ફેશબુકીયો પ્રેમ - 9 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેશબુકીયો પ્રેમ - 9

"આ લગ્ન નહીં થાય". આ શબ્દો બોલાય તેના એક દિવસ પહેલાં.

*******
"અરે, રિંગ ક્યાં છે?" અંશ ના પિતા એ પ્રશ્ન કર્યો.

"તમે તમારા ખિસ્સામાં જ મૂકી હતી. જુઓ ત્યાં જ હશે." અંશ ની માતા એ જવાબ આપ્યો.


"હા! આ રહી હું જ ભૂલી ગયેલો."


"આજકાલ વધારે ભૂલક્કડ થઈ ગયા છો."


"હા, હવે! ભૂલી ગયો એમા શું? ભૂલ માણસ થી જ થાય ને?"



"હા, પણ તું ક્યાં માણસ છો?" અંશ ના પિતા( જીતુ ભાઈ) ના મિત્ર એ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો.


"લ્યા વેલા! તું આવી ગયો?"


"હા ક્યારનોય આવી ગયો. કેમ પૂછે છે?"

"ના મને એમ થયું કે, અહીં ભેંશ બેઠી છે. એટલે પૂછ્યું. બાકી તું તો મને હમણાં દેખાયો."

"હા, હો! હવે રિંગ કાઢ! રિંગ!"

આમ, સગાઈ ના સમયે પણ જીતુ ભાઈ એન્ડ કંપની મજાક કર્યા વગર ન રહી શકી. આ પ્રસંગ આગળ વધ્યો. સગાઈ ની રસમ સમાપ્ત થઈ. ત્યારબાદ, નેહા અને રાહુલ સેલ્ફીઓ લઈ રહ્યા હતા.

"આજકાલ ની જનરેશન પણ કમાલ છે, નહીં? આટલો મોટો કેમેરા મેન દેખાતો નથી તેમને! ક્યારનો એમના જ ફોટા પાડી રહ્યો છે. પરંતુ, આમને તો સેલ્ફીઓ પાડવી છે, બોલો! આ એજ જનરેશન છે. જે, ટીવી પર મેચ ચાલતી હોય ને, તોય છતાં મોબાઈલમાં મેચ જુએ. અને એક દિવસ ની જો એક જીબી ના પતે તો જાણે બિઝનેશ માં લોસ્ટ આવી ગયો, એ રીતે વર્તે. ક્યાં જઈ રહી છે આપણી યુવા પેઢી?"


"ટાઉન હોલમાં પ્રવચન આપવા આવ્યા છો? અરે, પુત્ર ના લગ્ન છે. અને પિતા તેની બુરાઈ પર બુરાઈ કર્યા કરે છે. આજ યુવા પેઢી દેશનું ભવિષ્ય છે. હવે, હું આ ટોપિક પર ચર્ચા કરવા માંગતી નથી. નહીંતર બધા ને લાગશે કે, આ બંને પ્રવચન આપવા આવ્યા છે".


આમ, કેટલીક સેલ્ફીઓ પાડ્યા બાદ, નેહા અને રાહુલ બંને ટેરેશ પર બેઠા હતા.


"નેહા! આ તું શું મોબાઈલ મચેડી રહી છો? કાલે આપણા લગ્ન છે અને તું? ક્યારનીય મોબાઈલમાં જ વ્યસ્ત છે." રાહુલ એ કહ્યું.



"ઓહકે!ઓહકે! મોબાઈલ મૂકી દઉં બસ? બોલ શું કહેતો હતો?"



" કંઈ નહીં. બસ કાલ ના દિવસ વિશે વિચારી રહ્યો હતો. આ દિવસ આવશે એ પણ મારી લાઈફમાં? મેં વિચાર્યું પણ નહોતું. આફ્ટર શ્રેયા મને થયું કે, એકલવાયું જીવન જીવવું સારું. પરંતુ, ત્યારબાદ તું આવી અને બધું જ બદલાઈ ગયું. બસ, હવે બીજું શું જોઈએ જીવન માં?"


" મારે પણ કંઈક એવું જ છે. અંશ! તું લાઈફમાં આવ્યો ને? માટે જ આ બધું શક્ય બન્યું. બસ મારી પાસે લાગણીઓ દર્શાવવા માટે શબ્દો નથી."

આમ, નેહા અને અંશ વરચે નો પ્રેમ વધી રહ્યો હતો. પરંતુ, અંશ શું શ્રેયા ને ભૂલી ગયો છે? કારણ કે, તેણે શ્રેયા નો કેટલાક સમય થી ઝીક્ર પણ નથી કર્યો. આ સવાલ નો જવાબ તો અંશ જ આપી શકે. અંશ ના સંબંધીઓ અંશ ને શુભકામનાઓ આપી રહ્યા હતા. અંશ ના જીવન નો આ મહત્વપૂર્ણ સમય હતો. અંશ આ જીવન હવે જીવવા માંગતો હતો. અંશ હવે, એ ફેશબુકીયા પ્રેમ ને ભૂલવા માંગતો હતો. પણ શું એ સરણ છે? એનો જવાબ અંશ પાસે પણ નહોતો. લગ્ન થઈ રહ્યાં છે, તેનો આનંદ હતો. પરંતુ, મિત્રો નહોતા એ વાત નું દુઃખ પણ હતું. મિત્રો ને, એ પ્રેમ ને, એ શાળા ને, એ લારીઓ વાળા, એ ગાર્ડન, એ સિનેમા ને, એ શહેર ને એ પાછળ મૂકી આવ્યો હતો. અને, એજ શહેર અને એ શહેર ની યાદો તેને યાદ આવી રહી હતી. રૂમમાં બેઠો-બેઠો વિચારો કરી રહ્યો હતો. અને પીતા એ ત્યાં આવી અને તેને જીવન નું મહત્વ સમજાવ્યું.


"દિકરા! તને સમજાવવું પડે એવું તો નથી. કારણ કે, તું મોટો થઈ ગયો છે. દુનિયાની જાણ છે તને. પરંતુ, એટલું જ કહેવા માગું છું કે, જીવનમાં કંઈ પણ થાય જીવવાનું ન છોડવું જોઈએ. આ વાતો તને સમજાય છે. પરંતુ, એક વાર વિચાર કરી જોજે! હું શું કહેવા માગું છું? આ વાક્યો પર ધ્યાન આપજે. પરિવાર ને સાથે લઈ અને ચાલવાનું છે. બસ એટલું જ કહેવા માગું છું કે, ખુશ રહેજે."

આમ, પિતા ના બોલાયેલા આ વાક્યો બાદ, અંશ વિચારવા લાગ્યો. કે, ક્યારેય નહીં અને આજેજ પપ્પા આવું કેમ કહી રહ્યા છે? આ પ્રશ્ન નો ઉત્તર તો તેના પિતા પાસે જ હતો.

*વર્તમાન સમય*

"આ લગ્ન નહીં થાય.." આ શબ્દો બોલાય બાદ બધા નું ધ્યાન હોલના એન્ટરેન્સ તરફ ગયું. આ વાક્યો બોલનારી વ્યકતિ બીજી કોઈ નહીં શ્રેયા હતી. હવે, આગળ શું થવાનું છે? એ જાણવા માટે વાંચતા રહો..

ક્રમશઃ