અધુરી આસ્થા - ૭
જુના અંકોમાં વાંચયું તેમ
શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રેમી યુગલની અદ્રશ્ય શૈતાની શક્તિ દ્વારા હત્યા થઈ જાય છે.
નેત્રહીન રાજેન્દ્રનું અપહરણ થાય છે અને તેને કોઇ અજ્ઞાત શક્તિ દ્વારા બચાવવામાં આવે છે.તેની એક અજ્ઞાત સ્ત્રી સાથે મુલાકાત થાય છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલા નું શું રહસ્ય છે? રઘુ અને પકિયા નો શું કામ થાય છે?
ઘરે આવતાં રાજેન્દ્રના માતા-પિતા તેને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ જાય છે.
હવે આગળ
પટેલ સાહેબે રાજેન્દ્રનાં પપ્પા સંજયભાઈ સામે બેઠેલા છે.
પટેલ સાહેબ" મેં તેનું બ્રીફીગ કર્યું. હોટેલમાં તેનું કોઈએ અપમાન કર્યું આનાંથી તેનું દુઃખી અને ફ્રસ્ટ્રેટશનમાં પડવું સ્વાભાવિક જ છે. આ સ્ટ્રેસને લીધે ACN ઈન-બેલેન્સ થયું લાગે છે."
****ACN:- એડ્રિનાલીન,કોર્ટિસોલ અને નોરેપિન-ફ્રિઈન નામના હોર્મોન્સ જે સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખાય છે. તેનું પ્રમાણ આપણા શરીરમાં વધારે ઓછું થાય તો શરીર-મનનું સ્ટ્રેસ લેવલ બહુ વધી જાય.
દરેક વ્યક્તિને હંમેશા કોઈકને કોઈક વાર આનો અનુભવ કર્યો હોય છે.જ્યારે કોઈ સંકટની સ્થિતિની અનુભૂતિ થાય ત્યારે હૃદયની ગતિ વધી જાય, સ્નાયુઓમાં તાણ આવવી, શ્વસન પ્રક્રિયા ઝડપી થઈ જવી, પસીનો-પસીનો થઇ જવું આ બધી એડ્રિનાલીનની અસર છે. એડ્રિનાલીન મુખ્યત્વે શક્તિ હોર્મોન છે. જ્યારે વ્યક્તિ પોતાને સંકટની સ્થિતિમાં જુએ ત્યારે તે શરીરમાં શક્તિનો સંચાર કરે છે અને પછી વ્યક્તિએ નક્કી કરવાનું હોય છે કે તેને લડવું છે કે ભાગી જવું છે.
તે જ રીતે નોરેપિન-ફ્રિઈન પણ એવો જ હોર્મોન છે જે અણધારેલી કે સંકટ જેવી સ્થિતિઓમાં વ્યક્તિને વધારે પડતો સચેત બનાવે છે. બંન્ને હોર્મોન એડ્રીનલ ગલેન્ડ (ગ્રંથી)માંથી બહાર આવે છે.
કોર્ટીસોલ પણ આવું જ કંઈક કાર્ય કરે છે પણ, તેની પ્રક્રિયા થોડી લાંબી છે. આ હોર્મોન શરીરને સંકટની સ્થિતિમાં ઓછા જરૂરી અંગોમાંથી લોહીનો પુરવઠો કાપી સ્નાયુઓ અને હૃદયને પહોંચાડવાનું કામ કરે છે. એટલે કે જ્યારે તમે સંકટમાં હો ત્યારે તે તમારી પાચન-અંગો, રોગ-પ્રતિકારક તંત્ર અને વિકાસ થતા અંગોમાંથી લોહી અને સ્નાયુઓ અને હૃદયને પહોંચાડે છે.
જ્યારે સંકટ સમયે પૂરો થાય ત્યારે નોર્મલ થવા માટે અમુક માણસો નદી કિનારે બગીચામાં કુદરતી વાતાવરણનો સહારો લે છે. અમુક મ્યુઝિક સાંભળે છે. રાજેન્દ્ર માટે સંકટનો પર્યાય એટલે કોઈના દ્વારા તેનું અપમાન કે તિરસ્કાર થવો, સમાજ દ્વારા તરછોડાવુ. આથી તે ગઈકાલે પોતાનું ફ્રસ્ટ્રેશન-તાણ દૂર કરવા માટે રિવરફ્રન્ટ પર ગયો હોવો જોઈએ.
વ્યગ્ર-ફ્રસ્ટ્રેટેડ માનસિક સ્થિતિમાં અમુક લોકોનું મન કલ્પનાઓ દ્વારા લાગણીઓની ક્ષતિપૂર્તિ માટેનાં પ્રયત્ન કરે છે.
રાજેન્દ્ર જ્યારે રિવરફ્રન્ટ પર હતો ત્યારે એકલતામાં તેનું અપહરણ થયું તેમ એણે કહ્યું. આમ તેને હાઈપ્નોપોમપિક હીલ્યુઝીનેશન (Hypnopompic Hallucination) થયું હોવું જોઈએ. તેમાં લોકો જાગતા હોય ત્યારે તેઓને અમુક ભ્રમણાઓ થાય છે.
