Pranay Saptarangi - 10 books and stories free download online pdf in Gujarati

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 10

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 10

સીમા અને સાગર પ્રેમ દરિયામાં ડૂબી ગયાં. કેટલોય સમય પ્રેમ કર્યો એકમેકને પરોવાઇને છતાં સીમા મર્યાદા ઓળંગ્યા વિના પ્રેમ કરતાં રહેલાં. સાગરે સીમાનાં ગાલ ઉપર ચૂમી લેતાં પૂછ્યું" હું આવ્યો અને બસ તારામાં ખોવાયો બધું જ ભૂલીને. હવે મને અહીં બોલાવવાનું કારણ આજ હતું ? એમ કહીને સીમાનાં નાકને કરડવા માંડ્યો સીમાએ ધીમી ચીસે કહ્યું" એય જંગલી વાગે છે દાંત ના પાડ મારે જવાબ આપવો ભારે પડશે. સાગરે કહ્યું" આ બધી મારીજ અમાનત મારોજ માલ છે કહી હસવા લાગ્યો એણે સીમાને બાંહોમાં જકડતા કહ્યું હું જાણે મોટી જાગીરદાર હોઊં પ્રેમ મિલ્કતનો એવો એહસાસ થાય છે બસ તને લૂંટાવીને બધું તને લૂંટ્યા જ કરું.

સીમા કહે મારું અંગ અંગ મારાં દોડતાં લોહીનાં કણ કણ નો બસ તું જ માલિક તું જ જાગીરદાર છે મારો માણીગર છે. હું બસ ફક્ત તને સમર્પિત છું. બસ લગ્ન સુધી થોડી મર્યાદા આ સીમા બાંધી રાખશે. સાગરે કહ્યું "તારો સાગર સીમામાં જ મોજા ઉછાળશે પણ હવે તો વિરહ વધુ લાગે છે તું ક્યારે સંપૂર્ણ મારામાં લિપ્ત થઇ જઇશ મારાં અણુ અણુમાં ભળી જઇશ હું તારામાં રહી તને મારાં પ્રેમસાગરમાં ભેળવી દઊં એવી જ તમ્મના છે. તું આજે જાણે આ કપડામાં મને ઇજન આપીને પાગલ બનાવવાની હોય એવું લાગે પછી હું સીમા ઓળંગી લઊં તો મારો વાંક ના કાઢીશ.

સીમાએ સાગરનાં વાળની લટમાં આંગળીઓ ફેરવતાં કહ્યું "એય મારાં સાગર હું તો તનેજ સમર્પિત છું મારું રૃપ, અંગ અંગ બસ તારુંજ છે. ફક્ત તારુંજ. તારી સામેજ હું આવું પહેરું છું આપણે મળ્યા પછી ક્યાં કંઇ પારકુ કે અજાણ્યુ છે. બસ હું અને તું એજ આપણું ઐક્યનું અસ્તિત્વ.

સાગરે ફરીથી સીમાને પોતાની તરફ ખેંચીને બાંહોમાં લેતાં કહ્યું હું ફરીથી હોંશ ખોઇ બેસું એ પહેલાં મને બોલાવવાનું કારણ તો જણાવ નહીતર આમ જ સાંજ પડી જશે.

સીમાએ સાગરની આંખોમાં જોયાં કર્યું પછી કહ્યું "સાગર પાપાજીને પ્રમોશન મળ્યું એનાં અભિનંદન. અને ખાસ કારણ એ છે કે સવારે સંયુક્તાનો ફોન આવેલો અને મને પેલેસ બોલાવી હતી એ લોકોએ પાપાજીનાં પ્રમોશનની પાર્ટી રાખવા માંગે છે. ખાસ માણસોને બોલાવીને. સાગર એકદમ ચમક્યો એણે પોતાનું અંગ ઢીલુ કરી સ્વસ્થ બેઠો. પછી સીમાની આંખોમાં જોઇ કહ્યું" એમને શું પડી છે કે પાર્ટી આપે ? સીમા કહે મને ખબર જ હતી કે તને આશ્ચર્ય અને પ્રશ્ન થશેજ. પણ સાગર સંયુક્તાનાં ફાધર અને ભાઇ રાજદ્વારિ - સરકારી માણસો સાથે હળતાભળતા રહે છે અને સંબંધો જાળવી રાખવા તથા શહેરનાં અગ્રગણ્ય હોવાને કારણે આવા ફન્ક્શન કરતાંજ હોય છે. પણ આપણાં કેસમાં સંયુક્તા કહે " પાપાએ પાર્ટી રાખવાનું નક્કી કરેલું અને મને ખબર પડી એટલે મેં માથે લીધું કેમકે સીમા અને સાગર સાથે મારી ગીત સંગીતનો કાર્યક્રમ રાખી શકું અને સીમા તું અને સાગર એમને ગીતોથી વધાઇ આપી શકો એજ મારો આશ્રય." એવું સંયુક્તાએ મને કીધેલું.

એનાં પાપાએ આ પહેલાંનાં કમીશ્નર, કલેકટર બધા માટે આવી પાર્ટીઓ આયોજીત કરતાંજ હોય છે પણ આમાં આપણે સામેલ થઇશું તો તારાં પાપાજીને પણ ખૂબ ગમશે કેમકે એમને પણ ગીત-ગઝલનો શોખ છે.

"સાચું કહું સાગર ? સંયુક્તાની આ વાત સાંભળીને મને તો ખૂબજ આનંદ આવેલો એટલી ખુશી થઇ કે આપણે સાથે ગાઇશું અને પાપાને વધાઇ આપીશું. શું કહે છે તું સાગર ?

સાગર થોડીવાર સીમાની સામે જોયા કર્યુ પછી કહ્યું" ઠીક છે. સીમા આપણે જરૂર સાથે ગાઇશું પણ આ આખા કાર્યક્રમની રૃપરેખા શું રહેશે ! સીમાએ કહ્યું " તું જ્યારે કહે મારે સંયુક્તા સાથે બેસીને બધુજ નક્કી કરી લઇશું બીજું કે તું પાપાજીને કહી એમને મનાવીને તારીખ નક્કી કરી લેજે પછી સંયુક્તા સાથે બેસીને બધું ફાઇનલ કરીશું. સાગરે કહ્યું "ભલે" સીમા કહે" હવે તે ભલે કહી દીધું પણ મને તો અત્યારથી ટેન્શન થઇ ગયું છે આપણે ક્યાં ગીત રજૂ કરીશું ? કેટલા તૈયાર કરી એમાંથી ક્યા ક્યા રજૂ કરીશું ? મને તો એકસાઇટમેન્ટ સાથે ગભરામણ પણ થાય છે.

સાગરે કહ્યું "એમાં ગભરાવા જેવું શું છે આપણે 4/5 ડ્યુએટ અને 2/3 ગીત આપણે સીંગલ રજૂ કરશું અને તારી મિત્ર સંયુક્તા પણ ગાવાની હશેને ? બીજા કોઇ કલાકાર છે ? બીજું શું છે એ જાણવું પડશે.

સીમાએ કહ્યું "તું કહીશ ત્યારે સંયુક્તાને મળવા જઇને બધું નક્કી કરી લઇશું પહેલાં તું પાપાજી સાથે બધું નક્કી કરી લેજે.

સાગરે કહ્યું "ચાલ બહું વાતો કરી હવે થોડો પ્રેમ કરી લઇએ એમ કહીને સીમાને બાહોમાં ભરીને વ્હાલ કરતો રહ્યો. સીમાએ કહ્યું સાગર મને પણ પહેલાં ખૂબ નવાઇ લાગી હતી કે સંયુક્તા શા માટે આવું આયોજન કરે છે ? પરંતુ એણે બધું સમજાવ્યું કે પાપા કોઇપણ સરકારી કે રાજદારી પ્રસંગો અને આવા ઇવેન્ટ ગોઠવ્યા કરે છે. મને લાગે છે સાગર આ લોકોને પાર્ટી ફંકશનોની જાણે આદત જ પડી ગઇ છે.

સાગરે કહ્યું " આ લોકોને પૈસા ક્યાં વાપરવા અને બધાને પોતાનાં એહસાન નીચે રાખવા એવો સ્વભાવજ હોય છે પરંતુ મને લાગે આપણે ભલે બધુ પાર્ટી વિગેરે ફંકશન કરીએ પણ પાપાની માટી કંઇક જુદીજ છે હું એમનો પુત્ર છું હું ખૂબ જાણુ સમજું છું કારણ કે મારામાં એમનાં જ ગુણ છે.

સીમા કહે "મોરનાં ઇંડા થોડાં ચીતરવા પડે ? તું એમનાં જેવોજ હોયને પણ તારાં પાપાને ઓળખતા હશે એટલેજ મને લાગે સંયુક્તાનાં પિતાએ આવી રીતે બધી ગોઠવણ કરી હશે. ઠીક છે આપણે અવસર ઉજવીશું અને પાપાને પણ ખુશી આપીશું.

