કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - ભાગ - 6 મનિષ ઠાકોર ,પ્રણય દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

કોલેજ ના દિવસો - પ્રેમ ની એક ઝલક - ભાગ - 6

*કોલેજ ના દિવસો*

*પ્રેમ ની એક ઝલક- ભાગ 6*

ત્યાં મનીષા બીલ ચૂકવવા જાય છે ત્યારે મનીષા ને નિશાંત જે પહેલી વખત જે બીલ ચૂકવી દીધું હતું તે તેને ખબર નહતી તે યાદ કરી ને હસતી હસતી નિશાંત પાસે આવે છે. ત્યાર બાદ નિશાંત મનીષા ને કહે છે કે તારે કોઈ કામ ન હોય તો થોડો સમય બજાર માં ફરવા જઇએ તો મનીષા ને પણ નિશાંત સાથે વધારે સમય તેની સાથે રહેવું હતું. માટે બન્ને આગળ વધે છે ને નિશાંત એને મનીષા ગાર્ડન માં ફરવા નીકળ્યા હતા. પછી બંને એક બીજા ની જે ઘરની વાતો કરી રહ્યાં હતાં. તે સમય અનિષા નો એક કોલ મનીષા ને આવે છે ને તે કહે છે કે મનીષા હું મારાં કલાસ માં એક ટેસ્ટ હોવાથી હું વેલા આવુ શક્ય નથી માટે જો તારે તારું કામ પતી ગયું હોય તો તું ઘરે જઈ શકે છે. પછી મનીષા તેને કહે છે હું પણ હાલ નહિ જવાની પણ તારો ટેસ્ટ પુરો થતાં મને કોલ કરજે ઓકે પછી મનીષા ફોન મૂકી દે છે. નિશાંત એ તેનાં આપેલાં પુસ્તકો વિશે માહિતી આપે છે ત્યારે મનીષા કહે છે કે તે જે પુસ્તકો મને આપ્યાં હતાં તેમાં વધારે પ્રેમ ની વાતો હતી ને તે વાંચીને ખુબ સરસ મજા આવી હતી. ને તું જે બુક લીધી હતી તે કેવી હતી. ત્યારે નિશાંત કહે છે તેમાં એક લેખક ની આત્મકથા હતી તે પણ બરોબર હતી. અહી મનીષા ને નિશાંત એક બેન્ચ પર બેઠાં છે. તેની સામે એક કપલ બેઠું હતું તે આ દ્રશ્ય મનીષા ને નિશાંત જોઈ રહ્યા હતા. આ જોતો બન્ને એકબીજા સામે જોતા ને હસતાં હતાં. પછી નિશાંત ને લાગ્યું કે આજ સમય છે. મનીષા ને મારા પ્રેમ નો પ્રસ્તાવ રજૂ કરવા માટે છે. આ બાજુ મનીષા પણ તેના વર્તન થી સમજી ગઈ હતી. પણ તે નિશાંત પાસે તેના દિલ ની વાત સાંભળવા માંગતી હતી. નિશાંત પછી વિચારું કે આ સમય તે મારા કહ્યા પ્રમાણે આવી હતી. માટે હું મારા આ પ્રસ્તાવ રજૂ કરવા માટે કોલેજ માં કરીશ. હજુ નિશાંત આવું વિચારે છે કે તે જ સમયે ગાર્ડન માં એક બૂમ પડે છે. કે નિશાંત.... નિશાંત.... તે બૂમ એક છોકરી પાડતી હોય છે. ઘણા વર્ષો બાદ અચાનક મુલાકાત થતાં હોવા છતાં નિશાંત પણ તેને જોતો ઓળખી જાય છે. ને નિશાંત કહે છે હાય દામિની ત્યારે દામિની પણ નિશાંત ને હાય કહે છે ને તેને ભેટી પડે છે. કારણ કે દામિની એ આ શહેર છોડી ને બીજે ગયાં હતાં. માટે ઘણાં વર્ષો પછી મળ્યાં હતાં. પછી નિશાંત એ મનીષા નો પરિચય આપે ને મનીષા પણ તેની ખબર અંતર પૂછે છે. ત્યાર બાદ બધાં મિત્રો ગાર્ડન ની બાજુ માં એક બેન્ચ પર બેઠાં હોય છે ને નિશાંત એ દામિની ને કહે છે. કેમ આજે અમારા શહેર માં ત્યારે દામિની કહે છે કે હું મારા કાકાના ઘરે વેકેશન માટે આવી હતી. તને લોકો ને બવ યાદ કર્યા પણ કોઈ નો કોઈ નંબર ન હતો. હું આવી ને આપણા કલાસ મારી સહેલી ને મળી પણ તારો નંબર કયા ના મળ્યો. નિશાંત કહે ચાલ જે થવાનું હતું તે થઈ ગયું. બોલ હાલ તું શું સ્ટડી કરે છે વગેરે નિશાંત દામિની ને પૂછે છે. પછી નિશાંત તેના વિશે માહિતી આપે છે. પછી બન્ને શાળા ના દિવસો ની જૂની વાતો કરતા ને યાદો તાજી કરી હતી. પછી નિશાંત ને મનીષા સાથે જોઈ ને દામિની કહે છે કે નિશાંત આ તારી ગર્લફ્રેન્ડ આ વાત સાંભરતા મનીષા ના મોઢા પર એક સ્મિત આવે છે. તો આ બાજુ નિશાંત દામિની ને કહે કે જસ્ટ મારી ફ્રેન્ડ છે બસ. દામિની કહે છે ઓહ સોરી યાર તમને બન્ને ખોટું તો નથી લાગ્યું. ત્યારે નિશાંત ને મનીષા બન્ને કહે છે કોઈ વાંધો નહિ. પછી દામિની ને ફોન આવે છે ને તેને જવું પડે છે પણ તે પહેલાં નિશાંત નો ફોન નંબર લેતી જાય છે ને તેનો નંબર આપતી જાય છે. પછી તરત જ મનીષા ને અનીષા નો ફોન આવે છે. ત્યારે મનીષા કહે છે બોલ..
સામે અનિષા કહે છે ચાલ હું ફ્રી છું હવે ઘરે જઈએ તે સમય મનીષા પણ કહે છે તું બસસ્ટેન્ડ પહોંચ હું આવું છું. ત્યારે નિશાંત ને મનીષા બસસ્ટેન્ડ જવા માટે એક રિક્ષા માં બેસે છે. તે સમય મનીષા ને નિશાંત એવું વિચારતા હતા. કે હવે કોલેજ માં મળીશું. પછી બન્ને બસસ્ટેન્ડ પહોંચી જાય છે. પછી બસ ની રાહ જોતાં હોય છે. તે સમયે નિશાંત ને મનીષા એ કોલેજ માં જે પરિણામ આવાના છે. તે વિશે વાતો કરતા હતા. પછી મનીષા ની બસ આવે છે ત્યારે અનિષા એ મનીષા ને કહે છે ચાલ બસ આવી ગઈ છે ત્યારે મનીષા નિશાંત ને કહે છે તું ઘરે પહોંચી ગયા પછી ફોન કરજે. ને પછી મનીષા અને અનિષા નિશાંત ને બાય કહી ને જતા હોય છે.
મનીષા ઘરે આવી જાય છે ને તેના કામમાં વ્યસ્ત થઈ જાય છે. પછી તે જમવા બેસે છે ત્યારે ઘરના લોકો સમાચાર જોતો હોય છે તેમાં એક સમાચાર આવે છે કે આજે બપોરે રામનગર વિસ્તારમાં જતી બસ નું અકસ્માત થતાં ઘણાં લોકો ને ઈજા પહોંચી છે. તો કેટલાંક લોકો ને પોતાની જીવ ગુમાવ્યો છે. આ સમાચાર જોતો મનીષા ગભરાઈ જાય છે ને ચિંતા માં આવી જાય છે કેમ તે બસ માં તો નિશાંત ના ગામની બસ હતી બપોર ના સમય જ નિશાંત ને મનીષા છૂટા પડયા હતા. માટે મનીષા તેનું જમવાનું છોડી ને તે નિશાંત ને ફોન કરે છે તે સમય દરમિયાન નિશાંત નો ફોન લાગતો નથી ને મનીષા ને વધારે ને વધારે ચિંતા થતી જાય છે ને તે કોલ પર કોલ કરે છે. *પણ તેનો ફોન બંદ આવતો હોય છે પછી મનીષા એ*

*વધું આવતાં અંકે*
*To be continue*
✍? *મનીષ ઠાકોર*✍?

મિત્રો તમારો સાથ સહકાર માટે ખૂબ ખૂબ આભાર
મારી રચના ને ખૂબ પ્રતિભાવ આપો એ શેર કરજો