રામજી તે બાળક ને બધાથી છુપાવી ચાલી રહ્યો હતો, કોઈક જોઈ જશે તો સું જવાબ આપશે એવી બીક હશે કદાચ, છોકરો પણ જાણે માંના ખોળામાં સૂતો હોઈ એમ શાંતિથી ઊંઘી ગયેલો.
તેણે દરવાજા પાસે પહોંચી બાજુમાં પડેલ ખાટલા મા છોકરા ને સુવડાવ્યો, તે માંડમાંડ દરવાજો ખખડાવી શક્યો અને ત્યાંજ બેસી ગયો.
સુષ્માએ દરવાજો ખોલ્યો અને સમજી ગઈ કે આજે પણ રામજી પીધેલી હાલત માં આવ્યો છે
'આવી ગયા તમે? આજે ફરી દારૂ પીધો છે ને? હજારવાર ના પાડી પણ સમજતા જ નથી, કહી તેના હાથ પકડી ઉભો કરવા ની કોશિશ કરવા લાગી ત્યાં જ તેનું ધ્યાન ખાટલા પર ગયું,
'આ પોટલાંમાં સું લાવ્યા છો.' કહેતા ખાટલાની બાજુમાં જઈ ને જોયું, 'હાઈ રામ! આ કોનું બાળક ઉઠાવી લાવ્યા?'
જલ્દી જલ્દી પોટલું લઈ અંદર જતી રહી. રામજી પણ લથડીયા ખાતો તેની પાછળ ગયો.
'કોઈકે એ બિચારાને કચરા પેટી પાસે ફેંકી દીધેલો, ખુબજ રડતો હતો, ત્યાં એકલો થોડો છોડી દેવાય, તો હું અહી લાવ્યો.' બોલતાં બોલતાં તે ખાટલા પર બેઠો અને સુઈ ગયો.
સુષ્માએ તે બાળક સામે જોયું તો તે ઊંઘી રહ્યો હતો, તે મનોમન વિચારવા લાગી કે આ બાળક નું સું કરવું. સવારે પોલીસ માં જાણ કરી દઇશું, કોઈનું હશે એ લઈ જશે.
જોયું જશે સવારે અત્યારે તો બિચારો ભૂખ્યો હશે એમ વિચારી ઘરમાં જે થોડું દૂધ હતું એમાંથી ચમચી વડે ધીમે ધીમે પીવડાવવા લાગી, બાળક પણ એકદમ શાંતિ થી દૂધ પીને સુઈ ગયો.
બીજા દિવસે બંન્ને વિચારવા લાગ્યા કે આ બાળક નું સું કરવું.
આજુબાજુવાળાઓ એ સમજાવતાં કહ્યું.
'તેને કચરાપેટી પાસે કોઈ ભૂલથી તો ન છોડી જાય!'
'હશે કોઈની ભૂલ નું પરિણામ.'
'પોલીસવાળા સું કરી લેશે, બહુ બહુ તો અનાથાશ્રમમાં મૂકી આવશે.'
'એના કરતાં તમે જ રાખો ને આમેય તમારે બાળક નથી, તો ભગવાને તમને જ આપ્યું એમ સમજી લો'
રામજી અને સુષ્મા એ બધા ના કહેવા પ્રમાણે તેને પોતાની પાસે જ રાખી લીધો,
રામજી અને સુષ્મા ના લગ્ન ને આઠ વર્ષ થઈ ગયેલાં પણ કોઈ બાળક ન હતું, દવા અને દુઆ બધું કર્યું પણ કોઈ ફાયદો ન થયો. પછીથી તો તેઓ એ આશા જ છોડી દિધેલી, રામજી ને સાઇકલ રીપેરીંગની દુકાન હતી અને સુષ્મા લોકો ના ઘરકામ કવા જતી, પેટ ભરવા જેટલું કમાઈ લેતાં.
આજે તેઓએ ભગવાન નો પ્રસાદ સમજી આ બાળક ના પાલક માતા-પિતા બની તેની જવાબદારી સ્વીકારી.
છોકરા નું નામ તેઓ એ મિતેશ રાખ્યું, તેનું સ્મિત જોઈ બંને નો આખા દિવસનો થાક ઉતારી જતો.
બંન્ને મિતેશને કોઈ તકલીફ ન પડે એનો ખાસ ખ્યાલ રાખતા.
મિતેશના કારણે તેઓ ના જીવનમાં ખુશીઓ આવી એ બદલ ભગવાનનો આભાર માનતા.
દિવસો, મહિનાઓ અને વર્ષો વિતવા લાગ્યા, મિતેશ ને સરકારી શાળા માં ભણાવવા લાગ્યાં, તે ભણવામાં ખુબજ હોશિયાર હોવાથી હંમેશા બધા શિક્ષકો નો ચહિતો બની રહેતો.
મિતેશ દસેક વર્ષનો થયો ને સુષ્મા ને બીમારી ખાઈ ગઈ, રામજીએ તેને માં બાપ બંને નો પ્રેમ આપ્યો, દારૂ પીવાનું પણ છોડી દીધું. અને પોતાના કામમાં વધારે મહેનત કરવા લાગ્યો.
પ્રાયમરી પછી મિતેશ ને પ્રાઇવેટ શાળા માં ભણાવ્યો, મિતેશ નું નૂર વધારે ચમકયું. તે ભણવામાં હોશિયાર તો હતોજ સાથે સાથે ખેલકુદ માં પણ આગળ રહેતો.
હવે તે કોલેજમાં આવી ગયો
પણ જન્મથી જ તેનું નશીબ તેનાથી બે કદમ આગળ રહેતું.
રામજી એક દિવસ રાત્રે સૂતો તો સવારે ઉઠ્યો જ નહીં.
ડોક્ટરે કહ્યું કે તેનું હૃદય બંધ પડી ગયું.
(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો. અને હા, સારું લાગેતો સૌને કહેજો, સારું ન લાગે તો માત્ર મનેજ કહેજો.)
© ભાવેશ પરમાર
*** આભાર ***