સીમા સાગર વાતો કરતાં હતાં અને ડોર બેલ વાગ્યો સીમા હાંફળી હાંફળી સ્વસ્થ થઇને ડોર ખોલવા જતી હતી અને સાગરે કહ્યું" આ કપડામાં જવાની ? બદલીને જા કોને ખબર કોણ હશે ? સીમાએ સાગર સામે જોઇ પછી કહ્યું " ઓકે એમ કહી ઝડપથી ડ્રેસીંગ રૂમમમાં જઇ બદલીને ઝડપથી દરવાજો ખોલ્યો તો સામે અમી અને અક્ષય ઉભા હતાં. સીમાએ વિચાર્યું સારુ થયું હું ચેન્જ કરીને દરવાજો ખોલવા આવી.

"અમી તું તો સાંજે આવવાની હતીને ? બાય ધ વે આ કોણ છે ? અમીએ કહ્યું" કેમ હું ના આવી શકું. મારે થોડી બુક્સ લેવાની હતી. અને આ અક્ષય છે મારો કલીગ અને મિત્ર દીદી હું બુક્સ લઇને પાછીજ જઊં છું. અક્ષય ડ્રોઇગરૂમમાં બેઠો એ ચારે તરફ જોતો રહેલો. સીમા અને અમીને ઉપર જતાં એકી નજરે જોતો રહ્યો.

સીમાએ દાદર ચઢતાં ચઢતાં કહ્યું "સાગર આવ્યો છે અમે એનાં પાપાનાં પ્રમોશનની પાર્ટી એરેન્જ કરીએ છીએ જોકે એરેજમેન્ટ અને આઇડીયા બધાં સંયુક્તાનો છે. બધુ નક્કી થાય તને જણાવીશ. અમી બધું આશ્ચર્યથી સાંભળી રહી પછી સીમાનાં રૂમમાં આવીને અમીએ સાગરને કહ્યું "હાય જીજુ કેમ છો ? સાગર સ્વસ્થ થઇને બેઠો હતો. છતાં તેને થડો સંકોચ થયો. અમીએ સમય પારખીને કહ્યું "જીજુ બી રીલેક્ષ હું તો બુક્સ લેવાં આવી છું. હું પાછીજ જઊં છું. ટેક યોર ટાઇમ એક આંખ મીચકારીને એનાં રૂમમાં જતી રહી.

અમી બુક્સ લઇને અક્ષય સાથે પાછી ઘરમાંથી બહાર નીકળી ગઇ. સીમા દરવાજો બંધ કરીને પાછી ઉપર આવી. સાગરે કહ્યું " આ અમી સાથે કોણ છે ? મેં ક્યાંક જોયો છે. સાગરે બારીની બહાર જોતાં કહ્યું અમી એનાં એક્ટીવા અને અક્ષય એને બાઈક સ્ટાર્ટ કરીને જઇ રહ્યાં હતાં.

સીમાએ કહ્યું "મેં પહેલીવાર જોયો છે અમીએ કહ્યું મારો કલીગ અને મિત્ર છે બસ એટલું બોલી, હું નથી ઓળખતી. સાગર સાંભળીને વિચારમાં પડી ગયો પછી એટલુંજ બોલ્યો" ઓહ ઓકે સારું ઠીક છે. સાગરે કહ્યું "ચાલ સીમા હું નીકળું આપણે પછી નક્કી કરીને સંયુક્તાને મળવા જઇશું. હું પાપા સાથે પણ નક્કી કરી લઇશ.

સીમા સાગરને વળગી પડી અને બોલી" ના જાને સ્વીટુ મને નહીં ગમે તું આવ્યો ત્યારથી સમય જાણે ક્યાં સરી ગયો ખબરજ ના પડી. હવે સાવ એકલું એકલું લાગશે. સાગરે સીમાને ચૂમી ભરતાં કહ્યું " મારે એક કામ માટે જવાનું છે નહીંતર તારી પાસે બેસીને ગપ્પાજ મારત ચાલ હું જઉ સીમા કહે ભલે પણ મેસેજ કરજે. જે કંઇ નક્કી થાય કહેજે. હું તો આજથીજ ગીતોની પ્રેક્ટીસ કરવા માંડીશ. અને પછી તને સમય મળે સાથે રીયાઝ કરીશું બાય માય લવ એમ કહીને સીમા સાગરે એકમેકને સવાસ કી ચૂમી લઇને છુટા પડ્યા. સાગર ધરની બ્હાર નીકળી બાઇક સ્ટાર્ટ કરીને નીકળી ગયો. સીમા એ દેખાતો બંધ થયો ત્યાં સુધી એને જોતી જ રહી....

