ફેશબુકીયો પ્રેમ - 8 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેશબુકીયો પ્રેમ - 8

"આમ, કંઈ સીધા જ પરણી જવાય? અરે, પહેલા સગાઈ કરાય. ત્યારબાદ એકાદ વર્ષ નો ગેફ અને પછી લગ્ન. આમ, ડાયરેક્ટર લગ્ન? તોહ, સગાઈ? આ તારો લાડલો પોતાનું જ વિચાર કરે છે. અરે, સમાજ ના લોકો શું વિચારશે? અરે, આમને સગાઈ નો ખર્ચો નહીં કરવો હોય? છે ક્યાં એ? મારી રજા વગર કાર્ડસ પણ છપાઈ ગયા? અને મંડપ બંધાય છે બોલો!"



"તમે શાંત રહો. માંડમાંડ તો એ લગ્ન કરવા રાજી થયો છે! એનું વિચારો ને. તમે શું આખો દિવસ સમાજ સમાજ કર્યા કરો. અરે, લોકો તો કહેશે. તેમનું કામ જ એ છે. હવે, ટેન્શન ના લો તમે. એ કરી લેશે બધું."



"વાત તો તારી સાચી છે. અંતે લગ્ન કરવા તૈયાર થયો, એ મોટી વાત કહેવાય. નહીંતર કોઈ નું માનતો જ ક્યાં હતો? ચલો એ કરી જ લેવાનો છે બધું. પણ આ બંને લગ્ન કરે છે. એ નેહા ના પિતા ને ખબર છે ને?"



"હા! એમને તો ક્યારનીય ખબર છે. તમને હવે જાણ થઈ. એનો મતલબ એતો નથી ને કે, એમને જણાવ્યું ન હોય. અરે, એમની પુત્રી છે. અને આપણી યોજના આ જ હતી ને! બંને મળે એ માટે જ સાથે મોકલતા હતા."



અંશ ના પિતા હોલમાં ન્યુઝપેપર વાંચતા હતા. અંશ તેમની પાસે જઈ બેઠો.

"પપ્પા, સગાઈ લગ્ન ના એક દિવસ પહેલા રાખી છે. અને તમને જાણ કરવાનો જ હતો. પરંતુ, પંડિત જીએ પાસે નો મુહરત આપ્યો. માટે, હું તૈયારીઓમાં લાગી ગયો. અને તમને જણાવવા નું રહી ગયું. અને હા સમાજ ની ચિંતા ન કરો. સમાજ તો કહ્યા કરે."



"છુપાઈ ને અમારી વાતો સાંભળતો હતો? કંઈ વાંધો નહીં દીકરા! તું કરે કે હું, એક જ છે ને? બસ આમ જ ખુશ રહેજે. બાકી તો જીવન છે, ચાલ્યા કરે."



લગ્ન નો દિવસ હતો. અંશ શેરવાનીમાં શોભી રહ્યો હતો. મહેમાનો ની સંખ્યા ભારી માત્રામાં હતી. પંડિત જી દુલ્હા-દુલ્હન નો ઇંતેજાર કરી રહ્યા હતા. અંતે બંને નું આગમન થાય છે. પંડિત જી લગ્ન ની વિધિઓ ની શરૂઆત કરે છે. આસપાસ મંત્રોચ્ચાર સિવાય શાંતિ નો માહોલ હતો. લોકો ભોજન મળે તેની રાહ જોઈ બેઠા હતા. ભોજન ની શરૂઆત થતા. લોકો ભોજન માટે ઉમટી પડ્યા હતા. જાત-જાત અને ભાત-ભાત ના પકવાનો હતા. આ તરફ લગ્નનો મંત્રોચ્ચાર થઈ રહ્યો હતો. અચાનક અંશ ના જીગરી દોસ્તાર અભી અને હર્ષ ત્યાં આવી પહોંચ્યા. અંશ તેમને જોઈ ખુશ પણ હતો અને આશ્ચર્યમાં પણ હતો.


"તમે બંને?અહીં? કઈ રીતે?" અંશ એ પ્રશ્ન કર્યો.

"તે તો ન બોલાવ્યા લગ્નમાં. પછી શું! તારા મામા સાથે આવ્યા છીએ. તું શહેર થી દુર ચાલ્યો ગયો હતો. પરંતુ, તારા મામા તો ત્યાં જ હતા ને? જાણવા મળ્યું કે, ભાઈ પરણી રહ્યા છે. અને એ પણ અમારી પરવાનગી વગર? કેમ? બોલાવ્યા કેમ નહીં? તારા લગ્ન થતા અટકાવશું! એ ડર હતો તને? અરે, તું ખુશ રહે એજ જોવા માંગીએ છીએ એમે." અભી એ કહ્યું.

આમ, અભી ના આ વાક્યો બાદ, અંશ ના નેત્રો માંથી અશ્રુઓની વર્ષા થવા લાગી. તે અભી અને હર્ષ બંને ને ભેટી પડ્યો.


"આભાર યાર! લગ્ન નો આમંત્રણ ન આપ્યો એ માટે સોરી. અને હવે આવી જ ગયા છો. તોહ, જવા તો નહીં જ દઉં ને?"



"અરે, પહેલે હમકો ખાના દે. બહુત ભૂખ લાગેલી હૈ. યુ નો લગ્ન તો થયા કરે. આમ, ભોજન આવશ્યક છે."


"એ ભોજન વાળી! ભાઈ બૈરું વાળા થઈ રહ્યા છે. અને તમેં ભોજન પાછળ પડ્યા છો? ચાલ આમ ચાલ. ભોજન! ભોજન! આખો દિવસ ચર્યા કરો."


"સોરી ભાઈઓ. હવે વચન આપું છું. યહ દોસ્તી તો નહીં તૂટેગી."



આમ, આ ત્રણેય ની ગાડી ફરી પાટા પર આવી હતી. લગ્ન ના મંત્રોચ્ચાર થઈ રહ્યા હતા. અચાનક પાછળ થી એક અવાજ આવ્યો. "આ લગ્ન નહીં થાય". આ વાક્ય બોલનાર છે કોણ? શું આ લગ્ન માં કોઈ બાધા તો નથી આવવાની ને? શું થવાનું છે આગળ? આ બધું જાણવા વાંચતા રહો.

ક્રમશઃ