Febookiyo prem - 7 books and stories free download online pdf in Gujarati

ફેશબુકીયો પ્રેમ - 7

"પ્રેમ! અઢી અક્ષર નો શબ્દ છે. અને એજ શબ્દ બે વ્યક્તિઓ ની લાઈફ ને બરબાદ કરી નાખે છે.ટાઈમપાસ વાલા પ્યાર, પૈસે વાલા પ્યાર, સચ્ચાં વાલા પ્યાર એન્ડ સોશિયલ મીડિયા વાલા પ્યાર. આ કેટલાક પ્રેમ ના પ્રકારો છે.એન્ડ તારો પ્રેમ સાચો છે નેહા! પરંતુ, એજ સાચો પ્રેમ હું શ્રેયા ને કરું છું. શ્રેયા સાથે ભલે હું સોશ્યિલ મીડિયા દ્વારા કનેક્ટ થયો હોઉં. પરંતુ , પ્રેમ છે તો છે. પ્રીતિ માટે કબીર વાળો પ્રેમ. હા! એજ પ્રેમ હું શ્રેયા ને આપવા માંગુ છું. લાઈફમાં કંઈ પણ થઈ જાય પણ, લાઇફપાર્ટનર ને છોડવું નહીં. બસ આજ પ્રેમ હું શ્રેયા ને આપવા માંગુ છું. હું નથી કહેતો કે, હું શ્રેયા માટે સંપૂર્ણપણે કબિર બની શકું. પરંતુ, હું એમ પણ નથી કહેતો કે, હું ન બની શકું. બસ નેહા એટલા માટે જ હું શ્રેયા ને પ્રેમ કરું છું. અને આજેય પણ તેની માટે મારો પ્રેમ છે જ. અને આ પ્રેમ ક્યાંય જવાનો નથી. હું જ્યાં સુંધી જીવવાનો છું. ત્યાર સુંધી હું શ્રેયા ને પ્રેમ કરતો જ રહીશ. બસ નેહા હવે તને તારા પ્રશ્નો ના જવાબ મળી ગયા હશે." અંશ એ કહ્યું.


"અંશ! તું સાચો છે. પણ એક વાત તો તું પણ જાણે જ છે. કે, કબિર ની પ્રીતિ તેની સાથે હતી. તેનો પ્રેમ પણ હતી. પરંતુ, તારી સાથે એવું નથી. એ તારા થી પ્રેમ જ નહોતી કરતી. આઈ નો કે, આપણે અહીં ફિલ્મો ની વાત કરવા માટે નથી આવ્યા. પરંતુ, તું ફિલ્મી થઈ રહ્યો છે. માટે મારે પણ ફિલ્મી થવું પડે ને? શ્રેયા માટે હું જીવવા માંગુ છું. એવું તુજ કહે છે ને? હું તારી માટે જીવવા માંગુ છું. બીલીવ મી અંશ! હું તને ક્યારેય નહીં છોડું. નિર્ણય તારે લેવા નો છે. તું આમ જ જિંદગી કાઢવા માંગે છે? અરે, એ તને પ્રેમ જ નહોતી કરતી યાર! તને કેમ સમજાઉં? કેટલો સમજાઉં? હવે બધું તારી પર છે. હા કે ના? મને તારો ઉત્તર જોઈએ છે. તને વિચારવાનો સમય આપું છું. જેટલા દિવસ વિચારવું હોય વિચાર. પણ ઉત્તર આપ."


આમ, ઓફિશ બાદ અંશ તેના ઘરે પરત ફર્યો. તેના મનોમન તે વિચારવા લાગ્યો કે, નેહા સાચી છે? ખરેખર હું જ ખોટો સાબિત થઈશ? આગળ શું કરવું? નેહા ને હા પાડી દઉં? પછી? શ્રેયા? શ્રેયા ને ભૂલી જાઉં? પણ નેહા સાચી છે. શ્રેયા મને પ્રેમ જ નહોતી કરતી. શું કરું? આમ, અંશ સવારે ઓફિશે જવા નીકળે છે. પરંતુ, આજે નેહા તેને ત્યાં દેખાઈ નહીં. અંશ ચિંતા માં પડ્યો. ક્યાં ગઈ હશે? કંઈ ગલત કદમ તો નથી ઉપાડ્યો ને? આમ, આ વિચારો બાદ તે નેહા ના ઘરે પહોંચે છે. ત્યાં જાણવા મળે છે કે, નેહા ઓફિશે જવા માટે નીકળી ગઈ. આમ, અંશ નેહા ની ઓફિશે પહોંચે છે. ત્યાં ઓફિસમાં જઈ અને તે નેહા ને જુએ છે. અને તેની તરફ આગળ વધે છે. અંશ ના આવવાથી નેહા આશ્ચર્યચકિત થઈ જાય છે.

"અંશ! તું અહીંયા? કેમ? કંઈ કામ હતું?" નેહા એ પ્રશ્ન કર્યો.


"ખરેખર તું આજે મારી સાથે ન આવી ને? માટે મને ટેન્શન આવી ગયું કે, ક્યાં ગઈ?"


"ચિંતા ન કર અંશ! હું ક્યાંય નથી જવાની. બોલ બીજું તો કંઈ નથી ને?"


"સાચું કહું? નેહા! આઈ લવ યુ. હા! મારી સામે આમ જો નહીં."

અને આ વાક્ય બાદ ઓફિશમાં તાડીયોનો ગડગડાટ થયો.

"અંશ! આમ, અચાનક પ્રપોઝ કરીશ એવું વિચાર્યું નહોતું. તું આવો ડેરીંગબાજ છે? મારો જવાબ તો તને ખબર જ છે?"


ત્યારબાદ નેહા ના બોસ ત્યાં આવી અંશ અને નેહા ને શુભેચ્છાઓ આપે છે.


"અરે, ગાઈસ! એક મિનિટ. મેન બાત તો અબ બોલની હૈ.(અંશ તેના એક પગ પર બેસી અને ગુલાબ નો ફૂલ હાથમાં લે છે.) વિલ યુ મેરી મી નેહા?"

ફરી તાડીયો નો ગડગડાટ થાય છે.

"ના કહું તો ચાલશે ને? અરે, મજાક કરું છું. હા અંશ! હું તારી સાથે પરણવા તૈયાર છું."



આમ, અંશ અને નેહાનો પરિવાર તેમના આ નિર્ણય થી આનંદ માં હતો. આ તરફ લગ્ન ની તૈયારીઓ થઈ ચૂકી હતી. બધાજ સબંધીઓ ને કાર્ડસ અપાઈ ગયા હતા. ઘર ની સજાવટ ની તૈયારીઓ ચાલી રહી હતી. લગ્ન માટે ની ખરીદીઓ ચાલી રહી હતી. મહેમાનો આવવાની શરૂઆત થઈ ચૂકી હતી. અંતે અંશ ને નેહા માટે ફીલિંગ્સ જાગી હતી. તેનો પ્રેમ નેહા માટે વધ્યો હતો. પરંતુ, હજું ક્યાંક તેના મનમાં શ્રેયા તો હતી જ. પરંતુ, શ્રેયા ને ભુલાવવા તેની પાસે નેહા હતી. આમ, અંશ અંતે પરણવા જઈ રહ્યો હતો. પરંતુ, આગળ કોઈ ટ્વીસ્ટ તો નથી આવવાનો ને? કહીં દુલ્હે કા મન તો નહીં બદલ જાયેગા? આવા કેટલાક પ્રશ્નો ના ઉત્તર મેળવવા માટે થોડી રાહ તો જોવી જ પડશે.

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED