પ્રેમ કે પ્રતિશોધ-25
(આગળના ભાગોમાં જોયું કે શિવાની અને અજયના મર્ડરનો સબંધ પ્રેમ સાથે છે એવું અર્જુનને રાધી અને વિનય દ્વારા જાણવાં મળે છે. અર્જુન પ્રેમ વિશે જાણકારી મેળવવા માટે કોલેજેથી તેનો એડ્રેસ લઈને ત્યાં જવા માટે રમેશ સાથે નીકળે છે.)
હવે આગળ.....
અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં મહેસાણા-વિસનગર હાઇવે પરનું એડ્રેસ હતું.
પ્રેમના કોલેજના ફોર્મમાં લખેલું એડ્રેસ હતું...
રાજેશભાઈ ધીરજભાઈ ખત્રી,
પ્રેમ વિલા,
ઓન મહેસાણા-વિસનગર હાઇવે,
નિયર- સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ,
મહેસાણા
અર્જુને મહેસાણા પોલીસની મદદથી એ સ્થળ વિશેની જરૂરી માહિતી મેળવી લગભગ દોઢ કલાક જેટલા સમયમાં અર્જુન અને રમેશ તે સ્થળે પહોંચ્યા. વિસનગર પોલીસ સ્ટેશનથી બે કોન્સ્ટેબલ તેમની પહેલા જ ત્યાં પહોંચી ગયા હતા અને પ્રેમવિલાના સામેની બાજુ હાઇવે પર અર્જુનની રાહ જોઈ રહ્યા હતા.
અર્જુનના ત્યાં પહોંચતા જ બંને માંથી એક કોન્સ્ટેબલ અર્જુન પાસે આવી પોતાનો પરિચય આપતાં કહ્યું,“સર હું હેડ કોન્સેબલ સમશેર અને આ કોન્સ્ટેબલ રામસિંગ"
“તો આ રસ્તાની સામે જ જવાનું છે?"અર્જુને પૂછ્યું.
“હા સર"રામસિંગે કહ્યું.
અર્જુન બધા સાથે પ્રેમવિલાના ગેટ પાસે પહોંચે છે. ગેટ પર સિક્યોરિટી ગાર્ડ અર્જુન અને એની સાથે આવેલા પોલીસ કર્મચારીઓને જોઈને કેબિનમાંથી બહાર આવે છે.
“રાજેશભાઈ અહીં જ રહે છે ને?"રમેશે પૂછ્યું.
“જી સાહેબ, પણ અત્યારે તો સાહેબ કામથી બહાર ગયા છે. તમારે થોડી રાહ જોવી પડશે."ગાર્ડે જવાબ આપ્યો.
રાજેશભાઈ અહીંના વિસ્તારના જાણીતા એવા ટેક્સટાઇલ બિઝનેસમેન અને ધનવાન વ્યક્તિ હતા. રોજ ઘણા બધા વ્યક્તિઓ તેમને મળવા આવતાં. એટલે પોલીસને જોઈને ગાર્ડને કોઈ અચરજ થયું નહીં.
“કેટલી વાર લાગશે?"સમશેરે પૂછ્યું.
“એકાદ કલાકમાં સાહેબ આવી જશે, ત્યાર સુધી તમે અંદર બેસી રાહ જોઈ શકો છો."આટલું કહી ગાર્ડે બાજુમાં બગીચામાં કામ કરતા એક વ્યક્તિને પાસે બોલાવ્યો અને કહ્યું,“ગિરધર, સાહેબને ગેસ્ટ રૂમ સુધી લઈ જા, ચા-પાણી અને નાસ્તો વગેરે...."
ગાર્ડને વચ્ચે અટકાવતાં રામસિંગે કહ્યું,“ના ના, ચા-પાણીની જરૂર નથી."
