ફેશબુકીયો પ્રેમ - અંતિમ ભાગ Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફેશબુકીયો પ્રેમ - અંતિમ ભાગ

"શ્રેયા! તું અહીંયા? કઈ રીતે?" અંશ એ કહ્યું.

"હા! હું અહિયાં. કેમ, મને ભૂલી ગયો? શહેર છોડી ને ગયો ત્યારે તારા મિત્ર એ પત્ર આપ્યો. પત્રમાં તું મને કેટલો પ્રેમ કરે છે? એ તો તે જણાવ્યું. પરંતુ, તે કેમ માની લીધું કે પેલો છોકરો મારો પ્રેમી જ હશે. હા, એ વ્યક્તિ એ મારો હાથ પકડેલો. અને તેની સાથે મારી સગાઈ પણ થવાની હતી. માટે જ તે મારી સાથે ફરતો. અને હું જ એ સગાઈ માટે રાઝી થઈ હતી. પરંતુ, જ્યારે થી તને મળી ને! ત્યાર થી જ બધુ બદલાઈ ગયું. તારી માટે મારે પણ પ્રેમ હતો. પરંતુ, હું કહી નહોતી શકતી. કારણ કે, તું ટોપો કંઈ બોલે તો ને. મને થતું કે, તું મને કહીશ. પરંતુ, તમે તો નીકળી ગયા શહેર. એ પણ એડ્રેસ આપ્યા વગર. હવે , તું જ કે, હું કઈ રીતે જવાબ આપું? અને એફ.બી પર ખાતું પણ બંધ પડ્યું છે."


"અંશ આ છોકરી કોણ છે?" અંશ ની માતા એ પ્રશ્ન કર્યો.



"મોમ! એ બધું સમજાવવા નું સમય નથી. શ્રેયા પરંતુ, તને મારા લગ્ન વિશે ખબર કઈ રીતે પડી?"



" આ તારી લાઈફપાર્ટનર છે ને? સો ઓફ કરવા માટે એફ.બી પર ફોટોશ અપલોડ કર્યા. હવે, હું અહીં શોપિંગ કરવા આવી હતી. અને નેહા નું ઘર પણ જોયું હતું. આમ, કાલે જ મને જાણ થતાં હું નીકળી ગઈ. અને તારી પાસે પહોંચી ગઈ. મેં નેહા ને કહ્યું પણ હતું કે, હું તારા થી પ્રેમ કરું છું. પરંતુ, મને લાગે છે કે, આ વાત ની તને જાણ કરાઈ નથી."


"નેહા! આ બધું શું છે? તને તો ખબર જ છે ને કે, હું શ્રેયા ને કેટલો પ્રેમ કરું છું? તોહ, આ બધું?"


"કેમ કહું? તારા અને મારા લગ્ન થઈ રહ્યા હતા. અને હું તારા થી કેટલો પ્રેમ કરું છું? તોહ, હું શા માટે જણાવું તને?" નેહા એ કહયું.



"તારા થી આવી અપેક્ષા નહોતી. પરંતુ, શ્રેયા આ બે લખોટા તો હતા. તેઓ મારા મામા સાથે આવ્યા છે. તેમને પૂછી લીધું હોત."




"અરે, સૌથી પહેલાં હું તેમની પાસે જ ગયેલી. પરંતુ, આ બંને એ કહ્યું કે, ના એડ્રેસ તો અમારી પાસે પણ નથી.



"અરે, તારા મામા ની વાત તો અમારા મગજ માં જ ન આવી. અને આ હર્ષિયો? કેટલાક દિવસો થી મગજ નું દહીં કરી રહ્યો હતો. માટે મામા નો વિચાર જ ન આવ્યો. એ, તો મામા અમને હરિયા ની દુકાન પાસે દેખાયા. ત્યારે, અમને યાદ આવ્યું કે, મામા ને તો ખબર જ હશે ને એડ્રેસ?"


"અંશ! મને ખબર છે કે, તું આજેય પણ મને પ્રેમ કરે છે. માટે જ હું કહી રહી છું કે, અંશ આઈ લવ યુ. વિલ યુ મેરી મી? અંશ! નિર્ણય તારે લેવાનો છે. તું ના પાડીશ ને! તો પણ મને ખોટું લાગવાનું નથી. અંતે તારી જ લાઈફ છે. તું મન ફાવે એમ જીવી શકે છે."



"શ્રેયા! હું તારા થી આજેય પણ પ્રેમ કરું છું. અને આગળ પણ કરતો રહીશ. તું જ મારો સાચો પ્રેમ છે. નેહા! જો, એ મને પ્રેમ કરતી હોત ને, તોહ મારી સાથે દગો જ ન કરત. તારા એ મેસેજ અંગે જાણ પણ ન કરી મને? નેહા? તું આવું વર્તન કરીશ? એવું વિચાર્યું નહોતું. અંતે શ્રેયા જ મારો પહેલો પ્રેમ છે. અને રહેશે પણ. અગર તું કોઈ વ્યક્તિ ને છોડી ને આવી છો. તો, હું પણ તારી માટે કોઈ ને પણ છોડી શકું. શ્રેયા હું પણ તને પ્રેમ કરું છું. અને તારા લગ્નના બંધન માં બંધાવવા તૈયાર છું."



