આર્યરિધ્ધી - ૨૪ અવિચલ પંચાલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યરિધ્ધી - ૨૪

પ્રસ્તુત છે મારા પ્રથમ પંક્તિસંગ્રહ રિધ્ધી : તું અને તારું નામની પાંચમી કવિતા.

શોધી રહ્યો છું તને તારામાં
નામ શોધ્યું છે તારા માં

ન જાણે છે કોઈ તને તારામાં
જાણું છું તારા નામ ને તારામાં

છે તું પરિપૂર્ણ તારામાં
પણ અધુરો હું તારામાં

શોધવી છે ખુશી તારામાં
ઢંઢોળવું છે ભવિષ્ય તારામાં

બની વિષ્ણુ જોવું શ્રી ને તારામાં
બની આર્યવર્ધન જોવું રિધ્ધી ને તારામાં

આગળ ના ભાગ માં જોયું કે આર્યવર્ધન રિધ્ધી ની મુલાકાત તેની ફોઈ ની દીકરી, તેની બહેન મેગના સાથે કરાવે છે. મેગના આર્યવર્ધન ના ભાઈ રાજવર્ધન ની પત્ની હોય છે. આર્યવર્ધન રિધ્ધી અને મેગના ને જણાવે છે કે વિપુલ ની બહેન નિકિતા આશિષ સાથે ભાગી ને લગ્ન કરી લે છે. વિપુલ નિકિતા એ ભરેલા પગલાં થી નારાજ થાય છે એટલે તે નિકિતા ને ક્યારેય શોધવા નો પ્રયત્ન નહીં કરે એવો નિર્ણય કરે છે. હવે રિધ્ધી આર્યવર્ધન તરફ વધારે આકર્ષાય છે. રિધ્ધી બધા સાથે પાછા આવતી વખતે નીચે પડી જાય છે. આર્યવર્ધન તેને ઉભા થવામાં મદદ કરે છે પણ રિધ્ધી ચાલી શકે તેમ નથી હોતી એટલે આર્યવર્ધન રિધ્ધી ને ઊંચકી લે છે. અને રિધ્ધી ને તેના રૂમ માં લઇ જાય છે.
જ્યારે રિધ્ધી ને આર્યવર્ધન બેડ પર સુવડાવે છે ત્યારે રિધ્ધી આર્યવર્ધન ને કિસ કરે છે. ત્યાર પછી આર્યવર્ધન ઉભો થવા જાય છે ત્યારે રિધ્ધી તેનો કોટ પકડી લે છે. તેને જવાની ના પાડે છે. હવે આગળ...

આર્યવર્ધન થોડી વાર રિધ્ધી પાસે બેસે છે. રિધ્ધી નો હાથ પકડીને રિધ્ધી ને કહે છે કે આ બધું અત્યારે યોગ્ય નથી. રિધ્ધી આર્યવર્ધન ની વાત સમજી જાય છે. અને હકાર માં ફક્ત માથું હલાવે છે. આર્યવર્ધન રિધ્ધી ને થોડી વાર આરામ કરવા નું કહી ને ત્યાં થી તેના રૂમ માં જાય છે.

રિધ્ધી આર્યવર્ધન ના ગયા પછી ઘળીયાળ તરફ નજર કરે છે. ત્યારે ઘળીયાળ માં સાડા છ વાગ્યા નો સમય થયો હતો. સાંજ નો જમવા નો સમય હજી થયો ન હતો એટલે રિધ્ધી સુઈ જવાનો પ્રયત્ન કરે છે પણ તે ઊંઘી શકતી નથી.

રિધ્ધી આર્યવર્ધન ના વિચારો માં ખોવાઈ ગઈ હતી. રિધ્ધી આર્યવર્ધન નું વ્યક્તિત્વ સમજી શકતી નહોતી. સૌથી પહેલાં તો આર્યવર્ધને તેના માતાપિતા ની હત્યા કરી હતી. બીજું કે આર્યવર્ધને રિધ્ધી ના ખોવાઇ ગયેલા પરિવાર નો એક ભાગ એવી મેગના ને તેની સાથે મિલન કરાવ્યું હતું. અને થોડી વાર પહેલાં રિધ્ધી એ સામે થી તેની સાથે સહવાસ માટે ઈશારો આપ્યો પણ આર્યવર્ધન ના પાડી ને જતો રહ્યો.

રિધ્ધી વિચારો માં ખોવાયેલી રહી તેમાં સમય કેવી રીતે પસાર થઇ ગયો તેનું ધ્યાન જ રહ્યું નહીં. તેના રૂમ દરવાજો નોક થયો એટલે રિધ્ધી બેઠી થઈ અને કમીન એમ કહ્યું એટલે દરવાજો ખુલ્યો. રિધ્ધી એ જોયું કે આર્યવર્ધન એક ડોક્ટર ને લઈને આવ્યો હતો.

ડૉક્ટરે રિધ્ધી નો પગ ચેક કર્યા પછી કહ્યું, સામાન્ય મોચ છે. એટલે બે દિવસ સુધી માં ઠીક થઈ જશે અને ત્યાં
ચાલવાનું બંધ રાખવું પડશેપછી ડોક્ટર રિધ્ધી ને પગ પર એક પાટો બાંધી આપે છે.એક પ્રિસ્ક્રિપ્શન લખી આર્યવર્ધન આપી ને જાય છે. જતી વખતે ડોક્ટર આર્યવર્ધન ને કહે છે, તમારી પત્ની ની સારી રીતે સારસંભાળ રાખજો.

આ સાંભળી ને રિધ્ધી નો ચહેરો શરમ થી લાલ થઈ ગયો. તે જોઈ ને આર્યવર્ધન હસી પડ્યો. ડોક્ટર ના ગયા પછી મેગના અને રાજવર્ધન રિધ્ધી માટે જમવાનું લઈ ને આવે છે. મેગના અને રાજવર્ધન ના આવ્યા પછી આર્યવર્ધન ડોક્ટરે આપેલું પ્રિસ્ક્રિપ્શન રાજવર્ધન ને આપી ને એ દવાઓ લાવવા માટે કહે છે.

એટલે રાજવર્ધન દવાઓ લેવા માટે જાય છે. મેગના ને જોઈને રિધ્ધી ના મનમાં એક પ્રકારની શાંતિ અનુભવે છે. આર્યવર્ધન રિધ્ધી નો હાથ પકડીને તેને ઉભા થવા માં મદદ કરે છે. તેને બાલ્કની પાસે રહેલા ડાઇનિંગ ટેબલ પર બેસાડે છે.

મેગના જે જમવાનું લઈ ને આવી હતી તે ડાઇનિંગ ટેબલ પર ગોઠવે છે. ત્યાર બાદ આર્યવર્ધન ત્યાં થી તેના રૂમ માં જાય છે. અને ક્રિસ્ટલ રિધ્ધી ના રૂમ માં આવે છે. મેગના પોતાના હાથે થી જમવા નો કોળીયો રિધ્ધી ને ખવડાવતી હતી. મેગના અને રિધ્ધી બંન્ને માટે આ આનંદ ની ક્ષણ હતી કેમકે બંને ને પોતાનું કહી શકાય એવું પરિવાર નું એક સભ્ય મળી ગયું હતું.

ક્રિસ્ટલ મેગના ને જોઈ ચોકી ગઈ. ક્રિસ્ટલ ને જોઈ રિધ્ધી એ તેને પોતાની પાસે બેસવા માટે કહ્યું. ક્રિસ્ટલ રિધ્ધી ની બીજી બાજુ ખુરસી માં બેઠી. રિધ્ધી ના પગ પર પાટો બાંધેલો જોઈ ક્રિસ્ટલ વધુ ચોંકી ગઈ. તેણે રિધ્ધી ને પૂછ્યું, તારા પગ પર પાટો કેમ બાંધેલો છે અને આ છોકરી કોણ છે ?

જવાબ માં રિધ્ધી એ ક્રિસ્ટલ ને ગાર્ડન માં બનેલી ઘટના વિશે બધું જણાવ્યું. બધી વાત સાંભળી ને ક્રિસ્ટલ ના આશ્ચર્ય નો પાર રહ્યો નહીં. મેગના ના માતાપિતા ના અવસાન વિશે સાંભળી ને ક્રિસ્ટલ ને દુઃખ થયું પણ તેના થી વધારે ખુશી થઈ કે મેગના રિધ્ધી ને મળી ગઈ અને રિધ્ધી આર્યવર્ધન એકબીજા ની નજીક આવી ગયા છે.

રિધ્ધી જમી લે છે એટલે ક્રિસ્ટલ અને મેગના રિધ્ધી ને તેના બેડ સુધી જવા માં મદદ કરે છે. રિધ્ધી બેડ પર ટેકો લઈ ને બેસે છે. ત્યારે રાજવર્ધન ડોક્ટરે કહેલી દવાઓ લઈ ને આવે છે. રિધ્ધી ક્રિસ્ટલ અને રાજવર્ધન નો એકબીજા સાથે પરિચય કરાવે છે. એટલે ક્રિસ્ટલ ત્યાં થી તેના રૂમ માં જતી રહે છે.

બીજી બાજુ જ્યારે આર્યવર્ધન તેના રૂમ જાય છે ત્યારે તે તેના બીજા ફોન પર થી એક પ્રાઇવેટ નંબર પર ફોન કરે છે. જેવો ફોન રિસીવ થાય છે ત્યારે સામે થી એક મદહોશ કરી દે તેવો અવાજ સંભળાય છે, સામે થી સવાલ પૂછે છે, કામ થયું કે નહીં ? એટલે આર્યવર્ધન જવાબ આપે છે, મોટા ભાગનું કામ થઈ ગયું છે. હવે 20% જેટલું કામ બાકી છે.

સામે થી મદહોશ કરનાર અવાજ હવે તલવાર ની ધાર જેવો તેજ થયો, અત્યાર સુધી કામ પૂરું કેમ નથી થયું ? એટલે આર્યવર્ધન નો અવાજ પણ થોડો તેજ થયો ,"એક નાની સમસ્યા સર્જાઈ હતી એટલે કામ પૂરું થતાં થોડા સમય લાગશે પણ કામ પૂરું થઈ જશે."

આર્યવર્ધન ને ફરી થી તે માદક અવાજ સંભળાયો, "સારી વાત છે, કામ પૂરું થઈ જાય એટલે પાર્સલ પાછું મોકલી દેજે." આર્યવર્ધન ના ચહેરા પર એક આછું હાસ્ય આવી ગયું, " ચોક્કસ, પાર્સલ કાલે સાંજે મોકલી દઈશ." આટલું કહીને આર્યવર્ધને કોલ કટ કરી દીધો.

કોલ કાપી નાખ્યા પછી આર્યવર્ધન ના ચહેરા પર એક કાતિલ હાસ્ય આવી ગયું. તે ઉભો થઇ રૂમ નો દરવાજો બંધ કર્યો અને તેના કપડાં ની બેગ બહાર કાઢી. બધા કપડાં બહાર કાઢી નાખ્યા પછી એક નાની બેગ બહાર કાઢી. એ બેગ માં થી એક ફાઇલ અને બે નાની શીશી બહાર કાઢી ને એ બેગ પાછું કપડાં ની બેગ માં પાછું મૂકી દીધું. અને બધા કપડાં પાછા મુકીને એ બેગ પાછી મૂકી દીધું. એ ફાઇલ અને એક શીશી એક ટેબલ ના ડ્રોવર માં મૂકી દીધું અને એક શીશી પોતાના પેન્ટ ના ખિસ્સામાં મૂકી દીધું.

રિધ્ધી એ ક્રિસ્ટલ ના ગયા પછી તેનો ફોન ચાલુ કર્યો. ત્યાર પછી તેણે તેના ભાઈ ને વીડિયો કોલ કર્યો. થોડી વાર સુધી ખબરઅંતર પૂછી લીધા બાદ રિધ્ધી પાર્થ ને મેગના વિશે કહેવા ગઈ કે મેગના એ રિધ્ધી પાસે થી ફોન લઈ લીધો.

આ જોઈ રિધ્ધી ને ખૂબ જ આશ્ચર્ય થયું. મેગના એ કોલ કટ કરી ફોન રિધ્ધી ને પાછો આપ્યો. પછી મેગના થોડી ચિંતા સાથે બોલી, પ્લીઝ દીદી તમે તમારા ભાઈ કે અંકલ આન્ટી ને મારા કે રાજવર્ધન વિશે કઈ કહેતાં નહીં. રિધ્ધી એ આમ કરવા નું કારણ પૂછ્યું.

પણ મેગના એ કઈ કારણ આપ્યું નહીં. ત્યારે જ દરવાજો નોક થાય છે એટલે મેગના દરવાજો ખોલી ને જોવે છે તો આર્યવર્ધન ઉભો હોય છે. આર્યવર્ધન રૂમ માં આવે છે એટલે મેગના ત્યાં થી જવા લાગે છે પણ આર્યવર્ધન મેગના ને આજની રાત રિધ્ધી ની સાથે રહેવા માટે કહે છે.

પછી રિધ્ધી ને પૂછે છે કે હવે કેવું લાગે છે ? રિધ્ધી કહે છે, હવે મને પહેલાં કરતાં સારું લાગે છે. આગળ આર્યવર્ધન મેગના ને પૂછે છે, " રાજવર્ધન દવાઓ લાવ્યો હતો તે રિધ્ધી એ લીધી કે નહિ. મેગના એ ના પાડી.

એટલે આર્યવર્ધન રાજવર્ધન ની લાવેલી દવાઓ જોવે છે અને તેમાં થી રાત્રે લેવાની કેપસુલ અલગ કરે છે. બે કેપસુલ રાત્રે ખાવાની હોય છે. આર્યવર્ધન તેની સાથે લાવેલી શીશી માં જે પ્રવાહી હોય છે તે એક ગ્લાસ માં ખાલી કરે છે અને તેમાં પાણી ભરે છે.

તે કેપસુલ અને પાણી નો ગ્લાસ આપે છે. રિધ્ધી તે ગળી ને પાણી પી લે છે. પછી આર્યવર્ધન રિધ્ધી ના પગે બાંધેલો પાટો છોડી ને દવાઓ માં ની એક ક્રીમ થી ઇજા થયેલા ભાગમાં મસાજ કરી આપે છે. 15 મિનિટ પછી રિધ્ધી સુઈ જાય છે. એટલે આર્યવર્ધન પાટો પાછો બાંધી દે છે અને મેગના ને રિધ્ધી નું ધ્યાન રાખવા નું કહી ને તેના રૂમ માં જાય છે.

મેગના થોડી વાર રિધ્ધી ની પાસે બેસે છે. રિધ્ધી ને શાંતિ થી સૂતી જોઈ મેગના પણ સુઈ જાય છે. બીજી બાજુ આર્યવર્ધન તેના રૂમ પ્રવેશતાં ની સાથે જ તાળી ને જોરદાર હસે છે.

આર્યવર્ધને રિધ્ધી ના પાણી માં શું ભેળવ્યું હતું ? આર્યવર્ધને કોને કોલ કર્યા હતા? આર્યવર્ધન ક્યાં પાર્સલ ની વાત કર હતી ? શું રિધ્ધી નો જીવ જોખમમાં હતો? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...

વાંચકમિત્રો આપ આપના અંગત કિંમતી પ્રતિભાવ 8238332583 નંબર પર whatsapp થી મેસેજ કરી ને મને આપી શકો છો.