પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 9 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય સપ્તરંગી -પ્રકરણ - 9

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 9

સાગર વિરાટ સાથે બેઠો હતો. વિરાટ પાસેથી ગ્રુપ અંગેની ઘણી ખાનગી વાતો જાણવાં મળી જે એનાં માટે જરૃરી હતી. વિરાટ ખાસ ગુપ્તરૂમમાં મોનીટર ઉપર ગ્રુપનાં અલગ અલગ માણસોનાં ફોટાં બતાવીને સાગરને માહિતગાર કરતો હતો. પ્રો.મધોકથી શરૂ કરીને વિરાટ પોતે તથા તારીકા, અમૂલખસર, અમી, અક્ષય, સંયુક્તા.... સાગરે સંયુક્તાનાં નામ સામે પ્રશ્ન કર્યો હજી આગળ કંઇ પૂછે એ પહેલાંજ જાણે પ્રશ્ન પૂછ્યાં પહેલાંજ વિરાટ સમજી ગયો હોય એમ બોલ્યો. સાગર હું સમજી ગયો કે તું શું પૂછવા માંગે છે. સંયુક્તાનું નામ અહીં રજિસ્ટર્ડ છે પરંતુ એને કોઇ કામ સોંપવામાં કે કોઇ માહિતી આપવામાં નથી આવતી નથી કોઇ મીટીંગમાં બોલાવવામાં આવતી. સાગર કહે તો શું મતલબ છે ?

વિરાટ કહે “રાજા બલભદ્રસિંહની વિનંતી હતી એમને એવું છે કે સંયુક્તાનાં નામથીજ એને ઘણું રક્ષણ મળી રહેશે અમે સમજાવેલું કે એના વિના પણ મળશે જ પરંતુ એ રાજ ઘરાનાં તરફથી ગ્રુપને સારું એવું અનુદાન મળે છે વળી રાજાજી પ્રો.મધોકનાં ખાસ મિત્ર છે અને એટલેજ વિરાજ હજી પુરુ કરે એ પહેલાં સાગરે કહ્યું "ચીફ પણ આવાં બધાં પ્રલોભનોનાં બોજ હેઠળ છે ? તો કેવી રીતે નિશપક્ષ તપાસ અને ન્યાય કરી શકે ? મારાં માન્યામાં નથી આવતું મને તો ........... સાગર આગળ કંઇ બોલે એ પહેલાં વિરાટે કહ્યું " સાગર તું સમજે કે વિચારે છે એવું કંઇ નથી ચીફ ખૂબજ સખ્ત શિસ્ત અને કોઇપણ પ્રલોભન કે કોઇનાં ઉપકાર નીચે આવે એવાં નથી પણ સંયુક્તા એમની દિકરી જેવી છે અને પોતાની દીકરીનાં અપમૃત્યુ પછી જ્યારે સંયુક્તાનાં જીવનમાં પણ ઝઝાવત આવ્યો ત્યારે સ્વીકારેલું કે તેઓ એની જવાબદારી લેશે અને સંયુક્તાનાં ગ્રુપમાં નામ હોવાથી એ કોઇનો સોફટ ટારગેટ ના બની શકે.

સાગરને કંઇ સમજાયું નહીં પણ ચીફની દીકરીનું અપમૃત્યુ ? એ સહેજ ચમક્યો આ શું વાત છે ? વિરાટ કહે એ વાત ફરી ક્યારેક જણાવીશ અત્યારે બીજા ચહેરાઓની ઓળખ કરી લઇએ. એણે આગળ સ્લાઇડ ચલાવી અને રણજીત સિંહને બતાવ્યો. સાગર કહે" ઓહ ભાઇ પણ છે. વિરાટે હસતાં હસ્તાં કહ્યું " હા પણ ભાઇનો કાયમ ઉપયોગજ થાય છે અને એનાં ચરિત્ર અને અહીંની ફરજો વિશે ફરીથી વાત કરીશું. પછી આગળ અક્ષયનો ફોટો આવ્યો કહે આ મારાં હાથ નીચે છે યુવાની વધુ સળવળે છે. પરંતુ ગ્રુપને અને ચીફને વફાદાર છે એનાં સફળ કાર્ય ઘણાં છે હજી એ માંડ 28/30 આસપાસ છે પરંતુ એનો રીપોર્ટ ઘણો સારો છે. પછી આગળ બીજા ઘણાં ફોટા બતાવીને વિગતો આપી.

સાગર કહે "ચહેરાં તો ઓળખાઇ ગયાં પરંતુ લોકોની કૂંડળી સમજાવો બાકીનું પ્રીડીકશન હું જાતે કરી લઇશ. વિરાટ કહે "ભાઇ તું તો બહુ સ્માર્ટ છે કંદર્પકાકાનું લોહી ખરેખર રંગ બતાવે છે તારાં જોડાયાને હજી આટલાં જ દિવસ થયાં છે અને તારી આ ટ્રેઇનીંગ સાચેજ ખૂબ જ પરિણામશીલ બની રહી છે.

વાહ દોસ્ત ખૂબ આનંદ થયો તું સાચેજ જીનીયસ છે. પણ તું થોડીક તારીતો વાત કર તારી થોડી અંગત થોડા વિચાર મને સાચેજ તારામાં રસ પડ્યો છે.

સાગરે કોમ્પ્યુટર સ્ક્રીનમાં રણજીતસિંહનો ફોટો લાવીને નીચે થોડીક માહિતી એણે છેલ્લા બે દિવસમાં એકઠી કરેલી એણે સ્ક્રીન પર મૂકી. વાંચીને વિરાટતો આભો બની ગયો. એણે સાગરને કહ્યું " તે આ બધુ કેવી રીતે જાણ્યું ? કંયારે તેં માહિતી એક્ઠી કરી ? અને તારી સાથે શું થયેલું ?

સાગરે કહ્યું" એ બધી જ વાત હું કરું છું પણ પહેલાં તમે તો તમારી અંગત વાત શેર કરો મારાં ગુરુજી, પછી ચેલો બધીજ કુંડળી એની તપારી પાસે ખૂલ્લી મૂકીં દેશે.

વિરાટે થોડીવાર સાગર સામે જોયું અને પછી કહ્યું "ભાઇ સાગર મારાં કુટુંબમાં અત્યારે હું અને મારી માં બે જ છીએ. મારાં ફાધર હું જ્યારે મીલીટ્રીમાં ફરજ પર હતો ત્યારેજ અવસાન પામેલાં. મેં જીવનમાં એક વાર પ્રેમ કરેલો એમાં નિષ્ફળ ગયો પછી કદી પ્રેમ કે લગ્ન ક્યારેય ના કર્યા અને દેશની સેવામાં માતૃભૂમિને સમર્પિત થઇ ગયેલો. કારગીલ વોર દરમ્યાન મને ગોળી વાગેલી એમાં મને ઇજા પહોંચી અને હું કોઇ કામનો ના રહ્યો. મેં સામેથી રીટાયરમેન્ટ લીધેલું મને ઓફીસવર્ક માં પોસ્ટીંગ આપવા કીધેલું મેં ના લીધું અને પ્રો.મધોકનાં સંપર્કમાં આવ્યા પછી એમની સાથે જોડાઇ ગયો.

પ્રો.મધોક અને મારું ઘર અસલથી બાજુમાંજ હતું ત્યારથીજ ખૂબજ સારાં સંબંધો હતાં એમની પ્રવૃત્તિની જાણ હતી અને હું આર્મી છોડીને એમની સાથે જોડાઇ ગયો. મારાં પિતાની ગરજ સારે છે. હું એમનો અંગત વિશ્વાસુ બની ગયો. પણ એક ખાસ વાત કહું સાગર ? જ્યારથી તારો પરીચય થયો છે મને તારાં માટે ભાઇ જેવી ફીલીંગ આવે છે. તારા સ્વાભાવ અને તારી હકારાત્મક ઊર્જા મને ખૂબ આકર્ષે છે. હજી થોડોકજ સમય તારે જોડાયે થયો છે પરંતુ ટ્રેઇનીંગ દરમ્યાનજ મેં તને ચકાસી લીધેલો. તારું ચરિત્ર અને વિચારો ખૂબ ઉમદા છે તું આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મને સંપૂર્ણ સમર્પિત છે. ટ્રેઇનીંગ દરમ્યાન તેં કરેલી ઘણી વાતો મને યાદ છે તને આટલી બધી આધ્યાત્મિક વાતો આટલી નાની ઊંમરે કેવી રીતે ખબર છે ? સાચેજ મને ખૂબજ માન ઉપજી ગયેલું અને એમાંય ટ્રેઇનીંગના છેલ્લા દિવસે તારું ગાયેલું ગીત હજી મારાં સ્મરણ પર છે. સાગર તું અહીં મારો સાથીદાર તો ખરોજ પણ આજથી હું દીલથી તને મારો નાનો ભાઇ તરીકે સ્વીકારું છું અને મોટાંભાઇ તરીકેની બધીજ ફરજો નીભાવીશ અને એટલોજ પ્રેમ આપીશ.

વિરાટની વાતો સાંભળીને સાગર લાગણીભીનો થઇ ગયો અને એની આંખો ભરાઇ આવી એ ઉભો થઇને સાગરને વળગી પડ્યો. વિરાટે પણ સાગરને બાહોમાં ભરીને પ્રેમ અને સાંત્વન આપ્યું પછી એની પીઠ થાબડીને કહ્યું " સાગર આજથી તને આ ખાનગી ચેમ્બર તને સોપું છું તારી બધીજ ટ્રેઇનીંગ થઇ ગઇ છે અને હવે તું સ્વતંત્ર રીતે બધુ સંચાલન કરવા માટે સક્ષમ છે અને રણજીતસિંહ નાં તે શોધેલાં ચરિત્ર પરથી તું ઘણો પાકો અને શાણો છે. કીપ ઇટ અપ ડીયર. તને કંઇપણ ક્યારેય મદદની જરૂર પડે હું સદાય તારાં પડખે ઉભો રહીશ. સાગરે કહ્યું "થેંક્યુ ભૈયા હવે હું તમને ભૈયાજ કહીશ વિરાટ ભૈયા અને હું પણ સદાય તમારાં સાથમાં રહીશ. બાકી રહી રણજીતસિંહની વાત તો એનો પણ ઘટસ્ફોટ કરી દઊં તો સાંભળો વાત. સંયુક્તાનાં હુમલાની તપાસ ચાલુ હતી. મારી ટ્રેઇનીંગ શરૂ થવાની હતી અને આપે આપનો રીપોર્ટ અને સીસીટીવી ફૂટેજ રજૂ કરી દીધેલાં. આ પછી કોઇક કારણસર હું પાપાની ઓફીસ ગયેલો. મેં ત્યારે પાપાને એટલુંજ કહેલું કે આપણે વાત થયા મુજબ હું ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનાં રક્ષણ અને પ્રચાર પ્રસાર માટે એક એન.જી.ઓમાં જોડાયો છું અને પછીથી થોડું સમજી શીખીને કદાચ હું મારો પોતાનો પણ ખોલવા માંગુ છું એના માટે થોડાં મજબૂત માણસો અને મને સહકાર આપનારા ઊભા કરીશ. એ સમયે મને પાપાએ કહ્યું " અરે તો રાજાજીને મળજે તને મદદ કરશે અને એમનો પુત્ર કોણ..... કહી યાદ કરવા લાગ્યા અને પછી કહ્યું અરે હા સંયુક્તા અને એનો ભાઇ રણજીતસિંહ એ લોકો આવી બધી સંસ્થાઓને મદદ કરે છે. તો તું મારું નામ લઇને પણ સંપર્ક કરી શકે છે. એ સમયે મેં પાપાને કહ્યું " ઠીક છે પાપા થેંક્સ પરંતુ હું મારી રીતે સંપર્ક કરી લઇશ અને મને યોગ્ય લાગશે તો એમની જોડે વાત કરીશ. એમ કહી એમની ચેમ્બરમાંથી બહાર નીકળતો હતો અને ત્યાં બહાર એક કોન્સ્ટેબલ ઉભો હતો જે મને ચા-પાણી આપવા અંદર આવતો હતો. પરંતુ હું વાત પતાવીને બહાર નીકળતો હતો અને કદાચ એણે અમારી છેલ્લી વાત સાંભળી લીધી હશે. એણે કહ્યું "સાગરભાઇ આ તમારી ચા અને પાણી લઇને આવતો હતો. એં પાપાનો ખાસ હશે. મેં કહ્યું કંઇ નહીં ફરીવાર અત્યારે મારે જવું છે. પરંતુ એણે કહ્યું " આવો અહીં બાજુની ઓફીસમાં લઇ જઇ ચા આપી કહ્યું "સોરી સાગરભાઇ પણ મેં તમારી અને સરની વાત સાંભળી હતી. મારેં તમને એ અંગે કંઇક કહેવું છે.

મને થોડુ વિસ્મય થયું કહ્યું "કેમ શેની વાત છે ? તો એણે રણજીતસિંહ અંગે મને વાત કરી પછી કહે સાગરભાઇ સારી ના લાગે તો ચકાસણી કરી લેજો વાત પાકી છે. સરનેય નથી ખબર મને એમને ત્યાં બંદોબસ્તમાં મૂકેલો ત્યારે મને ખબર પડેલી પણ જોજો ક્યાંય મારું નામ ના આવે. અને ભૈયા મેં પછી બધી તપાસ કરી એ પણ કહીશ કેવી રીતે કરી અને મને પેલાં કોન્સ્ટેબલ સખારામની વાતો પર ભરોસો બેઠો અને મેં તમને બતાવી અને આ ચેમ્બરમાં કોઇ તમારાં અને ચીફ સિવાય આવી નથી શકતું એટલે મેં અહીં સેવ કરી રાખ્યું છે અને એને પણ પ્રોટેક્ટ કરેલુ છે પાસવર્ડ વિના નહીં ખુલે.

વિરાટ એની હોંશિયારી અને કામ કરવાની પધ્ધતિથી ખુશ થયો પછી કહ્યું સાગર બી કેરફુલ આ લોકો ખૂબ મોટાં માણસો છે અને એ લોકોથી સંભાળીનેજ ચાલજે. આ વાત અને રીપોર્ટ આપણા બે વચ્ચેજ રહેવો જોઇએ.

સાગરે કહ્યું "ભલે પણ વિરાટ ભૈયા આ આપણને આગળ જતાં ખૂબજ કામ લાગશે. અત્યારે તો સાચું કહ્યું તો આપણાં ગ્રુપનોજ અભ્યાસ કરી રહ્યો છું તમે આપેલી ટ્રેઇનીંગ પ્રમાણે કહી બંન્ને એક સાથે હસી પડ્યા. સાગર કહે હવે બીજાનો વારો.......

*************

" હલો કંદપરાયજી ખૂબ ખૂબ અભિનંદન, યોગ્ય વ્યક્તિને યોગ્ય પ્રમોશન. આશા રાખું છું હવે આપનાં સમયમાં કાયદો અને વ્યવસ્થા ખૂબ ચૂસ્ત કામ બતાવશો. બલભદ્રસિંહે કંદર્પરાયને વધાઇ આપવા ફોન કર્યો. કમીશ્નર સાહેબ ખાસ વાત એ છે કે આપની આ બઢતીની ખુશખબર આમ કોરી કોરી નહીં ચાલે. આપની આ ખુશખબરી રાજઘરાનાનાં માધ્યમથી અમે તમારાં મિત્રો, સંબંધી અને વેલ વિસર્સને શામિલ કરવાનું નક્કી કર્યું છે. બસ આપને આપનાં કુટુંબીજનો સાથે પેલેસનાં હોલમાં પધારવાનું રહેશે આ ગ્રાન્ડ મીજબાની અમારાં તરફથી કબૂલ કરો. અમે આપને દિવસ અને સમય જણાવીશું.

કંદર્પરાયતો બલભદ્રસિંહનો ફોન આવ્યો સાંભળ્યો અને અવાક રહી ગયાં. બલભદ્રસિંહે બધું ગોઠવીનેજ રાખીયુ અને જણાવી દીધું કંદર્પરાયને કોઇ બોલવાનો કે ખુલાસો કરવાનો મોકોજ ના આપ્યો. કંદર્પરાયે શિષ્ટાચાર દર્શાવતા કહ્યું "બલભદ્રસિંહજી આપનાં પ્રેમ અને સત્કારથી ખૂબ ખૂબ આભારી છું. પરંતુ આવું કોઇ ફેક્શનની જરૂર નથીજ. અને હજી તો મારે બધી નવા કાર્યભાર અને જવાબદારી સંભાળવાની છે. અને હજી તમારી દીકરીનાં અપહરણ ભલે નિષ્ફળ થયું પરંતુ તમારી ટકોર પ્રમાણે કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવી છે પહેલાં ફરજ પછી ઉજવણી. "કંદર્પરાયે સ્પષ્ટ જવાબ આપી દીધો.

બલભદ્રસિંહે કહ્યું "હવે તમે આવ્યા એટલે ચોક્કસ રીતે કાયદો અને અનુશાષન મજબૂત થશેજ કોઇ શંકા નથી પરંતુ અમારાં આખા કુટુંબનો આપના કુટુંબ સાથેનો સંબંધ તથા આ ઉજવણીની પેશસ્કસ મારી દિકરીએ કરી છે જે આપનાં દીકરાની ફ્રેન્ડની ખાસ સહેલી છે. અને મારી દિકરીની હું કોઇ ઇચ્છા ઉથામતો નથી જેથી હવે સમય અને તારીખ તમે કહેજો તમારાં વ્યસ્ત શીડયુલમાંથી પણ કરીશું જરૂર કંદર્પરાયે વાત ના વધારતાં કહ્યું "ભલે આપનો ખૂબ ખૂબ આભાર.

બલભદ્રસિંહનો ફોન મુકીને પછી વિચારમાં પડી ગયાં રાજાજી આટલો ઉત્સાહ કેમ બતાવે છે. એમને થોડાં દિવસ પહેલાના શબ્દો યાદ આવ્યા. પહેલાનાં કમીશ્નરનાં શબ્દો યાદ આવી ગયાં બધાં જ વિચાર ખંખેરીને સ્વસ્થ થયાં અને વિચાર્યું સામે આવે ત્યારે જોઇ લેવાશે અને એમણે ફોન કર્યો. બોલ્યા "મેં તને જે કામ સોંપ્યુ છે એમાં કોઇ ઢીલ ના થવી જોઇએ મને કોઇપણ સંજોગોમાં અઠવાડીયામાં કોઇને કોઇ પોઝીટીવ સમાચાર જોઇએ છે. તું તારા કામ અને ફરજ સાથે આ કામ ના ભૂલીશ હું રાહ જોઇશ " કહી ફોન મૂક્યો અને મલકી રહ્યાં.

* ^ * * *

"હલ્લો સીમા, યાર કેટલો સમય થયો તારો કોઇ ફોન નથી કંઇ નથી તારી નવાજૂની ખબર છે મને પણ પિયુનાં પ્રણયમાં એટલી ખોવાઇ ગઇ કે તારી સહેલીને ભૂલી ગઇ ? જો એકવાત સાંભળ તું અત્યારે અને અત્યારે અહીં મારી પાસે અવી જા હું તારી રાહ જોઊં છું મારે ખાસ કામ છે. "સંયુક્તાએ સીમાને ફોન કરીને કહ્યું.

સીમા એક સામટી સંયુક્તાની વાત સાંભળીને કંઇ બોલી નહીં ક્યું ચાલ આવું છું. રૃબરૃ વાત કરીએ કહીને સીમાએ ફોન મૂક્યો. એમ આશ્ચર્ય થયું કે સંયુક્તાને શું કામ પડ્યું અને મારી બધી વાત એને ખબર છે ? અમી પણ ખૂબ ચાંપલી છે. બધે ઢંઢેરો પીટ્યા કરે છે. આ તો ઠીક છે મારી ખાસ સહેલી છે પણ.... સીમાને ગમ્યું નહીં.

સીમા તૈયાર થઇને સંયુક્તાને મળવા પહોંચી ગઇ. પેલેસમાં આવેલા મોટાં વિસ્તારમાં પેલેસ સિવાય એક વિશાળ બંગલો હતો એમાં બલભદ્રસિંહજી ફેમીલી રહેતું હતું પેલેસનો ઉપયોગ વિદેશી મહેમાનો – રાજદ્વારીઓ અને ખાસ ફન્ક્સનો માટે થતો. બાકી તો પેલેસનો ભાગ પંચતલક હોટલમાં ફેરવી નાંખેલો. આ બંગલો પણ પેલેસથી કમ નહોતો આધુનીક બાંધણી સાથે રાજઘરાનાની ઝલક જોવા મળતી હતી. આકર્ષક ઝરુખાઓ સાથે સુંદર અને કલાત્મક બાંધકામ હતું રિસોર્ટ ગાર્ડન અનેક આકર્ષક મૂર્તિઓથી શોભાયેલુ હતું અને સંયુક્તા અને રણજીતસીંહ માટે ખાસ અલાયદી વિંગ હતી જેમાં એમનાં સૂવાનાં રૂમ, હેલ્થ જીમ, સંગીતનો હોલ-મિત્રોને મળવા માટેનો હોલ, ફકશન-પાર્ટી કરવાની અલાયદી આકર્ષક ટેરેસ પર જગ્યા. બંન્ને જણાં માટે અલગ અલગ હતી વિશાળતા સાથે ખૂબ આકર્ષક હતી. બંન્નેની પોતાની સંપૂર્ણ પ્રાઇવેસી જળવાતી હતી. બંન્ને વીંગની વચ્ચે એક વિશાળ લોંજ હતી જેમાં એલોકોની વીંગનાં પ્રવેશનાં દરવાજા પડતાં હતાં. અને વીરભદ્રસિંહ નીચે ગ્રાઉન્ડ ફલોર પર વિશાળ જગ્યામાં પોતાની પસંદગી પ્રમાણે રહેતાં હતાં.

કોમન ડ્રોઇંગરૂમ - વિશાળ-લીવીંગ-ડાઇનીંગ રૂમ ખૂબ મોટું કીચન-ઓપન કીચન-સ્વીમીંગપુલ -જીમ વિગેરે ગ્રાઉન્ડ ફલોર પર હતું.

સીમા પેલેસમાં આવેલાં સંયુક્તાનાં બંગલે પહોચીને પાકીંગમાં પોતાનું એક્ટીવા પાર્ક કરીને લાંબો વિશાળ લીલોતરી અને વૃક્ષો વચ્ચેનો સુંદર પાથવે પસાર કરીને બંગલે પહોંચી. ત્યાંના સીક્યુરીટીનાં માણસો સીમાને ઓળખી ગયા અને લીફ્ટ તરફ હાથ કરીને કહ્યું "કુંવરીબા તમારી રાહ જોવે છે. સીમા અવારનવાર આવતી હતી એટલે કાંઇ નવાઇ ના લાગી અને એ લીફ્ટથી ઉપર પહોંચી ને સંયુક્તા પાસે પહોંચી ગઇ. સંયુક્તાએ સીમાને જોઇને ખુશી વ્યક્તિ કરી અને હગ કરીને કહ્યું "હાંશ આવી ગઇ તું ચાલ આપણે બહારની તરફની બાલ્કનીમાં બેસીએ. એમ કહી બંન્ને બાલ્કનીમાં આવ્યાં અને સંયુક્તાએ મોબાઇલ જેવા ડીવાઇસથી મહારાણીની જેમ કહ્યું પાણી અને કોફી થોડીવારમાં લાવો સાથે થોડાં બિસ્કીટ લાવજો અને સીમા બોલી ઉઠી મારે કંઇ ખાવું નથી કોફી પીશું.

સંયુક્તાએ કહ્યું "હવે વાતો સાથે ચાલી જશે કંઇ ખબર નહીં પડે. સીમાએ કૂતૂહૂલ શાંત કરવા કહ્યું "બોલને પહેલાં કામ શું હતું કે તે મને આમ દોડાવી ? સંયુક્તાએ બહાર ઝુલા પર બેસતાં કહ્યું "થોડો શ્વાસ તો ખા કહું છું બહું તને. સીમા કહે ભલે. હું સમય લઇને જ આવી છું કોઇ ઉતાવળ નથી. બંન્ને જણાં ઝૂલા પર બેઠાં. થોડીવારમાં મહારાજ ચાંદીની ટ્રેમાં ચાંદીનાં ગ્લાલ અને કપમાં પાણી અને કોફી લઇને આવી ગયાં. બંન્ને જણાએ પાણી પીધું અને મહારાજ ટ્રે ત્યાં કલાત્મક ટીપોઇ પર મૂકીને ગયો.

કોફી પીતાં પીતાં સંયુક્તાએ કહ્યું " સીમા આમતો એવું કાંઇ ખાસ હતું નહીં પરંતુ એક અવસર આવ્યો છે જેમાં આપણે ભાગ લઇએ. અલબત્ત હું જ અવસર કરી રહી છું. તારાં ખાસ ખાસ મિત્ર સાગરનાં પાપાને કમીશ્નરનું પ્રમોશન મળ્યું છે. તને ખબરજ હશે. અને એમનાં પ્રમોશનની પાર્ટી અમે એરેન્જ કરવા માંગીએ છીએ. એમાં સંગીતસંધ્યા સાથે ડીનર રાખવાની અમારી ઇચ્છા છે. સીમાએ થોડાં આશ્ચર્ય સાથે પૂછ્યું "તમારી ઇચ્છા એટલે ? અને તું કેમ એરેન્જ કરે છે ? હા મને ખબર છે એમને પ્રમોશન મળ્યું છે સાગર પણ ખૂબ ખુશ છે.

સંયુક્તાએ વાત પકડતાં કહ્યું "જો સીમા અહીં શહેરમાં કંઇ પણ બને પહેલાં પાપાને ખબર પડે. બીજું અમારાં સ્ટેટસ અને પાપાને બધાની ખાસ જરૂર પડે અને સંબંધો પણ તેઓ ખૂબ સાચવે. અને બીજા બધાં ધંધાકીય કે રાજહારી સંબંધો સાચવવાનું કામ પાપા અને ભાઇ જ કરે છે પરંતુ સાચુ કહુ તો કંદર્પઅંકલનાં પ્રમોશનમાં મને રસ હતો મેં પાપાને કહેલું કે આ અવસર મારા પર છોડો. આમેય આવા મોટાં પ્રમોશનની પાર્ટીઓ થતી જ હોય છે અને કેવી કરવી એ વ્યક્તિની પસંદ અને ના પસંદ પર નિર્ભર છે હું એ જાણું છું બીજું કે કંદર્પ અંકલની આખી ફેમીલીને હું ઓળખું છું ભાઇ સારી રીતે જાણે છે બીજું કે ત્યાં એમનો દીકરો અને તારો ખાસ... મિત્ર સાગર ખૂબ સરસ ગાય છે. કંદર્પ અંકલ ગીત સંગીતનાં શોખીન છે. કૌસલ્યા આંટી ને પણ માં સારી રીતે જાણે છે.

મને જ વિચાર આવ્યો કે અહીં ના હોલમાં નાનકડી પાર્ટી રાખીએ એમની અને અમારી પસંદગીનાં મહેમાનો જેમાં તું હું અને સાગર ગીત-ગમત રજૂ કરીએ સાથે ડીનર રાખીએ બસ આજ વિચારે તને બોલાવી છે. આપણે નક્કી કર્યો પછી પાપાને જણાવું તેઓ કંદર્પઅંકલ સાથે ચર્ચા કરી દિવસ નક્કી કરશે. બોલ સીમા તારું શું કહેવું છે ?

સીમા થોડો સમય તો સંયુક્તાની સામે જોઇ જ રહી કે આ લોકો કોનું શું વિચારે છે ? ક્યાં ક્યાં ગણત્રીઓ માંડીને સંબંધો સાચવે છે. થોડીવાર વિચાર કરીને બોલી" ખુબ સારો વિચાર છે અને તમે લોકો બંધા સાથે સારો સંબંધ સાચવો છો. અને આ વિચાર મને ખૂબ ગમ્યો હું તું અને સાગર ગીત-ગમત રજૂ કરીશું એનાં પાપા માટે એને ગાવું ખૂબ ગમશે. સંયુક્તા કહે "કેમ તને નહીં ગમે ? ભાવિ સસરાનાં માનમાં ? કહીને હસી પડી ? સીમાએ કહ્યું " મને પણ ખૂબજ ગમશે અને તું આટલી બધી ઉત્સાહથી તૈયારી કરી રહી છે હું પણ થોડી પાછી પડીશ ?પણ સાગરને કહેવું પડશે ને બધું ?

સંયુકતાએ કહ્યું "એટલે તો તને બોલાવી છે મારે ખાસ પરીચય નથી તું જ એની સાથે વાત કરીને નક્કી કરીલે જે એકવાર એ સંમત થઇ જાય પછીથી આપણે બધાં સાથે મળીને પ્રોગ્રામ ઘડી કાઢીશું તું પણ વિચારી જોજે હું પણ વિચારીશ કે કેવી રીતે ગોઠવ્યું. બસ એની સાથે નક્કી થાય એટલે મને જણાવવા બાકીની હોલની ડીનરથી બધીજ જવાબદારી મારી અને પાપાની છે. હું બધુંજ જોઇ લઇશ. સીમાએ સંયુક્તા સાથે હાથ મિલાવતાં કહ્યું "યપ ડન ડાર્લીંગ હું સાગર સાથે વાત કરીને તને તુરંતજ જણાવું છું. પરંતુ તું વિચારી રાખજે ક્યાં ગીત રજૂ કરવાં. મને તો અત્યારથીજ સ્ફુરવા માંડ્યા ક્યાં ગાવા છે ? અને હસી પડી. સંયુક્તાએ હસતાં હસતાં કહ્યું તને તો સ્ફુરેજ ને ક્યાં નવાઇ. બેસ્ટ લક સીમા. પણ કહેતાં કહેતાં સંયુક્તાની આંખમાં થોડી ઈર્ષા અને થોડી ઉદાસી છવાઇ પણ એણે જણાવા ના દીધી. હસતાં હસતાં કહ્યું. સીમા બસ હવે આપણે તૈયારીમાં લાગી જઇએ.

સીમાએ હસીને ઉઠતાં કહ્યું "ઓકે ચાલ હું જાઉં તને હું જણાવીશ અને તારાં સંપર્કમાં રહીશ. બાય ધ વે તને મારે થેંકસ કહેવાનાં છે કે તમે લોકો સાગરનાં પાપા અને ફેમીલી અંગે વિચારો છો. સંયુક્તાએ હસતાં હસતાં કહ્યું "માય પ્લેઝર" અને સીમાએ રજા લીધી.

સંયુક્તા સીમાને જતી જોઇ રહી. અને વિચારવા લાગી આલોકો કેટલા નિર્દોશ છે અને હું અને મારી ફેમીલી કેટલાં ગણતરી બાજ. ઠીક છે અમારું રાજશાહી લોહીમાં રાજકારણ હોય છે. અને હોવો જ જોઇએ કોઇ વાંક નથી. ગણતરી રાખવી પડે બધાંમાં જેથી ગણત્રીમાં રહેવાય અને પોતાનાં કામો પુરા થાય કોઇ અડચણ વિનાં સીમા એમાં બધુ તારું સારુંજ થવાનું છે. ફક્ત મને જ મારું ધાર્યું મળતું નથી અને એણે નિસાસો નાંખ્યો.

************

સીમાએ ઘરે પહોંચીને પહેલાં સાગરને જ ફોન કર્યો અને કહ્યું "સાગર શું કરે છે ? તને સમય હોય તો ઘરેજ આવને મારે ખાસ વાત કરવી છે. સાગરે કહ્યું "કેમ મેડમ એકદમજ તેડાવે છે ? શું વાત છે ? અને પછી લુચ્ચાઇથી હસતાં કહ્યું "બસ હમણાં જ હાજર અહીંથી નીકળી ત્યાં પહોચું એટલી જ વાર" સીમા એ કહ્યું બસ હવે જલ્દી આવી જા પછી વાત કરીએ.

સાગર માં ને કહીને સીમાનાં ઘરે આવવા નીકળી ગયો. થોડો ટ્રાફીક પસાર કરતાં થોડી ઝડપે ચલાવીને સીમાનાં ઘરે પહોંચી ગયો. એણે કમ્પાઉન્ડમાં બાઇક પાર્ક કરીને બેલ મારવા ગયો અને સીધો દરવાજો ખૂલ્યો" એનો હાથ એમને એમ ઊંચોજ રહી ગયો. એની નજર સામે એની અપ્સરાં સુંદર ડ્રેસ પહેરીને ઊભી હતી એટલી સુંદર અને સેક્શી લાગતી હતી કે એ સ્થળકાળ ભૂલીને સીમાને વળગીને કિસ્સીઓથી નવરાવી દીધી. સીમાએ છોડાવતા કહ્યું "સાગર કોઇ જોશે આમ કેમ કરે છે અને ખોટું ખોટું ખીજાતાં કીધું અંદર તો આવ "સાગરે ઘરમાં આવી ચારે બાજુ નજર કરતાં કીધું "વાહ બધુ સારો બંદોબસ્ત છે ઘરમાં કોઇજ નથી લાગતું કહીને મુવીની એક લાઈન ગણગણ્યો "ખીડકી ના ખોલો રાજા સીધે અંદર આવો રાજા સીમા કહે" હા કોઇ નથી ઘરે અમી અને માં મામાંના ઘરે ગયાં છે પાપા ઓફીસ અને હું હમણાંજ સંયુક્તાનાં ઘરે થી આવી છું. સાગરે કહ્યું "આ કપડાં પહેરેની ગઇ હતી ? સીમા કહે ના હવે આ તો આવીને બદલ્યાં" સાગરે કીધું ઓહો હું આવવાનો હતો એટલે આ પહેર્યા ? સીમાએ શરમાતા કહ્યું "બસ હવે ચાલ ઉપર જઇએ શાંતિથી વાતો કરીએ. સાગરે લૂચ્ચુ સ્મિત કરી સીમાની પાછળ દોરવાયો.

સીમા પોતાનાં રૂમમાં આવીને એણે સાગરને આરામ ખુરશી પર શાંતિથી બેસવાં કીધું. સાગરે કહ્યું "ઓય મીઠી આવો મોકો મળે અને હું ખુરશી પર બેસી રહું ? એણે સીમાને બોહોમાં ખેંચી અને પ્રેમ કરવા લાગ્યો એણે સીમનાં ચહેરાંને ચૂમવા લાગ્યો. પછી એનાં હાથ સીમાનાં રેશ્મી કપડાં અને રેશમી બદન તરફ ફરવા લાંગ્યા. વીંટળાવા લાગ્યાં એણે આંખો બંધ કરી નહીં.. થઇ જ ગઇ અને સીમાનાં હોઠ પર હોઠ મૂકીને દીધું ચુંબન લેવા લાગ્યો. સીમાનો કાબુ છૂટી ગયો એણે સાગરને વીંટળાઇને સામે સહકાર આપવા માંડ્યો બંન્ને જણાં પ્રેમ સમાધિમાં ખોવાઇને એકબીજામાં પરોવાઇ ગયાં. દુનિયા ભૂલીને એમનાં અવકાશમાં ખોવાઇ ગયાં.

**********

"ભૂપી…. હું તને કહું છું એ ધ્યાનથી સાંભળ, તું મારાં ઘરે સીધો ના આવીશ હું પહેલાં તને ફોન કરીને જણાવીશ પછીજ તું ત્યાંથી નીકળજે મારે પાપા અને ભાઇનાં પ્રોગ્રામ જોવા પડશે એ લોકો નીકળી જાય પછી હું તને ફોન કરીશ પછી જ તું આવી જજે એટલે કોઇ ચિંતા નહીં. "સંયુક્તાએ ભુપેન્દ્રને કીધું "ભુપેન્દ્રએ કહ્યું ભલે તું કહે એમ પણ હવે જલ્દી કરજે મારાથી બહુ રાહ નહીં જોવાય.

પ્રકરણ - 9

સંયુક્તાએ ભૂપેન્દ્રને ફોન ફરીને બોલવાની ગોઠવણ કરેલી એને બધુંજ યાદ આવી ગયું. વધું આવતાં અંકે…