વહેલી સવારે તેને કોઈ સ્ત્રીએ જગાડ્યો અને તે તેણીને જોઈ પણ શકતો હતો એવું તે કહે છે. આમ તેને હાઈપ્નાગોગીક હીલ્યુઝીનેશનની (Hypnagogic Hallucination) અસર થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં કહીં શકાય. હાઈપ્નાગોગીક હીલ્યુઝીનેશનમાં (Hypnagogic Hallucination) લોકો સુતા હોય ત્યારે તેમને આવા સ્વપ્નો આવે છે. જાણે તેઓ પોતે તે દ્રશ્યો જીવી રહ્યા હોય.
સામાન્ય લોકો આવા સ્વપ્નોનો ભૂલી જાય છે.અમુક લોકો તે સ્વપ્નોને હકીકત સમજવા માંડે છે.ઈલ્યુઝન અને હીલ્યુઝીનેશનમાં ફકૅ હોય છે. ઈલ્યુઝન એટલે ભ્રમ જે વાસ્તવિક અને શક્ય ઘટનાઓની ભ્રામક અનુભૂતિ કરાવે છે. જ્યારે હીલ્યુઝીનેશનમાં એકદમ અવાસ્તવિક/અશક્ય અને ચમત્કારિક ઘટનાઓની ભ્રામક અનુભૂતિ થાય છે. શરીરમાં નબળાઈ કે ઉજાગરો હોય તો વ્યક્તિને કોઈકવાર થોડી હીલ્યુઝનની ઇફેક્ટ પણ થઈ શકે. મે થોડી શાંતિ-દાયક (sedetives) પિલ્સ લખી આપી છે.ઘરે જઈને વ્યવસ્થિત આરામ કરશે તો બધું નોર્મલ થઇ જશે તમે ચિંતા ના કરો.
પટેલ સાહેબ "સૌથી મહત્વની વાત રાજેન્દ્ર ઘરે આવ્યો ત્યારે તમે તેની સાથે કેવો વ્યવહાર કર્યો હતો?"
સંજયભાઈ "સાહેબ એમાં એવું છે કે રાજેન્દ્ર અમારો એકનો એક દીકરો છે. તે આખી રાત બહાર હતો તેથી અમે ચિંતામાં ખૂબ જ વ્યાકુળ હતા તે આવ્યો ત્યારે તેના મમ્મીએ પોતાની બધી ચિંતાઓ એને કહીં દીધી એને મેં મારો બધો જ ડર તેનાં પર ગુસ્સાના રૂપે ઠાલવી દીધો.
પટેલ સાહેબ"જુઓ મારી વાત ધ્યાનથી સાંભળ જો,
જે લોકો નિરાશાવાદી કે પ્રારબ્ધવાદી છે. તેઓ પોતાના નશીબ પર હંમેશા રડતાં રહે છે. આવાં લોકો પુરેપુરા ખોટાં નથી હોતાં. પરંતુ, તમારે આવું બનવાનું નથી. પરંતુ તમારે આશાવાદી કે જડ અને જીદ્દી લોકોની જેમ પરીસ્થીતીઓને પુરેપુરી સમજ્યા વગર નશીબ બદલવા કે તેને નકારવામાં શાહમૃગની જેમ પણ જીવવાનું નથી.
તમારે પરિસ્થિતિ જેવી છે. તેવી જોવાનો અને તેનો સ્વીકાર કરવાનો છે. આ વર્તમાન પરિસ્થિતિઓનો તમે કઈ રીતે તમારા સુખ માટે ઉપયોગ કરી શકો તે મુજબ આગળનું પગલું લેવું જોઈએ.
રાજેદ્રનાં કેસમાં તે નેત્રહીન છે તેનાથી નિરાશ થવાની કે તેની ઉણપ યાદ કરાવી સતત દુઃખી કરવાની કે તમારે પોતે પણ થવાની જરૂરિયાત નથી. અત્યારે તની માનસિક હાલત ગંભીર નથી પરંતુ નાજુક છે. આથી તેની કોઈ વાતનો વિરોધ કરવો કે નકારશો નહીં.
આમેય દિવ્યાંગોને સમાજના લોકોની પરવાહ/ચિંતા કે દયાની જરૂરીયાત નથી હોતી, તેઓને તો માત્ર સમાજની સ્વિકૃતિની જ જરૂર હોય છે. ઉપરાંત સમાજને સક્ષમ લોકોની જરૂરિયાત હોય છે.
શારીરીક સક્ષમતા ભાગ્યનો અંશ છે.પરંતુ સદભાગ્ય નું નિર્માણ તો વ્યક્તિ પોતે કરે છે. કોને ખબર ગુલાબરાવ મહારાજ,મધુ સિંઘલ,રવીન્દ્ર જૈન વગેરે નેત્રહીન લોકોની જેમ જ બીજું કોઈ દેશને આગળ લઈ જાય. એટલે જ તો સરકારશ્રી તરફથી તેઓને માટે વિશેષ વ્યવસ્થાઓ અને અનામતની જોગવાઈ કરવામાં આવે છે.
નેત્રહીન દર્દીઓને માનસિક પરિતાપ વધારે હોય છે. રાજેન્દ્રને સમાજમાં કોઈક ને કોઈક તો મજાક ઉડાડવાવાળું મળવાનું જ છે. નેત્રહીન દર્દીઓમાં હીલ્યુઝીનેશન થઈ આવવાની શક્યતાઓ વધુ હોય છે. કેમકે તેમની અંદરની જાતીય-લાગણીકીય-માનસિક જરૂરીયાતો તેને સરળતાથી કલ્પનાઓ અને ભ્રમણાઓ કરાવી શકે.
એકદમ ઇમ્પોર્ટન્ટ વાત તેને એકલો ના રાખો. તેને કંપની આપો,આનંદ કરાવો ખુશ રાખો. બંને તો તેનાં લગ્ન કરાવી દો.
*****વિરામ*****
રઘુ અને પકીયો બંન્નેને જબરદસ્ત મૂઢમાર લાગેલું, પકીયા નાં ગાડીમાંથી પડવાને લીધે.જમણો પગ તુટી ગયેલો હોય. પરંતુ અદ્રશ્ય શક્તિનાં ભયથી બન્ને પુરૂ જોર લગાવી ભાગ્યા જાય છે.થોડુંક દોડતા જ તેને એક વિશાળ બંગલો દેખાય છે.ત્યાં લુખ્ખાઓ પોતાની કારીગરી દેખાડે છે.
રઘુ નાં શરીરની ઊંચાઈ વધારે હતી અને તેને પ્રમાણમાં ઓછું લાગ્યું હતું. તેથી તેણે પકીયાને પાતાના ખંભે ચઢાવ્યો. પકીયો નાની હેકસૌ બ્લેડનો ઉપયોગ કરી બંગલાની બાઉન્ડ્રી વોલની ફેન્સીંગ કાપવાનું શરૂ કરે છે. ફેન્સીગં કાકડીને ટમેટુ કપાય તે રીતે કપાય જાય છે.આ જોઈ
રઘુ બોલ્યો"વાહ પકિયા વાહ ક્યા બાત હૈ,તું તો બહુ તાકાત વારો થઈ ગયો"
અમુક લોકો "કાગળા નું બેસવું અને ડાળનું પડવામાં પણ જશે લઈ લે છે.તેમ પકીયો "હોય ને બાપુ આપકે સાથ રહે કર મુજમે ભી તાકાત આ ગઈ"
હવે રઘુ કુદકો મારી અને બાઉન્ડ્રી વોલ પર લટકી જાય છે. ફેન્સીંગ કાપ્યા બાદ, પકીયો પહેલાંથી જ વોલ પર જ બેઠેલો હતો. રઘુ પોતાનો જમણો પગ ઊંચો કરે છે તેને પકિયો બોર્ડર પર સેટ કરી દેતા રઘુ પોતાની રીતે ઉપર ચડી જાય છે.રઘુ તેને મદદ કરી બંન્ને બંગલાની અંદર આવી જાય છે.
સાંજ પડી ગઈ અને સૂરજ પણ આથમી ગયો.બંને જણા ધીરે ધીરે પગલાંઓનો અવાજ કર્યા વિના બંગલાની પાછળના દરવાજે પહોંચે છે. આ બાજુ બાઉન્ડ્રી વોલની ફેન્સીંગના લટકતા તાર આપમેળે હવામાં લહેરાણા ને ફરી જોડાય ગયા. આખી ફેન્સીંગ માં કરંટ જેવા ચમકારા સાથે નાનો ધડાકો થયો.
બંને જણાએ પાછળ વળીને જોયું અને આશ્ચર્યથી ડઘાઇ ગયા. પકીયો "બાપુ વો હમારે પીછે તો નહીં આ ગયા"
રઘુ "અરે છોડના લગતા હૈ, ફેન્સીંગ મેં કિસીને કરંટ ચાલુ કિયા હૈ. અભી ધીરે ધીરે અંદર ચલતે હૈ તાકી કિસી કો પતા ના ચલે. મુજે બહોત ભૂખ લગી હૈ."
બંને દરવાજા આગળ પહોંચીને થોડો દરવાજાને ધક્કો મારતા દરવાજો આપમેળે આરામથી ખુલી ગયો.
રઘુ " કોઈ ઔર આકે હાથ સાફ કર ગયા લગતા હૈ, કમ સે કમ ખાના મિલે તો અપના નસીબ."
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભુતિયા બંગલા નું શું રહસ્ય છે? રઘુ અને પકિયાનો શું અંજામ થાય છે?
આસ્થા રાજેન્દ્રનું સપનું હતું કે સાચી ધટના ?આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે કે નથી? રાજેન્દ્રનું અપહરણ કયા કારણોસર થયું ? રાજુ અને તેની બહેન આગળ શું કરશે?
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે. તમે મને માતૃભારતી પર મેસેજ કરો.