પ્રેમ કે પ્રતિશોધ - 20

પ્રેમ કે પ્રતિશોધ-20(આગળના ભાગમાં જોયું કે અર્જુન હજી શિવાની મર્ડર કેસમાં આગળ વધે તે પહેલાં એ જ ગ્રુપમાંથી અજયની હત્યા કરવામાં આવે છે. બંને હત્યા એક વ્યક્તિએ કરી હશે એમ અર્જુન અનુમાન લગાવે છે. સાંજે રમેશ પી.એમ. રીપોર્ટ લઈને અર્જુનની કેબિનમાં આવે છે.)


હવે આગળ......

“જેમ શિવાનીનું થયું હતું તેમ જ!"અર્જુને કહ્યું.
“મતલબ પોઇઝન..."રમેશ આટલું બોલી અટકી ગયો.
“હા રમેશ, એજ પોઇઝન જે શિવાનીના બ્લડમાં મળ્યો હતો. તે અજયના હાથમાં ઇન્જેકટ કરવાંમાં આવ્યો જેથી તેનું મૃત્યુ થયું. અને અજયને બેહોશ કરવા માટે ક્લોરોફોમ પણ યુઝ કરવામાં આવ્યું છે.. પછી આત્મહત્યાનું સ્વરૂપ આપવા બ્લેડથી હાથમાં કટ મારવામાં આવ્યું"
“સર, ખૂની બહુ ચાલાક છે. આપણાં માટે એક પણ સબુત નથી છોડ્યું..."
“આ એક જ ગ્રુપના બીજા વિદ્યાર્થીનું ખુન થયું છે. નક્કી એ ગ્રુપનું ભૂતકાળમાં....."અર્જુન આગળ બોલે તે પહેલાં દીનેશ કેબીનના દરવાજે આવી અંદર પ્રવેશવા માટે પરવાનગી માંગી.
“સર, અજયના કોલ રેકોર્ડસ આવી ગયા છે."અર્જુનની અનુમતી મળતા અંદર પ્રવેશતાં જ દીનેશે કહ્યું.
“કોઈ ખાસ નંબર..."
“હા સર એક આ લાસ્ટ કોલ અને બીજો આ દિવ્યાનો નંબર છે. મોસ્ટ ઓફ આજ નંબર પરથી સૌથી વધુ મેસેજ અને કોલ આવતાં"
“એ કઈ વિશેષ ન કહેવાય કેમ કે અજય અને દિવ્યા એકબીજાને પ્રેમ કરતાં તો સ્વાભાવિક રીતે તેમની જ વાતો વધારે હોય ને.... અને લાસ્ટ કોલ?"
“સર, આ લાસ્ટ કોલ રાત્રે દોઢ વાગ્યે અજયના ઘરની નજીક આવેલા રસ્તા પર જે પી.સી.ઓ છે તેમાં થી આવેલ હતો."
“પી.એમ રિપોર્ટ પ્રમાણે અજયનું મૃત્યુ 2 વાગ્યાની આસપાસ થય હતું, તો નક્કી આ કોલ ખૂનીએ જ કર્યો હશે...."
“પણ સર. આમ અજયના રૂમની અંદર કોઈ પણ અવાજ વગર પહોંચવું કેમ શક્ય બને?."રમેશે કહ્યું
“સૌ પ્રથમ અજયને ખૂનીએ કોલ કર્યો હશે. અને અજયને કદાચ બહાર બોલાવ્યો હોઈ તે પણ બને..."
“પણ સર, અજય એમ ઘરની બહાર શુ કામ નીકળે, અને કદાચ મહોજ એની લાસ છેક એના રૂમ સુધી પહોંચાવી પછી બહાર નીકળે એટલી વારમાં કોઈ તો...."આટલું બોલી દીનેશ અટકી ગયો.
“આપણે એમ માની ને ચાલીએ કે ખૂની કોઈ એવો વ્યક્તિ છે. જેને અજય ઓળખે છે. જેના માટે અજયે દરવાજો ખોલ્યો. પછી બંન્ને રૂમમાં ગયા જ્યાં ખૂનીએ મોકો જોઈને અજયને ક્લોરોફોમનો ઉપયોગ કરી બેહોશ કર્યો. પછી પોઇઝનનું ઇન્જેક્શન આપ્યું અને અંતે આત્મહત્યા દર્શવવા બ્લેડથી હાથ પર કટ માર્યો..."
“સર, કદાચ એના કાકા કે કાકી તો..."દીનેશે પોતાનો તર્ક રજૂ કર્યો.
“ના, કારણ કે એમને જો અજયને મારવો જ હોઈ તો કોઈને ખબર ના પડે એ રીતે પણ કરી શકતા હતા.."અર્જુને દીનેશના તર્કનો વિચ્છેદ કરતાં કહ્યું.
“તો સર, હવે આગળ......"
“પહેલા પીસીઓમાં જઈને તપાસ કરો કે કાલે રાત્રે 1 થી 2 ની વચ્ચે કોલ કરવાં કોણ આવ્યું હતું પછી આગળ વધી શકીશું, અને જો ત્યાં કોઈ કેમેરો હોઈ તો આપણે ઉપયોગી થશે...તમે જઈને તપાસ કરો અને હા આ આખા ગ્રુપની આખી કુંડલી તૈયાર કરો. અને કોલેજમાં પણ પૂછતાછ કરવી પડશે..."
રમેશ અને દિનેશ અર્જુનનો પરવાનો મેળવી ત્યાંથી પીસીઓ તરફ નીકળે છે જ્યારે અર્જુન કેબિનમાં શિવાની અને અજયના મર્ડરની ગુંથી સુલઝાવવા માટે બંને કેસની ફાઈલો તપાસવા લાગ્યો....

થોડીવાર પછી એક કોન્સેબલ અર્જુનની કેબિનમાં પ્રવેશીને કહ્યું,“સર, કોઈ વિનય નામનો છોકરો તમને મળવા માંગે છે."
“ok, એને અંદર મોકલ અને બે કપ ચા પણ લઈ આવ"
વિનય કેબિનમાં આવે છે અર્જુને તેને બેસવા માટે ઈશારો કર્યો.
વિનય હજી ખુરશી પર બેઠો ત્યાં તો એક કોન્સ્ટેબલ આવીને ચાના બે કપ ટેબલ પર મુક્યા.
“સર હું કઈ કહેવા માગું છું"વિનયે ધ્રુજતા અવાજે કહ્યું.
“હમ્મ, બોલ શુ કહેવું છે."
“સર, હું સ્યોર નથી પણ તમે જે સીસીટીવી ફૂટેજમાં મહિલા બતાવી હતી તેને મેં થોડા દિવસ પહેલા જોઈ હતી."
“ક્યાં? અને ક્યારે?"અર્જુન વિસ્મયતાથી વિનય સામે જોઈ રહ્યો.
“હું અહીંથી ઘરે ગયો હતો પછી હું અને રાધી એક કેફેમાં બેઠા હતા ત્યારે....."
“આ તારે પહેલા જણાવવાની જરૂર હતી",અર્જુને સહેજ ઊંચા સ્વરે કહ્યું.
“પણ સર, મને એમ કે આવી તો ઘણી મહિલાઓ હશે આ શહેરમાં...."
“ok, તો તને એવું કેમ લાગ્યું કે આ એજ મહિલા હોઈ શકે છે?"
“સર વિડીઓમાં તેની પાસે હતું તદ્દન તેવું જ પર્સ તે મહિલા પાસે હતું એટલે...."
“પછી..."
વિનયે બધી વાત વિગતવાર જણાવી કે રાધીના ગયા પછી તેણે તે મહિલાને દૂરથી ટેક્ષીમાં જતાં જોઈ હતી..
હજી વિનય અને અર્જુનની વાત ચાલુ હતી ત્યાં વિનયના મોબાઈલમાં રિંગ વાગી..... તેણે જોયું તો રાધીનો ફોન હતો. તે કટ કરવા જતો હતો ત્યાં અર્જુને તેને અટકાવી ફોન હાથમાં લઈ રાધીનો ફોન છે એમ જોઈને એણે વિનયને સ્પીકર પર રાખી વાત કરવા કહ્યું.
વિનયે ખચકાતા મને કોલ રિસીવ કરી સ્પીકર મોડ ઓન કર્યું.
બીજી બાજુ પોતાની વાત અર્જુન પણ સાંભળે છે એનાથી બે ખબર રાધીએ કોલ રિસીવ થતાં જ કહ્યું,“વિનય ક્યાં છો અત્યારે?"
અર્જુને નાક પર આંગળી રાખી ઇશારાથી વિનયને પોલીસ સ્ટેશનમાં છે એમ જણાવવાની ના પાડી.
“બસ ઘરે જ જવ છું."વિનયે થોથવાતા અવાજે કહ્યું.
“મને લાગે છે કે અજયની હત્યા પણ....." રાધીની વાત સાંભળીને અર્જુનના ચહેરાના ભાવ ખેંચાયા....
“વિનય તું સાંભળે છે, આપણે અર્જુન સરને જણાવવું જોઈએ કે....." રાધી આગળ બોલી રહી હતી તેમ વિનય પરસેવાથી રેબઝેબ થઈ ગયો કેમ કે તેને ખબર હતી કે હવે અર્જુન છેક વાતના મૂળ સુધી જશે..
“રાધી આપણે મળીએ આજે સાંજે બસ, ત્યારે અર્જુન સરને પણ કોલ કરીને બધું વિગતે જણાવશું." વિનયે આટલું કહી કોલ કટ કર્યો.
તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું,
“સર, અમે કોઈ ગુનો નથી કર્યો આતો રાધીને બસ વહેમ છે કે...."
તેની વાત કાપતાં અર્જુને કહ્યું,“વિનય, જો કોઈ ગુનો નથી કર્યો તો ડર શેનો, આજે સાંજે રાધીને કેફેમાં આવવાનું મેસેજ કરી દે હું પણ ત્યાં આવીશ.. શાંતી થી મને આખી વાત જણાવશો તો તમારા માટે પણ સારું અને મને પણ આ કેસમાં મદદ મળી રહેશે."
આમ તો અર્જુનનો અંદાજ એવો હતો કે કોઈ પણ તેનાથી ડરી જાય પણ એનો વાત કરવાનો અંદાજ જ એવો હતો કે તે ગુનેગારને સીધી વાત મગજમાં ઉતારી દેતો અને કોઈ વિનય જેવા બાળક હોઈ તો કુનેહથી પરિસ્થિતિ સંભાળી લેતો.
હવે તો વાત છુપાવવાનો કોઈ પ્રશ્ન જ નહોતો એટલે વિનયે અર્જુન સામે બેસીને જ રાધીને સાંજે 6 વાગ્યે કેફેમાં આવવાનો મેસેજ કર્યો અને પછી તે ત્યાથી રવાના થયો.

લગભગ અડધા કલાક પછી પીસીઓએ જઈને રમેશે અર્જુનને કોલ કર્યો.
“સર, એક ગુડ ન્યુઝ છે. આં પીસીઓમાં તો નહીં પણ સામે એક એટીએમ છે અને તેની બહાર એક કેમેરો છે."
“એક કામ કરો આજુબાજુ કોઈ લારી કે દુકાન હોય તો પૂછપરછ કરો કે કાલે રાત્રે કોઈને અહીંથી કોલ કરતા જોયો છે કે નહીં?"
“સર, એજ તો પ્રોબ્લેમ છે. અહીં એક ચાની નાનકડી લારી છે. પણ અમે તેની પૂછપરછ કરી તે ભાઈ સાંજે 10 વાગ્યે લારી બંધ કરીને પોતાના ઘરે ચાલ્યા જાય છે. અને બાકી તો કાપડની ને શોપ છે જે સાંજે 8 વાગ્યે બંધ થઈ જાય છે."
“એક કામ કરો તો એ એટીએમના બહારના કેમેરાની ફૂટેજ તો લઈ આવો અહીં..."
“ok sir." આટલું કહી રમેશે કોલ કટ કરી એટીએમ ના કેમેરાની ફૂટેજ લેવા જે બેંકનું એટીએમ હતું તેનો કોન્ટેક્ટ કર્યો.
લગભગ કલાક જેટલા સમયમાં તે બેંકમાં જઈ એટીએમની રાત્રે 12 વાગ્યા થી 2 વાગ્યા સુધીની ફુટેલ લઈને પોલીસ સ્ટેશને આવે છે.
બંને સીધા અર્જુનની કેબિનમાં જઈ લેપટોપમાં કેસેટ પ્લે કરે છે...
“કોલ એક વાગ્યા પછીનો છે એટલે ફોરવર્ડ કર...." અર્જુને રમેશને સંબોધીને કહ્યું.
ફુટેજ પૂછી થતા ત્રણેયના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેમ એક બીજા સામે જોઈ રહ્યા.
રમેશે વિસ્મયતાથી કહ્યું,“ ઓહ માય ગોડ!, સર આ તો............

વધુ આવતાં અંકે....

શું હતું સીસીટીવી ફૂટેજમાં?
વિનય અને રાધી અત્યાર સુધી કઈ વાત છુપાવતાં હતા?
શુ અર્જુન અજય અને શિવાનીના કાતિલ સુધી પહોંચી શકશે?

જાણવાં માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ માતૃભારતી પર.
*******

આપનો અભિપ્રાય અચૂક આપશો.
તેવા આશય સાથે.
આભાર.
વિજય શિહોરા-6353553470

***

રેટ કરો અને રિવ્યુ આપો

Jadeja Aksharajsinh 1 દિવસ પહેલા

Pragnesh 2 અઠવાડિયા પહેલા

Bhumi Patel 2 અઠવાડિયા પહેલા

Bharat Maghodia 3 અઠવાડિયા પહેલા

Vicky Vaswani 3 અઠવાડિયા પહેલા