ફેશબુકીયો પ્રેમ - 6 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેશબુકીયો પ્રેમ - 6

અંશ ઓફિશ જવા માટેની તૈયારીમા હતો. અચાનક તેની માતા એ તેને અવાજ દઈ અને તેની પાસે આવી બેશવાનું કહ્યું.

"શું કામ છે મમ્મી? મારે ઓફિશે જવાનું છે. ઓમેય લેટ થઈ ગયો છું."

"અરે, શાંત. દીકરા! ઓલી, રમેશ ભાઈ ની ડોટર ને ઓળખે છે ને તું?"

"રમેશ ભાઈ? ઓહ! હા! રમેશ ભાઈ! રમેશ ભાઈ ની ડોટર નેહા ને? હા કેમ પૂછે છે?"

"આજ થી એ તારી સાથે ઓફિશે જવાની છે. તેની ઓફિશ ત્યાં પાસે જ છે. રોજ બસમાં જઈ અને હેરાન થાય છે. તેના પિતા એ વાત કરી એટલે મેં તને કહયું".

"અરે, મમ્મી! પણ તેને હું કઈ રીતે લઈ જઈ શકું? મતલબ એમ કેમ?"

"હું કંઈ જ નહીં સાંભળું. તું તેને સાથે લઈ ને જ ઓફિશે જજે".

"હા! હવે નીકળું? બીજું કંઈ?"

"હા! હવે જઈ શકે છે તું".

આમ, અંશ ઓફિશે જવા માટે નીકળે છે. ત્યાં તેની બિલ્ડીંગ ની નીચે નેહા ઉભી હતી.

"હાય, અંશ."

"હાય, નેહા!"

"હવે થી હું તારી સાથે જ જવાની છું."

"હા! એતો ખબર મળી મને."

"તોહ, કોઈ પ્રોબ્લેમ તો નથી ને તને? આઈ મીન કે , હું આવી શકું ને તારી સાથે?"

"ના!ના! કંઈ પ્રોબ્લેમ નથી. હવે નીકળીએ?"

"સ્યોર!"

આમ, અંશ તેના મનોમન વિચારી રહ્યો હતો કે, ( આ ક્યાં ફસાવી દીધો મને? મને ખબર છે કે , આ મમ્મી અને પપ્પા નો પ્લાન છે. આમ, છોકરીઓ ભેગી ઓફિશે મોકલે કોઈ? અને આમેય આપણે આ બધું નો ફાવે. આ મમ્મી અને પપ્પા યાર. શાંતિ થી મને ઓફિશેય નથી જવા દેતા. આમ, જોબ ની ટેન્શન ઓછી છે? કે આય ટેન્શન આવી ગઈ. શું મમ્મી? તું ફરી તારી આ યોજનામાં નિષ્ફળ જ થવાની છો. હું એમ કંઈ લગ્ન થોડી કરી જ લેવાનો છું.)

"અંશ.. અંશ..અરે શું વિચારી રહ્યો છે? કાર સ્ટાર્ટ નહીં કરે?"

"ઓહ! કંઈ ની ઓફિશ ના એક પ્રોજેકટ વિશે વિચારી રહ્યો હતો. હા કરું સ્ટાર્ટ કાર! હો!"

આમ, અંશ અને નેહા બંને દરરોજ ઓફિશે સાથે જતા. અંશ તેની સાથે ક્યારે ભળી ગયો? એ વાત ની જાણ અંશ ને પણ ન રહી. પરંતુ, અંશ શ્રેયા ને કેમ ભૂલી શકે? તેનો પહેલો પ્રેમ શ્રેયા જ હતી. અને અંશ પણ તેને ભૂલવા નહોતો માંગતો.

"અંશ! હેપ્પી બર્થ ડે ટુ યુ." નેહા એ કહયું.

"અરે, થેંક્યું નેહા. તને કઈ રીતે ખબર પડી કે, આજે મારો બર્થ ડે છે?"

"અરે! એફ.બી છે ને. એફ.બી પર મને નોટિફિકેશન મળ્યો કે, આજે તારો બર્થ ડે છે. તો મેં કીધું ચાલો ને તેની પાસે પાર્ટી લઈએ. પણ એ પહેલા આ કેક કટિંગ કરવાનું છે."

"અહીંયા? કારમાં?"

"કેમ? કારમાં કેમ નહીં? કેક કાપ હવે."

"થેંક્યું નેહા."

"ઓલવેઝ વેલકમ. પણ હું તને કંઈક કહેવા માગું છું."

"હા બોલ ને."

"અંશ આઈ થિંક આઈ એમ ઇન લવ વિથ યુ. હા અંશ! એતો નાનપણથી જ્યારે આપણે એક બીજા ના ઘેર આવતા અને જતા. ત્યાર થી આ મારો પ્રેમ તારા માટે વધતો જ ગયો છે. ભલે હું તારી જેટલી ઈન્ટેલિજેન્ટ નથી. પણ, એનો મતલબ એતો નથી ને કે, હું તને પ્રેમ ન કરી શકું?"

"નેહા! આ લવ સવ થઈ શકે છે. કોઈ થી પણ થઈ શકે. હું ના નથી કહેતો કે, કોઈ થી પ્રેમ ન કરો. પરંતુ, મારા થી? મારા થી આ બધું નહીં થાય. સોરી! મારી વાત નું ખોટું ન લગાડજે. પણ જે છે એ તારી સામે છે."

"કેમ? તારી સાથે પ્રેમ કેમ ન કરી શકું? એટલે આજ જવાબ સાંભળવા મેં તને પ્રપોઝ કરેલો? અરે, યાર ક્યાર સુધી એ શ્રેયા ની પાછળ પડ્યો રહીશ? હવે ભૂલી જા એને."

"એક મિનિટ. તું શ્રેયા ને કઈ રીતે ઓળખે છે? અને હા આ બધું તને કઈ રીતે ખબર?"

"શ્રેયા! શ્રેયા અને હું એક મોલમાં મળ્યા હતા. ભૂલ થી તેનો ફોન મારી પાસે આવી ગયેલો. મેં તેના ફ્રેન્ડ્સ ને કોલ કરી અને ફોન મારી પાસે હોવાની જાણકારી આપી. આમ, તેણે ફોન મળ્યો અને મારો આભાર પણ માન્યો. અને તે મને આ બદલ કોફી ટ્રીટ આપવા માંગતી હતી. અમેં તે જ દિવસે સાંજે કોફી શોપમાં મળ્યા. આમ, ત્યાર થી અમે એક બીજાને જાણ્યું. અને આજે પણ અમે સારા ફ્રેંડસ છીએ. તારા અને શ્રેયા ના કેટલાક ફોટોસ જોયા. તું એને છોડતો કેમ નથી? અરે અંશ લાઈફમાં મુવ ઓન કરવું પડે યાર. આમ, ક્યાર સુંધી રહીશ? શ્રેયા તારા થી પ્રેમ કરતી જ નહોતી."

"એ પ્રેમ કરે ન કરે શું ફેર પડે છે? નેહા લોકો પ્રેમમાં મરવાની વાતો કરે. પરંતુ, હું શ્રેયા સાથે જીવવા માંગુ છું. હા! એ મારા થી પ્રેમ નથી કરતી. પરંતુ, તેનો મતલબ એતો નથી ને કે, હું તેને ભૂલી જઉં? પ્રેમ મજાક તો નથી હોતો ને? આમ, કોઈના થી પણ પ્રેમ નથી થઈ જતો ને? તો મને તારા થી પ્રેમ કઈ રીતે થાય? જ્યારે હું પોતે શ્રેયા ના પ્રેમમાં છું. આપણે માત્ર સારા મિત્રો છીએ. અને રહેશું પણ. પરંતુ, આમ પ્રેમ? પ્રેમ ન થઈ શકે."

" ઓહકે અંશ. કદાચ તું સાચો જ છે. પહેલા પ્રેમ ને કઈ રીતે ભૂલી શકાય? અને એ પહેલો પ્રેમ મારી માટે તું જ છે. પરંતુ, તને આ બધું સમજાવવા નું કોઈ જ ફાયદો નથી. લે હવે છોડ આ વાત ને. ચાલો નીકળીએ હવે".


આમ, અંશ જ્યારે ઘેર પહોંચ્યો ત્યારે, નેહા ની કહેલી આ વાત વિશે વિચાર કરવા લાગ્યો. તેણે થયું કે, નેહા સાચી છે. નહીંતર એ મારી પાસે જ કેમ આવે? તેની માટે હું જ પહેલો પ્રેમ છું. આમ, અંશ આગળ શું કરવું? એ વિશે વિચાર કરી રહ્યો હતો. શું થવાનું છે આગળ? આ પ્રેમ ના ત્રિકોણમાં કોણ સિધી ફૂટપટ્ટી બનવાનું છે? આ બધું જ જાણવા માટે થોડી રાહ તો જોવી જ પડશે.

ક્રમશઃ