રામસિંગ હજી આગળ કઈ બોલે તે પહેલાં ગિરધરે કહ્યું,“ સાહેબ, એ તો રાજેશભાઈનો હુકમ છે કે કોઈ પણ મહેમાન આવે એને કોઈ તકલીફ ન પડવી જોઈએ અને મહેમાનગતિ પણ થવી જોઈએ"
“ઠીક છે. ચાલો ત્યારે અંદર બેસીને જ રાહ જોઈએ."અત્યાર સુધી શાંત ઊભેલા અર્જુને કહ્યું.
બધા ગિરધર સાથે આગળ ચાલે છે. અર્જુન આખા ઘરનું અને આજુબાજુના વિસ્તારનું નિરીક્ષણ કરી રહ્યો હતો.
ખરેખર પ્રેમવિલા કોઈ મહેલથી કમ નહોતું. ગેટથી અંદર પ્રવેશતાં જ ડાબી બાજુ મોટું એવું સ્વિમિંગ પુલ અને જમણી બાજુ એક બગીચો હતો. વિલાની અંદર પ્રવેશતાં સૌપ્રથમ એક હોલ શરૂ થતો જેની મેઈન ડોરની સામે બંને બાજુના ખૂણા પર ઉપર જવા માટેના દાદરા હતા. નીચે ચાર અને ઉપર ચાર એમ કુલ આઠ મોટા રૂમ તેમજ એક મોટું કિચન,સ્ટડીરૂમ અને સ્ટોરરૂમ...... ટૂંકમાં કહીએ તો કોઈ રાજા-મહારાજાનો અતિ ભવ્ય મહેલ હોઈ તેવી બનાવટ હતી. અને લગભગ તમામ સામાન વ્યવસ્થિત રીતે ગોઠવેલ તેમજ દીવાલ પર અત્યંત સુંદર પેંટિંગ્સ હતી.
ગિરધરે હોલમાં જ વચ્ચે જ્યાં બેસવા માટે સોફા વગેરેની વ્યવસ્થા હતી ત્યાં જઈને કહ્યું,“બેસો સાહેબ, હું તમારા માટે ચા-નાસ્તો લઈ આવું...."
ગિરધર આટલું કહી કિચન બાજુ ચાલ્યો ગયો.
તેના ગયા પછી રમેશે અર્જુનને ઉદ્દેશીને કહ્યું,“સર, અચરજની વાત છે. આવડા મોટા મહેલ જેવડા ઘરમાં નોકર સિવાય કોઈ દેખાયું જ નહીં. ના પ્રેમ કે ના તેના પરિવારજનો."
અર્જુને રમેશને જવાબ આપતા કહ્યું,“આમ જ હોઈ રમેશ, આવડા મોટા ઘરમાં પરિવારજનો કરતાં નોકર-ચાકર જ નજરે......."
અર્જુન હજી આગળ બોલે તે પહેલાં રમેશ આમતેમ દ્રષ્ટિ ફેરવતો હતો ત્યાં તેની નજર દીવાલ પર જઈને અટકી અને એના મુખમાંથી શબ્દો સરી પડ્યા,“Oh My God Sir...."
અર્જુને રમેશને આમ અચંબિત થયેલ જોઈને પૂછ્યું,“કેમ શુ થયું?"
રમેશે સામેની દીવાલ જે અર્જુનની પાછળની બાજુ હતી તે તરફ આંગળી ચીંધતા કહ્યું,“આ બાજુ જુવો સર...."
અર્જુને પાછળ ફરીને રમેશનું ધ્યાન હતું તે બાજુ નજર ફેરવી સામેનું દ્રશ્ય જોઈને અર્જુનના ચહેરાના ભાવ પલટાયા.....
******
“હેલ્લો વિનય"નિખિલે ફોન રિસીવ થતા કહ્યું.
“હમ્મ"
“યાર, તને અને રાધીને ડાઉટ હતો તો એક વખત અમારી સાથે તો વાત કરવી જોઈએ ને."
“એવું નથી નિક, મને એમ કે રાધી ભયભીત છે. અને આ માત્ર એની શંકા છે. એટલે તમને બધાને કહી ને નાહકનું ટેન્શન આપવું ને."
“અને હવે તને શું લાગે છે? માત્ર શંકા કે સત્યતા?"
“જો નિક, રાધીની વાત માનીએ તો સત્ય અને મારા મતે તો એ રાધીનો ભ્રમ જ છે."
“અને તને એવું કેમ લાગે છે?"
“જો નિક, એણે રાધીને પ્રપોઝ કરી હતી. તો કદાચ આપણે વિચારીએ કે પ્રેમ બદલો લે છે તો એ સૌથી પહેલા રાધી..... તું સમજે છે ને હું શું કહેવા માગું છું."
“હું તો સમજું છું. પણ તું નહીં સમજતો... તું એ વિચાર એણે રાધીને પ્રપોઝ શા માટે કરી હતી?"
“એના મનમાં રાધી પ્રત્યે લાગણી હશે એટલે...."
“અરે એમ નહીં, એણે રાધીને પ્રપોઝ એટલા માટે કરી કારણ કે એને કોઈએ કહ્યું હતું કે રાધી પણ એને..."
“ઓહ...તો તું એમ કહેવા માંગે છે કે શિવાની અને અજયે તેને ઉશ્કેર્યો હતો રાધીને પ્રપોઝ કરવા અને રાધીએ એને અપમાનિત કર્યો એનું કારણ શિવાની અને અજય હતા એટલે....."
“અને હું પણ...."
“તો તું કહેવા શુ માંગે છે?"
“એજ જે તું વિચારે છે...."
“મતલબ તારા વિચાર પ્રમાણે જો આ કામ પ્રેમનું હોઈ તો તેનો હવે પછીનો ટાર્ગેટ તું છો....એમ ને"
“હા અને મને હવે ડર પણ લાગે છે યાર. આપણે કઈક કરવું પડશે...."
“મારી પાસે એક આઈડિયા છે..." વિનયે થોડીવાર વિચારીને કહ્યું...
“શું?"નિખિલે ઉત્સુકતાથી પૂછ્યું.
“આમ ફોન પર નહીં, આપણે બધાએ ડિસ્કસ કરવું પડશે...કાલે કોલેજે જઈએ ત્યારે એના વિશે વાત કરીએ..."
“ok પણ યાર જલ્દી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું કંઈક કરજે..."
“ok, bye,કાલે વાત કરીએ"
“hmm, bye"“શું?"નિખિલે ઉત્સુકતાથી પૂછ્યું.
“આમ ફોન પર નહીં, આપણે બધાએ ડિસ્કસ કરવું પડશે...કાલે કોલેજે જઈએ ત્યારે એના વિશે વાત કરીએ..."
“ok પણ યાર જલ્દી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું કંઈક કરજે..."
“ok, bye,કાલે વાત કરીએ"
“hmm, bye"
વધુ આવતાં અંકે....
રમેશ અને અર્જુન શા માટે આશ્ચર્યચકિત થઈ ગયા?
શું હશે વિનયનો પ્લાન(આઈડિયા)?
અને હા, હજી વિનય અને રાધીની લવસ્ટોરી જોવા ભૂતકાળમાં પણ ડોકિયું કરશું.....
માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર....
*****
વાંચકમિત્રોનો જે સહકાર મળ્યો તે બદલ ખુબ ખુબ આભાર......
અને હા એક વિનંતી કે આપના અભિપ્રાય ચોક્કસ આપશો જેથી હું મારા લખાણમાં યથાયોગ્ય પરિવર્તન લાવી શકું તેમજ વધારે સારી રચનાઓ આપ સમક્ષ પ્રસ્તુત કરી શકુ.........
આભાર.
વિજય શિહોરા-6353553470