ચેલેન્જ - 15 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ચેલેન્જ - 15

ચેલેન્જ

કનુ ભગદેવ

(15)

બ્લેક મેઈલીંગ અને ધમકી !

એ ભાનમાં આવ્યો ત્યારે વસ્ત્રહીન સ્થિતિમાં એક પલંગ પર પડ્યો હતો. હજુ એની ચેતના પુરેપુરી જાગ્રત નહોતી થઇ.

સહસા એની બાજુમાં સુતેલી ઉષા પર તેની નજર પડી. ઉષા પણ વસ્ત્રહીન સ્થિતિમાં હતી. બંનેમાંથી એકેયના દેહ પર વસ્ત્રો નહોતાં. ઉષા ફાટી આંખે સભાન દ્રષ્ટીએ એની સામે તાકી રહી.

પોતાને આવી કઢંગી હાલતમાં જોઇને તે ખુબ જ હેબતાઈ ગયો. પરિસ્થિતિને સમજવા આતે એણે જોરથી માથું ધુણાવ્યું. અચાનક ઉષા પલંગ પર બેથી થઈને દીલીપના મોં પર જોરથી તમાચા ફટકારતી જોરજોરથી ચીસો પાડવા લાગી.

તે વધુ હેબતાયો.

અને હેબતમાંથી બહાર નીકળે તે પહેલાં જ ઉઘાડા બારણામાંથી ફ્લેશ લાઈટનો તીવ્ર ઝબકારો સીધો એના ચહેરા પર ફેંકાયો. પ્રકાશ એટલો બધો જોરદાર હતો કે એની આંખો અંજાઈ ગઈ.

બીજી પળે બંધ થવાનો અને કોઈકના દોડી જવાના પગલાનો અવાજ તેને સંભળાયો.

તેમનાં બંનેનો વસ્ત્રહીન દશામાં, કઢંગી હાલતનો, પોતાને બ્લેકમેઈલ કરવા માટે ફોટો પાડી લેવામાં આવ્યો છે એ વાત તે તરત જ સમજી ગયો.

એ પલંગ પરથી નીચે ઉતર્યો.

એ જ વખતે બારણું ઉઘાડીને ચહેરા પર ક્રૂર હાસ્ય ફરકાવતો અને દલપતરામ જેને ઈમાનદાર તથા કર્તવ્યનિષ્ઠ ઓફિસર તરીકે ઓળખાવતો હતો તે ભ્રષ્ટ અને બેઈમાન પોલીસ ઇન્સ્પેક્ટર ગુલાબરાય પોતાના ચમચા દલપતરામ સાથે અંદર આવ્યો.

‘આ બધું શું છે કેપ્ટન…?’ પોતાની સામે ઘસી આવતા દિલીપને અટકાવીને મગરૂરીભર્યા અવાજે ગુલાબરાય બરાડયો, ‘તમે બંને આવી દશામાં? હું તો તમને બહુ ચારિત્ર્યશીલ માનતો હતો કેપ્ટન…! તમારા માનનીય મેજર નાગપાલ સાહેબ જો તમને આવી કઢંગી હાલતમાં જુએ તો તમારી શું હાલત થાય એની તમ જરા કલ્પના કરી જુઓ.’

‘ઇન્સ્પેક્ટર…’ દિલીપ ક્રોધથી કાળઝાળ અવાજે બોલ્યો, ‘હ્હું પણ એ જ જાણવા માંગુ છું. મારા ફોટા તમે શા માટે પડાવ્યા છે? આ બધું તમારું જ કારસ્તાન લાગે છે. મારી આવી હાલતના ફોટા પડાવવા પાછળ તમારો કોઈક મલીન હેતુ હોય એવું મને લાગે છે. ખેર, નાગપાલ સાહેબને મારી જે હાલત કરવી હોય તે કરે! અત્યાર સુધી હું તેમની સુચનાથી ચુપ રહ્યો હતો. અને મેં તમારી સામે કોઈ જ પગલાં નહોતાં ભર્યા. પણ હજુ તમારી હેકડી ઉતરી નથી લાગતી. પરંતુ હવે હું મારા બોસની એટલે કે નાગપાલ સાહેબની પરવાહ કર્યા વગર તમારી વર્દી ઉતરાવીને જ જંપીશ એટલું યાદ રાખજો.’

‘તમે તમારે ખુશીથી જેમ ફાવે તેમ કરજો.’ ગુલાબરાયે અત્યંત શાંત અને અધિકારભર્યા અવાજે કહ્યું, ‘ખેર, અત્યારે તો હું તમારી ધરપકડ કરવા આવ્યો છું.’ કહીને તે દલપતરામ સામે ફર્યો, ‘દલપતરામ, કેપ્ટનને હથકડી પહેરાવી દો.’

દલપતરામે આગળ વધીને દિલીપને હથકડી પહેરાવી દીધી.

એ જ વખતે ફરીથી ફ્લેશ લાઈટનો ઝબકારો થયો અને હથકડી પહેરેલા દિલીપનો વધુ એક ફોટો પડી ગયો.

આ દરમિયાન ઉષાએ પોતાના દેહ પર ચાદર લપેટી લીધી હતી.

ત્યારબાદ ગુલાબરાયની સુચનાથી એને પણ હથકડી પહેરાવી દેવામાં આવી અને એ જ હાલતમાં ફોટો પણ પાડવામાં આવ્યો.

‘કમલેશ…!’ ગુલાબરાયે પોતાની સાથે આવેલાં ફોટોગ્રાફરને ઉદ્દેશીને કહ્યું, ‘તારું કામ હવે પૂરું થઇ ગયું છે એટલે તું હવે જા…!’

કમલેશ માથું ધુણાવીને બહાર નીકળી ગયો.

‘કેપ્ટન…’ ગુલાબરાય બોલ્યો, ‘તમે હવે વસ્ત્રો પહેરીને નિરાંતે બેસી જાઓ. પછી હું તમારી સાથે કામની વાતો કરીશ.’

દિલીપનું રોમરોમ કાળઝાળ રોષથી સળગતું હતું. પોતાના હાથમાં રહેલી હથકડી ગુલાબરાયના માથા પર ઝીંકી દેવાનું તેને મન થયું. પરંતુ છેવટે તે ક્રોધ અને અપમાનનો ઘૂંટડો પી ગયો.

‘આવી હાલતમાં હું વસ્ત્રો કઈ રીતે પહેરું?’ દિલીપે પોતાનો હાથ ઉંચો કરતાં પૂછ્યું.

‘ઓહ એ તો હું ભૂલી જ ગયો હતો.’ ગુલાબરાય કટાક્ષભર્યા અવાજે બોલ્યો. પછી એણે દલપતરામ સામે જોયું, ‘બંનેની હથકડીઓ કાઢી નાંખ…!’

દલપતરામેં તેના આદેશનું પાલન કર્યું. પછી એ એક તરફ ઉભો રહી ગયો.

દિલીપે નીચે પડેલા પોતાના વસ્ત્રો પહેરી લીધા. પછી ઉષાના વસ્ત્રો ઊંચકીને તેના હાથમાં મૂકી દીધા.

ઉષા પોતાના વસ્ત્રો સાથે બાથરૂમ તરફ આગળ વધી ગઈ.

દિલીપ પલંગ પર બેસી ગયો.

‘ઇન્સ્પેક્ટર…’ એ ઘૂરકીને બોલ્યો, ‘તમે અમને આવી રીતે શા માટે ફસાવ્યા છે?’

‘કહું છું ભાઈ, કહું છું…!’ ગુલાબરાયનો અવાજ ટાઢા માટલા જેવો હતો, પરંતુ એ પ્હેલા તમે અત્યારે પોલીસની ધરપકડ હેઠળ છો એટલે ક્રોધમાં કે ઉત્તેજનામાં તમારા તરફથી ભરવામાં આવેલું કોઈ પણ પગલું તમારે માટે જોખમરૂપ બની શકે તેમ છે એ વાત યાદ રાખજો. ઉપરાંત કમલેશ નામના જે માણસે હમણાં તમારા કઢંગી હાલતમાં ફોટા પાડ્યા છે એ અહીના એક અખબારનો ફોટોગ્રાફર છે. મેં તમારી ધરપકડ શા માટે કરી છે એ જાણવા માંગો છો ને?’ કહીને એણે એક સિગરેટ સળગાવી.

‘ના…’ દિલીપે જવાબ આપ્યો, ‘તમે અમારા ફોટા શા માટે પડાવ્યા છ્હે એ હું જાણવા માંગુ છું.’

‘લે, કર વાત…!’ ગુલાબરાયે સ્મિત ફરકાવતા કહ્યું, ‘એનું કારણ તમે નથી જનતા? ખેર, ચાલો, હું જ જણાવી દઉં છું. જાસુસીની દુનિયામાં તમારું નામ ખુબ જ ઊંચું છે. પરંતુ તમે ધંધાદારી કોલગર્લ સાથે સંબંધ રાખવાના શોખીન છો અને પોલીસની રેડ દરમિયાન એક ગેસ્ટહાઉસમાંથી આવી જ એક કોલગર્લ સાથે પકડાયા છો એ હકીકત કોઈ જાણતું નથી.દુનિયાની નારે તમે એક ખુબ જ ઈમાનદાર, નીડર, ભાદુર અને બુદ્ધિશાળી જાસુસ છો. પરંતુ તમે કેટલા ચારિત્ર્યશીલ છો એ હું પુરવાર કરવા માંગુ છું અને એ વાત પુરવાર કરવા માટેના પુરાવાઓ પણ મેં હમણાં પડાવેલા તમારા ફોટાના રૂપમાં મારી પાસે છે. મેં શા માટે તમારા ફોટા પડાવ્યા હતા એનો જવાબ હવે તમને મળી ગયો હશે. સાથે જ મિસ ઉષાને પણ પોતાની આ જાતની જાહેરાત ગમશે એવી મને આશા છે.’

‘આ ફોટાઓમાં બદલામાં તમે મારી પાસેથી શું ઈચ્છો છો?’ દિલીપે મુદ્દાની વાત પર આવતાં પૂછ્યું.

‘મારા અને નારંગના સંબંધો વિષે તમે જે કંઈ જોયું જાણ્યું છે એ ભૂલી, આ શહેર છોડીને ચાલ્યા જાઓ એમ હું ઈચ્છું છું.’ ગુલાબરાયે જવાબ આપ્યો.

‘મારે કેટલી વારમાં ચાલ્યા જવાનું છે?’

‘કલાક-બે કલાકમાં જ!’

‘અને ન જાઉં તો?’

‘તમે ન જાઓ તો એમાં મને શું વાંધો છે? તમે તમારી ખુશીથી મણ ફાવે તેટલું રોકો. પરંતુ એ સંજોગોમાં આવતીકાલના અખબારોમાં ફોટાઓ સહીત તમે અને મિસ ઉષાએ અહીં જે પરાક્રમ કર્યું છે એની વિગતો છપાઈ જશે. અને હું તમારા પર કાયદેસર આરોપો મુકીને તમને કોર્ટમાં રજુ કરી દઈશ. હવે તમને જેમ ફાવે તેમ કરવાની છૂટ છે.’

દિલીપ માંડ માંડ પોતાના ક્રોધ પર કાબુ મેળવી શક્યો.

‘ઓહ તો એનો અર્થ એ થયો કે હજુ મારી પાસે રાતનો સમય છે.’ કહીને દિલીપે પૂછ્યું, ‘ખેર, તમે જોનીને મારે હવાલે કરો છો?’

‘ના…’

‘પરંતુ નારંગે જોનીને મારે હવાલે કરવાનું મને વચન આપ્યું હતું.’

‘બરાબર છે. પરંતુ નારંગ તમારી વાતોમાં ફસાઈ ગયો હતો. નહીં તો એનો સ્વભાવ તો એવો છે કે એ જે કહે છે તે કરતો નથી અને જે કરે છે તે કહેતો નથી, સમજ્યા તમે? એ માત્ર થોડી વાર માટે જ તમારી કાલ્પનિક વાતોની જાળમાં ફસાઈ ગયો હતો.’

‘એટલે…? તમે કહેવા શું માંગો છો?’ દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.

‘જોનીને ફસાવવા માટે તમે જે પાયા વગરની કાલ્પનિક વાતો ઉપજાવી કાઢી હતી, એણે ભૂલીને આ શહેરમાંથી ચાલ્યા જાઓ એમાં જ તમારું હિત છે.તમારી પાસે એની વિરુદ્ધ કોઈ જ પુરાવાઓ નથી.’

‘કેમ…? ઉષા હજુ પણ તેની વિરુદ્ધ જુબાની આપી શકે તેમ છે.’

‘તમારી વાત સાચી છે. પરંતુ ઉષા પોતે કેવી છે એ જાણ્યા પછી કોઈ જ ન્યાયાધીશ તેની જુબાની પર ભરોસો નહીં કરે. અને કદાચ ભરોસો કરે તો પણ એની જુબંનીનું કંઈ જ મહત્વ નહી રહે કારણ કે એની જુબાનીને સમર્થન આપવાવાળું કોઈ જ નહીં હોય, એટલે તમે આ મામલામાં વધુ પંચાત કર્યા વગર બલરામપુર પાછા ચાલ્યા જાઓ.’

દિલીપે જાણે કાચો ને કાચો ખાવો હોય એ રીતે ગુલાબરાય સામે જોયું.

‘ઇન્સ્પેક્ટર ગુલાબરાય…’ એ પોતાના ઈક એક શબ્દ પર ભાર મુકતો બરફ જેવા ઠંડા અવાજે બોલ્યો, ‘ત્યારે બાજી તમારા હાથમાં છે અની તમે મને એન પછી એક હાર આપતાં જાઓ છો. અત્યારે હું તમને કંઈ જ કરી શકું તેમ નથી. પરંતુ ન તો તમે કુશળ ખેલાડી છો કે ન તો સામા ખેલાડીની ચાલ સમજવાની બુદ્ધિ તમારામાં છે! તામી કાન ખોલીને સાંભળી લો. હું આ કેસમાં ખુબ જ આગળ વધી ગયો છું અને હવે હું કોઈ જ સંજોગોમાં પીછેહઠ નથી કરવાનો. અત્યારે બાજી ભળે તમારા હાથમાં રહી પરંતુ ખુબ જ જલ્દીથી એ તમારા હાથમાંથી સરકી જવાની છે ત્યરે આપના બેમાંથી કોણ કુશળ ખેલાડી છે એ પુરવાર થઇ જશે.’

‘એમ…?’ ગુલાબરાયે લુચ્ચું સ્મિત ફરકાવતાં કહ્યું, ‘અહીંથી મોર્ડન ન્યુઝ નામનું એક અખબાર પ્રગટ થયું છે અને તેમાં તમારે વાંચવા જેવા એક ખુબ જ જોરદાર છપાયા છે.’

‘કેવા સમાચાર?’ દીલીપી ઘૂરકીને તેની સામે જોતા પૂછ્યું.

‘એ તો તમે પોતે જ બહાર જઈને વાંચી લેજો.’

‘પરંતુ તમે તો મારી ધરપકડ કરી છે ને?’

‘અત્યારે તો તામી જઈ શકો છો. અખબાર વાંચ્યા પછી તમે પોતે જ આનંદથી તમારા બિસ્તરા પોટલા સમેટીને ચાલ્યા જશો એની મને ખબર છે.’

‘એવું તે શું છે એ સમાચારમાં?’

‘જયારે તમે મિસ ઉષા સાથે અહીં મોજ કરતા હતા ત્યારે…’ ગુલાબરાય ઉભો થતાં બોલ્યો, ‘હું આરતી જોશીનો ખૂન કેસ ઉકેલતો હતો.’ કહીને એણે દલપતરામને સંકેત કર્યો.

પછી ગુલાબરાય અને દલપતરામ ત્યાંથી બહાર નીકળી ગયા.

દિલીપે બાથરૂમ તરફ જોયું. ત્યાં ઉષા ઉભી હતી. એના ચહેરા પર આશ્ચર્ય અને પરેશાનીના હાવભાવ છવાયેલા હતા.

દિલીપે તેને પોતાની સાથે આવવાનો સંકેત કર્યો.

બંને સીડીનાં પગથીયા ઉતરી, નીચે આવીને એ ઈમારતમાં બહાર નીકળ્યા. ઈમારતના પ્રવેશદ્વાર પર ગેલેક્સી હોટલનું બોર્ડ લટકતું હતું.

દિલીપ ઉષાનો હાથ પકડીને સડક પર ચાલવા લાગ્યો. એણે પોતાની કાંડાઘડિયાળમાં નજર દોડાવી. સાડા નવ વાગી ગયા હતા. સડક પર લોકોની આવ-જા શરુ થઇ ગઈ હતી.

થોડે દુર એક ખાલી ટેક્સી ઉભેલી તેમને દેખાઈ. ટેક્સીનો ડ્રાયવર સમય પસાર કરવા માટે અખબાર વાંચતો હતો.

દિલીપ તેની નજીક પહોંચ્યો. પછી ડ્રાયવીંગ સીટ તરફની બરીંથી એણે અંદર નજર દોડાવી.

ડ્રાયવરના હાથમાં મોડર્ન ન્યુઝ નામનું જ અખબાર જકડાયેલું હતું. એ હજુ પહેલું પાનું જ વાંચતો હતો અને તાના પર રાજેશ્વરી ઉર્ફે આરતી જોશી અને સરલા દિવાનના ફોટા સાથે મોટા મોટા હેડીંગોમાં લખ્યું હતું-

યુવતીના ખૂનનું રહસ્ય ઉકેલાયું!

લલિતપુર...આજે સવારે મૃત્યુના આરે ઉભેલી સરલા દીવાન નામની યુવતીના ગુનાની કબુલાત કરતી જુબાનીથી ઉસ્માનપુરાના માયા ભુવનમાં રહેતી આરતી જોશીના ગઈ કાલે થયેલા ખૂનનું રહસ્ય ઉકેલાઈ ગયું છે.

દિલીપ માટે તો આટલા સમાચાર જ પૂરતા હતા.

‘તમે હવે સીધા તમારે ઘેર જ જાઓ!’ એ ઉષા સામે જોતાં બોલ્યો, ‘અને દરવાજો બંધ કરીને તમારા ફ્લેટમાં જ રહેજો. તમે કોઈ પણ સંજોગોમાં કોઈને માટે ય બારણું ઉઘાડશો નહીં કે ગમે તેવું કામ હોય તો પણ બહાર નીકળશો નહીં.’

‘અને તમે ક્યાં જાઓ છો?’ ઉષાએ ચિંતાભર્યા અવાજે પૂછ્યું.

‘હમણાં તો તમે મને કંઈ જ ન પૂછો તો સારું!’ દિલીપે જવાબ આપ્યો, ‘પાછા ફર્યા પછી હું તમને બધી વાતો નિરાંતે જણાવી દઈશ.’

ઉષા માથું હલાવીને ચુપચાપ ટેક્સીમાં બેસી ગઈ. એણે ડ્રાયવરને પોતાનું સરનામું જણાવી દીધું.

વળતી જ પળે ટેક્સી સ્ટાર્ટ થઈને આગળ વધી ગઈ.

ત્યારબાદ એક બીજી ટેક્સીમાં દિલીપ ઉસ્માનપુરાના પોલીસ સ્ટેશને પહોંચી ગયો.

જોગાનુજોગ ત્યારે ઇસ્ન્પેક્ટર મહેન્ર્સિંહ પોતાની ઓફિસમાં હાજર જ હતો. દિલીપને અંદર દાખલ થતો જોઇને તે એકદમ ચમકી ગયો.

‘અરે...આ તમને શું થઇ ગયું મિસ્ટર દિલીપ?’ એણે પગથી માથા સુધી દિલીપનું નિરિક્ષણ કરતાં પૂછ્યું.

‘આ શહેરમાં કેટલાક લોકોને અરુ આગમન નથી ગમ્યું ઇન્સ્પેક્ટર સાહેબ…!’ દિલીપે સ્મિત ફરકાવીને બેદરકારી ભર્યા અવાજે જવાબ આપ્યો. પછી પોતે ખરીદેલું મોડર્ન ન્યુઝ નામનું અખબાર તેની સામે ટેબલ પર ફ્લાવીને પહેલાં પાનાં પર આરતી જોશી અને સરલા દિવાન વિશેના સમાચાર પર આંગળી મુકતા કહ્યું, ‘આ સમાચાર વિષે તમે શું જાણો છો?’

‘એમાં જે કંઈ છપાયું છે એ જ!’ મહેન્દ્રસિંહે જવાબ આપ્યો, ‘તમે આ સમાચારથી વિગતો ધ્યાનથી વાંચી છે?’

‘ના...ઉપર ઉપરથી જ વાંચ્યા છે.’

‘ગુલાબરાયે આ સમાચાર દ્વારા નામ મેળવવા માટે પ્રયાસ કર્યો છે.’ મહેન્દ્રસિંહ અરુચીભર્યા અવાજે બોલ્યો, ‘પરંતુ હકીકતમાં સરલા દીવાને કોઈકની બીકના કારણે અથવા તો પછી પશ્ચાતાપને કરને ઝેર ખાઈને આપઘાત કર્યો હોય એવું મને લાગે છે.’

‘તમને લોકોને આ બાબતની કેવી રીતે ખબર પડી?’ દિલીપે પૂછ્યું.

‘કોઈક ગુમનામે ફોન કરીને આ બાબતની સુચના આપી હતી.’ મહેન્દ્રસિંહે જવાબ આપ્યો, આ ફોન દલપતરામે રીસીવ કર્યો હતો. પછી એણે એ ફોનની વિગત ગુલાબરાયને જણાવી દીધી. ગુલાબરાય તરત જ એની સાથે એ છોકરી એટલે કે સરલા દીવાનને ઘેર પહોંચી ગયો. એ વખતે સરલાની હાલત ખુબ જ ગંભીર હતી અને તેના બચવાની કોઈ જ શક્યતા નહોતી પરંતુ એ મૃત્યુ પામે તે પહેલાં જ ગુલાબરાય ગમે તે રીતે તેની, ગુનો કબુલ કરી હોય એવી જુબાની લેવામાં સફળ થઇ ગયો હતો. આ બધું જોગાનુજોગ જ બન્યું હતું પરંતુ તેની જુબાની મેળવીને ગુલાબરાય જાણે કોઈ મોટો ગઢ જીતી લાવ્યો હોય એ રીતે અખબારમાં તેની પ્રશંશા કરતાં સમાચાર છપાયા છે.’

‘સરલાની જુબાનીની ખાતરી કરી લેવામાં આવી છે?’

‘ના...એણે પોતાની જુબાનીમાં આરતીના ખૂનનું જે કારણ જણાવ્યું છે તેને માત્ર ઉષા જ સમર્થન આપી શકે તેમ છે પરંતુ તેની આ બહેનપણી ઉષા ન જાણે ક્યાં ગુમ થઇ ગઈ છે.’

‘ઓહ...ઉષાની વાતોથી તેની જુબાનીને પુરેપુરું સમર્થન મળે છે.’

‘તમે ઉષાને મળી ચુક્યા છો?’ મહેન્દ્રસિંહે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોતા પૂછ્યું.

‘હા...એક માણસને કારણે સરલા અને આરતી વચ્ચે મનદુઃખ ઉભું થયું હતું. એ માણસ સરલાનો પ્રેમી હતો. એ આરતીના મળવા માટે ગયો હતો પરંતુ તે વખતે સરલા પણ આરતીના ઘેર જ છે એ વાત તે નહોતો જાણતો. એ માણસના ચાલ્યા ગયા પછી સરલા અને આરતી વચ્ચે મનદુઃખ વધી ગયું. છેવટે પોતાને એ માનસમાં એટલે કે સરલાના પ્રેમીમાં કંઈ જ રસ નથી અને પોતે ભવિષ્યમાં તેની સાથે કોઈ જ સંબંધ નહીં રાખે એની ખાતરી આરતીએ સરલાને કરાવી દીધી. ત્યારબાદ એ બંનેને એકલા મુકીને લગભગ દસ-સવા દસ વચ્ચે ઉષા ત્યાંથી ચાલી આવી હતી.’

‘તમે ઉષાનો પત્તો કેવી રીતે મેળવ્યો?’

‘ટેલીફોન ડિરેક્ટરીમાંથી...!’

‘અમે પણ ડિરેક્ટરીમાંથી જ પતો મેળવીને તેનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. પણ આખી રાત તેના ટેલીફોનની ઘંટડી વાગતી રહી. કોઈએ રીસીવર ઊંચક્યું નહીં.’

‘ઉષા આખી રાત મારી સાથે જ હતી.’

‘તો તો પછી આ વાત અહીંજ પૂરી થઇ જાય છે.’ મહેન્દ્રસિંહે ઊંડો શ્વાસ લેતાં કહ્યું, ‘મને તો એમ હતું કે ગુલાબરાયના કહેવા પ્રમાંનેસર્લાએ મરતા પહેલાં જે જુબાની આપી હતી તેને ઉષા સમર્થન નહીં આપી શકે.’

‘જો ઉષાની જુબાનીથી, સરલાની જુબાનીને સમર્થન ન મળત તો શું થાત?’ દિલીપે વિચારવશ નજરે તેની સામે જોતા પૂછ્યું.

‘તો ગુલાબરાયના કહેવા પ્રમાણે સરલાએ મરતાં પહેલાં જે જુબાની આપી હતી. એ જુબાની ગુલાબરાયે પોતે જ પ્રસિદ્ધિ મેળવવા માટે ઉપજાવી કાઢી છે એવું પુરવાર કરવાનો હું પ્રયાસ કરત.’

‘ઓહ...તો એનો અર્થ એ થયો કે તમે પણ ગુલાબરાય જેવા ભ્રષ્ટ અધિકારીની વર્દી ઉતરી જાય તેમ ઈચ્છો છો ખરું ને?’

મહેદ્રસિંહ ચુપ રહ્યો.

‘ના…’

‘એ વખત્તે ત્યાં ગુલાબરાય સિવાય કોણ હતું?’

‘દલપતરામ અને તેના બીજા બે ચમચાઓ…!’

‘તો તો પછી એ જુબાની ગુલાબરાયે જ ઉપજાવી કધિલી છે એ સ્પષ્ટ થઇ જાય છે.’

‘એ તો હું પણ જાણું છું પરંતુ એણે પુરવાર કરવાનું સહેલું નથી. સરલાની બાજું રહેતા બીજા બે વ્યક્તિઓએ પણ સાક્ષી આપી છે કે એ જુબાની સરલાએ પોતાની સામે જ ગુલાબરાયને આપી છે.’

‘ઓહ...તો માત્રા એક જ વાતને આધારે ગુલાબરાયને હરાવી શકાય તેમ નથી એવું તમે કહેવા માંગો છો ખરું ને?’ દિલીપે કહ્યું, ‘ઠીક છે. તમારી વાત સાથે હું સહમત છું. પરંતુ જો તમે મને સાઠ આપો તો હું ગુલાબરાયને હરાવવાની વ્યવસ્થા કરી શકું તેમ છું.’ પછી સહેજ અટકીને એ બોલ્યો, ‘તે એક ભ્રષ્ટ અને બેઈમાન ઓફિસર છે?’

‘તમે શું વ્યવસ્થા કરશો?’ થોડી પળો ખમચાઈને મહેદ્ન્રસિંહે પૂછ્યું.

‘એ તમે મારા પર છોડી દો. જો તમને મારી વ્યવસ્થામાં જરા પણ કમી કે જોખમ જેવું લાગે અમે તેનો અમલ ન કરતાં! અલબત્ત, તમે સરલાના પાડોશીઓને પૂછપરછ કરો એમ હું ઈચ્છું છું.’

‘એ તો હું તમે ન કહો પણ કરવાનો જ છું?’ મહેન્દ્રસિંહે કહ્યું.

‘વારુ, દીનાનાથનો કંઈ પત્તો લાગ્યો? એનો સંપર્ક થઇ ગયો?’

‘હા, ભરૂચમાં એનો સંપર્ક સાધી શકાયો હતોઅને પોતે સાંજે પાંચ-સાડા પાંચ વાગ્યે અહીં પહોંચી જશે એવી સુચના એણે મને ફોન કરીને આપી છે.’

‘અને અજીત મર્ચન્ટ..? એ માણસ પણ આરતીના ફુઆ હોવાનો દાવો કરે છે.’

‘હા...અને એ ખરેખર જ આરતીના ફુઆ હોય એવું લાગે છે.’ મહેન્દ્રસિંહે કહ્યું, ‘એનાં પર નજર રાખતા માણસોએ રીપોર્ટ આપ્યો છે કે ગઈ કાલે રાત્રે હોટલમાં પહોંચીને તરત જ એણે વડોદરા ફોન કર્યો હતો. હોટલના ટેલીફોન ઓપરેટરે તેની વાતો સાંભળી હતી. ઓપરેટરના કહેવા મુજબ એ ફોન મારફત જ અજીતને પોતાની પત્નીના મ્ર્ત્યુંના તથા પોતાનો સાળો એટલે કે દીનાનાથ પોતાની બહેનના અંતિમ સંસ્કાર માટે બલરામપુરથી વડોદરા જવા માટે રવાના થઇ ગયો છે. અને અજીત વિષે કોઈને કશી પણ ખબર ન હોવાહી એની પત્નીના મ્ર્ત્યુંના સમાચાર તેને આપી શક્યા નહોતાં.’

‘મને તો કંઈ જ સમજાતું નથી.’ દિલીપ બોલ્યો, ‘તો એનો અર્થ એવો થયો કે દીનાનાથ મારી પાસે ખોટું બોલ્યો હતો. ખેર, એ તો દીનાનાથના આવ્યા પછી જ ખબર પડશે. અજીત વિષે બીજું કંઈ જાણવા મળ્યું છે?’

‘ખાસ કંઈ નહીં. અલબત્ત, તે અગાઉથી ઘણી વાર અહીં લલિતપુર આવી ગયો છે અને ડીલક્સ હોટલનો સ્ટાફ તેને બરાબર ઓળખે છે. ડીલક્સ હોટલના રીશેપ્શનીસ્ટના કહેવા મુજબ ગઈ કાલે રાત્રે લગભગ એક વાગ્યે અજીતને આરતી દ્વારા આપવામાં આવેલો સંદેશો મળ્યો હતો.’

‘હા...અજીત પણ એમ જ કહેતો હતો.’ દિલીપે એક સિગરેટ સળગાવતા કહ્યું, ‘એ રાત્રે એક વાગ્યા સુધી તો પોતાની હોટલ બહાર ક્યાં ભટકતો હતો એ જાણવા મળ્યું?’

‘ના...પરંતુ તે કોઈક એવી જગ્યાએ મીજ્માંજા કરવા ગયો હતો કે જ્યાં માણસ જાય તો છે પરંતુ એ જગ્યા વિષે બધાની સામે કબુલ કરવા ન માંગતો હોય એમ હું માનું છું.’

‘અને આવી જગ્યા બ્લ્યુ હેવન ક્લબ પણ હોઈ શકે છે, ખરું ને?’

‘હા...તે એક દલાલ સાથે ત્યાં જ ગયો હતો.’

‘અને એ દલાલનું નામ વિલિયમ છે બરાબર?’

‘હા…’ મહેન્દ્રસિંહે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું, ‘પરંતુ અ બધી વાતોની તમને કેવી રીતે ખબર પડી?’

‘બસ પડી ગઈ.’ દિલીપે બેદરકારીથી કહ્યું, ‘પરંતુ પોતાના ફુઆ લાલીતપુરમાં અને ડીલક્સ હોટલમાં છે એની આરતીને કેવી રીતે ખબર પડી એ મને નથી સમજાતું. ખાસ કરીને અજીતના કહેવા પ્રમાણે એ પોતે પણ આરતીને શોધતો હતો અને આરતીએ તેની હોટલમાં ફોન કરીને સંદેશો આપ્યા પહેલાં તે ક્યાં રહેતી હતી એ પણ તે નહોતો જાણતો.’

***

રેટ કરો અને રિવ્યુ આપો

Patel Vijay

Patel Vijay 2 અઠવાડિયા પહેલા

Hina Thakkar

Hina Thakkar 3 માસ પહેલા

Arvind Patel

Arvind Patel 3 માસ પહેલા

Interesting

Manisha Patel

Manisha Patel 7 માસ પહેલા

Ronak Patel

Ronak Patel 9 માસ પહેલા