"અંશ! આ તું શું કહી રહ્યો છે? આવું-" અંશ ની માતા વાક્ય પૂરું કરે, તે પહેલા અંશ ના પિતા એ તેને ટોકતા કહ્યું.


" લાઈફ અંશ ની છે. આગળ અંશ ને જીવવા નું છે. આ બાબતમાં આપણે વરચે ન પડવું જોઈએ. જીગર ભાઈ( નેહા ના પિતા) આવ્યા છો, તો હવે જમીને જ જજો. ધન્યવાદ".


"અરે, લગ્ન જ નહોતા કરવા તો આ બધા નાટક કેમ કર્યા? ખાલી ફોકટમાં અમારી પુત્રી ને ફસાવી રહ્યા છો. આવા આરોપ લગાવવો અને હું ચૂપ બેસી રહું? અરે, નેહા એ દગો નથી કર્યો. આ છોકરી અને તમારો છોકરો બંને ગડબડ છે. પહેલા તમારા ને સંભાળો. અરે, હું પાંચ વર્ષ અમેરિકામાં રહી ને આવ્યો છું. મારી આ વેલ્યુ? તું મજૂર ની જેમ કાર્ય કર્યા કરતો. મને નીચો દેખાડે છે? તમે શું સગાઈ તોડશો? હું જ આ સગાઈ તોડી રહ્યો છું. ચાલ, નેહા."


આમ, આ વાક્યો સાંભળી ને પણ જીતુ ભાઈ ચૂપ રહ્યા. તેમના ના મો પર મુસ્કાન હતી.


" પપ્પા! એ વ્યક્તિ તમારા વિશે આવું બોલી ગયો? અને તમે શા માટે ચુપ છો? ચાલ અભલા દૈઆઈએ સો ઓફ ને બે-ચાર"


"ના અંશ! રહેવા દે. એ વ્યક્તિ અંદર થી જાણે છે કે, કોણ સાચું છે? આપણે સમજાવવા ની જરૂરત નથી. આ તારી પ્રેમકથા વિશે મને ક્યારનીય ખબર હતી. નેહા સાથે લગ્ન કરી રહ્યો હતો. ત્યારે, મને થયું કે, શુ થયું આને? ઓલી ને ભૂલી ગયો કે શું? પણ ના! તું શ્રેયા ને ભુલ્યો નથી."



આમ, અંશ ને લાગ્યું પપ્પા સાચા છે.


"પરંતુ, પપ્પા આ પ્રેમકથા વાળી વાત તમને કઈ રીતે ખબર?


"અરે, દિકરા! એફ.બી. પર તે ભૂલ થી શ્રેયા ની જગ્યા એ મને મેસેજ મુકી દીધેલો. અને તું વારંવાર શ્રેયા... શ્રેયા... કરી રહયો હતો. માટે મને દાળમાં કંઈક કાળું લાગ્યું. અને તારા આ મિત્રો પાસે થી વાત જાણી લીધી.



"અરે! આ વાત આ બંને એ મને જણાવી જ નહીં? ચાલો જે થાય છે, એ સારા માટે જ થાય છે."



અંતે આ પ્રસંગમાં કેટલીક બાધાઓ આવી. પરંતુ, આ પ્રેમ ફેશબુક ના માઘ્યમ થી સ્ટાર્ટ થયો હતો. અને ફેશબુક ના માધ્યમ થી જ પૂર્ણ પણ થયો. અંતે અંશ ને તેની શ્રેયા મળી.


"ચલો, ફૂલો કે કારણ યહ પ્રેમ કથા સ્ટાર્ટ હુઈ થી. અબ ફૂલો કે બરસાને પે મિલન હો જાએગા". હર્ષ એ કહ્યું.


"એય, હર્ષિયા! એ ફૂલો અલગ અને આ ફૂલો અલગ. કંઈ પણ? ફુલા ને ફૂલ ને? હિંદી અને ગુજરાતી ના શબ્દો ને મિક્સ કરી અને, વાક્યો બનવનારા વ્યક્તિ. આજે હવે, શાંત રહેજે વરના તેરે કો કોઈ નહીં મિલેગી".


આમ, ફરી લગ્ન ની વિધિ શરૂ થઈ. આ વિધિઓ વખતે એક છોકરી હર્ષ ની પાસે આવી ને કહી ગઈ.


"મને તમારો સેન્સ ઓફ હ્યુમર ગમ્યું.કોમેડિયન બનવા માંગતા હોવ તો , વાત ચલાઉ? આ રહ્યાં મારા નંબર. આની પર કોન્ટેક કરજો."


"હેય! અબ તોહ, યહ ભાઈ ભી? હર્ષિયા હવે તો કહેવું જ પડશે કે, ભાઈ ગોઠવાઈ ગયા છે."


આમ, અભી ના આ વાક્ય બાદ લગ્નમાં ઉપસ્થિત મહેમાનો હસવા લાગ્યા. આમ, સ્ટોરી ની શરૂઆત કોમેડી સાથે અને અંત પણ એવું જ. અંતે, કોમેડી કિંગ ને પણ તેની ક્વીન મળી. આમ, કહાની નો અંત પણ હેપ્પી થયો.

સમાપ્ત....