Mari kavita... the story (2) books and stories free download online pdf in Gujarati

મારી કવિતા...એક કથા (2)

ફિલ્મ સિટી, ડ્રિમ સિટી, મહાનગરી મુંબઈ,

સવાર નો સમય હતો,
મસ્ત મજાના પહોળા રસ્તાઓ પણ જાણે સાંકડા લાગતા હતા,
જીવન જાણે દોડી રહ્યું હતું, કોય કોઈ ની રાહ જોવા નવરૂં જ નથી, બધા જાણે સમય ને પકડવા દોડી રહ્યા છે, કોઈ બસ પાછળ, કોઈ ટ્રેન પાછળ તો કોઇ ઓટો પાછળ.
અને હું કાર માં બેસી આ બધું જોઈ રહ્યો છું.  પણ, મારા મન માં તો કવિતા ચાલતી હતી! એટલેકે કવિતા ના જ વિચારો!!

ખબર નહી કેમ પણ એની છબી મારા મગજથી ઉતારવાનું નામ જ નહોતી લેતી.
એનો શાંત અને સૌમ્ય ભાવ વાળો ચહેરો,
તેના ગાલ પર નો એ આકર્ષક તલ,
એ તેનો જાદુઈ સ્પર્શ,
તેનું ઈશારા માં કહેવું કે હું છું ને તારી સાથે.
મન એના વિચારો થી ઉભરાઈ રહ્યું.

પણ હવે સું!
એ હવે ક્યાં મળવાની હતી!
મને તો માત્ર નામ જ યાદ છે તેનું!
'કવિતા' કેટલું સરસ નામ, હતી પણ કવિતા જેવી જ.
સરળતા થી ના સમજી શકાય એવી!
આવડા મોટા મુંબઇ માં ક્યાં શોધવી એને એ પણ એકમાત્ર નામ ના આધારે!

મિટિંગ પતાવી સાંજે રીટર્ન થયો આ વખતે વિન્ડો સીટ હતી.
આખી સફરમાં બારી ની બહાર ના દ્રશ્યો જોઈ રહ્યો, બાજુ ની સીટ આમતો ખાલી જ હતી, પણ એવું લાગતું હતું કે
તે બેઠી છે!
મારા હાથ ને તેના સ્પર્શ નો અહેસાસ થતો હતો. આ વખતે બિલકુલ ડર ન લાગ્યો.

.........

મને એમ કે થોડા દિવસોમા ભૂલી જવાસે પણ એવું ના થયું.
ઉલ્ટાનું હવે તો તે સપનામા પણ આવવા લાગી, મને કહેતી
'હું નથી ઇચ્છતી કે તમે મને ભૂલી જાવ, આપણે જરૂર મળશું'
મારી બેચેની વધવા લાગી, ક્યાંય પણ મન નહોતું લાગતું.
બધે એ જ દેખાતી!
મનમાં થતું કોઈ પણ રીતે બસ એક વાર એને મળવું છે.
પણ કેમ? કઈ રીતે?

ફેસબુક પર સર્ચ કર્યું 'કવિતા'
હજારો કવિતા ની પ્રોફાઈલનો ખડકલો થઈ ગયો. આટલી બધી કવિતાઓ માંથી તેને કેમ શોધવી એ પણ એક પ્રશ્ન બની ગયો.
પણ, હું ક્યાં એમ હાર માનવાનો હતો. એકપછીએક પ્રોફાઈલ ચેક કરતો રહ્યો, આખી રાત ફેસબુક માં મથી રહ્યો,
આખરે એક પ્રોફાઈલ નો ફોટો જોઈ દિલ ના ધબકારા વધ્યા.
હા, એ જ હતી.
એ જ ચહેરો, એ જ આંખો, એ જ સ્મિત,

સ્ટડીએડ એટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. રાજકોટ
વર્કિંગ એટ સેન્ટ જોસેફ સ્કુલ, મુંબઇ.

બસ બીજું સું જોઈએ!
સવારની ફ્લાઈટ પકડી મુંબઇ માટેની.

..............

સેન્ટ જોસેફ સ્કુલ ના મોટાબધા દરવાજા પાસે ટેક્સી ઉભી રહી.
મારી ધડકન તેજ થઈ રહી હતી.
કોને પુછવું? ક્યાં હશે? મને જોઈને તે સું વિચારસે?
જેવા ઘણા સવાલો મનમાં ઉઠ્યા.
હિંમત કરી અંદર પ્રવેશ કર્યો, બહુ વિશાળ સ્કુલ હતી, મેદાન માં બાળકોના કિલ્લોલ ગુંજી રહ્યા હતા તો અમુક ત્યાં રાખેલ બાંકડાઓ પર બેસી નાસ્તો કરતાં હતાં. શિક્ષકો બાળકો ને શાંત રહેવા માટે સૂચનાઓ આપી રહ્યા હતા.

મેં ચારેબાજુ નજર ઘુમાવી, થોડે દૂર એક ખુરશી પર કોઈ બેસેલું હતું જેની પીઠ મારા તરફ હતી, મારા પગ અનાયાસે તેની તરફ ચાલતા થયા.

તેને જોઈને દિલ એક ધબકારો ચૂક્યું.
હા! તે જ હતી, કવિતા, મારી કવિતા!
કેમ ભૂલું એ ચહેરો કે જેના માટે હું પાગલ થઈ ગયેલો,
જેને શોધતો હું અહી સુધી આવી ગયો.

મને સામે જોઈને તે ખુરસી પર થી ઉભી થઇ.
આશ્ચર્ય ની રેખાઓ હતી તેના ચહેરા પર,
મારી તરફ એકીટશે જોઈ રહી,
હું પણ એની આંખો માં જોઈ રહ્યો,
એ જ શાંત સમુદ્ર જેવી આંખો જેમાં એવું ઘણુબધું હતું જે બહાર આવવા મથી રહ્યું હોઈ.
પણ આવ્યા તો આંસુ જેનું કારણ સમજવાનો મેં નિષ્ફળ પ્રયત્ન કર્યો.
મારી આંખો પણ ભીની થઇ.
તેને જોતાં લાગ્યું ઘણા પ્રશ્નો હતા તેના મન માં
પણ તે કશું જ ન બોલી.

મેં જ બોલવાનું ચાલુ કર્યું,
'કવિતા,
જ્યારથી તમે મળ્યા છો  મારા મનમાં થી તમારી તસ્વીર હટતી જ નથી. તમે જ દેખાવ છો બધે. બહુ મુશ્કેલીથી તમને શોધ્યા છે. મેં પહેલાં કોઈ માટે આવી લાગણી નથી અનુભવી.
મને નથી ખબર આ સું છે, કદાચ આ જ પ્રેમ હોઇ શકે!
સું તમે મારા પ્રેમ નો સ્વીકાર કરી શકો?
મેં રાહ જોઈ તેના જવાબની, પણ ન મળ્યો
બસ તેની નિઃશબ્દ આંખો વરસી રહી હતી.

થોડી વારે મારી ધીરજ નો અંત આવ્યો, મેં કહ્યું.
મેં તો મારા મનની વાત કહી દીધી, શું તમારે કંઈ નથી કહેવું!

'ના એ નહીં કહે, એ કોઈ ને કસું નથી કહેતી,'
મારી પાછળથી આવેલો એ અવાજ કોનો છે એ જોવા માટે મેં પાછું ફરીને જોયું તો એક થોડી મોટી ઉંમર ના મહિલા હતા.
'એ બોલતી નથી, જન્મથી જ મૌન છે.' એમણે ઉમેર્યું.

સું,
ના  એવું કેમ બની શકે!, મેં હળવા આંચકા સાથે પૂછ્યું.

ના બનવું જોઈએ પણ એ હકીકત છે, તે મૂંગી છે.
બોલો હવે તમારે કંઈ કહેવાનું છે?
તે મહિલાએ કવિતા ના માથાં પર હાથ ફેરવતાં કહ્યું.
કવિતા રડી રહી હતી.

મેં કહ્યું, હા મારે કહેવું છે.
'કવિતા તમે જેવાં છો એવાંજ હું તમારો સ્વીકાર કરું છું.
વિલ યુ મેરી મી?'

અને તે દિવસે કવિતા ના ચહેરા પર જે ખુશી હતી એ તેમણે મારા સંસાર માં ભરી દીધી....

....સમાપ્ત.....

(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો.
સારું લાગેતો સૌને કહેજો, સારું ન લાગે તો માત્ર મને કહેજો.)

© ભાવેશ પરમાર


*** આભાર ***


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED