ચેલેન્જ - 17 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચેલેન્જ - 17

ચેલેન્જ

કનુ ભગદેવ

(17)

સનસનાટી ભરી જુબાની !

ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પોતાની ઓફિસમાં જ બેઠો હતો.

‘આવો કેપ્ટન…!’ મહેન્દ્રસિંહે તેને આવકાર આપીને સામે પડેલી ખુરશીમાં બેસવાનો સંકેત કર્યો.

‘ઇન્સ્પેક્ટર સાહેબ…’ દિલીપ ખુરશી પર બેસતાં બોલ્યો, ‘મારી ધીરજ ખૂટી ગઈ છે એટલે હવે જે કંઈ હોય તે મહેરબાની કરીને ફટાફટ કહેવા માંડો.’

‘વિલિયમ ઉર્ફી જોનીને ગિરફ્તાર કરવામાં આવ્યો છે.’ ઈન્સ્પેક્ટરે આગળ નમીને સ્મિતભર્યા ચહેરે અને ધીમા, રહસ્યમય અવાજે કહ્યું.

‘કેમ…?’ દિલીપ એકદમ ચમક્યો, ‘શા માટે?’

‘અત્યારે તો સરલાના શંકાસ્પદ ખૂની તરીકે તેને પકડ્યો છે. શક્દારના લીસ્ટમાં સૌથી પહેલાં એનું નામ છે.’

પછી સહેજ હસીને એ બોલ્યો, ‘મજાની વાત તો એ છે કે એણે પોતાનો ગુનો કબુલ પણ કરી લીધો છે.’

‘આ ચમત્કાર કેવી રીતે થયો?’

‘જોનીની ધરપકડ મેં જ કરી હતી પણ એમાં મારે ખાસ કંઈ બહાદુરી નહોતી કરવી પડી. જોગાનુજોગ જ એની ધરપકડ થાય એવા સંજોગો ઉભા થયા હતા.’

‘વાતોના વાળા પછી કરજો પ્લીઝ, જે કંઈ હોય તે મુદ્દાની વાત જ ક્હો.’ દિલી મનમાં ઉચાતી ઉત્સુકતાને કેમે ય કરીને શમાવી શકતો નહોતો.

‘સરલા જે મકાનના ઉપરના માળ પર રહેતી હતી, એ માળ પર ફક્ત બે જ ફ્લેટ છે, જેમાંથી એકમાં એ પોતે અને એની બાજુના ફ્લેટમાં લીનાદાસ નામની આશરે પચીસ-છવીસ વર્ષની એક આકર્ષક અને ચપળ યુવતી રહે છે. લીનાદાસ આશરે દોઢેક વર્ષ પહેલાં ત્યાં રહેવા આવી હતી અને એના કહેવા પ્રમાણે એ પોતે અને સરલા બંને ગઢ બહેનપણીઓ હતી, બંનેએ પોત-પોતાના જીવનની ખાનગીમાં ખાનગી વાતો પણ એકબીજાને જણાવી દીધી હતી. બંનેને ખુબ જ સારો મેળ હતો. લીનાદાસને મેં કરેલી પૂછપરછમાં એણે મને જણાવ્યું કે સરલા ફક્ત શોખ ખાતર ક્યારેક ક્યારેક ડ્રગ્સ લેતી હતી. એના જ કહેવા પ્રમાણે વિલિયમ ઉર્ફ જોની સાથે તેને (સરલાને) ખુબ જ ગાઢ સંબંધો હતા અને એ નાતે જોની અવારનવાર સરલાને મળવા આવતો હતો. જોની સરલાને ડ્રગ્સ આપે કે ન આપે એની તેને ખાસ પડી નહોતી. ડ્રગ્સ તો એના કહેવા પ્રમાણે તે ગમે ત્યાંથી મેળવી શકે તેમ હતી. બકી હકીકત તો એ હતી કે તે જોનીને ખુબ જ ચાહતી હતી અને તેની પાસેથી ડ્રગ્સ મેળવવા માટે એણે તો એક માત્ર બહાનું જ હતું. એ ખરા અંત:કરણપૂર્વક તેને ચાહતી હતી. જયારે જોની એમ માનતો હતો કે સરલાને ડ્રગ્સની જરૂર હોવાથી તે પોતાને ચાહવાનો ડોળ કરે હ્હે. અ વાત ખુદ જોનીએ સરલાને મોં પર કહી હતી અને એ સાંભળીને સરલાને ખુબ જ દુઃખ થયું હતું. તેણે જોનીને બે-ત્રણ વખત કહ્યું હતું કે હું તમને ખુબ જ ચાહું છું અને તમાર્રે માટે બધું જ કરી છૂટવા તૈયાર છું.’

‘આ બાબત અંગે થોડુંઘણું હું પણ જાણું છું.’ દિલીપના અવાજમાં પારાવાર બેચેની ઉભરાઈ, ‘વારુ આગળ કહો. આ લીનાદાસ કરે છે શું?’

‘એ નોકરી કરે છે અને ઘણો સારો પગાર મેળવે છે. જોકે એણે પોતાના મોંએ થી ઓ નથી કહ્યું પણ એની વાતો પરથી એવું લાગ્યું કે તે કોઈક શ્રીમંત, આબરૂદાર અને માન મરતબાવાળા કહેવાતા માણસની રખાત હોવી જોઈએ.’ ઈન્સ્પેક્ટરે કહ્યું, ‘એ માણસનું નામ આપવાની એણે મને ચોખ્ખી ના પાડી દીધી હતી. એટલે કેપ્ટન સાહેબ, આપણે લીનાદાસ જે માણસની રખાત છે એનું, સરળતાપૂર્વક વાતને સમજી શકાય તે માટે એક ઉપનામ રાખી લઈએ. એ ગુમનામ માણસનું નામ જુગલકિશોર રાખીએ. જો એમ નહી કહીએ તો વાતવાતમાં એ માણસ, ફલાણો માણસ, મિસ્ટર એક્સ, ગુમનામ પ્રેમી, આવા બધા શબ્દપ્રયોગો કરવા પડશે ખરુંને?’

‘હા..તમારી વાત બરાબર છે ઇન્સ્પેક્ટર સાહેબ..! ચાલો, લીનાદાસના પ્રેમીનું નામ આપણે જુગલકીશોર રાખ્યું. પણ હવે મહેરબાની કરીને તમે જરા સ્પીડમાં આવો તો સારું.’

‘કહું છું ભાઈ કહું છું. હું જે કંઈ કહેવા માંગુ છું તે મને લીના પાસેથી જાણવા મળ્યું છે એ વાત તમે બરાબર યાદ રાખજો. એના કહેવા પ્રમાણે આજથી છ દિવસ પહેલાં તે જુગલકીશોર સાથે એક અઠવાડિયા માટે પુના ફરવા ગઈ હતી. સરલા એની ગાઢ બહેનપણી હોવાથી તે એને પોતાનો પુના જવાનો પ્રોગ્રામ કહીને ગઈ હતી પણ પુનામાં અચાનક જ કંઈક કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું અને એના છાંટા આજુબાજુના શહેરોમાં પણ ઉડયા હતા, અને ત્યાં અચોક્કસ મુદ્દતનો કર્ફ્યું લાગી ગયો. પરિણામે તેમને વળતા જ પ્લેનમાં અહીં લલિતપુર પાછા આવવું પડ્યું. અહીં એરપોર્ટ પર પહોંચતા જ એમની સામે મોટી મુશ્કેલી ઉભી થઇ. જુગલકીશોર, પોતે એક અઠવાડિયા માટે ધંધાકીય કામ અંગે દિલ્હી જાય છે એવું પોતાને ઘેર બધાને કહ્યું હતું. જયારે હકીકતમાં એ દિલ્હી જવાને બદલે પુના જ ગયો હતો અને ખુબ જ વહેલો, ક-સમયે પાછો ફર્યો હતો એટલે એણે પોતાની પોલ છતી થઇ જવાનો ભય લાગ્યો હતો. સૌથી મોટી ચિંતા તો એ હતી કે તે દિવસે દિલ્હીથી લલિતપુર આવવાની કે લલિતપુરથી દિલ્હી જવાની કોઈ જ ફ્લાઈટ નહોતી. આ બધા ગોટાળા અંગે ઘેર પાછા જવાની એની હિંમત નહોતી ચાલતી.’

‘ભાઈ, આ જુગલકીશોર તો છાતીનો ભારે નબળો માણસ લાગે છે. ઘેર પાછા જવામાં એવી તો શી ધાડ મારવાની હતી કે એનને આટલું બધું ડરવું પડે? એ કહી શકે તેમ હતો કે હું બીમાર પડી ગયો હતો એટલે દિલ્હી નથી જઈ શક્યો. એમાં શું મોટી વાત છે?’

‘જરૂર કહી શકે…’ ઈન્સ્પેક્ટરે જવાબ આપ્યો, ‘પણ એણે હાથે કરીને ઉલળતો પાનો પગ પર લીધો હતો. બીજા શબ્દોમાં હાથે કરીને ડુંમ્ભાણુ ઉભું કર્યું હતું. વાત એમ છે કે ધનન્ધાકીય કામ અંગે તેણે પોતાને સ્થાને, પોતાના એક મિત્ર અને પોતાની પેઢીના સેલ્સમેનને મોકલ્યો હતો અને આ હકીકત એ બંને ઉપરાંત ફક્ત લીના જ જાણતી હતી. જુગલકીશોર અને એના મીત્ર વચ્ચે એવું નક્કી થયું હતું કે એ મિત્ર જુગલકીશોરના નામથી પ્લેનમાં સફર કરીને બરાબર સાતમે દિવસે અહીં એરપોર્ટ પર પાછો ફરે. પણ પુનાથી જુગલકીશોરને તાબડતોડ પાછા આવવું પડ્યું એટલે તે પોતાના પ્રોગ્રામમાં જે ફેરફાર થયો તેની જાણ નહોતો કરી શક્યો. એની સામે હવે માત્ર એક જ રસ્તો હતો. અને તે એ કે પોતાનો સમાન એરપોર્ટ પરના કલોકરૂમમાં જમા કરાવી દે. અને મિત્ર સાથે નક્કી કર્યા પ્રમાણે અને સમયે બરાબર સાતમે દિવસે પાછો એરપોર્ટ પર પ્હોંચી, ત્યાં મિત્રને મળી, ધંધાકીય વિગતો જાણી, કલોક રૂમમાંથી સમાન છોડાવીને પછી સીધો ઘેર ચાલ્યો જાય. આ બધું કરવા અતે એણે સામાન એરપોર્ટ પર જમા કરાવ્યો અને બીજી વાર એરપોર્ટ જવા વચ્ચેનો સમય લીનાના ફ્લેટમાં પસાર કરવાના હેતુથી તે લીના સાથે એના ફ્લેટ પર પહોંચ્યો. લીનાના કહેવા પ્રમાણે તે વખતે અંદાજે રાતના બેને ઉપર દસ મિનીટ અને બહુ બહુ તો અઢી વાગ્યાનો સમય થયો હતો. એ બંને મકાનના ઉપરના માળે જવા માટે સીડી ચડતા હતા કે અચાનક જ હવામાં ફંગોળાતા ફજર ફાળકાની જેમ બંનેએ જોનીને સીડી પરથી નીચે છલાંગો મારતો ઉતરી આવતો જોયો! એ બંનેની સામે પહોંચીને તે ફક્ત બે-પાંચ સેકંડ પગથીયા પર થીજી ગયો. એમની આંખો પરસ્પર મળી. પછી તે એમની બાજુમાંથી ચુપચાપ પગથીયા ઉતરી ગયો. લીના આમેય એની સાતે ક્યારેય વાત નહોતી કરતી. ઉપર પહોંચીને એણે પોતાનો ફ્લેટ ઉઘાડયો અને જુગલકીશોર સાથે અંદર ચાલી ગઈ. પરંતુ તેમને ઊંઘ નહોતી આવી. જુગલકીશોરનું માથું દુઃખતું હતું અને એ કરને લીનાને પણ ઉજાગરો કરવો પડ્યો હતો. લીનના અને સરલાના ફ્લેટની વચ્ચે ફક્ત એક સીધી સપાટ દીવાલ છે. બંને ફ્લેટ આબેહુબ એક સરખા જ છે. લીનાના કહેવા પ્રમાણે લગભગ વહેલી સવારના ચારથી સવા ચાર વાગ્યાની વચ્ચે એણે દીવાલની બીજી તરફ એટલે કે સરલાના બેડરૂમમાંથી ઉલટી કરવાનો, કણસવાનો અને કોઈક તડફડીયા મારતું હોય એવા ચિત્ર-વિચિત્ર અવાજો સંભળાયા. સરલા અચનાક જ કોઈક કારણસર બીમાર પડી ગઈ છે એવું તેને લાગ્યું. ગમે તેમ તોપણ એ તેની ગાઢ સખી હતી. એ ક્યાંક વધુ બીમાર ન થઇ જાય એટલા માટે ત એપોતાના ફલેટમાંથી બહાર નીકળીને સરલાના ફ્લેટના દરવાજા પાસે આવીને ઉભી રહી. તપાસ કરતાં બારણું અંદરથી અન્લોક્ડ એટલે કે તાળું વસ્યા વગરનું અમસ્તું જ બંધ કરેલું હતું.’ કહીને મહેન્દ્રસિંહે ટેબલ પર પડેલા સિગરેટના પેકેટમાંથી બે સિગરેટ કાઢીને એક દિલીપને આપ અને પછી પોતાની અને દીલીપ્નની સિગરેટ લાઈટર વડે પેટાવી દીધી.

એકાદ બે ક્ષ ખેંછીને એણે વાતને આગળ લંબાવી.

‘તે અંદર દાખલ થઇ. પણ સરલાના શયનખંડમાં પહોંચતા જ એના હાજા ગગડી ગયા. ત્યાં ખુબ જ વિચિત્ર દુર્ગંધ ફેલાયેલી હતી અને સરલા ગાલીચા પર પ્રવાહિત થયેલી ઉલ્ટીમાં લગભગ અવળાં મોંએ પડી હતી. એનો દેહ (સરલાનો) પરસેવાથી તરબતર હતો. ભયંકર વેદના તથા ગહન પીડાને કારણે આમથી તેમ મરોડાતો હતો. હોઠ પર લીલી ઝાંય પડતી જતી હતી. આંખોના ડોળા મૂળ સ્થાનેથી ખસીને ઉપર ચડી ગયા હતા અને એના મોંમાંથી ગોં...ગોં...ગોં..અવાજ નીકળતો હતો. એ એકદમ બેભાન પડી હતી. લીના અવળે પગે પાછી ફરીને ઝપાટાબંધ પોતાના ફ્લેટમાં જુગલકીશોર પાસે પહોંચી ગઈ અને તેને બધી વાતો જણાવીને પોતાની સાથે સરલાના ફ્લેટમાં આવવા માટે અનહદ આગ્રહ કર્યો. એ ખાનદાનનો નબીરો માંડ-માંડ તૈયાર થયો. બંને સરલાના ફ્લેટમાં આવ્યા. એની હાલત જ્જોઈને જ જુગલકીશોરે સ્પષ્ટ કહી દીધું કે આ છોકરી (સરલા) ટૂંક સમયની જ મહેમાન છે. એની છેલ્લી ઘડીઓ ગણાઇ રહી છે. પછી જાણે દસ--બાર સિંહોનું ટોળું પાછળ પડ્યું હોય એ રીતે તે છલાંગો મારતો બહાર નીકળીને પાછો લીનાના ફ્લેટમાં ભરાઈ ગયો. એની પાછળ લીના પણ ચાલી આવી. જુગલકીશોર લીનાને પોતાની માન્યતા કહી એ પ્રમાણે સરલાએ કોઈક ખુબ જ કાતિલ ઝેર પીધું હતું થવા તો પછી કોઈકે બળજબરીથી એણે પીવડાવી દીધું હતું. સરલા મારે કે જીવે તેની સામે જુગલકીશોરને કંઈ જ વાંધો નહોતો. પણ મોટામાં મોટી પંચાત પોલીસની હતી. વહેલા મોદી પોલીસ જરૂર આવે તેમ હતી. અને પોલીસ આવે એટલે એનો (જુગલકીશોરનો) ભાંડો ફૂટી જવાનો ભ્હાય હતો. એટલે જુગલકીશોરને લીનાનો ફ્લેટ છોડી જવામાં જ પોતાની સલામતી દેખાતી હતી. જયારે લીના સરલા માટે તાબડતોડ ડોક્ટર બોલાવવા ઈચ્છતી હતી. પણ છેવટે જુગલકીશોરની હઠ પાસે એને પોતાનો વિચાર પડતો મુકવો પડ્યો. એ બંને ફટાફટ તૈયાર થઈને, બહાર નીકળી,ફ્લેટને તાળું મારીને એ ઈમારતમાંથી બહાર નીકળી ગયા. પછી એક ટેક્સીમાં બેસીને બંને ચાંદની હોટલમાં જવા માટે રવાના થઇ ગયા. રસ્તામાં સરલાને સમયસર સારવાર મળી રહે એ માટે લીનાએ જુગલકીશોરને હાથે-પગે લાગી, ટેક્સી ઉભી રખાવીને એક પબ્લિક બુથમાંથી સરલાની હાલત વિષે પોલીસને ગુમનામ ફોન કરી દીધો. લીનાના કહેવા પ્રમાણે પોલીસ્નને સરલા પાસે પહોંચાડવાનો આ સિવાય પોતાની પાસે બીજો કોઈ ઉપાય નહોતો. પછી તે જુગલકીશોર સાથે ચાંદની હોટલમાં પહોંચી ગઈ. ત્યારબાદ આજે સવારે નક્કી થયેલા સમયે જુગલકીશોર ચાંદની હોટલથી એરપોર્ટ પહોંચી ગયો. એનો મિત્ર દિલ્હીથી આવી ગયો હતો. જુગલકીશોરે તેની પાસેથી બિઝનેસની વિગતો જાણી લીધી. પછી કલોક રૂમમાંથી સમાન છોડાવીને તે પોતાને ઘેર ચાલ્યો ગયો. લીના લગભગ અગિયાર વાગ્યે પોતાના ફ્લેટ પર પહોંચી હતી. અખબારમાં સરલાના મૃત્યુના સમાચાર છપાયેલા જોઇને તેને દુઃખ તો જરૂર થયું પણ જરાયે નવાઈ નહોતી લાગી કારણ કે રાત્રે તે સરલાને મરણોતલ હાલતમાં જોઈ ચુકી હતી. પરંતુ પછી સરલાનો ગુનો કબુલ કરતી જુબાની વાંચીને તેનું દિમાગ ચકરાવે ચડી ગયું, તે સરલાને ખુબ સારી રીતે ઓળખતી હોવાને કારણે એ કોઈનું ય ખૂન ન કરે એની તેને પૂરી ખાતરી હતી.પરંતુ એનાથી પણ વધુ મહત્ત્વની વાત તો એ હતી કે એ સરલાને મૃત્યુના આરે ઉભેલી છોડીને ગઈ હતી અને જે પોતાનું નામ સુદ્ધા ઉચ્ચારી શકવાની હાલતમાં નહોતી એ સરલાએ પાછળથી પોલીસને પોતાનો ગુનો કબુલ કરતી જુબાની કઈ રીતે આપી દીધી તે એને સમજાતું નહોતું. સરલા કોઈકની ચાલબાજીમાં ફસાઈ ગઈ હતી એ વાત તે તરત જ સમજી ગઈ. એણે આ કેસનું રહસ્ય ખોલી નાખવાનું મનોમન નક્કી કરી નાંખ્યું. પરંતુ આ કામ માતેતે કોઈ પોલીસસ્ટેશનને બદલે કોઈક એવા ઈમાનદાર પોલીસ ઓફિસરની શોધતી હતી કે જે એની વાત સાંભળી, તેના પર ભારોસોકારીને તુરત જ આ બાબતમાં કોઈક નક્કર પગલા લે. અને આ બાબતમાં તેને માત્ર એક જ નામ સુઝ્યું અને એ હતા એસ.પી ચૌહાણ સાહેબ! જોગાનુજોગ એ જે ઓફિસમાં નોકરી કરે છે, તેનો માલિક ચૌહાણ સાહેબનો મિત્ર છે અને એ ચૌહાણ સાહેબને ઘણી વાર પોતાની ઓફિસમાં , પોતાના બોસને મળવા આવતા જોઈ ચુકી હતી. પછી તે તરત જ ચૌહાણ સાહેબ પાસે પહોંચી ગઈ. જોગાનુજોગ આજે તમે પણ ચૌહાણ સાહેબને મળ્યા હતા એટલે આ બાબતમાં તેઓ બરાબર જાણતા હતા. એમણે ધ્યાનથી લીનાની વાતો સાંભળીને તરત જ નક્કર પગલા પણ ભર્યા. આ મામલો ઉસ્માનપુરા વિસ્તારનો હતો એટલે એમણે મને ફોન કરીને ટૂંકાણમાં બધી વિગતો જણાવીને જરૂરી સૂચનાઓ આપી તથા જોની ઉર્ફે વિલિયમની ધરપકડ કરવાનો આદેશ પણ આપ્યો. મેં જોનીની તેના ગેરથી જ ધરપકડ કરી લીધી.’

દિલીપ ચુપચાપ ધનથી તેની વાતો સાંભળતો હતો. મહેન્દ્રસિંહની વાત પૂરી થતા જ એણે ઉત્સુકતાથી પૂછ્યું, ‘અને ગુલાબરાય…? શું એ આ બધી વાતો જાણે છે?’

‘ના…’

‘જોનીની ધરપકડ વિષે પણ તેને ખબર નથી?’

‘ના…જોનીની ધરપકડ કરીને તેને અહીં લાવવાને બદલે સીધો સરલાના ફ્લેટ પર લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ચૌહાણ સાહેબ પોતે, પોતાની દેખરેખ હેઠળ બનાવના સ્થળની બારીકાઈથી તપાસ કરાવતા હતા.’

‘ઓહ...તો એનો અર્થ એ થયો કે ગુલાબરાય કે તેના બીજા કોઈ ચમચાઓને આ વાતની ખબર નથી પડી ખરું ને?’

‘હા…’

‘પરંતુ જોનીએ આટલી સહેલાઈથી પોતાનો ગુનો ક્કી રીતે કબુલી લીધો?’

‘એનો યશ પણ લીનાને ફાળે જાય છે!’

‘કેમ…?’

‘લીના ગઈ રાત્રે તેને અચાનક જ ઉપરથી નીચે આવતો જોઈ ચુકી હતી. એટલે સરલાના મૃત્યુ સાથે પોતાનો સંબંધ જોડી શકાય તેમ ચછે એ વાત જોની જાણતો હતો. પરંતુ એ વાતની તેને જરા પણ ચિંતા નહોતી કારણ કે લીનાના કથિત જુગલકીશોરને તે ઓળખાતો હતો. અને લીના સાથે પોતાને અનૈતિક સંબંધો છે એ વાત જાહેર ત્ય તેમ જુગલકીશોર કોઈ પણ સંજોગોમાં નથી ઈચ્છતો એની પણ તેને ખબર હતી. એટલે સરલાના મૃત્યુની જાણ થયા પછી એ બંને એટલે કે લીના અને જુગલકીશોર પોતાને વિષે જીભ નહીં ઉઘાડે એની જોનીને પૂરી ખાતરી હતી. પરંતુ જયારે તેની ધરપકડ કરીને તેને સરલાના ફ્લેટમાં લઇ જવામાં આવ્યો ત્યારે લીનાએ જરા પણ અચકાયા વગર ત્તેને ઓળખી કાઢ્યો ત્યારે એના છક્કા છૂટી ગયા. ધરપકડ વખતે એણે જે હેકડી બતાવી હતી તે તરત જ ઉતરી ગઈ. અને બાકીની રહી સહી કસર ચૌહાણ સાહેબે પૂરી કરી નાંખી. એમણે તેને સ્પષ્ટ કહી દીધું કે ઇન્સ્પેક્ટર ગુલાબરાય પોતે પણ, તેને માટે કંઈ જ કરી શક તેમ નથી કારણ કે ગુલાબરાયનું પણ આવી બન્યું છે. ત્યારબાદ લીનાએ જોનીને જણાવ્યું કે સરલા તેને ખરા અંત:કરણપૂર્વક ચાહતી હતી અને એ તેના માટે ગમે તે કરી છૂટવા તૈયાર હતી. પરંતુ તમે (જોનીએ) એનું ખૂન કર્યું છે એટલે તમને હવે ક્યારેય માફ નહીં કરવામાં આવે. લીનાની આવી વાતોથી જોની ગભરાઈ ઉઠયો અને એ તરત જ રડી પડ્યો અને પોતાનો ગુનો કબુલ કરી લીધો. એના કહ્હેવા મ્મુજબ એણે સરલાના, શરાબના ગ્લાસમાં સ્ટ્રાઈચીન નામનું ઝેર ભેળવી દીધું હતું જે પીવાથી એ મૃત્યુ પામી હતી.’