*********

સાગર અને વિરાટ "હવનયજ્ઞ"ની ઓફીસમાં બેઠાં હતાં. વાતો કરતાં હતા. વિરાટે સાગરને પાપાને મળેલાં પ્રમોશન માટે અભિનંદન આપ્યા. અને કહ્યું કે મેં તારાં પાપાને કમીશ્નર ઓફ પોલીસનાં પ્રમોશન માટે અભિનંદન આપી દીધાં છે. સાગરે કહ્યું "થેંક્યુ વિરાટ ભૈયા. પછી સાગરે વિરાટ સાથે શેર કર્યું કે પેલેસમાંથી પાપાનાં પ્રમોશન અંગે પાર્ટી રાખવાની વાત છે અને એમાંય ખાસ કરીને સંયુક્તાએ માથે લીધું છે. સાગરે એવું પણ કીધું કે મારાં માટે આશ્ચર્યની વાત હતી પણ એ લોકો સરકારી અને રાજદારી સંબંધોને જાળવવા સાંકળવા અને મને લાગે એ લોકોની એક જાતની ધાક અમલદારો પર રહે અને સંબંધો નીકટ કરવા આવું કરતાં હશે.

વિરાટે ક્હ્યું "સાગર કેટલેક અંશે તારી વાત સાચી છે. બાકી હું વિરભદ્રસિંહને જાણું છે તે પ્રમાણે તેઓ બધા સાથે ખૂબ હળીભળીને રહે છે અને પાર્ટીઓનો શોખ છે. તેઓ તારાં પાપા ની સાથે સાથે આપણાં ચીફ, ક્રાઇમ ચીફ, સી.એમ. વિરોધ પાર્ટીનાં પ્રમુખ, તથા ફિલ્મી કલાકારો સાથે પણ એમનાં ઘણાં સારાં સંબંધો છે એવું કહી શકાય આનંદી અને પાર્ટીનો જીવ છે. એમની દીકરી સંયુક્તા એમને ખૂબ વ્હાલી છે. બીજી વાત તને ખબર છે કે નહીં હું નથી જાણતો પરંતુ આજે તને જણાવી દઊં કે આ "ભૂરો જે વોન્ટેડ છે એ કોઇક સમયે એનો પ્રેમી હતો અને એમનો પ્રેમ ખૂબ સમાચારોમાં ચગેલો. સંયુક્તા પણ એને ખૂબ ચાહતી હતી લગ્ન કરવા સુધીની વાત આવી ગઇ હતી પરંતુ ખબર નહીં શું થયું કે અચાનક બધુ પડી ભાંગ્યુ અને પેલો તડીપાર થયો અને ઊંધા રસ્તે ચઢ્યો. પછી તો ગુનાની દુનિયાનો બાદશાહ થઇ ગયો. થોડાં સમયમાં આવું બધું બની ગયું હતું.

મને યાદ છે ત્યાં સુધી એ ભુરાને ફસાવનાર બીજુ કોઇ નહીં પણ સંયુક્તાનો મોટો ભાઇ રણજીતસિંહ હતો એને સંયુક્તાના ભૂરા સાથે એટલે ભૂપેન્દ્ર સાથે તો સંબંધ બીલકુલ મંજૂર નહોતો. એ લોકોની વાતો તો એટલી છે કે એનાં ઉપરથી આખી ફીલ્મની સ્ટ્રીપ્ટ કે નવલકથા લખી શકાય. ક્યાંય સુધી સંયુક્તા ભૂરાનાં સંપર્કમાં હતી. પરંતુ જ્યારે સમાચાર એવાં આવ્યા કે ભૂરો ખૂંખાર ઇમરાન સાથે ભળ્યો છે જે એક નંબરનો રેપીસ્ટ છે અને ઘણાં બળાત્કાર કરેલાં છે અને એક હુમલામાં ભૂરો પણ સાથમાં ત્યારથી એનો સંબંધ તૂટી ગયો. ભૂરાએ જણાવેલું કે એમાં એ સામેલ હતોજ નહીં પણ મીડીયામાં વાત ખૂબજ ચગી હતી. ઇમરાન છેવટે પકડાયેલો એની પાસે બધું પોલીસે ઓકાવેલું એમાં ઘટસ્ફોટ થયેલો કે ભૂરો રેપમાં સાથે ન્હોતો પરંતુ એ સમાચાર ક્યારેય બહાર ના આવવા દીધાં ભૂરાને જે બદનામી મળેલી એ અકબંધ જ રહી. એમાં પણ રણજીતનો અને એનાં પાપાનો હાથ હતો. એ લોકો માટે ટાઢે પાણીએ ખસ ગઇ હતી. અને ભૂરો અત્યારે પણ વોન્ટેડ છે.

ભૂરો એ સંયુક્તાનો આશિક હતો અને એનો ખાસ ગુનો તો દારૂ અને ડ્રગ્સનો હતો. એ બીજા પ્રાંતમાંથી દારૃ લાવીને વેચતો એમાં એ ઘણાં પૈસા કમાયો પછી ડ્રગ્સ વેચવાની લતે ચઢેલો. અંદરખાને પાકી માહિતી હતી કે સંયુક્તાનાં પ્રેમમાં પડ્યાં પછી એને પણ ખૂબ ધનવાન થવાનો ચસ્કો ઉપડ્યો હતો. એ કોલેજકાળથી સારો સ્પોર્ટમેન હતો. ક્રિકેટમાં ઘણો આગળ હતો. દેખાવમાં ભડ અને હેન્ડસમ હતો. સંયુક્તાને પ્રેમ કરવામાં એણે સામેથી પ્રયત્ન નહોતો કર્યો. સંયુક્તાએ જ એને પસંદ કરેલો અને પ્રપોઝ કરેલું એ ભૂરા પાછળ પાગલ હતી. પરંતુ ભૂરો માબાપ વિનાનો હતો એનાં કાકાએ એને દત્તક લીધેલો અને ભણવામાં સામાન્ય હતો. એનાં કાકા રેલ્વેમાં નોકરી કરતાં હતાં. કાકાને સંતાનમાં કોઇ નહોતું ભૂરો ક્રિકેટમાં આગળ હોવાથી આખી કોલેજમાં પ્રખ્યાત હતો એનામાં એક જ મોટો અવગુણ હતો કે જૂઠું ખૂબ બોલતો. એને પૈસા પાણીની જેમ વાપરવા જોઇતાં એનાં માટે એ કંઇ પણ કરતો. દોસ્તો પાસેથી ઉધાર લેવા અને એને દેવું પણ થઇ ગયું હતું. સંયુક્તા એની પાછળ અઢળક પૈસો વાપરતી.

એનાં કાકાનાં બિમારીમાં મૃત્યુ થયાં પછી એ સાવ બેકાબૂ બન્યો. કાકી તો એ પહેલાંજ ગુજરી ગયાં હતાં. પૈસા વાપરવાની આદતે એનાં મિત્રોએ દારૂની ખેપ કરવા કહેલું ખબર નહીં એને ક્યાંથી સંપર્ક થઇ ગયો એણે દારૃની ખેપ કરવા માંડેલી. ધીમે ધીમે આગળ વધતો ગયો. અને એમાંથી બચવાં નાનાં મોટાં ગુના કરતો ગયો ગુનાઓ સામે એ સાવ નકોર અને બેફીકર થઇ ગયો બે વાર જેલનાં સળીયા ગણી આવ્યા પછી ડ્રગ વાળામાં સંપર્કમાં આવી તે એનું ચાલું કર્યું ધીમે ધીમે ગુનાખોરીની દુનિયામાં એનાં સંપર્ક વધવા લાગ્યાં અને કમનસીબે ઇમરાનની ઓળખાણ થઇ પછી એનું નામ ખૂબ બદનામ થયું એ મોસ્ટ વોન્ટેડનાં લીસ્ટમાં આવી ગયો. સાગરે કહ્યું "વિરાટભાઇ તમે તો એની આખી કુંડળી જાણો છો. વિરાટે હસતા હસતાં કહ્યું "સાગર હું ઘણાં બધાની કુંડળી આખીજ જાણું છું અને ઘણાં કેસમાં તો એમનું ભવિષ્ય શું થશે એ પણ કહી શકું છું. સાગરે કહ્યું"તો બીજા ક્યા ઇન્ટરેસ્ટિંગ કીરદાર છે. તમારાં ધ્યાનમાં ? વિરાટે કહ્યું" બધું એક દિવસમાં જાણવું છે ? પછી ક્યારેક બીજાનો પરીચય કરાવીશ. પણ સાગર તું કંઇક કહેવા માંગતો હતો શું વાત છે ? એ તો આ બધી વાતમાં ભૂલાઇ જ ગયું.

સાગરે કહ્યું "હાં વિરાટ ભાઇ, હું અને સીમા થોડાં દિવસ પહેલાં આંટો મારવાં નીકળ્યા હતાં. હું તમને માંડીને બધીજ વાત કરું છું એ પ્હેલાની વાત પણ. મારો અને સીમાનો પરીચય ઘણાં સમયથી હતો કોલેજમાં સાથે હોવાને કારણે. અમે ખૂબ સારાં મિત્રો તો હતાં જ. પરંતુ અમારાં વિચાર-પસંદગી પણ ઘણાં મળતાં આવતાં હતાં. ધીમે ધીમે અમને લાગ્યું કે મિત્રતાથી વધીને કંઇક છે અમારાં વચ્ચે એ પછી અને પ્રેમ છે એવું કબુલ કર્યું. એ દિવસે એને એની બ્હેન અમીને લઇ મહીસાગરનાં કિનારે રીસોર્ટમાં ગયા... ત્યાંથી વાત માંડીને રણજીતે સીસીટીવીમાં જોઇને અમીને બીલ-પૈસા પાછા આપ્યા એ વાત કરી. મને એ કોઇનો ઉપકાર પસંદ નહોતો એટલે હું ફરી ત્યાં... સાગર આગળ બોલે પહેલાં વિરાજે કહ્યું" એ પૈસા તે અમી પાસે પાછા મોકલેલા સીમા દ્વારા એમજ ને ? સાગરે કહ્યું" તમને કેવી રીતે ખબર ? વિરાટે ક્હ્યું" એ પછી કહું છું તું તારું પુરુ કર પહેલાં.

સાગરે આશ્ચર્ય સાથે આગળ ક્હ્યું "પછી અમે બીજી વખત એ રીસોર્ટમાં ના ગયાં અને બીજી બાજુની કોતરો માં એક માડરીયે બેઠાં વાતો કરી. તે સમયે પાછા ફરવાનાં સમયે મારી બાઇક કોઇક પાડી અને મારું ધ્યાન દોરાયું હું દોડીને બાઇક પાસે ગયો ત્યારે બાઇક પર કોઇકે એક કાગળ ચ્યૂગમથી ચોંડાડીને રાખેલો વિરાટે ક્હ્યું "ઓહ શું લખેલું એમાં ?"

સાગર કહે એ કાગળ છે મારી પાસે છે. એણે વોલેટમાંથી કાગળ કાઢીને બોલ્યો કે એનાં અક્ષર પણ એવાં છેં કે જાણે હું જાણતો હોઊં. વિરાટે કાગળ હાથમાં લીધો અને લખેલું લખાણ વાંચ્યું" તું જે કંઇ કરી રહ્યો છે એ વિચારીને કરજે પછી પસ્તાવાનો વારો ના આવે. તારી બધીજ હલચલ પર અમારી નજર છે." વિરાટ એ અક્ષરો ઓળખવા પ્રયત્ન કરવા લાગ્યો. વિરાટને ઊંડા વિચારોમાં પડેલો જોઇને સાગરે કહ્યું" વિરાટ ભૈયા ક્યાં ખોવાયા ? કંઇ ઓળખાય છે તમને ? મને એવું લાગેલું કે મેં આવાં અક્ષર ક્યાંક જોયા છે પણ ના ખબર પડી. વિરાટે કહ્યું "ના હું એ જ પ્રયત્ન કરું છું. તને વાંધો ના હોનતો આ કાગળનો ફોટો પાડી લઊં છું કાગળ ભલે રહ્યો તારી પાસે. એવું કહી ફોટો પાડ્યો અને વિરાટ વિચારમા પડી ગયો.

સાગરે વધુ ઉમેરતાં કહ્યું "ભૈયા પહેલીવાર જ્યારે હું એ રીસોર્ટમાં ગયો ત્યારે પણ દૂર કોઇ 2/3 જણાં બાઇક ઉપર બેઠેલાં અમને ટીકી રહેલાં ત્યારે અમી અમારી સાથે હતી. વિરાટે કહ્યું કોઇક એવી વ્યક્તિ છે આ લખનાર કે જેને હું જાણું છું. પણ યાદ નથી આવતું. પણ યાદ આવશે ત્યારે કહીશ પણ તું સાવધ રહેજે.

વિરાટ અને સાગર વાત કરી રહ્યાં હતાં અને ચીફ આવ્યા એમણે વાતો બંધ કરી અને ચીફે બંન્ને ને અંદર એમની ચેમ્બરમાં બોલાવ્યાં.

***********

સાગરે સવારે વહેલાં ઉઠી. સીમા સાથે વાત કરીને તરતજ નીચે આવી ગયો. પાપા નીકળી જાય તે પહેલાં એમની સાથે વાત કરી લેવી હતી. પાપાએ કમીશ્નર ઓફ પોલીસનો કાર્યભાર સંભાળી લીધો હતો. એમનામાં જાણે એક નવો જોશ હતો. સાગરને અને ઘરમાં પણ ખૂબ ખુશ હતી.

સાગરે નીચે આવી ડાઇનીંગ ટેબલ પર નાસ્તા માટે બેઠેલાં પાપાને જોયાં અને એ પણ સાથે જઇને બેસી ગયો એણેજ બોલવાની શરૃઆત કરી. "હાય પાપા ગુડ મોનીંગ. જય શ્રી કૃષ્ણ કૌશલ્યાબહેન કહ્યું જયશ્રી કૃષ્ણ શું વાત છે ? દીકરા આજે વ્હેલો પરવારીને આવી ગયો ? કૌશલ્યા બહેન પણ સાથે બેઠાં અને રામુકાકાને ચા નાસ્તો દૂધ બધું લાવવા કહ્યું અને સાથે થોડાં ફળ લાવવા માટે ટકોર કરી.

કંદર્પરાયે "ગુડમોર્નીંગ કહ્યું" સાગરે કહ્યું પાપા મારે તમને ખાસ વાત કરવાની છે. એમ કહીને એણે રાજાજીનાં ઘરેથી સંયુક્તા લોકો ગ્રાન્ડપાર્ટી રાખવા માંગે છે અને એમાં એ પોતે એની ફ્રેન્ડ સીમા અને સંયુક્તા ગીત ગઝલ રજૂ કરશે એની એરેન્જમેન્ટ સંયુક્તા કરશે.

કંદર્પરાયે કહ્યું "હાં મારાં પર રાજાજી વિરભદ્રસિંહનો પણ ફોન આવેલો મેં ત્યારે કહેલું કે આ બધાની ક્યાં જરૂર છે ? હું પહેલો એવો વ્યક્તિ ક્યાં છું કે જેને આ પ્રમોશન મળ્યું છે મારાં પહેલાં ઘણાં આવી ગયાં મારાં પછી પણ આવશે. પરંતુ એમનો ઘણો આગ્રહ હતો. હવે એમની દિકરી પીક્ચરમાં આવી છે. જોકે એમણે મને આ પણ વાત કરી હતી કે મારી દિકરી એરેન્જ કરશે.

સાગર મને વાંધો નથી જ્યારે તું તારી મિત્ર સીમા અને સંયુક્તા બધુ કરવાનાં હોવ. મને તારી મંમીએ વાત કરી હતી કે તારી ખાસ મિત્ર સીમા પણ ખૂબ સરસ ગાય છે અને સંયુક્તાનાં ફનકશનમાં સાંભળી હતી પહેલીવાર… સરસ ગાય છે.

સાગરે માં સામે જોતાં કહ્યું "ઓહ ઓકે સી.આઇ.ડી. બધુ જણાવી દે છે. એણે હસતાં કહ્યું" પાપા ક્યારે ગોઠવીએ ? તમારી તારીખ લેવાની જવાબદારી મને સોંપવામાં આવી છે. કંદર્પરાયે કહ્યું "એક મીનીટ" એમ કહી પોતાનાં મોબાઇલ કાઢ્યો પછી એમાં જોઇને કંઇક ગણગણ્યાં અને કહ્યું " આજે થઇ છે 12 તારીખ તમે લોકો 21મીએ શનિવારે સાંજે રાખજો સાંજે રાત્ર નહીં એટલે ખૂબ મોડું ના થાય તો 21 મી ફાઇનલ ઓકે.

સાગરે કહ્યું "થેંક્યુ પાપા ચાલો તમે 8-9 દિવસ તૈયારીનાં પણ આપી દીધા. સાગરે કહ્યું "પાપા તમને કેવું લાગે છે કમીશ્નર બન્યા પછી ? આસી.કમીશ્નર તો હતાંજ પણ આ સવોંચ્ચપદ છે કંદર્પરાયે કહ્યું" કામ તો એજ છે બધાં પણ હાં હવે સર્વોચ્ચ પદ પર હોવાનું ભાન થાય છે. એહસાસ છે. સાથે જવાબદારીઓ ઘણી છે. ખૂબ માન મળે છે. દરેક જગ્યાએથી આમંત્રણો મળે છે અને સંપૂર્ણ જવાબદારી પણ મારાં શીર પર છે. મારાં કાર્યકાળ દરમ્યાન મારે કાયદો વ્યવસ્થા ખૂબ ચૂસ્ત રાખવાં છે એમાંય ખાસ કરીને બળાત્કારનાં કિસ્સા તો થવાજ ના જોઇએ એવી ધાક રાખવી છે. એમાં મેં ખૂબ કડક આદેશ આપેલાં છે. દારૂની બદી ખૂબ વધી રહી છે એનું પણ એક વ્યવસ્થા તંત્ર છે એને તોડી નાંખીને એ બંધ કરાવ્યું છે..... પછી થોડાં અટકીને કહ્યું એમાં ઘણાં મોટાં માથાં અને રાજકારણીઓ પણ સંડોવાયેલાં છે ક્યારેક એમાં તકલીફ પડી જાય છે, પણ હું શરૂઆતથીજ એવું વલણ અપનાવવા માંડ્યો છું કે કોઇ શરમમાંજ ના નાંખે એનાં માટે સી.એમ. સાથે મીટીંગ પણ છે. સાગરે કહ્યું "તમારી વાત સાચી છે અત્યારે તો ચહેરાં પર મ્હોરાં છે કોઇ સાચાં સમજાતાંજ નથી ખૂબ સારાં આબરૂદાર દેખાવવાળાં અંદરથી ભ્રષ્ટ હોય છે અને નીચમાં નીચ કામ કરતાં હોય છે. હું જે NGO માં જોડાયો છું એ લોકો એવાં ઘણાં પાત્રોને જાણે છે અને સમય આવ્યે ઉધાડા પાડશે એવું લાગે છે. કંદર્પરાયે કહ્યું "સાગર તું જોડાયો છું એ ખૂબ સારું ગ્રુપ છે મને જાણવા મળ્યું છે અને એમાં વફાદાર રહેજે જ્યાં મારી જરૂર પડે જણાવજે. અને આપણી સંસ્કૃતિ અને સંસ્કાર આપણું કલ્ચરનો પ્રચાર પ્રસાર કરજે. સાગરે આશ્ચર્ય સાથે કહ્યું " તમને કેવી રીતે ખબર પડી ?

કંદર્પરાયે હસ્તાં હસ્તાં કીધું" એમાં બે વાત છે એકતો હું તારો બાપ છું અને બીજું હું કમીશ્નર ઓફ પોલીસ છું મારાં પણ ઘણાં છેડા ઘણી જગ્યાએ જોડાયેલાં છે એમ કહીને હસતાં હસ્તાં ઉભાં થઇ સાગરનો ખભો થાબડ્યો અને કચેરી જવાં નીકળી ગયાં. સાગર એમને જતો જોઇ રહ્યો ઊંડા વિચારોમાં વિસ્મયથી ઉતરી ગયો.

**************

સંયુક્તાને બધુ જૂનૂ યાદ આવી રહેલું. ભૂપેન્દ્રને ઘરે બોલાવતાં પહેલાં કહેલું મારો ફોન આવ્યા પછીજ અહીં આવજે. પાપા અને ભાઇનાં ગયાં પછી એણે ભૂપેન્દ્રને ફોન કરેલો અને થોડાંક સમયમાં ભૂપેન્દ્ર ઉર્ફે ભૂરો આવી ગયેલો. એણે પાર્કીગમાં ગાડી પાર્ક કરીને સીક્યુરીટીની સામે આંખ મારી ને સીધો સડસડાટ ઉપર આવી ગયેલો.

સંયુક્તા એની રાહ જોઇ રહેલી. સંયુક્તાએ કહ્યું "હજી હમણાં તો મેં તને ફોન કરેલો એટલીવારમાં તું આવી ગયો ? ભૂપેન્દ્રએ કહ્યું" સુપરફાસ્ટ કામ છે બધુંજ મારું આમ ક્યાં સુધી રાહ જોયાં કરું ? અને એણે સંયુક્તાને વળગીતે ભીંસ આપીને હોઠ ચૂસી લીધાં.

સંયુક્તાએ મીઠો છણકો કરતાં કહ્યું "શાંતી રાખજો બધામાં ઉતાવળ કરે છે તું ? ભૂપેન્દ્રએ કહ્યું "કોઇ ઉતાવળ નથી મને ખૂબ સમય લઈને આવ્યો છું. અને કાર પણ એવી રીતે પાર્ક કરી છે કે તારા પાપા કે ભાઇ કોઇને કંઇ ખબર નહીં પડે. અને સંયુક્તાનાં મોબાઇલમાં રીંગ વાગી, સ્ક્રીન પર નામ જોઇને થથરી ગઇ.

પ્રકરણ 10 સમાપ્ત વધુ આવતા અંકે. ""

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED