી થઈ જાવ અને હા પેલા જભ્ભા ને આજે રજા આપજો ભજન સંધ્યા માં નથી જવાના થોડાક વ્યવસ્થિત કપડાં પહેરી જાજો. તમે ત્યાં માત્ર ધ્રુમિલ નહી લાવણ્યા ના પતિ તરીકે જવાના છો. જ્યારે હોય ત્યારે આયેશા મા ના નામે ન ગમતા કામો પણ કઢાવી લેતી. ડ્રાઈવર બહાર આવી ગયો હતો. રીયુનિયન નું સ્થળ એક કલાક જેવા અંતરે હતું એટલે સમયસર પહોંચવા ધ્રુમિલ પણ નીકળી ગયો. (MMO)
કલાક નો સવા કલાક થયો ટ્રાફિક ને લીધે અને કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. દરવાજામાં પ્રવેશતાં જ ફરી એ જ કવિતા સંભળાઈ અવાજ બહુ જાણીતો લાગ્યો. સ્ટેજ ઉપર નજર નાખતા આંખમાં પાણી અને શરીર સ્તબ્ધ થઈ ગયું અલ્કા, જરાય નથી બદલાઈ માત્ર પંજાબી ડ્રેસ માં થી કલકત્તી સાડી માં આવી ગઈ છે. કવિતા ક્યારની પૂરી થઈ ગઈ હતી. અલગ અલગ કાર્યક્રમો શરૂ થયાં , ભીડ ને ચિરતા અલ્કા આગળ જવું હતું ધ્રુમિલ ને પણ હિંમત ન ચાલી અને નજીક ની ખુરશી માં બેસી ગયો. બાજુમાં કોણ છે એ જોયા વગર જ ધૂર્મિલ કેમ એકલો આવ્યો, અચાનક જ અવાજ સંભળાયો તે તરફ નજર કરતાં અલ્કા, શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ હતો જેમાં હયાત ન હોય તે શિક્ષક અને વિદ્યાર્થીઓ ના નામ બોલી એક મિનિટ નું મૌન પાળવાનું હતું. લાવણ્યા ક્યાં અલ્કા એ પૂછ્યું અને શ્રદ્ધાંજલિ ના નામો માં લાવણ્યાનું નામ પણ બોલાયું અને અલ્કા અવાચક થઈ ગઈ અને આંખમાં થી આંસુઓ ની ધાર વહી પડી.
અલ્કા એ ધ્રુમિલ ને કહ્યું ચાલ ને પેલાં બગીચા માં જઈ બેસીએ જ્યાં હું તું અને લાવણ્યા કલાકો બેસતાં. અલ્કા હજી કંઈ સમજી શકતી ન હતી. આંખોમાં એક દુઃખ સાથે અચરજ પણ હતું. કોલેજમાં ધ્રુમિલ ને લાવણ્યા પણ પ્રેમ કરતી હતી એ તે જાણતી હતી. ત્રણેય ની ત્રિપુટી જ કહેવાતી કોલેજમાં ઘણી વખત ધ્રુમિલ ને મિત્રો ખીજવતા પણ ખરાં કે તું તો કાનુડો છે રાધા ને રુકમણી બંને આજુ બાજુ, પણ ત્યારે રાધા કોણ રુકમણી કોણ ખબર જ ન પડી. અલ્કા ના કૌટુંબિક પ્રશ્નો ને લીધે ધીમે ધીમે તે વ્યસ્ત રહેવા લાગી ઘર અને ભાઈ બહેનો ની જવાબદારી ને લીધે નોકરી કોલેજ બધું સંભાળવામાં મિત્રતા નો હાથ છૂટતો હતો તે તે જોઈ રહી હતી. પણ અત્યારે પ્રેમ અને મિત્રતા ઉપર જવાબદારી જીતી રહી હતી. ધ્રુમિલ અને અલ્કા તે જ બેંચમાં જઈ બેસ્યા, ધ્રુમિલ એવું તે શું થયું , તમારા લગ્ન થયાં એ મને સમાચાર મળેલ પણ પછી નું કંઈ ખબર નથી હું ગામડે અને અહી બંને માં એવી ફસાયેલ પછી એક દિવસ ખબર પડી કે તમે બંને તો બીજે ક્યાંય ચાલ્યા ગયા છો. પછી ક્યારે સમય જતો ગયો ખબર જ ન પડી, લાવણ્યા ને શું થયું હતું તમારૂ દાપંત્ય જીવન તો બરોબર ચાલતું હતું ? આવું ક્યારે બન્યું? મને જાણ કેમ ન કરી? બાળક છે શું છે ક્યાં છે ? કેટકેટલાય સવાલો જવાબ આપવાની રાહ જોયાં વગર પૂછવા લાગી. ધ્રુમિલ ભૂતકાળમાં સરી પડયો તે જ બેન્ચ હતી જ્યાં કોલેજ કાળ દરમ્યાન અલ્કા ને બેસાડી કહ્યું હતું કે લાવણ્યા ને પ્રપોઝ કરવા નો છે અને લાવણ્યા ના મનમાં શું છે એ જાણવાની જવાબદારી એક ખાસ મિત્ર તરીકે અલ્કા પર નાખી હતી. મિત્રતા નિભાવવામાં અલ્કા હંમેશા મોખરે જ રહી છે. ધ્રુમિલ ના પપ્પા ના અવસાન સમયે સાથે ને સાથે રહી હતી. તે લાવણ્યા માટે પણ એ ખાસ મિત્ર તરીકે જ ઊભી રહેતી અને પોતાનો ધ્રુમિલ પ્રત્યેનો પ્રેમ ક્યારેય મિત્રતામાં આડો આવ્યો ન હતો. ધ્રુમિલ ક્યાં ગુમ થયો કે ને લાવણ્યા ને તે કેમ રોકી નહી. કહી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અલ્કા ભલે તન થી આ બંને થી દુર હતી પણ લાગણીએ ક્યારેય ઓટ આવી ન હતી. ક્યાં શોધું તને તું કોલેજ અધૂરી મૂકી એક દિવસ એવી ચાલી ગઈ કે કોઈ જ અતો પતો જ નહી મે અને લાવણ્યા એ ખૂબ શોધવાની કોશિશ કરી લગ્ન મા બોલાવવા થી લઇ આયેશા ના જન્મ સમયે પણ લાવણ્યા હમેંશા તને શોધવાની વાત કરતી મિત્રમાં એ મારા કરતાં તારા પ્રત્યે જ લાગણી વધું ધરાવતી, આયેશા ને ઘણી વખત અલ્કા જ કહી દેતી. પછી ચૂપ થઈ જતી. સુંદર ૧૫ વર્ષ નું લગ્ન જીવનમાં કોઈ કમી ન હતી હા વાર તહેવાર કે કોઈ જગ્યા જ્યાં આપણે ત્રણેય ગયાં હોય એ જગ્યા જોઈ આંખ ભીની થઈ જતી. તને વારે વારે યાદ કરે કે અલ્કા ને આપણે યાદ હશું. અચાનક એક દિવસ લાવણ્યા છોડી ચાલી ગઈ . ને આજથી ૧૫ દિવસ પછી ૧૨ વર્ષ પૂરા થઈ જશે અને સાથે અમારા લગ્ન દિવસ ને ૨૭ વર્ષ . લાવણ્યા ટુંકુ આયુષ્ય સાથે જ જન્મી હતી મૃત્યુ પ્રેમ સામે જીતી ગયું અને મારી માથે આયેશા ની જવાબદારી મૂકી ચાલી ગઈ. હમેંશા સાથે રહેશું ના વાયદાઓ તોડી મને છોડી ચાલી ગઈ. બંને શૂન્યમનસ્ક થઈ બેઠા રહ્યા. મૌન થી એક બીજા ને સાંત્વના આપતાં હોય તેવું લાગ્યું . અંતે ધ્રુમિલે મૌન સાધના ભંગ કરી અલ્કા તારું કહે આટલા વરસ જીવનમાં શું કર્યું બાળકો શું કરે છે , સેટલ છે. તારા પતિદેવ ક્યાં છે આ વખતે ધ્રુમિલ ધડાધડ પ્રશ્નો પૂછયા. ક્યાં બાળક કોનો પતિ, લગ્ન જ નથી કર્યા આ બધા ક્યાં થી હોય અત્યારે તો મેં ઓર મેરી તન્હાઈ છીએ. અલ્કા હંમેશા આવી જ રીતે વાત કરતી એક ડાયલોગ માં એક લાઈન હિન્દી મૂવી ની હોય જ પણ કોલેજ પૂરી થઈ ત્યાં સુધીમાં તો અલ્કા અલગ જ અલ્કા બની ગઈ હતી બધું જ બદલાય ગયું હતું જવાબદારીનો પહાડ એટલો ભારે હતો કે અલ્કા નું અસ્તિત્વ જ દબાઈ ગયું હતું. ભાઈ બહેન ને ભણાવી સેટલ કરી પરણાવ્યા ત્યાં તો સફેદ વાળ અને હાફ સેંચ્યુરી ઉંમરે પહોંચી ગઈ હતી. ક્યારેય વિચારું તો પણ શક્ય ન હતું ભાઈ બહેન નાના હતાં કોણ તેની જવાબદારી લેત. પણ હવે તો ભાઈ ના ઘરે વહુ ને પૌત્ર આવી ગયાં બહેનો સાસરામાં સેટલ થઈ ગઈ ભાભીઓ ને હું ભારે પડવા લાગી તો ધીમે ધીમે ઘરમાં ક્લેશ વધ્યો થયું કે એકલાં રહેવું શું ખોટું નોકરી ચાલું છે પોતાનું કરી શકું એમ છું ઍટલે અત્યારે એકલી જ રહું છું બદલી પણ આંતરિક ગામમાં જ કરાવી દીધી છે . ગામના લોકો ખૂબ માન આપે છે. બસ બીજું શું જોઈએ? લગ્ન ન કર્યા નો અફસોસ ક્યારેક થાય કે જેમનાં માટે મારું આખું અસ્તિત્વ હોમી દીધું તેણે જ મારા અસ્તિત્વ થી વાંધો છે. તમે ધ્રુમિલ એકલાં કે બીજા લગ્ન કર્યા, આયેશા શું કરે છે ?(MMO) મારી વાત છોડ ધ્રુમિલ આપડે તો સ્વીકારી લીધું છે કે જે છે તે આ જ છે, કર્મ કર્યા ફળ ન મળ્યું તો કંઈ નહીં. ત્યાં જ ધ્રુમિલ નો ફોન રણક્યો, આયેશા એ વિડિયો કોલ કર્યો હતો. ધ્રુમિલ ની આંખ માં આંસુ હતાં તે સાથે ફોન ઉપાડ્યો એટલે તરત આયેશા એ પૂછ્યું પપ્પા શું યાર તમે પણ પહોંચ્યા નો ફોન તો કરો. ચાલો જોઈ તમારી કોલેજ બતાવો. મિત્રો ક્યાં તમારાં? આયેશા એટલી સમજું હતી કે મા ની ખોટ હોવા છતાં ધ્રુમિલ ને તકલીફ ન પડે એટલે સ્ટ્રોંગ રહેતી અને ધ્રુમિલ ને સ્ટ્રોંગ રાખતી, ધ્રુમિલે બેક કેમેરો કરી ને ગાર્ડન બતાવ્યું અને પછી અલ્કા ને, અરે આ તો પેલાં આંટી તમે મમ્મી અને એમનો મસ્ત ફોટો છે. આયેશા લાવણ્યા ના ગયાં પછી રોજ એક વખત બધા ફોટોગ્રાફ જોતી. હા બેટા અલ્કા તારા મમ્મી અને મારી બેસ્ટ ફ્રેન્ડ ગુમ થઈ ગઈ હતી આટલાં વર્ષે મળી. આયેશા ને લાવણ્યા ના ગયા પછી પહેલી વખત કોઈ બીજી વ્યક્તિ ને આટલો આત્મીય થતાં ધ્રુમિલ ને જોયો હતો.
રીયુનિયન ને બે દિવસ ચાલ્યા ગયા હતાં, અલ્કા અને ધ્રુમિલે એક બીજાના કોન્ટેક્ટ આપી દીધાં હતાં. પણ ફોન કેમ કરવો કે મેસેજ કેમ કરવો ની અસમંજસ માં બંને માંથી કોઇ એ ઇનીસ્યેટીવ લીધું નહીં. ફરી બીજા બે દિવસ ચાલ્યા ગયા , આયેશા રોજિંદી ટેવ પ્રમાણે એક વખત વિડિયો કોલ અને એક વખત વોઇસ કોલ કરે અને દર વખતે અલ્કા વિશે પૂછે. ધ્રુમિલ વાત ને ટાળી દે, એવું કેમ કરે છે તે ન તો ધ્રુમિલ સમજી શકતો ન તો આયેશા. આજે ફોન રણક્યો અલ્કા સામે ની બાજુ હતી , ધ્રુમિલ કેમ છે અને થોડી આડી અવળી વાતો કરી મુદ્દા પર આવી ધ્રુમિલ એક વાત પૂછું આપડે ક્યાંય બહાર મળીયે તો આજે મારો જન્મદિવસ છે અને ઓફિસ ના કામે હું અહી શહેર માં આવી છું , બપોરે ચારેક વાગે ફ્રી થઈ જઈશ. તો જો તને અનુકૂળ હોય તો , જવાબ શું આપવો તે ખબર નહોતી પડતી, પણ જન્મદિવસ હતો મળવું તો જોઈએ વિચારી હા પાડી અને પાંચ વાગે કોફી શોપ માં ભેગા થઇએ કહ્યુ. તે કોફી શોપ ધ્રુમિલ ના ઘરની નજીક જ હતો. આયેશા નો રોજિંદો ફોન આવ્યો તો જાણ કરી કે અલ્કા નો જન્મદિવસ છે અને કોફી શોપ માં જવાના , આયેશા ને એક સંતોષ થયો કે ક્યાંયક તો પપ્પા એ હા પાડી. ધ્રુમિલ ને કોઈ ખાસ મિત્રો હતાં નહી ઓફિસ ના સહકર્મચારી ઓ પોતાના કુટુંબ માં વ્યસ્ત રહેતાં અને ધ્રુમિલ એમ અંતર્મુખી હતો. કોઈ અજાણ્યા ને મળવું તેને ગમતું નહીં. પપ્પા કોઈ ગિફ્ટ લઈ જજો એમ જન્મદિવસ છે ખાલી હાથે , અરે ના હો આયેશા એવું મને ન ફાવે. સારું તો ડિનર માં લઈ જવાનું તો પૂછજો ખાલી ખાલી કેવું લાગે તમે પણ , સારું તે જોઈ લઇશ. ચાલ હવે તું સૂઈ જા હું ઓફિસ જાવ છું. ધ્રુમિલ ને થયું વધુ બે ચાર સજેશન આવે તે પહેલાં વાત ટુંકાવી દઉં . બપોરના પાંચ વાગ્યા હતાં ધ્રુમિલ કોફી શોપ પર પહોંચી અલ્કા ની રાહ જોતો હતો ત્યાં કોઈ છોકરો આવ્યો સાહેબ સવારથી કંઈ ખાધું નથી આ ફૂલ લઈ લો ને તો મને ખાવા મળે. ધ્રુમિલે રૂપિયા આપ્યા કહ્યું ફૂલ તું રાખ મારે નહી જોઈ, છોકરો ખુદ્દાર હતો સાહેબ ભીખ માંગી કમાવવું હોત તો આ ફૂલો બનાવત જ નહીં, હોય નહીં આ સાચા ફૂલ નથી બનાવટી છે હા સાહેબ મેં જાતે પ્લાસ્ટિક ભેગા કરી બનાવ્યા છે. સાહેબ ફૂલ રાખો તો રૂપિયા લઉં તે પણ જેટલાં થાય એટલા એક રૂપિયો વધારે ન જોઈ. ધ્રુમિલ ને ફરજિયાત ફૂલ લેવાં પડ્યા. હાથ માં લીધા તો પણ બનાવટી ન લાગ્યા. ત્યાં જ રિક્ષા આવી ઊભી રહી આસમાની રંગ ની કડક સાડી અને છૂટાં વાળ સાથે અલ્કા ઉતરી. વર્ષો થયાં ધ્રુમિલ ભૂલી પણ ગયેલ કે આસમાની રંગ તેનો મનપસંદ રંગ હતો. કોલેજ દરમ્યાન જો કોઈએ એવો રંગ પહેર્યો હોય તો ધ્રુમિલ નું ધ્યાન વારે વારે ત્યાં જ જતું. વાત વાતમાં એક વખત ધ્રુમિલે કહ્યું હતું કે મને બાંધેલ વાળ વાળી છોકરી કરતાં આકર્ષિત ખુલ્લા વાળ વાળી કરે.. પણ ત્યારે તો જવાબદારી એ અલ્કા ને કંઈ સમજાતું જ નહી ઊંચો અંબુડો હોય અને જે હાથમાં આવ્યા એ કપડાં. કલર પસંદગી કે તેવી ત્રેવડ પણ નહી અને સમય પણ. ઓહો ધ્રુમિલ શું વાત છે મારા માટે ફૂલ , અલ્કા એ હાથમાં ફૂલ જોઈ કહ્યું. ધ્રુમિલ ને થયું કે આમ પણ લીધાં જ છે તો આપી દઉં. બંને અંદર ગયાં, શું ખાઈશ એ જ ચીઝ સેન્ડવીચ કે ચોઇસ બદલાઈ. અલ્કા એ કહ્યું ઓહ્ હજી યાદ છે તને, ધ્રુમિલ મારા જીવનમાં તારા અને લાવણ્યા સિવાય ક્યાં કોઈ એવું હતું કે હું ભૂલું કોફી કડક સાથે ચીઝ સેન્ડવીચ નો ઓર્ડર આપ્યો અને અલ્કા બે દિવસ તાલીમ આપવા આવી છે તેવું જણાવ્યું, ગેસ્ટ હાઉસ માં રહે છે. ધીમેધીમે પહેલાં જેવી જ વાતો હસવાનું શરૂ થયું . બેકગ્રાઉન્ડ માં મ્યુઝીક વાગતું હતું તેરે બીના જિંદગી સે કોઈ શિકવા... યાદ છે આ ગીત આપણે કોલેજ ના વાર્ષિક મહોત્સવમાં ડ્યુએટ ગાયું હતું અને આ ગીત ગાવાનું લાવણ્યા એ જ સજેસ્ટ કર્યું હતું. સાચે અલ્કા કોલેજ નું ખાસ કંઈ યાદ નથી ધૂંધળું લાગે છે અને બહુ ભાર આપુ તો માથું દુઃખે. છે. ધ્રુમિલ અકળામણ સાથે કહ્યું અરે કોઈ નહીં સેન્ડવીચ કોફી પીધી ને ડિનર કરી છૂટાં પડશું તેવી વાત થઈ ગઈ વચ્ચેનો સમય શું કરશું માં ધ્રુમિલે ગુજરાતી મુવી સેકન્ડ ઇનિંગ.. જોવા ની વાત કરી અને અલ્કા એ વધાવી લીધી. ધ્રુમિલ ની કાર માં થિયેટર પહોંચ્યા , ત્યાં જ અલ્કા નો ફોન રણક્યો અલ્કા ના ભાઈ જીગર નો ફોન હતો. અલ્કાને લાગ્યું જન્મદિવસ વિશ કરવાં ફોન કર્યો હશે ખૂબ ઉત્સાહ થી ફોન ઉપાડ્યો ત્યાં તો સામે થી શુભેચ્છા ની જગ્યા એ ક્યાં છો ? એ ભાઈ કોણ છે જેવા સવાલો આવ્યાં , જરાય શરમ ન આવી તમને લોકો શું વાતો કરે જેવી વાતો આવી અલ્કા એ જરાય થોભ્યા વગર કહી દીધું કે મારી જિંદગી છે અત્યાર સુધી તમારા માટે જીવી અને જન્મદિવસે એકલી અટૂલી રહેતી મારી ફરજ મેં પૂરી કરી છે જ્યારે ભણતાં નોકરી કરતી જવાબદારી અને ફરજ સામે આખું જીવન કુરબાન કર્યું કોઈ લોકો એ કંઈ ન કહ્યું હવે મને મનગમતા સાથી સંગાથી મિત્ર સાથે બે પળ વિતાવું ક્યાં લોકો ને તકલીફ પડશે? (MMO) ફોન કાપી નાખ્યો અને થિયેટર તરફ ચાલવા લાગી. લોકો લોકો કરી પોતાના મનના નિયમો થોપતા રહેતાં લોકો ને જવાબ ન દેતાં જે કરતાં હોય તે કાર્ય ચાલું રાખવું જ જવાબ છે. જરૂરી નથી લગ્ન કરી જ સંગાથી બની શકાય અમુક વય પછી સાથી ના સાથ અને સંગાથ ની જરૂર હોય કોઈ સબંધના નામ ની નહી કે નામના સબંધો ની પણ નહીં.(સમાપ્ત)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED