ચેલેન્જ - 18 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચેલેન્જ - 18

ચેલેન્જ

કનુ ભગદેવ

(18)

મીટીંગનું આયોજન !

‘ખાસ કંઈ નહીં પણ રાજેશ્વરીના પિતા મિસ્ટર દીનાનાથ અહીં આવી ગયા છે.’ મહેન્દ્રસિંહનો શાંત અવાજ લાઈન પર સંભળાયો, ‘એણે થોડી વાર પહેલાં જ મને ફોન પર કહ્યું હતું કે હું આવી ગયો છું. મેં એણે વીમા કંપનીવાળા ધીરજકુમાર વિષે વાત કરીને એનો સંપર્ક સાધવાનું કહ્યું હતું. એ બંને કદાચ માર્ગમાં રાજેશ્વરીની લાશની ઓળખ માટે ગયા છે.’

‘ઇન્સ્પેક્ટર સાહેબ, મારે એક વિનંતી કરવાની છે.’

‘એક શા માટે? દસ-બાર કરો! કોઈ માણસ વિનંતી કરતો હોય તો એમાં મને કંઈ નુકશાન થતું નથી.’ મહેન્દ્રસિંહ મજાક ભર્યા અવાજે બોલ્યો.

‘ના રે ના…! એક જ વિનંતી છે.’

‘એક તો એક! કહી નાંખો તમે તમારે!’

‘તમે કોઈ ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની વ્યવસ્થા કરી શકો તેમ છો?’ દિલીપે પૂછ્યું.

‘શા માટે…?’

‘મારે માટે જરૂરી કામ પડ્યું છે.’

‘અન ઓફિસીયલી…?’

‘હા…’

‘ભલે, થઇ જશે. બીજું કંઈ?’

‘આભાર...પણ તે પોતાના કામમાં એકદમ ચોક્કસ અને સંપૂર્ણ રીતે નિષ્ણાત હોવો જોઈએ.’

‘એની ફિકર છોડો.' ઈન્સ્પેક્ટરે કહ્યું, ‘હું જેના માટે કહું છું તે ખુબ જ હોશિયાર અને અનુભવી માણસ છે.’

‘એમ…? કોણ છે એ સાહેબ?’

‘એમનું નામ રાકેશકુમાર કપૂર છે. પણ દુનિયા આખી એમને કપૂર સાહેબના નામથી ઓળખે છે. થોડાં સમય પહેલાં જ સરકારી લેબોરેટરીની નોકરીમાંથી નીર્વુંત્ત થયા છે.’

દિલીપનો આનંદનો પાર ન રહ્યો.

‘હા...હા..એમનું નામ તો મેં પણ સાંભળ્યું છે. ઇન્સ્પેક્ટર સાહેબ, તમે એમને જરૂરી સર-સમાન સાથે બરાબર સાત વાગ્યે તમારી ઓફિસે આવવાનું જણાવી દેજો. હું સાત વાગ્યે તમારી ઓફિસમાં આવવાનું જણાવી દેજો. હું સાત વાગ્યે તમારી ઓફિસમાં એક મીટીંગ બોલાવવા માંગુ છું.’

‘આ મીટીંગ અને સીટીંગનું વળી શું ધતિંગ માંડ્યું છે કેપ્ટન…?’ મહેન્દ્રસિંહ ફોન પર હસતા હસતા બોલ્યો, ‘ભલા માણસ, મીટીંગ બોલાવવાનું કામ તો નેતાઓનું છે. એ આપણું કામ નહીં. જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ સાવ મીટીંગો કરતાં જશે અને પ્રજાને પુરા પાંચ વર્ષ પછી સાવ મફતમાં જ પોતાના દર્શનનો લાભ આપવા માટે ઠેકડા મારવા માંડશે.’

‘મજાક સારી કરો છો મહેન્દ્રસિંહ, પણ આ મીટીંગ જુદી જ છે.’ દિલીપના અવાજમાં ગંભીરતા હતી, ‘એમાં આપણે બંને તો હશું જ. ઉપરાંત ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ, કર્તવ્યપરાયણ ઇન્સ્પેક્ટર ગુલાબરાય, રાજેશ્વરીના પિતા દીનાનાથ અને તેના બનેવી અજીત મર્ચન્ટ, વીમા કંપનીના ઓફિસર ધીરજકુમાર, ઉષા ઉપરાંત દીનાનાથનો એક સંબંધી અને મારો મિત્ર દિવાકર પણ હાજર હોવા જોઈએ. તો જોનીને પણ હાજર રાખવાનો છે.’

‘એ અશક્ય હે. છતાં હું પ્રયાસ કરી જોઇશ.’

‘ભલે. ઉષા અને દિવાકર સિવાય બાકીના માણસોને તમે મીટીંગમાં હાજર રહેવા માટે ભારપૂર્વક આમંત્રણ આપી દેવાની મહેરબાની કરશો.’

‘ઠીક છે. પણ મીટીંગનો હેતુ શું છે?’

‘મને એમ લાગે છે કે આ કેસમાં શરૂઆતથી જ બધા ખોટી દિશાએ જઈ ચડ્યા છે. ખૂની પણ આપણે જેને ધારીએ છીએ તે નથી એવું મને લાગે છે.’

‘એટલે…? તમે કહેવા શું માંગો છો કેપ્ટન?’

‘સો વાતની એક વાત! જોનીને જરૂર આ મીટીંગમાં હાજર રાખજો.’ દિલીપે ઇન્સ્પેક્ટરના પ્રશ્નનો જવાબ આપવાને બદલે વાત ઉડાવી મૂકી.

‘તમારી વાતો મને અટપટી લાગે છે કેપ્ટન…!’ મહેન્દ્રસિંહના અવાજમાં મૂંઝવણ હતી.

‘હું પોતે ય ઘણો અટપટો છું ઇન્સ્પેક્ટર સાહેબ…!’

‘એ તો તમે જન્મથી જ છો તે હું જાણું છું.’

‘લે, કર વાત! આવું તમને કોણે કહ્યું?’ દિલીપે હસતાં હસતાં પૂછ્યું.

‘દુનિયા આખી જાણે છે. અને ગુલાબરાય તો બાંગ પોકારી પોકારીને તમારે માટે આવું બધું બોલ્યા કરતો હતો.’

‘હા, એ વાત સાચી છે. પણ એક વાત કહું તમને?’

‘શું?’

‘ગુલાબરાય ટૂંક સમયમાં જ મૌનવ્રત ધારણ કરશે અને એનો બાપ આવશે તો પણ એ જીભ નહીં ઉઘાડે.’

‘તો તમે મીટીંગનો મૂળ હેતુ નહીં જ કહો એમ ને?’ મહેન્દ્રસિંહે ફરીથીમુદ્દાની વાત પર આવતા પૂછ્યું.

‘સાત વાગ્યે આવીને બધું જ કહીશ.’

‘ભળે અટપટા સાહેબ, જેવી તમારી મરજી!’ સામેથી મહેન્દ્રસિંહના હસવાનો અવાજ આવ્યો.

દિલીપે સંબંધ વિચ્છેદ કરીને કપૂર સાહબને ફોન જોડ્યો.

‘કપૂર સાહેબ, હું દિલીપ બોલું છું, વ્હીસ્કીની બોટલના ઉપલા મોં વાળા ભાગમાંથી મળી આવેલી ફિંગર પ્રિન્ટ વિષે કંઈ જાણવા મળ્યું?’

‘ના...મારા પ્રયાસો ચાલુ જ છે?’

દિલીપે એને મીટીંગની હકીકત વિસ્તારપૂર્વક જણાવીને ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનમાં બરાબર સાત વાગ્યે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પાસે પહોંચી જવાની વિનંતી કરી અને પછી કહ્યું, ‘કપૂર સાહેબ, આપણે બંને એકબીજાને ઓળખીએ છીએ. તેવું કોઈને જણાવા દેશો નહીં. બલકે આપણે બંને એકબીજાથી સદંતર અજાણ્યા જ છીએ એવો દેખાવ તમારે કરવાનો છે.’

‘ભલે, પણ આ મીટીંગમાં થવાનું શું છે?’

‘આ હાલ તુરત રહસ્ય છે ઓ.કે…’

દિલીપે રીસીવર મૂકી દીધું કે તરત જ ઘંટડી રણકી ઉઠી.

એના સંકેતથી ઉષાએ રીસીવર ઊંચક્યું.

‘હલ્લો…’ એણે માઉથપીસમાં કહ્યું, ‘હા..હા...હા..તેઓ અહીં જ છે.’ એણે રીસીવર દિલીપ સામે લંબાવ્યું, ‘તમારા મિત્ર મિસ્ટર દીવાકરનો ફોન છે.’

‘હલ્લો, દિવાકર…!’ એણે ઉષાના હાથમાંથી રીસીવર લઈને કહ્યું, ‘ક્યાંથી બોલે છે?’

‘એરપોર્ટ પરથી…’

‘રાજેશ્વરીનો ફોટો લાવ્યો છે?’

‘હા…’

‘સરસ...ટુ ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પાસે પહોંચી જા. હું પણ ત્યાં આવું છું.’ રીસીવર મુકીને તે ઉભો થયો.

‘હવે શું પ્રોગ્રામ છે?’ ઉષાએ પૂછ્યું.

‘તમે તૈયાર થઇ જાઓ. આપણે પોલીસ સ્ટેશને જવાનું છે.’

‘પોલીસ સ્ટેશનમાં મારું શું કામ છે?’ ઉષાએ મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું.

‘તમારે ત્યાં રાજેશ્વરીની ઓળખ કરવાની છે.’

‘એટલે…? તમે કહેવા શું માંગો છો?’

‘વીમા કંપનીમાંથી એક માણસ આવ્યો છે. તે રાજેશ્વરીની ઓળખ બાબતમાં નાહક જ દૂધમાંથી પૂળા કાઢવાનો પ્રયાસ કરે છે.’ દિલીપે જવાબ આપ્યો, ‘મારો મિત્ર દિવાકર રાજેશ્વરીનો ફોટો લઈને આવ્યો છે એટલે એની ઓળખ કરવામાં તમે પણ મારી વાતને સમર્થન આપો એમ હું ઈચ્છું છુ.’

‘ઓહ...તો એટલા માટે જ તમે એ ફોટો મંગાવ્યો છે?’

‘હા…’ કહેતા કહેતા દિલીપના ચહેરા પર સ્મિત ફરકી ગયું.

તૈયાર થઈને તેઓ બંને બહાર નીકળ્યા અને પછી બરાબર સાત વાગ્યે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા.

દીવાકાર ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહની ઓફીસ બહાર એક બેંચ પર બેઠો હતો.

દિલીપે તેની સાથે ઉષાનો પરિચય કરાવ્યો અને પછી કહ્યું, ‘દિવાકર, આ એરબેગ તારી પાસે સાચવીને રાખજે.એણે ઉઘાડીને અંદર શું છે એ જોવાનો પ્રયાસ ક્રીસ નહીં. મારે જરૂર પડશે ત્યારી હું તારી પાસેથી પાછી માંગી લઈશ.’

એ જ વખતે મહેન્દ્રસિંહ ઓફિસમાંથી બહાર નીકળ્યો.

દિલીપે એ બંનેનો પરિચય કરાવ્યા પછી પૂછ્યું, ‘આમંત્રિત મહેમાનો આવી ગયા છે ઇન્સ્પેક્ટર સાહેબ?’

‘હા...જોની અને કપૂર સાહેબ સિવાય બધા આવી ગયા છે. કપૂર સાહેબ તો દેખાતા નથી એટલી જ વાર છે. પણ જોનીને આવતાં અડધો એક કલાક તો નીકળી જશે.’

‘જોનીની હાજરીની ખાસ જરૂર છે ઇન્સ્પેક્ટર સાહેબ! એના વગર આ મીટીંગનો હેતુ માર્યો જશે.’

‘તમે ફિકર છોડો કેપ્ટન સાહેબ! તમારી વાત હું સમજી ગયો છું.’

‘શું….?’ દિલીપે ઉત્સુકતાથી પૂછ્યું.

‘તમારી વાત પરથી લાગે છે કે આરતીનું ખૂન સો એ સો ટકા જોનીએ જ કર્યું છે અને એણે ખૂની ઠરાવનારા કોઈક જોરદાર પુરાવાઓ તમારી પાસે આવી ગયા છે. તમે નાહક જ સસ્પેન્સ ઉભું કરો છો. હું બધું જ સમજી ગયો છું.’

‘અરે વાહ, રંગ છે તમને ઇન્સ્પેક્ટર સાહેબ!’ કહેતા કહેતા દિલીપના હોઠ પર ન સંજય તેવું રહસ્યમય સ્મિત ફરક્યું, ‘અરે, હા...મિસ્ટર અજીત મર્ચન્ટ તો આવી ગયા કે ને? જો જો હો, એ નહીં આવ્યા હોય તો આખી મીટીંગનો ખેલ બગડી જશે.’

‘અરે એ તો સૌથી પહેલો જ આવી ગયો છે.’

‘ગુનેગારો નિર્દોષ દેખાવા માટે હંમેશા સમય પહેલાં જ પહોંચતા હોય છે.’ કહીને દિલીપે ફરીથી રહસ્યમય સ્મિત ફરકાવ્યું, ‘એ તો ઠીક છે. પણ મિસ્ટર ગુલાબરાય…? એ મહાશય ક્યાં છે?’

‘એ આખો દિવસ પોતાના ઘરમાં આરામ ફરમાવતો પડ્યો હતો.’ ઈન્સ્પેક્ટરે જવાબ આપ્યો, ‘એણે મીટીંગમાં બોલાવવા માટે મારે પોતાને જવું પડ્યું હતું. પહેલાં તો તટે એકદમ મિજાજ ગુમાવી બેઠો કે કેપ્ટન દિલીપનું આ શહેરમાં શું દાટ્યું છે કે હજુ અહીંથી ટળ્યો નથી? મેં એણે માંડ માંડ સમજાવ્યો અને કહ્યું કે બ્રધર ગુલાબરાય, કેપ્ટન દિલીપ એવો દાવો કરે છે બલકે છાતી થોકીની કહે છે કે સરલા જુબાની આપ્યા પહેલાં જ મૃત્યુ પામી હતી, એના સંગીન પુરાવાઓ મારી પાસે છે. એણે કોઈ જ જુબાની આપી નહોતી...કોઈ જ સ્ટેટમેન્ટ કે ડાઈંગ ડેકલેરેશન આપ્યું નથી. આ બધી ગુલાબરાયની ચાલ છે. મારી વાત સાંભળીએ એ તરત જ એકદમ ઠંડો પડી ગયો હતો પછી રુઆબભેર એણે મને કહ્યું કે કેપ્ટનનો દાવો તદ્દન ખોટો છે અને એણે ખોટા તરીકે પુરવાર કરવા માટે મારે હવે મીટીંગમાં આવવું જ પડશે. તમે જો જો મહેન્દ્રસિંહ, મને જોઇને એ કેપ્ટનનો દીકરો પોતાનું કેપ્ટનપણું ભૂલીને તરત જ ત્યાંથી પલાયન થઇ જશે.’ કહીને મહેન્દ્રસિંહે દિલીપ સામે જોયું.’’તમે પણ એણે આબાદ બનાવ્યો હો! તો તો પછી પોતાનું આવી બન્યું છે એની ગુલાબરાયને રજ માત્ર પણ ખબર નહીં હોય ખરું ને?’

‘હા...એવું જ લાગે છે. જો એને પોતાનું આવી બનવાનું છે એની ખબર હોત તો મીટીંગના લફરામાં પડવાને બદલે પોતાની સલામતીની ફિકર કરવામાં પડી જાત.’ મહેન્દ્રસિંહે કહ્યું. પછી પૂછ્યું, ‘આ મીટીંગનું ધતિંગ શા માટે માંડ્યું છે એ તો હવે કહો કેપ્ટન…!’

‘બસ, આવે તારે બહુ રાહ નહી જોવી પડે મહેન્દ્રસિંહ…! આ ખૂની નાટકનો છેલ્લો પડદો ઉંચકાય એટલી જ વાર છે. પણ જોનીની હાજરીની ખાસ જરૂર છે એ ભૂલશો નહીં. ચાલો, હવે અંદર જઈએ.’ અને તે ઇન્સ્પેક્ટર સાથે તેની ઓફિસમાં દાખલ થયો. એની પાછળ દિવાકર અને ઉષા પણ પ્રવેશ્યા.

અંદર ટેબલ પાસે પડેલી ખુર્શિઓમથિ એક પર ઇન્સ્પેક્ટર ગુલાબરાય બેઠો હતો. અત્યારે તે ઇન્સ્પેક્ટરની વર્દીમાં નહીં પણ બેગી પેન્ટ અને લાંબા પહોળા શર્ટમાં આધુનિક નવયુવાનની જેમ સજ્જ થઈને જાણે આખા ભારતની પ્રજાના સુખદુઃખનો ભાર પોતાને માથે હોય એટલા બધા ચિંતાતુર ચહેરે, ખુરશીના પાયાની ચિંતામાં પડી ગયેલા નેતાઓની જેમ સિગરેટ ફૂંકતો બેઠો હતો એની બાજુમાં દીનાનાથ અને ધીરજકુમાર બેઠા હતા.

બીજી ચાર-પાંચ ખુરશીઓ ખાલી હોવા છતાં પણ અજીત મર્ચન્ટ એક ખૂણામાં પાર્ટીશનનો ટેકો લઈને ઉભો હતો. એના ચહેરા પરથી લોહી ઉડી ગયું હતું. આંખો કોઈક અજ્ઞાત ભયથી ચકળવકળ થતી હતી. ક્યારેક ક્યારેક એની અને દીનાનાથની નજર મળતી ત્યારે તે એની સામે ડોળા ઘુરકાવી લેતો હતો.

દિવાકર અને ઉષાને બેસવાનો સંકેત કરીને દિલીપ સીધો દીનાનાથ પાસે જઈને ઉભો રહ્યો.

દીનાનાથના ગમગીન ચહેરા પર માનસિક તાણ અને થાકના ઘેરા ચિન્હો સ્પષ્ટપણે નજરે ચડતા હતા. ચશ્માના કાચ પાછળથી ડોકાતી એની આંખો પરથી સ્પષ્ટ લાગતું હતું કે તેણે છેલ્લા ચોવીસ કલાકમાં એક મિનીટ પણ મટકું ય નથી માર્યું.

‘હું ખુબ જ દિલગીર છું, મિસ્ટર દીનાનાથ!’ દિલીપના અવાજમા દિલગીરી અને સહાનુભુતિ હતી, ‘હું મારું કામ પાર નથી પાડી શક્યો.’

‘એમાં તમારો કંઈ જ દોષ નથી મિસ્ટર દિલીપ!’ તે ભીના અવાજે બોલ્યો, ‘જેવી ઈશ્વરની મરજી! જે બનવાનું હોય તે બને જ છે. ભગવાનની મરજી પાસે માનવી લાચાર છે.’

‘એ તો હું પણ સમજુ છું. પરંતુ હું એણે મુકીને એકલો ચાલ્યો ગયો એ મારી નરી બેવકૂફી હતી. જો હું સાથે રહ્યો હોત અથવા એના પર નજર રાખવાં માટે મેં કોઈને રોક્યો હોત તો આજે એ જીવતી હોત.’

‘ના...ના…’ દીનાનાથે નિ:સાસો નાખતા કહ્યું, ‘આ મારી જ કમનસીબી છે. એક જ દિવસમાં મેં મારા બે સ્વજનો ગુમાવ્યા છે. પહેલાં મારી બહેન ગઈ અને પછી મારી દીકરી પણ ચાલી ગઈ.’ પછી એણે ગજવામાંથી સફેદ રૂમાલ કાઢીને આંખોમાં ઘસી આવેલાં આંસુ લુંછી નાંખ્યા.

‘હશે...તમારી વાત સાચી છે. જેવી ભગવાનની મરજી.’ કહીને દિલીપ એની બાજુમાં બેઠેલા વીમા કંપનીના ઓફિસર ધીરજકુમારને ઉદ્દેશીને બોલ્યો, ‘મિસ્ટર ધીરજકુમાર, ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ કહેતા હતા કે તમે મિસ્ટર દીનાનાથ સાથે મોર્ગમાં ગયા હતા. તો શું લાશની ઓળખવિધિ પૂરી થઇ ગઈ?’

‘હા…’ ધીરજ્કુમારે હકારમાં માથું હલાવતાં કહ્યું, ‘મેં એફિડેવિટ પણ તૈયાર કરાવી નાખી છે. હવે, માત્ર તમારે તેના પર સહી કરવાની જ બાકી છે.’

‘ઓહ...તો એનો અર્થ એ થયો કે તમને ઓળખથી પુરેપુરો સંતોષ થયો છે, ખરું ને?’

‘હા, મિસ્ટર દીનાનાથે લાશને તરત જ ઓળખી કાઢી હતી. લાશ પર નજર પડતા જ તેઓ એકદમ ભાંગી પડ્યા હતા. એમણે શાંત પાડવા માટે મારે ઘણી મહેનત કરવી પડી હતી. એમણે કહ્યું કે આ લાશ મારી દીકરી રાજેશ્વરીની જ છે. શાંત થયા પછી પોતાની દીકરી રાજેશ્વરી શા માટે ઉપનામ ધારણ કરીને રહેતી હતી એનું કારણ પણ મને એમણે કહ્યું હતું.’ કહીને ધીરજકુમાર ચુપ થઇ ગયો.

‘તમારી માનસિક હાલતથી હું બરાબર વાકેફ છું મિસ્ટર દીનાનાથ!’ દિલીપ દીનાનાથ સામે ફરીને બોલ્યો, ‘પણ કેટલીક વાતો એવી છે કે જેને કારણે બધી આંટીઘુટી ઉભી થઇ છે. અને તે ઉકેલવા માટે મારે તમારી મદદની જરૂર છે. તમને વાંધો નથી ને?’

‘ના…’ દીનાનાથે માથું ઊંચું કરીને જવાબ આપ્યો.

‘આભાર…’ કહીને દિલીપે ખૂણામાં ઉભેલા અજીત મર્ચન્ટ તરફ આંગળી લંબાવીને પૂછ્યું, ‘તમે આ સાહેબને ઓળખો છો?’

‘હા...મારા કમભાગ્યે એણે આજથી નહીં, ઘણાં વર્ષોથી ઓળખું છું. એનું નામ અજીત મર્ચન્ટ છે.’

‘તો પછી તમે બલરામપુરમાં મારી પાસે જુઠું શા માટે બોલ્યા હતા?’ દિલીપે નારાજગીભર્યા અવાજે પૂછ્યું.

‘તમે કહેવા શું માંગો છો એ મને સમજાયું નહીં?’ કહેતા કહેતા દીનાનાથની ભ્રમરો સંકોચાઈ.

‘દિવાકર…’ દિલીપે દિવાકર સામે જોતા કહ્યું, ‘તારા આ સંબંધી કે સ્નેહી, જે કોઈ હોય તે પણ તું તેને બલરામપુરમાં મારી ઓફિસે લઇ આવ્યો હતો એ વાત સાચી ને?’

‘હા...સવે સાવ સાચી…’ દિવાકરના અવાજમાં ઠાવકાઈ હતી.

‘ત્યાં એણે મને તારી હાજરીમાં જે જે વાતો કરી હતી, એ તું પણ બરાબર સાંભળતો હતો બરાબર?’

‘એકદમ બરાબર...મેં સાંભળ્યું હતું એટલે મારાથી ના કહેવાય જ કેમ?’

‘શાબાશ...તો પછી તું જરા મિસ્ટર અજીત મર્ચન્ટને ધ્યાનથી જો અને ત્યાં થયિલી વાતોને ધ્યાનમાં રાખીને યાદ કરી જો કે કાળા વાળની વચ્ચે સફેદ લટ, બંને હાથની પહેલી આંગળીઓમાં સફેદ ધાતુની ચમકતી વીંટી, શીતળાના ચાંઠા વાળો ગુંડા ટાઇપ ચહેરો, કપાળમાં જુના ઘા નું નિશાન, તલવાર કટ મૂંછો, આ બધા ચિહ્નો મને જણાવીને દીનાનાથે કહ્યું હતું કે આ દેખાવનો માણસ મારી દીકરીની પાચલ પડી ગયો છે. બોલ કહ્યું હતું ને એમણે?’

‘ચોક્કસ કહ્યું હતું. અને મારી હાજરીમાં જ કહ્યું હતું.’

‘વેરી ગુડ...જો તને યાદ હોય તો મેં આ બદમાશનું નામ શું છે એ પણ મિસ્ટર દીનાનાથને પૂછ્યું હતું!’

‘તદ્દન ખરું...મારી હાજરીમાં જ પૂછ્યું હતું. મને એકસો એક ટકા યાદ છે.’

‘તો પછી એમણે જે જવાબ આપ્યો હતો એ પણ તને યાદ જ હશે?’

‘અવશ્ય...અવશ્ય...આવી બધી વાતો યાદ રહી જાય એટલા માટે તો હું ગુલાબરાયની જેમ દરરોજ કટકીના માલમાંથી શુદ્ધ પચાસ ગ્રામ બદામ ખાઉં છું. ફર્ક એટલો કે ગુલાબરાય ધારે તો રોજની બસો-પાંચસો ગ્રામ ખાઈ શકે છે કારણકે તેમને કટકીની આવક મારા કરતાં વધારે છે અને મારે તો રોજની ફક્ત પચાસ ગ્રામ બદામ આવે એટલી જ કટકી થાય છે.’ (ગુલાબરાય વિષે દિવાકર જાણતો હતો.)

કોઈ કશું બોલે તે પહેલાં જ ક્રોધથી બંને હાથની મુઠ્ઠીઓ વાળતો ગુલાબરાય સ્પ્રીંગની જેમ ખુરશી પરથી ઉછળીને ઉભો થયો અને લાલઘુમ ચહેરે દીવ્વાકાર તરફ માતેલા આખલાની જેમ ઘસ્યો.

‘થોભો ગુલાબરાય…’ દિવાકરે જોરથી ત્રાડ પાડી અને પછી ઉમેર્યું, ‘તમારી કંઈક ગેરસમજ થઇ છે. હું તમારી નહીં પણ બલરામપુરની મારી ઓફિસમાં નોકરી કરતાં ચપરાશી ગુલાબરાયની વાત કરું છું. ગુલાબરાય કંઈ તમારા એકલાનું નામ નથી. તમને ખાતરી ન થતી હોય તો બલરામપુર મારી ઓફિસે ફોન કરીને પૂછી જુઓ ક ત્યાં ગુલાબરાય નામનો ચપરાશી નોકરી કરે છે કે નહીં? અરે, એ તો સાલ્લો એક નંબરનો લબાડ છે. સાહેબે સિગરેટનું પેકેટ લેવા માટે વીસ રૂપિયાની નોટ આપી હોય તો બાકીના પૈસા પાછા આપવાનું નામ જ ન લે, બાકીના પૈસા પોતે જ જમી જાય અને જો કોઈ તેને કટકી કરતાં જોઈ જાય તો પોતાને જોઈ જનારને પણ તે પોતે કરેલી કટકીમાંથી અડધા પૈસા જમાડી દે.’

ગુલાબરાય એની સામે ડોળા ઘુરકાવીને રહી ગયો.

કહેવાની જરૂર નથી કે ગુલાબરાય અને દિવાકર પણ આજકાલ કરતાં ઘણાં સમયથી એકબીજાને ઓળખતા હતા.

ગુલાબરાય પાછો પોતાની ખુરશી પર બેસી ગયો હતો. બેગી પેન્ટ અને શર્ટમાં તે શોભવાને બદલે ઉલટાનો હાસ્યાસ્પદ લાગતો હતો.

‘દિવાકર, ટુ હવે અવળચંડાઈ મુકીને વાતાવારણની ગંભીરતા ધ્યાન રાખીને હવે પછી સહેજે અવળચંડાઈ કર્યા વગર મારી વાતના જવાબો આપતો રહેજે.’ દિલીપે કઠોર અવાજે કહ્યું, ‘મેં જે સવાલ પૂછ્યો હતો તેનો જવાબ આપ.’

‘તમારા સવાલના જવાબમાં દીનાનાથે કહ્યું અહ્તું કે એનું નામ હું નથી જાણતો અને મેં એક જ વખત તેને જોયો છે.’

‘તો પછી હવે મને કહે કે દીનાનાથે રાજેશ્વરીના દુશ્મનનું જે વર્ણન કર્યું હતું, તે આબેહુબ અહીં સામે ઉભેલા મિસ્ટર અજીત મર્ચન્ટને બંધબેસતું આવે છે કે નહીં?’

‘હા...તદ્દન લાગુ પડે છે. બલરામપુરમાં એમણે એમના નામથી અપરિચિત હોવાની વાત કરી હતી. હું એણે ઓળખતો નથી એમ કહ્યું હતું. જયારે અહીં તમે પુછેલા પ્રશ્નના જવાબમાં હમણાં જ એમણે તમને એમ કહ્યું...કે, હા આ માણસને હું વર્ષોથી ઓળખું છું અને તેમનું નામ અજીત મર્ચન્ટ છે. મારી જાણ પ્રમાણે આ બંને સાળા બનેવી થાય છે. તેમ છતાં પણ દીનાનાથે તમને પોતાના બનેવી અજીત મર્ચન્ટને બદમાશ તરીકે શા માટે પાછળ દોડાવ્યા એ મને સમજાતું નથી. આવું જુઠ્ઠાણું તેમણે શા માટે ચલાવ્યું એનું કારણ હું સમજી શકતો નથી.’

‘બસ, આ જ સવાલ મને પણ અકળાવે છે. બોલો, જવાબ આપો મિસ્ટર દીનાનાથ?’ દિલીપ દીનાનાથ સામે ક્રોધિત નજરે જોઇને ઊંચા અવાજે બોલ્યો, ‘તમે આમ શા માટે કર્યું? બોલો, આ એ જ માણસ છે કે નહીં?’

‘હા…’ દીનાનાથના અવાજમાં કારમી ઠંડી હતી, ‘તે અ જ છે. હું ઈચ્છા હોવા છતાં પણ તમને નહોતો કહી શક્યો કે આ માણસ મારો બનેવી છે. અને એ નાતે તે મારી દીકરીનો ફુઆ થાય છે.’

‘તમારી બધી જ વાતો હળાહળ ખોટી અને ઉપજાવી કાઢેલી હતી.’ દિલીપે કડવા અવાજે કહ્યું, ‘મિસ્ટર અજીત મર્ચન્ટ ન તો કોઈ ધંધાદારી કેફી પદાર્થો વેચનારા છે કે ન તો એમના તરફથી તમારી દીકરીને કોઈ જોખમ હતું! તમારી આ બંને વાતો એકદમ ખોટી હતી.’

‘એક વાત સિવાય મેં બધી જ ખોટી વાતો કરી હતી. મિસ્ટર દિલીપ એ હું કબુલ કરું છું. પણ એક વાત મેં કહી તે એ કે આ માણસ ખરેખર જ રાજેશ્વરી માટે જોખમી હતો. રાજેશ્વરીને એના પંજામાંથી બચાવવા માટે મેં તમારી મદદ માંગી હતી ત્યાર્રે મને ખાતરી હતી કે જો મારા બનેવી મિસ્ટર અજીત મર્ચન્ટ રાજેશ્વરીને શોધી કાઢશે તો જરૂર તે એને મારી નાંખશે. જો સરલા નામની છોકરીએ રાજેશ્વરીનું ખૂન કર્યાનો ગુનો કબુલ્યો ન હોત તો મારી દીકરીને ખુદ એના સગા ફુઆએ એટલે કે મારા બનેવી મિસ્ટર અજીત મર્ચન્ટે જ મારી નાંખી છે એમ જ હું માનત.’

અજીત મર્ચન્ટનો ચહેરો કાળઝાળ રોષથી લાલચોળ બની ગયો.

‘દીનાનાથ, તમે હંમેશા મને ધિક્કારતા આવ્યા છો.’ એ કડવા અવાજે બોલ્યો, ‘રાજેશ્વરી અમને મળે તે તમને બિલકુલ ગમતું નહોતું. એટલે તમે એણે અમને મળવા આવતી અટકાવતાં હતા. અમારે ત્યાં આવવાની તમે તેને સદંતર મનાઈ કરી હતી. આનું કારણ એટલું જ હતું કે તે તમારા કરતાં પોતાની ફોઈને વધારે ચાહતી હતી, અને એ તમને પસંદ નહોતું.’

‘હા, હું તમને ધિક્કારું છું મર્ચન્ટ…’ દીનાનાથે એની કરડી નજરે તાકી રહેતા કહ્યું, ‘જે દિવસથી તમે મારી બહેન મંજુલાને સોનેરી સંસારના સોહામણા સપનાઓ બતાવીને મિતિ મીઠી વાતો જાળમાં ફોસલાવી, ભરમાવી મારી ઈચ્છા વિરુદ્ધ તેની સાથે લગ્ન કર્યા એ દિવસથી જ મને તમારા પ્રત્યે તિરસ્કાર છે. તમે હદ વગરના મતલબી, laalchu, એકલપેટા અને બદમાશ માણસ છો. તમારે કારણે જ મારી બહિનને મેન્ટલ ડીપ્રેશન, હાર્ટ ટ્રબલ અને કેન્સર જેવા જીવલેણ રોગો વળગ્યા, છેવટે એ બિચારી મારી ગઈ. તમારી નાલાયાકીનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? મારી બહેન એટલે કે તમરી પત્ની મોતના આરે આવીને ઉભી હતી અને ક્યારે તેનો પ્રાણ ખોળિયું ત્યજીને ઉડી જાય એ નક્કી નહોતું. તેમ છતાં પણ આવી ગંભીર અને કટોકટી ભરી પરિસ્થિતિમાં તમે એ બીચારીને નિરાધાર હાલતમાં મુકીને સેંકડો માઈલ દુર અહીં આવી ગયા. આ તમારું સ્વાર્થી પણું નથી તો બીજું શું છે? મારી દીકરી રાજેશ્વરી તમારો અસલી ચહેરો જુએ, તમારા કાળા કરતૂતોની એણે જાન થાય એવું હું નહોતો ઈચ્છતો. એટલે ઈરાદાપૂર્વક જ મેં તેને તમારાથી દુર રાખી હતી...અળગી રાખી હતી.’

‘ઊંચા અવાજે મને પણ વાતો કરતાં આવડે છે દીનાનાથ…!’ અજીત મર્ચન્ટના અવાજમાં દીનાનાથ પ્રત્યે નર્યો તિરસ્કાર ઉભરાતો હતો, ‘તમારી બહેન મંજુલાએ ક્યારેય તમારી દીકરીને માંની ખોટ સાલવા નહોતી દીધી. અને એક સગી પુત્રીની જેમ તેનું લાલનપાલન કર્યું હતું તથા ઉછેરીને મોટી કરી હતી. રાજેશ્વરી પણ મારી પત્નીને પોતાની સગી જનેતા સમાન જ માનતી હતી. પણ મારી પત્નીની માંદગી પછી તમે રાજેશ્વરીને મારી અને મંજુલા વિરુદ્ધ ઝેર ઓકીને તેને ખુબ જ ભરમાવી દીધી અને તેના હૃદયમાં અમારે માટે નફરત અને ધ્રુણાના બી વાવી દીધા. તમારી ખોટી રજુઆતો અને વાતોથી એ બિચારી એટલી બધી ભરમાઈ ગઈ કે તેને તમારી દરેક વાતો બ્રહ્મવાક્ય જેવી સાચી લાગી. પરિણામ એ આવ્યું કે મન તૂટી જવાને કારણે તે મારી પત્નીને એટલે કે પોતાની ફોઈને તબિયતના સમાચાર પૂછવા માટે પણ ડોકાઈ નહીં એટલું જ નહીં, તમે રાજેશ્વરી પર દબાણ કરી કરીને તેને પોતાની વીમા પોલીસીમાં તે મંજુલાને બદલે તેના સ્થાને તમને બીજા હક્દારમાંથી બદલીને પહેલાં હકદાર બનાવી દળે એટલા હદ સુધી ભરમાવી દીધી હતી.’

અજીત મર્ચન્ટના અવાજની ધગશથી વાતાવરણમાં એકદમ ખામોશી છવાઈ ગઈ.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Patel Vijay

Patel Vijay 1 અઠવાડિયા પહેલા

Jignesh Thakkar

Jignesh Thakkar 2 માસ પહેલા

Hina Thakkar

Hina Thakkar 3 માસ પહેલા

Ronak Patel

Ronak Patel 9 માસ પહેલા

Jalpa Navnit Vaishnav

Jalpa Navnit Vaishnav 10 માસ પહેલા