પ્રેમ અંગાર - પ્રકરણ : 10 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અંગાર - પ્રકરણ : 10

પ્રકરણ : 10

પ્રેમ અંગાર

સાંજે શરદમામા સાથે શાંતિથી બેસી વિશ્વાસે બધી જ ચર્ચા કરી લીધી. આવતી કાલે હિંમતનગર આઈ.ટી.ની કોલેજમાં જઈને એડમીશન લઈ લેવું. આચાર્યશ્રી સાથે વાત થઈ ગઈ છે એ પણ સીધા કોલેજ આવી જશે. આવતી કાલે આમ બધું કામ નિપટાવવાનું નક્કી થઈ ગયું વિશ્વાસ જાબાલી સાથે જઇને મોબાઇલનું સીમ લઈ આવ્યો અને ચાલુ થવાની રાહ જોવા લાગ્યો. ત્યાં સુધી જાબાલી અને વિશ્વાસ ગામમાં પોતાનાં મિત્રોને મળી આવ્યા. બધાને મોં મીઠું કરાવ્યું અને વિશ્વાસે ગામનાં વડીલો-સરપંચ વિગેરેનાં આશીર્વાદ લીધા.

વિશ્વાસે આસ્થાને ફોન કર્યાં. પોતાનો મોબાઈલ નંબર આપ્યો. આસ્થાને કહે લખી લે. આસ્થા કહે હવે કદી ના ભૂલાય. મારા મનમાં લખાઈ ગયો. આસ્થા કહે મારો નંબર પણ આવી ગયો ફોન સાથે દાદુએ હમણાં જ આવ્યો. ચાલુ કરીશ પછી... ફોનમાં દાદુ પાસે બધા ફીચર્સ સમજીશ. આમ લેન્ડ લાઈન પર નહીં કરવા પડે. વિશ્વાસ કહે “અરે વાહ ! બહું જ સરસ હવે સંપર્કમાં સતત રહેવાશે. વિશ્વાસ કહે” આસ્થા મને એવું લાગે છે કે બે જ મુલાકાત જાણે મને... હું તને ભવોભવથી જાણતો ઓળખતો હોઊં એવું લાગે કુદરતે તને પ્રથમ વખત મિલાવી ત્યારથી જ જાણે તારામાં ખોવાઈ ગયો છું મને કંઇક... આસ્થા કહે મારી એ જ સ્થિતિ છે એક પળ માટે તમે નજર અને મનમાંથી દૂર નથી થતાં શું કરી નાંખ્યું છે તમે ? દાદુ પણ કહે આસ્થા તમે હમણાંથી કેમ આમ ખોવાયેલા ફરો છો ? હવે તમારું રીઝલ્ટ પણ સરસ આવી ગયું. વિશ્વાસ તમને એક વાત કહેવી છે. ખુબ જ ટૂંકા સમયમાં પણ હું તમારા અંગે જ વિચારવા લાગી છું. વિશ્વાસ કહે “આઈ લવ યું આસ્થા...” મને પાકી જ ખબર એ જ વાત છે. આસ્થા શરમાઈ ગઇ. વિશ્વાસ કહે હું એડમીશનનું કામ પતાવીને પછી શાંતિથી મહાદેવપુરા આવીશ. તને હવે મોબાઈલ પર ફોન કરીશ મૂક ફોન... લવ યુ... આસ્થા કહે... ભલે લવ યુ વિશ્વાસ કહી ફોન મૂક્યો. વિશ્વાસ આજે ખૂબ જ આનંદમાં હતો.

જાબાલી અને શરદમામા સાથે વિશ્વાસ હિંમતનગર આઈ.ટી કોલેજમાં આવી આચાર્યશ્રીની મદદથી એડમીશન લઈ લીધું કોલેજનાં સંચાલકો પણ આનંદમાં હતા પોતાની કોલેજમાં ટોપર વિદ્યાર્થીને એડમીશન આપીને. આચાર્યશ્રીની ભલામણ અને વિશ્વાસનાં રીઝલ્ટને કારણે એને સ્કોલરશીપ સંપૂર્ણ મળી હતી એને કોઈ જાતનો નાણાકીય બોજો નહોતો લાગવાનો. આવવા જવા તથા સ્ટેશનરીનો જ ખર્ચ થશે. શરદમામા કહે “બેટા તારું રીઝલ્ટ આજે ખૂબ કામ આવ્યું.” તું તારા પોતાના ખર્ચે તું ભણી શકીશ. આગળ ભણવાનું તારે મારી પાસે રહીને જ કરવાનું છે. પરંતુ હું સદાય તારા સાથમાં છું તને કાંઇ પણ જરૂર પડે એ પહેલાં જ એ વસ્તુ તારી પાસે આવી જ જશે. વિશ્વાસ કહે “મામા તમે ખૂબ ધ્યાન રાખો જ છો. મને કોઈ વાતે ખોટ જ નથી. પિતાની જગ્યાએ જ છો. જાબાલી જેવો ભાઈ છે મારે શું જરૂર છે કહી શરદભાઈનાં આશીર્વાદ લીધા. આચાર્યશ્રીનાં આશીર્વાદ લીધા જાબાલી વિશ્વાસને ભેટી પડ્યો. આચાર્યશ્રી કહે “વિશ્વાસ ખૂબ નિશ્ચિંત થઈને ભણજે. તે મા-બાપ-શાળા-જીલ્લાનું નામ રોશન કર્યું છે. મને વિશ્વાસ છે આગળ જતાં આનાથી વધુ નામ ઉજાળીશ અને ઇજ્જત કમાઈશ.”

વાળુપાણી પરવારીને શરદમામા, જાબાલી વિશ્વાસ બધા વરન્ડામાં બેઠાં વાતો કરી રહ્યા હતા. આવતી કાલે સવારે શરદમામા, જાબાલી મુંબઈ પાછા જવા નીકળી જવાનાં હતા. શરદમામા કહે “વિશ્વાસ તું નિશ્ચિંત રહીને ભણજે તને સ્કોલરશીપ મળી સારું છે પરંતુ કોઈ રીતે ક્યાંય સંકોચ ના રાખીશ મોટી તું પણ સાંભળ તારો દિકરો એ મારો જ છે તું પણ કોઈ ચિંતા ન જ કરીશ” સૂર્યપ્રભાબહેન કહે “વીરા તારા સિવાય અમારું છે પણ કોણ ? બસ આપણા દિકરાઓ ખૂબ સુખી થાય એવી જ પ્રભુને પ્રાર્થના અને વિશ્વાસ છે. પછી સૂર્યપ્રભાબહેને કહ્યું “તમે મહાદેવપુરા કંપા જઈ આવ્યા ? કાકુથનાં આશીશ લીધા ? મેં પણ ઘણું સાંભળ્યું છે એમનાં અંગે મતંગ અને સરપંચ પાસેથી ખૂબ જ પવિત્ર, જ્ઞાની અને ખૂબ તેજ ધરાવે. કોઈવાર આપણે જઈશું કંપે.” વિશ્વાસ કહે “હા, મા, મામા, હું અને જાબાલી બન્ને ગયા હતા તેઓ ખૂબ ખુશ હતા અમે આશીર્વાદ લીધા અને એમની વાડીનાં મંદિરમાં દર્શન પણ કર્યા. માઁ કાકુથ તો જાણે સાક્ષાત પરશુરામ જેવા લાગે છે ખૂબ જ્ઞાની, ગંભીર અને તેજસ્વી ચહેરો ધરાવતા. આપો આપ જ આંખો માથું નમી જ જાય હું એમની પાસે શાસ્ત્ર, ગીત, પુરાણ ઉપનિષદ-વેદ-યોગ-તત્વજ્ઞાન, ન જાણે શું શું શીખવું છે મારે એમની પાસે જે જ્ઞાન છે. મને આધુનીક વિજ્ઞાન સાથે મને પૌરાણીક રહસ્યો જાણવા સમજવા અને શીખવામાં પણ ખૂબ રસ છે.” શરદમામા કહે ફરી હું આવું ત્યારે જરૂરથી આપણે એમનાં કંપા પર જઈને મુલાકાત લઈશું.”

આજે સવારે વિશ્વાસ રોજ કરતાં કંઇક વહેલો જ ઉઠી ગયો. ઝડપથી તૈયાર થઈ માઁ બાબાનાં દર્શન કરી. માઁ ને પગે લાગવા આવ્યો. સૂર્યપ્રભાબહેન કહે “કેમ દિકરા આટલો વહેલો !” તારી કોલેજ તો હજી ચાલુ થવામાં બે દિવસની વાર છે ને ? વિશવાસ કહે “માઁ મારે આજે હિંમતનગર કોઈને મળવાનું છે. મારા કોલેજ ચાલુ થાય એની સાથે સાથે હું એક પાર્ટ ટાઈમ જોબ લઈ રહ્યો છું જે હું ભણવાનો એને લગતી જ છે અને મારા શાળાનાં આચાર્યની ભલામણથી મને હિંમતનગરમાં જ મળી રહી છે. સવારે કોલેજ અને ત્યાંથી છૂટી સીધો જોબ પર જઈશ એટલે ભણવામાં કોઈ અંતરાય નહીં થાય મારો ખર્ચ અને ઘરમાં મદદ થઈ રહેશે. સારી વાત એ છે કે હું જે ભણવાનો એને અનુલક્ષીને જ મને કામનો અનુભવ થવાનો. આ કંપનીનું નામ માઁ “ગ્લોબ ડીવાઈસ એન્ડ સોફ્ટવેર” છે એનાં માલિક મોહન વસાવાને મારે મળવાનું છે પછી બધું નક્કી થશે. પછી હું સાંજે પાછો આવીને તને હું બધી જ વાત કરીશ. “એમ કહી વિશ્વાસ હિંમતનગર જવા નીકળ્યો.

હિંમતનગર મુખ્ય બજારમાં ચાર રસ્તાનાં ખૂણા ઉપર જ આધુનીક લાગતી એક ઓફીસ જ્યાં ગ્લોબ ડીવાઈસીસ એન્ડ સોફ્ટવેરનું બોર્ડ લાગેલું છે. કાચનો દરવાજો ખોલી વિશ્વાસ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે મુખ્ય કેબીનમાં મી. મોહનવસાવાને મળ્યો. મોહન વસાવાએ એની સાથે નજર મીલાવીને હાથ મિલાવ્યા અને બેસવા માટે ઇશારો કર્યો. તેઓ પોતાનું પર્સનલ લેપટોપને બંધ કરીને કહ્યું “યસ યંગ બોય વેલકમ. મને તારી શાળાનાં આચાર્યએ બધી જ વાત કરી છે તારી માહિતી બાયોડેટા મારી પાસે આવી જ ગયો છે. તારું આ રીઝલ્ટ ખરેખર ખૂબ સરસ છે. અત્યારે હું તને મારી કંપનીમાં એપ્રેન્ટીસ તરીકે કામ આપું છું ખંતથી કરજે શીખજે. તારી કોલેજનો સમય પૂરો થાય પછી આવી જજે. હું આશા રાખું છું જે મને જાણવા મળ્યું છે એમ તું શિસ્ત અને ખંત સાથે કામ કરીશ અને તારા નામ પ્રમાણે અહીં વિશ્વાસની પણ ખૂબ જરૂર છે. અહીંનું આર એન્ડ ડી. ક્યાંય બહાર ન જાય એની તકેદારી રાખવાની. અહીંના જે હેડ એન્જીનીયર મી. જાડેજાની અન્ડરમાં કામ કરવાનું છે” કહીને બેલ દબાવીને પ્યુનને મી. જાડેજાને બોલાવા સૂચના આપી. “મી. જાડેજા આ વિશ્વાસ છે અને તે આવતી કાલથી... વિશ્વાસે વચમાં કહ્યું ના આજથી જ હસતાં હસતાં વસાવાએ કહ્યું ઓકે આજ થી એ તમને આસીસ્ટ કરશે તમારા હાથ નીચે એ સરસ તૈયાર થશે. મી. જાડેજાએ પણ વિશ્વાસ સાથે હાથ મીલાવ્યા અને સાથે આવવા કહ્યું. મી. વસાવા એ કહ્યું યસ યંગ મેન બેસ્ટ ઓફ લક. તને કામની સમજણ મી. જાડેજા કરી દેશે બાકીની ફોર્માલીટી, એપોઇન્ટમેન્ટ લેટર બધી જ ડીટેઇલ્સ સાથે તને મળી જશે. ગો અહેડ – વિશ્વાસે એમનો હાથ પકડીને ખૂબ આભારવશ થઈ “થેંક્યું” કહ્યું. વિશ્વાસનો આજથી જ પોતાની જીવનની કારકીર્દીનો સૂરજ ઉગતો જણાયો. એ ખૂબ જ ખુશ હતો અને ખૂબ ખંતથી કામ કરીને બધાનાં દીલ જીતી લેશે એવો નિશ્ચય કર્યો.

વિશ્વાસ આજે કોલેજ પરવારી, કામ પર જઈને સીધો જ મુખ્ય રસ્તા ઉપર આવી ગયો. એને ઘરે પાછા જવા રાણીવાવની બસ પકડવાની હતી. બસ સ્ટેન્ડ આવ્યો. એણે જોયું ત્યાં આસ્થા ઊભી છે. વિશ્વાસે કહ્યું “આસ્થા તું ? અહીં ક્યાંથી ?” આસ્થાએ કહ્યું દાદુએ અહીંથી સામાન મંગાવેલો બધો લઇને પાછી જઈ રહી છું તમારો મેળાપ થશે ખ્લાય જ નહોતો... વિશ્વાસ કહે સાચે જ ? હું તો રોજ આજ સમયે અહીંથી ઘરે પાછો આવું છું આસ્થા કહે સાચે જ ? કહી હસવા લાગી. વિશ્વાસ કહે ફોન આવી ગયો પણ મારા ઉપર એક પણ રીંગ હજી આવી નથી. આસ્થા કહે... હા કરવાની હતી પણ... વિશ્વાસ કહે નંબર ભૂલી ગઈ ! આસ્થા તરત જ આખો નંબર બોલી ગઈ કહે ના દાદુ પાસે છે આજે જ લીધો અહીં આવીને તમને ફોન કરવા જ વિચારતી હતી તમે બસ સામે જ આવી ગયા વિશ્વાસ કહે ઓહો ચલો મેં પૈસા બચાવ્યા. આસ્થા વિશ્વાસની આંખમાં આંખ જ પરોવી રહી. વિશ્વાસે કહ્યું તને જોઊં છું અને પ્રથમ મુલાકાત જ યાદ આવી જાય... તને જોઈને જ હું... આસ્થાએ વિશ્વાસનાં હોઠ પર હાથ મૂકી દીધા. વિશ્વાસનાં ગરમ શ્વાસ આસ્થાનાં હાથને સ્પર્શતા હતા. આસ્થાનાં હાથને વિશ્વાસે ચૂમી લીધા. આસ્થા તો શરમથી લાલ થઈ ગઈ. એણે હાથ પાછા ખેંચી લીધા.

આસ્થા કહે મોબાઈલમાં તમારો નંબર સેવ કરી લીધો છે મારામાં પણ સેવ જ છે. એકવાર ફોન કરવા ગઈ પણ પાછી અટકી ગઈ શું કહીશ ? વિશ્વાસ એને ફરી સ્પર્શીને કહ્યું હવે કરજે વિચાર્યા વિના હું ખુબ તરસું જ વાત કરવા. ઠીક છે હવે ફોન તારી પાસે જ છે હું કરીશ. એટલામાં બસ આવીને બન્ને જવા અંદર બેસી ગયા. બન્ને સાથે સાથે બેઠા. આસ્થા વિશ્વાસ બન્ને એકબીજાને સ્પર્શીને અનેરો આનંદ માણી રહ્યા.

પહેલાં જ આસ્થાનું ઉતરવાનું આવ્યું અને એણે વિશ્વાસને બાય કહી ઉતરી ગઈ. વિશ્વાસ એને બસની બારીમાંથી બસ એને અપલક નયને જતો જોઈ રહ્યો અને જાણે આંખોથી એ એને પી જ રહ્યો. આસ્થા બસમાંથી ઊતરીને કમ્પા તરફ પગપાળા જ જવા લાગી. એ વિશ્વાસનાં વિચારોમાં એણે કરેલા સ્પર્શના આનંદમાં જ ચાલી રહી. વિશ્વાસથી છૂટી પડ્યા પછી પણ જાણે એ સાથમાં જ હોય એવો એહસાસ થયો. આસ્થા વિચારવા લાગી હું અનાયાસે જ દીલ દઈ બેઠી. એ મારા મનનો માણીગાર બની ગયો. ક્યારે શું થઈ ગયું ? અચાનક દીલ મળ્યા-હાથ મળ્યા અને પોતાનાં હાથમાં વિશ્વાસનાં પ્રેમની રેખા જ દોરાઈ ગઈ. એ આજે ખૂબ જ ખુશ હતી એ ક્યારે ઘર સુધી પહોંચી ખબર જ ના રહી સામેથી દાદુ બૂમ પાડી “દિકરા તમે આવી ગયા ? એણે સાંભળ્યું જ નહીં દાદુએ ફરી બૂમ પાડી કીધું ક્યાં ખોવાયા છો ? શું આનંદના સમાચાર છે ? આમ મલકાતા મલકાતા આવી રહ્યા છો ? ખૂબ ખુશ છો ને કાંઇ ? આસ્થા કહે હા “દાદુ આજનો દિવસ જ ખૂબ સરસ છે. તમે મંગાવેલું બધું જ લઈ આવી. ક્લાસીસમાં પણ ભણવાની મજા આવી જાણે બધું જ યાદ રહી ગયું. દીલમાં લખાઈ ગયું... કાકુથ કહે એટલે ? આસ્થા હસતી હસતી અંદર દોડી ગઈ. કાકુથ બોલી રહ્યાં મારી ભોળી દીકરી...

આસ્થા ઘરમાં આવી તરત જ પોતાનાં રૂમમાં એના પલંગ પરએણે પોતાની જાત સાવ ફેકી ખૂબ આનંદમાં પડખા ફરવા લાગી એનો આનંદ સમાતો નહોતો અને એણે મનમાં સ્ફુરેલું ગાવા લાગી....

મારું દીલ છે ખૂબ ખુશ ખુશાલ મળી નવી સૌગાદ

વસી ગયો માણીગર ઓવારી જઉં પ્રેમમાં

ધબકશે ધબકાર દીલમાં હવે નામ તારાં

વસાવી લેને હદયમાં તારા થઈ સમર્પિત તને

આમ ગણગણતી વિશ્વાસનાં વિચારમાં ક્યારે સરકી ગઈ કાંઇ ખબર જ ના પડી અને ઊંડી નિંદ્રામાં ઊતરી ગઈ.

પ્રકરણ 10 સમાપ્ત…. વિશ્વાશ આસ્થાનો પ્રેમ નવી ઉંચાઈએ પહોંચશે……