અનહદ.. - (5) Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનહદ.. - (5)

મિતેશ વિચારતો હતો કે એવું તો શું માંગશે આશા..!!

પણ ત્યાં જ આશા બોલી ઉઠી, 'એવી કોઈ વસ્તુ છે જ નહિ જે મારાથી તમારો પીછો છોડાવી શકે!' 'તમને એવી આશા છે કે આ આશા તમારો પીછો છોડશે!' તો ભૂલી જાવ.

'તારું કંઈજ ન થઈ શકે.' કહી મિતેશ ચાલતો થઈ ગયો.

'મારાથી તમને કોઈ બચાવી નહીં શકે એ યાદ રાખજો.' પાછળથી આશા નો અવાજ આવતો રહ્યો, પણ તેને પાછું વળી ન જોયું કદાચ તે પણ સમજી ગયેલો કે એ નથી છોડવાની.

પણ આશાએ તો નક્કી જ કરી નાખેલું કે કોઈ પણ રીતે તેની સાથે દોસ્તી કરવી જ છે,
ખરેખર એવું જ થયું,
જેવો મિતેશ દેખાય કે આશા તેને પરેશાન કરવાનું ચાલુ કરે.
લાઈબ્રેરી માં વાંચતો હોઈ તો તેની બુક ખેંચી ને ભાગી જવું, તેને ખબર ન પડે એમ તેની પીઠ પાછળ 'સ્માઇલી' નું પોસ્ટર ચિપકાવી દેવું,
તેને કોઈપણ સમયે મેસેજ મોકલવા અથવા તો કોલ કરવો,
તેની બેગ છુપાવવી, એવું તો ઘણું. ટૂંકમાં મિતેશ ને પરેશાન કરવાનું કોઈ બહાનું તે ન છોડતી.

મિતેશ પણ ચૂપચાપ તેની મજાક નો ભોગ બન્યા કરતો, તેને પણ આશા ની એ બધી બચકાની હરકતો ગમવા લાગી.
ધીમે ધીમે બંન્ને વચ્ચે દોસ્તી થવા લાગી અને દોસ્તી ગાઢ બનવા લાગી.
તે મિતેશ ના ગેરેજ પર જતી, તેને મદદ પણ કરતી, ક્યારેક કામ વધારતી પણ!
મિતેશ ને કામ કરતો જોવું તેને બહુ ગમતું.
મિતેશ ને પણ તેનું સાથે હોવાનું સારું લાગતું.
બંન્ને વચ્ચે એક અલગ પ્રકાર નું કનેકશન થઈ રહ્યું હતું પણ મિતેશ વધુ પડતો ગંભીર હોવાના કારણે સમજી નહોતો શકતો, અને આશા તો હતી જ નાસમજ બાળક જેવી ભોળી.

મિતેશ ના જીવન માં આશા ના આવ્યા પછી, તેનામાં ઘણો બદલાવ આવી ગયો, પહેલાં તેનું પોતાનું કહી શકાય એવું કોઈ નહોતું પણ હવે આશા તેના માટે પોતાના થી પણ વિશેસ હતી.
પોતાનું સુખ દુઃખ બધું તે એની સાથે વહેંચતો,
મિતેશ ની વાતો સાંભળી આશા ક્યારેક રડી પડતી તો ક્યારેક હસી પડે.

જોતજોતામાં કોલેજ ના ત્રણ વર્ષ પુરા થઈ ગયાં, બન્ને સારા રિઝલ્ટ સાથે ઉત્તીર્ણ થયા.
પોતાના પિતા ને કહી મિતેશ ને પણ સારી કોલેજ માં ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન અપાવ્યુ.
ત્યાં પણ બંન્ને મોટાભાગે સાથે જ જોવા મળતા.

એક દિવસ તે મિતેશ પાસે આવી વળગી પડી અને રડવા લાગી,
અરે પાગલ, શું થયું એ તો કહે!, મિતેશએ તેના માથે હાથ ફેરવતાં પૂછ્યું. આશા આજ પહેલી વખત ગળે લાગી આ અનુભવ તેના માટે નવો હતો.

'પપ્પા એ મુંબઇમાં નવી કંપની ચાલુ કરી છે.' તે રડતાં રડતાં બોલી.

'તો શું થયું? એતો સારી વાત કહેવાય ને!' મિતેશ બોલ્યો.

'શું સારી વાત, તને કંઈ સમજાતું જ નથી, અમારે મુંબઇ રહેવા જવું પડશે, મારે પણ મુંબઇ જવું પડશે.' કહી મિતેશ ની છાતી પર હળવો મુક્કો માર્યો.
'કેમ રહેવાસે તારા વગર. મારે એક જ તો દોસ્ત છે, તું'

હવે મિતેશ ને ઝટકો લાગ્યો, પણ ઝટકા ની તો તેને પહેલે થી જ આદત હતી.
'કોઈ વાંધો નહીં, એક બે વર્ષ જ છે, મારુ ભણવાનું પત્યે હું પણ ત્યાં આવી જઈશ.' કહી આશા તથા પોતાના મન ને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

જેમ તેમ આશા ને શાંત કરી સમજાવી અને તેઓ છુટા પડ્યાં


**** ક્રમશઃ ****


આ વાર્તા ના પાત્રો, સ્થળ અને પ્રસંગો કાલ્પનિક માત્ર છે.

(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો. અને હા, સારું લાગેતો સૌને કહેજો, સારું ન લાગે તો માત્ર મને કહેજો.)

?વ્યસ્તતા ને કારણે આપના રેટિંગ્સ પર આભાર વ્યક્ત ન થઇ શકે તો માફ કરજો?

© ભાવેશ પરમાર


*** આભાર ***