કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - ભાગ - 5 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - ભાગ - 5

*કોલેજ ના દિવસો*

*પ્રેમ ની એક ઝલક ભાગ-5*

ત્યારે મનીષા જણાવે છે કે જે દિવસે લાસ્ટ પેપર ના દિવસે જે આપણે બન્ને જે લાયબ્રરી ને બજાર માં ફરવા ગયાં હતાં. તે દિવસે મારા ફોન ની બેટરી પુરી થઈ ગઈ હતી. તે સમય મે તારા ફોન માં થી જે મારી બેન ને ફોન કર્યો હતો તેમાંથી મે નંબર લીધો હતો. નિશાંત પણ કહે હા બરોબર મે જ તને ફોન આપ્યો હતો. પછી મનીષા ને નિશાંત વેકેશન ની વાત કેવા જસે ને તેમનાં જે બુક છે તેની વાર્તાઓ વિશે પણ વાતો કરે છે. પછી મનીષા ને જમવા માટે તેની બેન બોલાવે છે ને પછી નિશાંત પણ જમવા માટે જવાનું કહે છે. મનીષા ને પણ નિશાંત સાથે વાતો કરતી રહે છે. ને પછી નિશાંત ને પણ જમવા માટે જવાનું હોય છે તો પછી બંને અેક બીજા ના સમય સમય વાત કરીશું. એમ કહી ને બંને ફોન મુકી દે છે. જમ્યા બાદ નિશાંત પણ વિચારે છે કે મારી પાસે તો તેનો બેન નો નંબર હતો છતાં..............
બસ તે એ વિચારી ને હસતો હોય છે ને ત્યારે તેના મિત્રો તેના રૂમ માં પ્રવેશ કરે છે. ને તેને હસવાનું કારણ પૂછે છે પણ નિશાંત કહેતો નથી. પછી તેના મિત્રો સાથે મળીને તે કોઈ મિત ના બર્થ ડે ની ઉજવણી માં જાય છે. પછી મનીષા ને નિશાંત ભાઇ રોજ કોલ ના કરતાં કોક દિવસ તેમના સમય મળે તો જ ને જો બન્ને ફી હોય તો જ વાત કરે નહી તો કાલે વાત કરીશું ખબર પૂછી ને ફોન મૂકી દેતાં હોય છે. પછી એક દિવસ નિશાંત મનીષા ને ફોન કરે છે ને કહે છે કે બે દિવસ પછી જે આપણે પુસ્તકો વાંચવા માટે લીધાં હતાં તેની પાછા આપવાની તારીખ આવે છે તો શું તે પુસ્તકો વાંચી લીધા છે જો બાકી હોય તો હું તારીખ વધું કરાવીશ. મનીષા કહે છે કે મે બન્ને બુક વાંચી લીધા છે પણ હું તને કેવી રીતે બુક આપવા આવું મારે કોઈ કારણ નથી કે હું મારી ફ્રેન્ડ અનીશા જે રોજ તેનાં ક્લાસ માટે આવે છે હું તેની સાથે મોકલાવીશ. હું તારો નંબર આપીશ જે તને કોલ કરી ને બસસ્ટેન્ડ માં આપી દેવાની છે. નિશાંત પણ પછી વાત કરી ને ફોન મૂકી દે છે. સવાર પડે ને નિશાંત મનીષા ના કહેલા સમય પહોંચી જાય છે ને અનિશા રાહ જોવે છે. તે સમય દરમિયાન બસસ્ટેન્ડ પર એક બસ આવે છે. નિશાંત તે સમય ખૂબ આશ્ચર્ય થી જોઈ રહ્યો છે. કેમ કે બસ માંથી બે છોકરી ઉતરી હતી તેમાં એક મનીષા હતી ને બીજી તેની સહેલી અનિશા હતી. મનીષા તે નિશાંત પાસે આવે છે. અને તે અનિશા નો પરિચય આપે છે. ને નિશાંત પણ તેનો પરિચય આપે છે. પછી ત્રણ મિત્રો આગળ વધે છે. પછી નિશાંત તે બન્ને મિત્રો ને સાથે વાતો કરતા હોય છે તે સમય દરમ્યાન અનીશા ક્લાસ માં જવાનો સમય થઇ જાય છે માટે તે અનીશા મનીષા ને કહે છે કે હું ક્લાસ માં નીકળું છું તું રોજ વેલા જવાની હોય તો નીકળી જજે પણ મોડું થાય તો પણ જે હોય મને ફોન કરી દેજે. પછી અનિશા જતી રહે છે. આ બાજુ મનીષા ને નિશાંત પુસ્તકો જમાં કરાવવા છે ને બીજાં નવા પુસ્તકો લેશે . પછી મનીષા એ તેના ઘર ના કામ માટે આવી હતી. માટે તે બજાર માં નીકળી જાય છે. ને ઘરની બધી ચીજવસ્તુઓ ખરીદી લે છે. નિશાંત પણ પણ મનીષા ની સાથે હોય છે ને તેની વસ્તુઓ ને સાથે લેવા માટે મદદ કરે છે. પછી નિશાંત એ કહે છે કે ચાલ હવે નોસ્તો કરવો પડશે છે. ત્યારે મનીષા કહે છે એક જ સરત પર આ વખતે બીલ હું ચૂકવે તો...
નિશાંત પણ કહે છે કે હા ઇટ્સ ઓકે તું બીલ ચૂકવી દેજે બસ. પછી મનીષા ને નિશાંત બન્ને એક રેસ્ટોરન્ટમાં જાય છે. પછી નિશાંત ને મનીષા ઓડર આપે છે. પછી નિશાંત ને મનીષા નાસ્તો કરે છે ને વાતો કરતા જાય છે ત્યારે નિશાંત કહે છે કે મનીષા તું તો આવાની નહતી તો કેમ પછી આવી ત્યારે મનીષા જણાવે છે કે મારી બેન આ ઘર માટે વસ્તુ લાવાની હતી પણ તેને કામ હોવાથી ના આવી પછી મારે આવાનું થયું. હું તને જાણવું એના કરતાં અચાનક આવી ને તને ચોંકાવી દીધી ને. એમ બન્ને વાતો કરતા રહ્યા ને નાસ્તો કરી પછી મનીષા એ બીલ ચૂકવવા જાય છે. ત્યાં *મનીષા ને.........................................*

*વધું આવતાં અંકે*
*To be continue*
✍? *મનીષ ઠાકોર*✍?

મને તમારાં પ્રતિભાવ આવજો
મને પણ ખબર પડે કારણ કે મારા માટે આ શરૂઆત છે