પ્રણય સપ્તરંગી - પ્રકરણ 33 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 33

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 33

રણજીત પોતાનાં પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં પ્રવેશી જઇને દરવાજો બંધ કરાવી દીધા અને ગાડી છેક પોર્ચમાં લઇ જઇને બેહોશ જેવી સીમાને લઇ ફાર્મહાઉસમાં પ્રવેશી ગયો. વિરાટ અને સાગર પાછળને પાછળ લાગેલાં હતાં. તેઓએ દરવાજો બંધ જોયો છતાં ગાડી ત્યાંજ રાખીને ગેટ ઉપર ચઢીને તેઓ અંદર પ્રવેશી ગયાં. વિરાટ પૂરી તૈયારી સાથે આવેલો એણે ફાર્મ હાઉસનાં મુખ્ય દ્વાર પર જઇને જોરથી દરવાજો ખખડાવ્યો અને રણજીતને ચેતવણી આપી છે રણજીત તું દરવાજો ખોલ નહીંતર તારી હાલત ખૂબ ખરાબ થશે તું સાવ ઉઘાડો પડી ગોય છે. અને સીમાને કંઇ પણ નાની ખરોચ પણ આવી છે કે એને કોઇરીતે હેરાન કરીતો એ બોલે સાથે સાગરે ત્રાડ નાંખતાં કહ્યું એ ડરપોક આમ નાસીને શું અંદર ભરાયો છે ખોલ દરવાજો નહીતર દરવાજો તોડી નાંખીશું અને મારી સીમાને તે કાઇ રીતે નુકશાન પહોંચાડ્યું તો તને જાનથી મારી નાંખીશ.

આ બાજુ ખુદ કંદર્પરાય સિધ્ધાર્થ અને એમની ટીમને લઇને પાછળને પાછળ આવી ગયાં હવાલદારને ફાર્મ હાઉસનાં ગેટથી અંદર ઉતારી ગેટ ખોલાવીને તેઓ અંદર આવી ગયાં. કંદર્પરાયે સિધ્ધાર્થને ફાર્મ હાઉસની ચારોતરફ ઘેરીને પોઝીશન લેવા કહ્યું અને તેઓ સાગર અને વિરાટ પાસે આવી ગયાં. દરવાજો ખોલતો ન્હોતો એથી વિરાટને દરવાજો તોડી નાંખવા આદેશ આપી દીધો. વિરાટે ખૂબ જોર અજમાવીને દરવાજો તોડવા પ્રયત્ન કર્યો પણ તૂટી નહોતો રહ્યો. સાગરની ત્યાંથી ઉપર તરફ નજર ગઇ અને એણે વિરાટને કહ્યું હું અહીંથી ઉપર ચઢીને બાલ્કનીમાંથી અંદર પ્રવેશ કરું છું તમે લોકો કોઇપણ રીતે દરવાજો તોડીને અંદર આવો.

સાગરે બહાર પોર્ચની ઉપરથી ચઢીને ત્યાંથી પાળી નો સહારો લઇને બાલ્કનીમાં કુદી ગયો. બાલ્કનીનાં કાચનો દરવાજો પગથી જોરથી પ્રહાર કરી તે તોડી નાંખ્યો અને પછી હાથ નાંખીને દરવાજો ખોલી નાંખ્યો એણે જોયુ કે રણજીત સીમાને ઢસડીને એનાં બેડરૂમ તરફ લઇ જઇ રહ્યો છે એણે ત્યાંથી લોબીમાં દોડી જઇને રણજીત સુધી પહોંચી ગયો અને રણજીતને જોરદાર ફેંટ મારીને લથડતો કરી દીધો. સીમા એનાં હાથમાંથી છૂટીને નીચે પડી ગઇ. સાગરે કહ્યું "સીમા સંભાળ પ્લીઝ હું આ દાનવને પહેલાં પુરો કરું સાગર અને રણજીત વચ્ચે ભયંકર ફાઇટ ચાલી. રણજીતે અવનવા દાવ અજમાવીને સાગરને હંફાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સાગરે બરાબર સામનો કર્યો પછી લાંબો સમય સુધી રણજીત લડતો રહ્યો એટલે સાગરે ખાસ વિદ્યા અજમાવી જે એને એનાં પિતાએ શીખવી હતી. એણે રણજીતનાં બે ખભા ઉપર એક સાથે એવી કળથી પ્રહાર કર્યો કે રણજીત ઓય માં કરતો નીચે પટકાઇ ગયો. પછી સાગરે એને પોતાનાં પગનાં પ્રહારથી અધમૂઓ કરી નાંખ્યો. રણજીત નીચે પડીને સાવ પરવશ થયો એટલે સાગરે એને છોડીને સીમા તરફ ગયો. સીમા જાણે અર્ધબેહોશ હતી. સાગરે સીમાને ખૂબ ઝંઝોડી એટલે સીમાએ આંખ ખોલી સામે સાગરને જોઇ વળગી પડી. સાગરે રાહતતનો દમ લીધો કે હાંશ સીમા ભાનમાં આવી ગઇ.

ત્યાં સુધીમાં વિરાટ, કંદર્પરાયને બધાં અંદર આવી ગયાં હતાં. તેઓ ગ્રાઊન્ડફલોર પરથી ઉપર દાદર ચઢીને આવે પહેલાં.... સાગરે સીમાની આંખોમાં આંખ પરોવીને કહ્યું સીમા આ તે શું કર્યું ? આપણો પ્રેમઓરા અભડાવી દીધો ! તને એટલું ભાન ના રહ્યું કે તે શું કર્યું છે ? અને ત્યાં તો પાછળથી રણજીતે આવીને સાગરનાં માથામાં જોરથી કાદાવર ડાંગ મારી અને સાગરનાં માંથામાંથી લોહીનો ફુવારો છુટ્યો ત્યાંજ બીજીવાર મારવા જાય તે પહેલાં વિરાટ આવી ગયો અને રણજીતને અટકાવી રણજીતને જ એ ડાંગથી ફટકારવા લાગ્યો. સીમાએ જોયું. સાગરને સાંભળ્યો પછી લોહી લુહાણ જોયો એણે ભાન ગુમાવ્યું અને મૂછીર્ત થઇને પડી.

કંદર્પરાયે આવું જોતાં સિધ્ધાર્થને કહ્યું સાગરને પ્હેલા તાત્કાલીક હોસ્પીટલ લઇ જાવ પ્લીઝ કંદર્પરાયની આંખમાંથી આંસુ નીકળી ગયાં. ભડ જેવો દીકરો આજે સાવ દીન લાગતો હતો સાગરની આંખો બંધ હતી એ મૂર્છીત થઇ ગયો હતો એનાં માથામાંથી લોહી વહી રહ્યું હતું સિધ્ધાર્થ તાત્કાલીક હાથરૂમાલ કાઢીને ઘા ની જગ્યાએ ખૂબ દાબીને મૂક્યો અને એના સાથીઓને ઊંચકવા કહ્યું. વિરાટ અને સિધ્ધાર્થ સાગરને ગાડીમાં સુવાડ્યો બીજા હવાલદારે રણજીતને હથકડી પહેરાવીને જીપમાં બેસાડ્યો. કંદર્પરાયે સીમાને ભાનમાં લાવીને સાગરની પાછળજ દોરાયાં. સાગરને તાત્કાલીક સીટી મલ્ટી સ્પેશીયાસલીટી હોસ્પીટલમાં પહોચાડી દાખલ કર્યો અને ઇમરજન્સીમાં એની સારવાર ચાલુ કરાવી. ત્યાંના પ્રસિદ્ધ ડોક્ટર સુમન દવે એ સાગરને ઓપરેશન થીયેટરમાં લઇ ગયાં અને સારવાર ચાલુ કરી. વિરાટ સીમાને પણ ત્યાં પ્રાથમિક સારવાર કરાવી અને દવાઓ આપી જેથી એ સ્વસ્થ થાય. રણજીતે બનાવટ કરીને સીમાને ડ્રગ્સ અને ડ્રીંક બન્ને પીવરાયેલા સીમાની સહનશક્તિની બહાર વાત હતી. આખી જીંદગીમાં ક્યારેય આવું કેફી પીધું ન હોતું એટલે એને ભાનજ નહોતું કે એણે શું પીધું છે અને શું કરી રહી છે. એને દવા આપયા પછી સ્વસ્થ હતી. સાગરની હાલત જોઇ સાંભળીને સતત રડ્યા કરતી હતી. થોડીવારમાં હોસ્પીટલમાં કૌશલ્યાબ્હેન સરલાબ્હેન - અમી - ભાવિનભાઇ રામુકાકા, તારીકા બધાં આવી ગયાં હતાં.

કંદર્પરાય કૌશલ્યાબ્હેને સાંત્વન આપી રહેલાં. કૌશલ્યા બ્હેનની આંખમાંથી આંસુ અટકી નહોતાં રહ્યાં. સરલાબ્હેન પણ એમની બાજુમાં બેસીને સમજાવી રહેલાં પણ કૌશલ્યાબ્હેનની આંખો રડી રડીને લાલ થઇ સૂજી ગયેલી. સરલાબ્હેન પણ રડી રેહાલાં એમને થયું આ મારી દીકરી કેવું નિમિત બની ગઇ ? આ બધુ અચાનક શું થઇ ગયું. અમી અત્યાર સુધી બાજુમાં ઉભી ઉભી જોઇ રહી હતી એની બાજુમાં એનાં પાપા ભાવિનભાઇ ઉભા હતાં અમી ત્યાથી સરલાબેન પાસે આવીને બેઠી. સરલાબ્હેને એની સામે જોયું અને આંખથી જ ફરિયાદ જાણે ફૂટી નીકળી અને અમી સમજી ગઇ. અમી સંયુક્તા-રણજીત- અક્ષયને બધાંને જોઇ લેવાનું વિચારી રહી હતી એનો ગુસ્સો હાથમાં નહોતો રહેતો એણે વિરાટને બાજુમાં બોલાવી કહ્યું "વિરાટભાઇ સાગરજીજુંને બહુ વાગ્યુ છે સારું થઇ જશે ને ? મને ખૂબ ડર લાગી રહ્યો છે. અને મને એક પ્રોમીસ આપશો ? એ સમયે તારીકા પણ એ લોકો પાસે આવીને ઉભી રહી તારીકાએ અમીનાં માથે હાથ ફેરવી કહ્યું "બોલ અમી શું કરવું છે તને અમારાં બધાં તરફથી પ્રોમીસ.

અમીએ કહ્યું વિરાટભાઇ રણજીત, સંયુક્તા અને અક્ષયને હું કદી માફ નહીં કરું પણ રણજીત સંયુક્તાને એવી કડક સજા કરાવજો કે રાજવી પરીવારની ઓળખાણ પીછાણ ક્યાંય કામ ના આવે એવો ચૂસ્ત કેસ બનાવજો કે એ લોકો વરસો સુધી જેલમાં સડે.

વિરાટે અમીનો ગુસ્સો સમજતાં કહ્યું "અમી તું ચિંતા ના કરીશ ભલે એલોકો રાજવી પરીવારનાં રહ્યાં પણ સાગર એક પોલીસ કમીશ્નરનો હોનહાર દીકરો છે. હું કે કંદર્પસર કોઇ એને નહીં છોડીએ. રણજીત અને સંયુક્તાએ એમનાં કર્મની સજા ભોગવવી જ પડશે અને બદલો જરૂર લેવાશે કાયદાથી એલોકોનાં હાથ બધાશે હથકડીઓ પહેરાશે જ. સામે ભલે ગમે તેવો મોટો માણસ હોય અમે કોઇ કસર નહીં છોડીએ.

અમી પ્હેલાં તો તું સીમાને સંભાળ એ ખૂબજ ડીસ્ટર્બ અને દુઃખી છે એને એટલાં આઘાત પમાવ્યા છે કે એને કંઇ થઇ ના જાય. સૌ પ્રથમ સાગર સાજો થઇ જાય એજ અગ્રિમતા છે. અમીએ કાબૂ રાખેલું ડૂસ્કૂ નાંખી દીધું. અને તારીકાનાં ખભે માથું મૂકીને ઘુસકે ઘૂસકે રડી પડી. ભાવિનભાઇએ આ જોઇને એની પાસે આવ્યાં અને અમીને પોતાનાંમાં લઇને આશ્વાસન આપવા લાગ્યાં.

બધાં ડોકટર બહાર આવે ઓપરેશન થીયેટરમાંથી અને શું કહે છે એની જ આતુરતા પૂર્વક રાહ જોઇ રહેલાં. બધાનાં મનમાં ઉચાટ અને ચિંતા હતા. કંદર્પરાય કૌશલ્યા બ્હેનને સાંત્વન આપવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહેલાં. કંદર્પરાયને આજનો દિવસ જીંદગીનો સૌથી ખરાબ અને કરુણ લાગી રહેલો. એમને થયું મારી કમીશ્નરગીરી છે સત્તા બળ ક્યાંય કામ ના આવ્યા અને હવે આ પરવશ અને નિરાધર સ્થિતિમાં ભગવાન માલિક છે એમણે મનોમન પ્રાર્થના કરવા માંડી.

**********

આ બાજુ સંયુક્તા ખૂબ ડરી ગઇ હતી એને ક્રાઇમ ઓફીસમાં એરેસ્ટ કરીને બેસાડી હતી એનાં પિતાને જાણ કરી દીધી હતી એ લોકો આવી ગયાં હતાં પણ મળવાં દીધાં નહોતાં. કંદર્પરાયને સિધ્ધાર્થ રણજીત પાછળ હતાં. અમુલખ સરને અક્ષયની જુબાની અને પુરાવા સાથે બધી જ જાણ થઇ ગઇ હતી અને એમણે અક્ષય સંયુક્તા અને રણજીત વિરૂધ્ધ એકદમ જડબે સલાક પાકો કેસ બને એ રીતે કેસ બનાવવાનું શરૂ કરી દીધું હતું. કોઇપણ કાયદાની કે કોઇ છટકબારી રહે નહીં અને આ લોકોને પાકી જેલ થાય એનાં માટે પૂરતી કાળજી લીધી હતી. એમને હવે સાગરનાં શું સમાચાર આવે એની જ ચિંતા હતી અને સીમા અને અમીએ સંયુક્તામાં આવી જઇને ગયા એમને ગમ્યું નહોતું.

***********

પાંચથી 6 કલાકની સારવાર અને સર્જરી પછી ઓપરેશન પુરુ થયું અને ડો. સુમન બહાર આવ્યાં. કંદર્પરાયે અને કૌશલ્યાબ્હેન દોડી ગયાં પૂછ્યું સાગરને કેમ છે ? એને ભાન આવતાં કેટલો સમય થશે ? ડો.સુમને કહ્યું "જુઓ સાગરનો જીવ તો અમે બચાવી લીધો છે એને સ્કલમાં ખૂબ ભારે ઘા થયેલો એના કારણે એનાં મગજને કોઇ અસર ના થાય એ રીતે સર્જરી કરવાની હતી અને સાથે સાથે એનામાંથી લોહી ખૂબ નીકળી ગયું હતું ઓપરેશન તો સફળ રીતે કરી લીધું છે અને લોહી પણ ચઢાવ્યું છે હજી લોહીની જરૂર પડશે તો તમારે એની તજવીજ કરવી પડશે અમારી પાસે હતું અમે ચઢાવી દીધું છે એનું બ્લડ ગ્રુપ O+ છે એટલે કોઇ સારો દાતા મળી જાય તો સારું કંદર્પરાય કહે મારુ પણ O+ છે ડોકટર મારું જોઇએ એટલુ લઇ લો મારાં દિકરા માટે તો આ શ્વાસ ચાલે છે.

ડોકટરે કહ્યું ઓકે ફાઇન પણ પેનીક ના થશો તમારાં ટેસ્ટ થઇ જાય પછી ઓકે લાગશે તો અમે લઇશું અને તમે ચિંતા ના કરશો તમારો સાગર બચી ગયો છે કોઇની પ્રાર્થના ઉપરવાળાએ સાંભળી છે પણ એ જ્યારે સંપૂર્ણ ભાનમાં આવે પછીજ બધી ખબર પડે. કંદર્પરાયને થોડી હાંશ થઇ હવે થોડાં કલાકની રાહ જોવાની છે પછી મારાં સાગરનું મોં જોવા મળશે. કૌશલ્યાબ્હેન કહે મારું લોહી તપાસડાવો મારાં દીકરાને ચઢાવી દો પણ એને જલ્દી ભાનમાં લાવો એમ કહીને ફરીથી રડી પડ્યાં. એમને જોઇને ત્યાં ઉભેલાં બધાંની આંખોમાં આંસુ આવી ગયાં.

સીમા ક્યારની કંઇપણ બોલ્યા વિનાં અવિરત નજરે ઓપરેશન થીયેટરની સામે જોઇ રહી હતી હમણાં દરવાજો ખૂલશે અને મારો સાગર આવશે એની આંખોમાં અશ્રુ સમાતો નહોતાં સતત રડી રહી હતી અને મનોમન માંબાબાને પ્રાર્થના કરી રહી હતી પોતાને કોસી રહી હતી કે આ બધું થવાં પાછળ હું જ નિમિત છું મારાં લીધે જ મારાં સાગરની આવી હાલત થઇ છે.

આમને આમ રાત પડી ગઇ. ડોક્ટરે બધાંને ઘરે જઇને ફ્રેશ થઇ આવવા ક્યું પણ કૌશલ્યા બ્હેન અને સીમા એમની જગ્યાએથી હલ્યા નહીં જ્યાં સુધી સાગરને ભાન નહીં આવે ત્યાં સુધી અહીંથી હટીશું નહીં જમીશું નહીં કંદર્પરાયે સમજાવટથી કૌશલ્યાબ્હેનને જળ પીવરાવ્યું પણ સીમા ના જ માની એણે અન્નજળનો ત્યાંગ જ કરી દીધો બાકીનાં ઘરે જઇને ફ્રેશ થઇને પાછા આવવા માટે ગયાં.

***********

કંદર્પરાય સાગરની સ્થિતિનો રીપોર્ટ લઇને થોડીવાર માટે કચેરી આવ્યાં. અમુલખ સર અને એમણે બેસીને સંયુક્તા - રણજીત અને અક્ષય ઉપર ચૂસ્ત કેસ ઠોકી દીધો જેટલી જરૂરી હતી એ બધી જ કલમો શોધી શોધીને લગાડી જેથી કોર્ટમાં રજૂ કરતી વખતે કોઇ કારણે એ લોકોને જામીન ના મળે અને કડક માં કડક સજા થાય. રણજીત-સંયુક્તા ખૂબ ગભરાઇ ગયેલાં. એ લોકોને એવું થયું કે આ જુવાનીનાં ઉન્માદ અને પૈસાના અભિમાનમાં એ લોકો એ એક સાથે જીંદગી બરબાદ કરી દીધી એલોકોનાં માતાપિતાને હજી મળવા નહોતાં દીધાં એમનાં એડવોકેટ આંટા મારી રહ્યાં હતાં પણ કચેરીમાં દાદ મળી રહી નહોતી. કંદર્પરાયે કહ્યું "કાલે કોર્ટમાં હાજર કરીએ ત્યારે મળી લેજો એ વખતે ખબર પડી જશે કે એ લોકોનું શું ભવિષ્ય છે.

કંદર્પરાયે રાજા વિરભદ્રસિંહ સાથેનાં આટલા સંબંધ હોવા છતાં મચક ના આપી પોતાનાં છોકરાનો જીવ અત્યારે જોખમમાં હતો એ જીવશે કે નહીં એની ખબર નહોતી વળી એમનાં સંતાનોની ભૂલ અને ઇર્ષ્યા ને કરાણે આજે આવો દિવસ જોવાનો આવ્યો હતો. વિરભદ્રસિંહ જ્યારે બધીજ વિગત સંપૂર્ણ જાણી ત્યારે કંદર્પરાયને કહ્યું "તમે એ લોકોને કડક સજા કરજો હવે હું તમારી સામે નહીં આવું. મારી પેઢીઓની ઇજ્જત બંન્ને છોકારઓએ પાણીમાં નાંખી છે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સાગર જલ્દી સાજો નરવો થઇ જાય એમ કહીને કચેરી છોડી નીકળી ગયાં.

************

બરોબર મધરાતે સાગરની દેખરેખ રાખતી નર્સે જોયું કે સાગરનાં હાથની આંગળીઓમાં સળવળાટ થયો છે. એણે તુરંત જ હેડ નર્સને જાણ કરી. હેડ નર્સ આવીને જોયું અને નાઇટ ડ્યુટીનાં ડોક્ટરને ફોન કરી બોલાવી લીધાં. ડોકટરે આવીને ચેક કર્યું કે સાગરને ધીમે ધીમે ભાન આવી રહ્યું છે. એટલે એણે ધ્યાનથી પ્હેલાં નિરીક્ષણ કર્યું સાગરની આંગળીઓનું હલનચલન વધ્યું એણે ધીમે રહીને હાથ ઊચો કર્યો પણ પીડાથી ઊંહકારો કરી પાછો મૂક્યો થોડીવાર એ શાંત પડી રહ્યો પછી એણે અચાનક જ આંખો ખોલી અને સામે દૃશ્યો જોવા ઓળખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એણે સામે બધાં અજાણ્યાં ચ્હેરાં જોયાં અને પછી કંઇક બોલવા પ્રયત્ન કર્યો પણ અવાજ નીકળ્યો જ નહીં. એની આંખમાં આંસુ ભરાઇ આવ્યાં ડોકટર સમજી ગયો એણે નર્સને ધ્યાન રાખવાનું કહીને તુરંત ડો.સુમનને ફોન કર્યો અને તાત્કાલીક હોસ્પીટલ આવવા કહ્યું.

ડો.સુમને આવીને સાગરને તપાસ્યો. સાગર સંપૂર્ણ ભાનમાં આવી ગયો હતો પરંતુ એનામાં ખૂબ અશક્તિ હતી. એમણે આસીસ્ટન ડોકટરને સૂચનાઓ આપી એ પ્રમાણે દવા ઇન્જેકશન આપવા કીધું અને એને જે બોટલ્સ ચઢાવી હતી એમાં જ ઇન્જેકશન આપી દેવાડ્યું પછી સાગરની આંખ તપાસી, બોલીને કાનમાં સંભળાય છે એમ પૂછ્યું સાગરે ઇશારાથી હા પાડી પણ અવાજ ના નીકળી શક્યો. ડોકટરે કહ્યું બોલવા તાણ ના લઇશ થોડીવાર આરામ કરીને પછી શક્તિ આવે એટલે બોલજે. આમ કહીને બહાર કૌશલ્યાબ્હેન સીમા કંદર્પરાય સરલાબ્હેન અમી બધાને સમાચાર આપ્યાં કે સાગર સંપૂર્ણ ભાનમાં આવી ગયો છે બધાને ઓળખે છે સાંભળે છે પણ હજી અશક્તિને કારણે અવાજ નીકળતો નથી.

સાગર ભાનમાં આવી ગયો છે એ જાણીનેજ બધાનાં જીવમાં જીવ આવી ગયો. સીમા અને કૌશલ્યાબ્હેન તરતજ સાગરને મળવા અંદર દોડ્યા પાછળ કંદર્પરાય - સરલાબ્હેન - ભાવિનભાઇ અમી બધા ગયાં સાગરનાં બેડની બાજુમાં જ કૌશલ્યાબ્હેન એકતરફ અને બીજી તરફ સીમા ઉભાં રહ્યાં બાકીનાં સાગરની સામે તરફ બધાં ઉભા રહ્યાં સાગરે કૌશલ્યાબ્હેન સામે જોયું અને બોલ્યો માં. ફક્ત હવા નીકળી શબ્દ નાં નીકળ્યો. એની અને કૌશલ્યાબ્હેનની આંખમાંથી અશ્રુધારા છુટી સાગર મૌન થઇ ગયો એણે બસ માં તરફ જોયાં કર્યું અને આંશુ વરાવતો રહ્યો કૌશલ્યા બ્હેને એનાં હાથ પર હાથ ફેરવ્યો આશ્વવાસન આપતાં કહ્યું "દીકરા સારું થઇ જશે જો થોડાં કલાકમાંતુ ભાનમાં આવી ગયો તું સિંહબાળ છે હિંમત ના હારતો સારું થઇજ જશે હિંમત રાખજે મારાં દિકરાં અને બોલતાં બોલતાં ધુસ્કે ચઢ્યાં કંદર્પરાયે એમને સાચવી લીધાં.

સાગરે હવે ચહેરો ફેરવી બધાની તરફ જોયું પાપાની સામે થોડીવાર જોઇ રહ્યો અને આંખથી રડી હોઠથી હસી લીધું. કંદર્પરાયથી આંખ ભીની થઇ ગઇ પણ સ્વસ્થ રહેવા પ્રયત્નકર્યો. પછી સરલાબેન ભાવિનભાઇ સામે જોચું પછી અમી સામે જોયું થોડીવાર જોઇને નજર ફેરવી લીધી પછી એને એહસાસ હતો સીમા બાજુમાં બેઠી છે એણે જોઇ છે અનુભવી છે પણ એનાં તરફ નજર સુધ્ધાં ના કરી. સાગરે પાપા સામે જોઇને હાથથી સમજાવવા પ્રયત્ન કર્યો કે વિરાટ ? પહોળા હાથથી પૂછ્યું ક્યાં છે ? કંદર્પરાય સમજી ગયાં કહ્યું એ કચેરી છે મેં કામે લગાડ્યો છે સમાચાર પહોંચાડ્યા છે વિરાટ હવે આવતો જ હશે સાગરે પાપાને ઇશારામાં કહ્યું અહીથી બધાને બહાર લઇ જાવ મને એકાંત જોઇએ છે વિરાટ સાથે મારે વાત કરવી છે ભલે વાચા નથી પણ હું એની સાથે મૌન સંવાદ કરી શકીશ. કંદર્પરાયે બધાને વિનંતી કરી બહાર જવા કહ્યું અને કૌશલ્યા બ્હેને પણ સમજાવીને બહાર લઇ ગયાં સીમા ના ઉઠી બહાર ના ગઇ સાગરે પાપાને સીમાને બહાર લઇ જવા હાથથી ઇશારો કર્યો કંદર્પરાયે સીમાને કહ્યું "દીકરા ચલ હવે તો સાગરને હોંશ આવી ગયો છે ચાલ તું થોડું ખાઈ પી લે. સીમાને ખબર પડી ગઇ હતી કે સાગર એની સામે પણ નથી જોઇ રહ્યો. સાગરે માફ નથી કરી. એણે સાગર સામે જોઇને કહ્યું "પાપા મારું અન્નજળ જીવવું બધું અહીંજ છે હું બહાર જઇને શું કરું ? અહીંથી નહીં હટું તમે જાવ. કંદર્પરાય સાગર સામે જોઇને બહાર નીકળી ગયાં.

સીમાએ સાગરનો હાથ હાથમાં લીધો અને એની હથેળી ઉપર મોં રાખીને ધુસ્કે ધુસ્કે રડી પડી કહ્યું સાગર મને માફ કર સાગર મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ છે મને માફ કર મારાં કારણે જ તારી આ દશા થઇ છે મે મારું તન અભાડાવ્યું છે પિશાચનાં હોઠે મારાં હોઠ ગંદા કર્યા છે હું તારે લાયક નથી રહી મને ખબર છે પણ મને મારું પ્રાયશ્ચિત તો કરી લેવા દે એમાં હું તને સાક્ષી રાખવા માંગુ છું સાગર માફ કરવાને લાયક હું નથી જાણું છું હું મારો કોઇ બચાવ પણ નહીં કરું મને સજા મળવીજ જોઇએ સાગર કંઇક તો બોલ પણ સાગરે એની સામુ ના જોયું ના હાથ પાછો લીધો.સીમા રડતી રહી અને એનાં આંસુથી સાગરની હથેળી ભરાઇ ગઇ. સાગર થોડો કૂણો પડ્યો કંઇ બોલવા ગયો પણ અવાજે સાથ ના આપ્યો એ પાછો મૌન થઇ ગયો. સીમાને ખબર પડી ગઇ હતી કે સાગરનો અવાજ હજી પાછો નથી આવ્યો એને અપાર પીડા થઇ હતી કે મારાં સાગરનો અવાજ તો કેવો બુલંદ મીઠો હતો હું પાછો આપાવીનેજ ઝંપીશ પછી હું જીવ ત્યાંગી દઇશ એવો મનોમન નિર્ધાર કરી દીધો.

એટલામાં વિરાટ સાગર પાસે આવી ગયો. નર્સે કહ્યું તમે થડીવાર જ વાત કરજો એમને પરિશ્રમ પડશે સારું નહીં એમને આરામની ખૂબ જરૂર છે. વિરાટે કહ્યું "હા હું સમજુ છું એમ કહીને સાગરની બાજુમાં આવી બેઠો. વિરાટે સાગરનાં માથે બાંધેલાં પાટા પર નજર કરી કપાળે હાથ ફેરવ્યો અને આંખમાં આંસુ સાથે કહ્યું "સાગર આ શું થઇ ગયું ?

વિરાટે સાગર પાસે બેસીને એમની કાયમની રીત પ્રમાણે બધીજ વાત જે અક્ષય પાસેથી સાચી કહાની હતી એ રજે રજ સાગરને કીધી વિરાટે કહ્યું તમે પણ સંયુક્તા સાથે કચેરી મોકલવો, સીમાને શોપીંગમાં લઇ જવી. અમી-સીમાને રીસોર્ટ પર બોલાવવા બધો ચક્રવ્યૂહ હતો અને એનો જોકર અક્ષય હતો એ લોકો પૂરા પ્લાન સાથે વર્તેલાં એમાં પાપાનાં કમીશ્નરની પાર્ટી બધુ જ આવી ગયું રણજીતનાં કહેવા પ્રમાણે બધું જ અક્ષયે કરેલું એનાં વળતરમાં રણજીતે અક્ષયને ફલેટ અને પૈસા આપેલા વળી નવું જાણવા એ છે કે ભૂરાને પણ તારા સંયુકાતા સાથેનો ફોટાં વીડીયો મોકલેલાં પણ અક્ષય ભૂરા સાથે પણ જોડાયેલો અને આપણાં ગ્રુપનાં ક્યાંક સંસ્કાર નડયા એ સરકારી સાક્ષી બની ગયો અને બધી જ માહિતી મળી છે. સીમાને છેતરીને ડ્રગ્સ અને ડ્રીંક આપેલું પછી એ ભાનમાંજ નહોતી એ રણજીતનું કારસ્તાન હતું. એને સીમા ભોગવવી હતી પણ છેલ્લાં સમયે અમીએ બચાવી લીધી છે માટે સીમાને તું માફ કર એ સમજી ના શકી ઓળખીના શકી અને લાગણીનાં પ્રવાહમાં ભૂલ કરી બેઠી છે સાગર બધું સમજી ગયો એણે વિરાટની હાજરીમાં જ સીમાને કહ્યું "સીમા મારી જેમ તને પણ અને અમીને ફસાવી છે તું નિર્દોષ છે હું તને માફ કરું છું. સાગરનાં ઇશારામાં કહેવાયું પણ સીમા સમજી ગઇ અને આંખોમાં હર્ષનાં અશ્રુ સાથે ફરીથી રડી ઉઠી અને સાગરનો હાથ ચૂમી લીધો.

સાગરે કહ્યું તું ઘરે જા અને જમી લે એકદમ ફ્રેશ થઇને આવજે મને તો બેભાન અવસ્થામાં પણ તું જ દેખાતી હતી રાત્રે મારી આંખો ખૂલે સામે તું જ હોય સીમા કહે આમ હવે ઇશારાની ભાષા મને સમજાઇ ગઇ છે પણ સાગર મારે તારો અવાજ સાંભળવો છે. સાગર કંઇક બોલને નહીંતર ત્યાં સુધી મને ચેન નહીં પડે. સાગરે વિરાટને ઇશારો કર્યો સીમાને લઇ જવાં અને પોતે થોડો આરામ કરવા માંગે છે એમ કહ્યું ત્યાં નર્સે આવીને સીમા અને વિરાટને સમજાવ્યું કે તમે બહાર જાવ પેશન્ટ ક્યારનાં હાથથી અને આંખનાં ઇશારાથી વાતો કરે છે એમને ખૂબ જ પરીશ્રમ પડ્યો છે એમને આરામની જરૂર છે પ્લીઝ નહીંતર એમની તબીયત ઉપર અસર થશે. વિરાટ સીમાને સમજાવીને સાગર પાસેથી લઇ ગયો. સાગર સાવ એકલો હતો અને એ બેડ પર સૂતો સૂતો સીલીંગ તરફ જોઇ રહેલો. આખી રાત એણે વિચારોમાં ગાળી હતી ક્યારે સવાર થાય એની રાહ જોઇ રહેલો.

નર્સ આખી રાત્રી દરમ્યાન વારે વારે સાગરને જોઇ જતી એને પાણી આપી જતી ટેમ્પરેચર ચેક કરતી. દવાઓ આપી જતી એટલે સાગરને કહ્યું " હવે તમે સૂઇ જાવ તમારે આરામની ખૂબ જરૂર છે. નહીંતર કંઇ ઊંધી અસર રીએકશન થયું તો તકલીફ થશે.

સાગરે ધીમે રહીને આંખ બંધ કરીને સૂવા પ્રયત્ન કર્યો અને સીમાનાં કોલેજનાં સંપર્કથી માંડીને આજ સુધીની બધી જ ઘટનાં એક ચિત્રપટની જેમ આંખ સમક્ષ આવી ગઇ હતી. એ સીમાને ક્યારે પુકારે એની સાથે ગીત ગાઇ પ્રણય કરે એજ રાહ જોવા લાગ્યો.

બીજા દીવસની સવાર થઇ અને સીમા પૂરી તૈયારી સાથે આવી હતી સાથે કૌશલ્યાબ્હેન, કંદર્પરાય, માં-પાપા અમી બધાને સાથે લઇને આવી હતી. સાગર પણ ઉઠી જ ગયેલો એ સૂઇ જ ક્યાં ગયો હતો આખી રાત આખાં જીવનનું ચિત્રપટ જ જોયું હતું.

કૌશલ્યા બ્હેનને સાગર પાસે બેસીને ખબર પૂંછી પાણી અને જ્યૂસ પીવરાવ્યા અને સીમાએ સાગર સામે હસતાં હસતાં એની પરમીશન લઇને સાગરનો બેડ માથા તરફથી ઊંચો કરીને સાગરને બેઠો કર્યો. બધાં સાગરની સામેજ જોઇ રહેલાં કંદર્પરાય અને ભાવિનભાઇ સાગરનાં પગ પાસે સ્ટુલ પર બેઠાં હતાં અમી સરલાબ્હેનની બાજુમાં બેઠી હતી. કૌશલ્યા બ્હેન અને સીમા સાગનાં ચહેરા નજીક આજુબાજુ બેઠાં હતાં. સીમાએ સાગરની સામે જોઇને કહ્યું "સાગર તને ખબર છે ? આજે બધાંજ એક અપેક્ષા સાથે આવ્યાં છે અને આજનો દિવસ શુ છે ? આજે મારી અને પાપા (કંદર્પરાય)ની બંન્નેની બર્થડે છે સાગર સાંભળીને આનંદ આશ્ચર્ય સાથે હસી પડ્યો એણે હાથથી તાળી પાડીને પાપાને વીશ કર્યું કંદર્પરાયે કપાળે ચુંબન કરી આશીર્વાદ આપ્યા આજે સાગર આ સાંભળી આનંદમાં આવી ગયો.

સીમાએ કહ્યું સાગર મને વીશ નહીં કરે ? મેં તો પ્રાયશ્ચિત પણ કરી લીધું છે તે મને માફ કરી છે. સાગરે ખોટાં ગુસ્સા સાથે કર્યું આ બધાં હાજર છે કેવી રીતે કરું ? સીમા સમજી ગઇ અને કહ્યું "સાગર આજે મને વર્ષગાંટની ભેટ તરીકે હું માંગુ એ આપીશ ? સાગરે પોતાની વિવશતા આંખ અને હાથના ઇશારાથી વર્ણવી કહ્યું હું પરવશ છું તું કેમ આવુ કહે ? તું ધ્યાન નથી આપતી મને તું હર્ટ કરી રહી છે.

સીમા સમજી ગઇ એણે આંખમાં આંસુ સાથે કહ્યું ના સાગર હું તને હર્ટ નથી કરી રહી બધુંજ સમજીને જ તારી પાસે માંગી રહી છું સાગર તું મારો જીવ છું મારો પ્રિયતમ મારો પતિ છે મારો ભરથાર મારો હમસફર છે હું તને કેવી રીતે ના સમજું ? મને કોઇ ગેરસમજ નથી મને વિશ્વાસ છે આજ સ્થિતિમાં હું તને જે ભેટ આપવા કહું તું આપી જ શકીશ.

સાગરે હાસ્ય સાથે ઇશારાથી કહ્યું "બોલ શું આપું માંગ મારાથી અપાશે હું જરૂર આપીશ. છાતી પર હાથ રાખીને કહ્યું જીવ આપવા તૈયાર છું જીવ રેડી દઇશ બોલ શું જોઇએ છે ?

સીમાએ આંખમાં ભીનાશ સાથે કહ્યું "સાગર હું એક કડી ગાઊં છું અને બીજી કડી તમારે ગાવાની છે તમારે પ્રયત્ન કરવાનો છે મારાં માટે આ સૌથી મોટી ગીફટ અને પુરુસ્કાર હશે સાગર મને નિરાશ ના કરતાં પ્લીઝ મારી ઝોળી ભરી દેજે હું તને પ્રોમીસ કરું છું હું જીંદગીભર પછી તારી પાસે કંઇજ નહીં માંગુ સાગર પ્લીઝ. સીમાની આવી વાત સાંભળી બધાંને આશ્ચર્ય સાથે આનંદ થયો વિરાટે આવીને ડોકટરને બોલાવી એ પણ સાથે ઉભો રહી ગયો સાથે તારીકા પણ આવી હતી. સાગર બધાને જોઇને લાગણીશીલ થઇ ગયો અને સીમાએ સાગરની સામે જોઇને ગાયું "તૂ જો મેરે સૂર મેં સૂર મિલાલે સંગ ગાલે તો જીંદગી હો જાયે સફલ... તૂ જો મેરે મનકા ઘર બનાલે મન લગાલે તો બંદગી હો જાયે સફલ- તૂ જો મેરે સૂરમેં...

ગીતની પસંદગી અને સીમાની મીઠાં અવાજમાં રજૂઆત સાંભળીને બધાં ખુશ થઇ ગયાં સાગર સીમાની આંખોમાં જ જોઇ રહેલો એનાં એક એક શબ્દને પકડીને ગાવાનો પ્રયાસ કર્યો ગળુ ખેંચીને આંખો બંધ કરીને એકવાર નિષ્ફળ પ્રયાસ કર્યા એની આંખમાંથી આંસુ પડી ગયાં સીમા પણ ગાતાં ગાતાં રડી ઉઠી પણ એણે કૌશલ્યા બ્હેનને આગળ વધતાં અટકાવ્યા અને ઇશારાથી કહ્યું કે ગાશે સીમાએ કડી પુરી કરીને કહ્યું પછી સાગર ?

સાગરે રડતી આંખે ગાયું ચાંદની રાતોમેં હાથ લિયે હાથોમેં સીમાએ સાથે સાથ પુરાવ્યો ચાંદની રાતોમેં હાથ લીયે હાથોમે જી રહે એકદૂસરે કી રસ ભરી બાતોમેં હો હો તૂ જો મેરે સંગમે મુસ્કુરાલે ગુન ગુનાલે તો જીંદગી હો જાએ જીંદગી સફસ, તૂજો મેરે મનકા ઘર બનાલે મન લગાલે તો બંદગી હો જાયે તો જો મેંરે સૂરમેં એમ બંન્ને એ સાથે ગાયું.

ડો. સુમન તો આ ચમત્કાર જોઇને ચક્ક થઇ ગયાં એમણે કહ્યું વાહ ચિકીત્સાનો આ નવો પર્યાય સાક્ષાત જોયો તમારાં બંનેનો પ્રેમ અને સંગીતની જુગબંધીએ આજે સાગરનો અવાજ પાછો આવી ગયો અને સીમા દોડીને સાગરની બાહોમાં સમાઇ ગઇ. સાગર અને સીમા એકબીજાને વળગીને આંસુ સારી રહ્યાં હર્ષનાં આસું હતાં અને બધાંજ સાક્ષી હતાં.

કૌશલ્યાબ્હેને કહ્યું સીમા તું આજે સાચી અર્ધાંગીની સાબિત થઇ છે સીમા મટી સાવિત્રી થઇ ગઇ. મારાં દિકરાને મોતનાં મુખમાંથી બચાવ્યો અને એનો સ્વર પાછો અપાવીને ધન્યતા પામી ગઇ બંન્ને જણાં ખુબ ખુશ રહો સુખી રહો. બધાએ એક સાથે હસતી રડતી આંખે તાળીઓનાં ગડગડાથી બંન્ને પ્રણય બેલડીને વધાવી લીધાં અમીનાં આંખમાંથી અશ્રુ આવી ગયાં એ સાગર અને સીમા પાસે આવીને બંન્નેને વળગી ગઇ.

સાચા પ્રેમને કદીના નડતર નડે મુશ્કેલી આવે તો એકમેકનાં સાથથી બહાર આવીને પ્રણયપથ પર ચાલી નીકળે છે. આજે બંન્નેનાં પ્રેમનાં કરોડો દીપ પ્રજવવી ગયાં હતાં અને પ્રેમનાં સ્તરતર્જ ની રંગનો પ્રણય કરી રહ્યાં હતાં.

પ્રકણ-33 સમાપ્ત

પ્રણય સપ્તરંગી નવલકથા સંપૂર્ણ સમાપ્ત.

ઉપસંહાર ;

ભૂરાએ કમીશ્નર પાસે સરન્ડર કરી બધાં પુરાવા આપીને પોતાનો કેસ રજૂ કર્યો એને દારૂનાં ધંધામાં અને જેલમાંથી નાસી જવા અંગે થોડી સજા થઇ. રણજીત-સંયુક્તાને બંન્નેને ચક્રવ્યૂહ રચી નિદોષ સીમા સાગરને ફસાવ્યાં એનાં અંગે ત્થા ભૂરાને ફસાવવા અંગે રણજીતને 10 વર્ષની અને સંયુક્તાને 3 વર્ષની સજા થઇ હતી.

આવીજ રસપ્રચુર નવલકથા આવી રહી છે એનું પણ ખૂબ દીલથી સ્વીકારશો એજ આશા અપેક્ષા.

દક્ષેશ ઇનામદાર "દીલ"...