‘પરંતુ એણે સરલાનું ખૂન શા માટે કર્યું?’

‘જોનીના કહેવા મુજબ આરતીના ફ્લેટની બહાર આરતી સાથે થયેલી બોલાકાલીને કરને તેનો મૂડ ઠેકાણે નહોતો રહ્યો. આરતીને ત્યંતી એ સીધો એક બારમાં ગયો હતો અને ત્યાં એણે એક પછી એક એમ ત્રણ પેગ વ્હીસ્કીના પીધા હતા. પછી મૂડ ઠેકાણે આવતા જ એ સરલાના ફ્લેટ પર પહોંચ્યો. સરલા ત્યાં જ હતી. એ વ્હીસ્કીની બોટલ ઉધાડીને તેમાંથી પોતાને માટે પેગ બનાવતી હતી. જોનીને જોતાવેંત જ તે એના પર વિફરી પડી હતી અને જોનીને ખૂની કહીને તેના પર આરતીના ખુનનો આરોપ મુક્યો હતો.’

‘એક મિનીટ..’ દિલીપે તેને વચ્ચેથી ટોકતા કહ્યું, ‘આરતી મૃત્યુ પામી છે એની સરલાને કઈ રીતે ખબર પડી?’

‘વિલિયમ ઉર્ફે જોનીના કહેવા પ્રમાણે આરતીના ફલેટમાંથી ઉષાના ચાલ્યા ગયા પછી સરલા અને આરતી વચ્ચે વાતો થઇ અને ત્યારે આરતીએ સરલાને વચન આપ્યું કે હું આજ પછી કોઈ દિવસ જોની સાથે કોઈ જ સંબંધ નહીં રાખું માટે તું બેફીકર રહે. સરલાએ એના વચનમાં બહ્રોસો તો બેઠો પણ એના મનની હાલત ડામાડોળ હતી. તે આરતીનો આભાર માનીને ત્યાંથી બહાર નીકળી ગઈ. એનું મગજ ઠેકાણે ન હોવાથી તે ટેક્સી કે અન્ય કોઈ વાહન કરવાને બદલે પગે ચાલીને જ પોતાને ફ્લેટ પર પહોંચી.’ કહીને મહન્દ્રસિંહ પળ ભર માટે અટક્યો.

થોડી પળો બાદ એણે પોતાની વાત આગળ વધારી.

‘પરંતુ ફ્લેટ પાસે પહોંચ્યા પછી અચાનક એણે યાદ આવ્યું કે પોતાની હેન્ડ બેગ તે આરતીને ત્યાં જ ભૂલી ગઈ છે. ફ્લેટની ચાવી હેન્ડબેગમાં હોવાથી લાચારીવશ એણે આરતીને ત્યાં બીજો ધક્કો થયો. એ એના ફ્લેટમાં દાખલ થઇ. પણ અંદરનો દેખાવ જોઇને ભયથી એની આંખો ફાટી પડી. એનું મગજ ફરવા લાગ્યું. આંખો સામે ક્ષણિક અંધકાર છવાઈ ગયો. આરતીનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડ્યો હતો. માંડ માંડ એણે મગજ પર કાબુ મેળવ્યો. તરત જ એના દિમાગમાં જોનની અને આરતી વચ્ચે થયેલી બોલાચાલી તેમ જ જોનીએ આરતીને જે ધમકી ભયંકર પરિણામ આવવાની આપી હતી, તે યાદ આવી, અહીં રોકવામાં એણે પૂરેપૂરું જોખમ લાગ્યું એટલે તે પોતાની હેન્ડબેગ લઈને બહાર નીકળી અને પોતાને ઘેર પહોંચી ગઈ. ઘેર આવીને વ્હીસ્કીની બોટલ લઈને તે બેસી ગઈ હતી.’ સહેજ અટકીને ઈન્સ્પેક્ટરે વાતને આગળ લંબાવી, ‘સરલાએ જયારે આરતીના ખુનનો આરોપ જોની પર મુક્યું ત્યારે આ સાંભળીને પહેલાં તો તેને એમ જ લાગ્યું કે એ નશામાં લવારો કરે છે. પરંતુ પછી વાતચીત દરમિયાન પોતાની માન્યતા ખોટી છે એ તરત જ તેને સમજાઈ ગયું. સરલા પુરેપુરી ભાનમાં જ હતી. અંદરખાનેથી જોનીના છક્કા છૂટી ગયા પણ બહાથી તે સ્વસ્થ બેસી રહ્યો. પોતની વાક્પટુતાની જાળ પાથરીને એણે સરલાને દિમાગમાં એને ભ્રમ થયો હોવાનું ઠસાવી દીધું અને એમ પણ કહ્યું કે સાચી વાત શું છે એ હું બહુ જલ્દીથી શોધી કાઢીશ. સરલાની હાલથી એ મનનાં ખુબ જ હેબતાયો હતો. તે ક્યાંક પોલીસ અથવા તો બીજા કોઈ પાસે પોતાને વિષે બાફી મારશે એવો ભય તેને મનોમન અકળાવતો હતો. છેવટે એણે મીઠા શબ્દોમાં સરલાને પોતાના સોગંદ આઈને પોતે પાછો ન આવે ત્યાં સુધી શરાબ ન પીવાની અને કોની યે સાથે વાત ન કરવાની કડક સુચના આપી દીધી. પછી એણે બહાર નીકળી ફ્લેટને બહારથી જ તાળું વાસ્યું અને ટેક્સી મારફત ઉસ્માનપુરામાં માયા ભુવન પાસે જઈ પહોંચ્યો. ત્યાં પોલીસ જીપ, એમ્બ્યુલન્સ વિગેરેનો કાફલો જોઇને એના છક્કા છૂટી ગયા. એણે ટેકસીને થોડે દુર પાંચ-સાત માણસોનું ટોળું જ્યાં વળ્યું હતું, ત્યાં પહોંચીને ઉભી રખાવી અને પછી બેદરકારીપૂર્વક પોલસની હાજરી અંગે પૂછપરછ કરી તો તેને જાણવા મળ્યું કે માયા ભુવનના ત્રીજા માળ પર આવેલાં બ્લોક નંબર પંદરમાં રહેતી એક છોકરીનું ખૂન થયું હતું. આ સાંભળીને એની બુદ્ધિ બહેર મારી ગઈ. એ ડ્રાયવરને માંડ માંડ પોતાના ઘરનું સરનામું જણાવી શક્યો. ભયનું માર્યું એનું કાળજું થરથરતું હતું. મગજ ક્રીયાશુન્ય થઇ ગયું હતું. એને કંઈ કરતાં કંઈ સૂઝતું નહોતું. અત્યાર સુધી પોત્તાની તરફેણ કરી રેલા નક્ષત્રો અને ગ્રહો જાણે હવે સાત ભવના વેરી દુશ્મન બની બેઠા હતા. આરતીને પોતે આપેલી ધમકી તથા બોલાચાલી વખતે અંદર સરલા અને ઉષા પણ હાજર હતી એ વાત તે સરલા સાથે થયેલી વાતચીત દરમિયાન જાણી ચુક્યો હતો. એણે એક જ વાતની ચિંતા થતી હતી કે જો એ બંને પોલીસને, આરતી સાથે થયેલી પોતની બોલાચાલી તથા પોતે આપેલી શામકી અંગે જણાવી દેશી તો પછી દુનિયાની કોઈ જ તાકાત પોતાને ફાંસીના ફંદામાંથી નૈન બચાવી શકે. ઘર પહોંચતા સુધીમાં તે પોતાનું હવે પછીનું પગલું વિચારી ચુક્યો હતો. એની પાસે સ્ટ્રાઈચીન નામનું ઝેર હતું. એ લઈને તે સીધી ફરીથી સરલાને ત્યાં ગયો. પોતે આરતીનું ખૂન નથી કર્યું એમ તે સરલાને સમજાવવા લાગ્યો. પણ એના બધા પ્રયાસો વ્યર્થ ગયા. સરલા ન માની તે ન જ માની. તે એક જ વાત કરતી હતી કે કાં તો જોની જાતે જ પોલીસ સામે રજુ થઈને આરતીના ખુનનો ગુનો કબુલ કરી લે નહીં તો પછી ન છૂટકે હું પોલીસને જણાવી દઈશ કે આરતીનું ખૂન તે જ કર્યું છે. એટલે સરલાની જીભ હંમેશને માટે બંધ કરી દેવામાં જ જોનીને પોતાનું હિત દેખાયું. એણે સરલાની હા એ હા કરીને ખુબ જ ચાલાકીથી એના પેગમાં ઝેર ભેળવી, તેને ઉત્સાહિત કરીને એકીશ્વાસે આખો પેગ તેના પેટમાં ઉતરાવી દીધો.’

‘આરતીના ખૂન વિષે જોની શું કહે છે?’

‘આરતીનું ખૂન પોતે નથી કર્યું એમ તે કહે છે.’ મહેન્દ્રસિંહે જવાબ આપ્યો, ‘પણ મને એની વાત પર જરા પણ ભરોસો નથી. જો એણે આરતીનું ખૂન ન કર્યું હોય તો પછી તેને સરલાનું ખૂન કરવાની પણ શું જરૂર હતી?’

‘વારુ, બીજું એણે શું જણાવ્યું છે?’

‘ઘણું બધું કહ્યું છે અને હજુ પણ કહેતો જ જાય છે. ચૌહાણ સાહેબની દેખરેખ હેઠળ દરેક વાતની તપાસ કરવામાં આવે છે.’

‘આ બાબતમાં બીજું કંઈ તમે મને જણાવશો?’

‘જરૂર...પણ હમણાં નહીં. અમને જયારે પાકી સુચના મળશે ત્યારે જરૂરથી તમને જણાવી દઈશ. અત્યારે અમે આ બાબતમાં ખુબ જ ખાનગી રીતે કામ કરીએ છીએ.’

દિલીપે પોતાની કાંડા ઘડિયાળમાં નજર કરી. સાડા ત્રણ વાગી ગયા હતા.

‘બે કલાકમાં તમને બધી સુચનાઓ મળી જશે ને?’ એણે ઉભા થતા પૂછ્યું.

‘લગભગ તો મળી જશે.’

‘ઠીક છે. તો હું લગભગ પાંચ-સાડા પાંચ વાગ્યે તમને ફોન કરીશ.’

મહેન્દ્રસિંહે હકારાત્મક ઢબે માથું હલાવ્યું.

ત્યારબાદ દિલીપ તેનો આભાર માનીને ત્યાંથી બહાર નીકળી ગયો.

પછી પોતાની હોટલમાં જઈ, નાહી, ધોઈ, ફ્રેશ થઇ પોતાના રૂમને તાળું મારીને તે ફરીથી ઉષાને ત્યાં પહોંચી ગયો. ઉષા પાસેથી તેને જાણવા મળ્યું કે એનો મિત્ર એક બંધ કવર તથા સીલબંધ થેલો આપી ગયો છે. ઉષાએ બંને વસ્તુઓ તેને સોંપી દીધી.

દિલીપે કવર ઉઘાડીને અંદરથી ત્રણેય જાતના આંગળાની છાપના, કેટલાય ફોટાઓ બહાર કાઢ્યા. ફોટાઓ સાથે એક કાગળ પર એ છાપની વિગતો લખેલી હતી. બધી જોઈ, તપાસી લીધા બાદ એણે ફરીતી કવરમાં એ બધી વસ્તુઓ મુકીને તેને પોતાના ગજવામાં મૂકી દીધું. ઉષા પાસેથી એરબેગ લઈને એણે સીલબંધ થેલાને પણ સાચવીને તેમાં મૂકી દીધો.

ત્યારબાદ તે શાંતિથી રાહ જોવા લાગ્યો.

બરાબર સાડા પાંચ વાગ્યે એણે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને મહેન્દ્રસિંહનો સંપર્ક સાધ્યો.

‘છેલ્લા સમાચાર શું છે ઇન્સ્પેક્ટર સાહેબ?’ એણે પૂછ્યું.

‘કલેજા પર હાથ મૂકી મુકીને સાંભળો…’ સામે છેડેથી ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહનો ખુબ જ ધીમો અને સાવચેતી ભર્યો અવાજ તેને સંભળાયો, ‘મુન લાઈટ ક્લબ પર પોલીસે રેડ પાડી છે અને નારંગ સહીત ત્યાંના બધા જ માણસો અત્યારે પોલીસ કસ્ટડીમાં હવા ખાય છે. એ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છ અને બીજી તરફથી ક્લબમાં તલાશી લેવાનું કામ પણ ચાલુ જ છે.’

‘અને પોતાને ઇમાનદારીના પુતળા તરીકે ઓળખાવતો ગુલાબરાય…? એ પ્રમાણિક અને પરગજુ માણસના શું સમાચાર છે?’ દિલીપે કટાક્ષમાં પૂછ્યું.

‘એ મહાશય પોતાના ઘરમાં જ છે. ટેલીફોન હેલ્ડ અપ કરી દેવાયો છે અરે એના ઘર પર ચૌહાણ સાહેબના ખાસ વિશ્વાસું માણસો નજર રાખે છે. એના આ હકીકત ચૌહાણ સાહેબ અને મારા સિવાય બીજું કોઈ નથી જાણતું. ખુદ ગુલાબરાય પોતે પણ હજુ અંધારામાં જ છે.’

‘સરસ...આ તો બહુ મજાના સમાચાર છે. વારુ, બીજું કંઈ?’ દિલીપે પૂછ્યું.

‘હા, પોલીસે કમલેશ નામના એક ફોટોગ્રાફરની પણ ધરપકડ કરી છે.

દિલીપે છુટકારાનો શ્વાસ લીધો. એણે યાદ જ હતું કે પોતે મહેન્દ્રસિંહ પાસેથી છૂટો પાડીને ચૌહાણ સાહેબને ત્યાં ગયો હતો અને તેમની સાથે માદક પદાર્થો અંગે, ગુલાબરાય અને નારંગ અંગે ગંભીર ચર્ચા-વિચારણા કરી હતી. અને આ કેસનો સરળતાથી ઉકેલ લાવવા માટે શું શું પગલા ભરવા, કેવી રીતે ભરવા એ બધું એણે ચૌહાણ સાહેબને તે મુલાકાતમાં જ જણાવી દીધું અહ્તું. અત્યારે આ પળે મહેન્દ્રસિંહે તેને જે રીપોર્ટ આપ્યો, તેના પરથી એ સમજી ગયો કે પોતાની સૂચનાનું ચૌહાણ સાહેબે અક્ષરસઃ પાલન કર્યું છે. ગુલાબરાયની વર્દી ઉતરી જશે એની એને ખાતરી થઇ ગઈ.

‘બીજું કંઈ…?’ એણે પૂછ્યું.

***