સવારનો સમય છે. ગામને પાદરે મંદિરમાં આરતી નો અવાજ સંભળાય છે. મંગળા આરતીનો સમય છે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે.મોરલા ટહુકાર કરે છે.ગામને પાદર તેતર અને કોયલ નો સંગીત સંભળાય છે. ત્યાં ગામને સીમાડે પાંચ સાત સાધુ સંતો ગામની દિશામાં ચાલતા આવે છે.ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે.માથે જટા બાંધેલ ગળે રુદ્રાક્ષની માળા સોહે છે.હાથ કમંડલ અને ભાલે ચંદન લેપથી ચહેરો તેજસ્વી દેખાય છે. ચાલતા ચાલતા તે શિવ મંદિર પોહચે છે. અને શીવજી ની આરતી ના દર્શન કરેછે. પૂજારી પોતાની ધર્મપત્ની ને કહેછે શિવ ભક્તો આવ્યા છે એમની માટે જલ અને દુધની વ્યવસ્થા કરો.
જલ પાન કરી સંતો વિસામો ખાય છે ત્યાં તો સૂર્યનો ઉદય પણ થાય છે. ગામને પાદરે ગામ લોકોની અવરજવર શરૂ થઈ જાય છે. બળદ ગાડા લઈ ખેડૂતો ખેતરમાં જઈને ખેડ કરવાનું કરતા હોયછે તો કોઈ વેપારી અનાજનું વેપાર કરેછે. નાના સુડલામા તાજા શાકભાજી પડ્યા છે.
ઘરની સ્ત્રીઓ પાણી માટે તળાવ પર ભેગી થઈ છે. કોઈ હસતી તો કોઈ પોતાના દુઃખ કહેતી પાણી નો બેડલો માથે મૂકીને ચાલતી જાય છે એના પગમાં રહેલા ઝાંઝર નો છમ છમ રણકાર મિઠો લાગે છે.
સંતો આ બધા દશ્ય જોઈ પ્રફુલ્લિત થઇ જાય છે. ત્યાં ગામના મોટા વડલા નીચે નાના બાળકો ભેગા મળીને રમત કરતા હોય છે. થોદી વાર પછી બધા બાળકો પોત પોતાના ઘરે જતા રહે છે. પણ એક બાળક ત્યાં સુનમૂન થઈ ને ઉભો હતો. આ જોઈ સંતો થી રહેવાયું નહિ અને પૂછ્યું કેમ બેટા તું ઘરે નથી ગયો બધા તો ઘરે જતા રહ્યા?
બાળક કહે કોના ઘરે જાઉં! એક સાધુ કહે કેમ તારું ઘર કે માં બાપ નથી? રડતી આંખે કહે મારી માં તો મેં જોઈ નથી પિતા નો થોડા સમય પહેલા જ સ્વર્ગ ગયાં એમ ગામ વાળા કહે છે. એ કુતૂહલ થી સહજ કહે છે આ સ્વર્ગ ક્યાં આવ્યું? મારે પણ ત્યાં જાવું છે.
નાના બાળકની વાત સાંભળી સાધુ સંતો ની આંખમાં પાણી ફરી વળ્યા અને કહેવા લાગ્યા કે તારું નામ શું છે ? મારું નામ! મને તો ગામમાં બધે અઢીયો કહે છે.
આવુ વિચિત્ર નામ સાંભળતા ફરી એક પ્રશ્ન ઉભો થયો. કેમ તારું નામ અઢીયો રાખ્યો છે ? નાનું બાળક કહેવા લાગ્યો કે ગામ વાળા એ મારુ આવું નામ રાખ્યું છે. સંત પુછે છે આવું કેમ? કહે મને રોજ જમવા માટે અઢી શેર જમાવાનુ જોઇએ એટલે ગામ વાળા એ મારુ નામ જ અઢીયો પાડી દિધું. સંતો એને કહેવા લાગ્યા તારા માત પિતા તો છે નહીં તું અમારી સાથે આશ્રમ આવીજા ત્યાં તને અઢી શેર જમાવાનુ આપશું. અને તું ત્યાં આશ્રમના કામ કરજે. એટલે અઢીયો કહે ઠીક છે હું તમારી સાથે આવવા તૈયાર છું પણ પહેલાં મને ગામ વાળા પાસેથી રજા લઈ આપો. આ વાત સાંભળીને સાધુ સમાજ ભેગા થઈ ગામમાં અઢીયાને લઈ જવાની વાત કરી. અને અઢીયો હવે અમારો ચેલો બની અમારી સાથે આશ્રમ લઈ જઈશું. ગામ લોકોએ પણ કહ્યું સરસ એનું પણ જીવન સુધરી જસે.
ત્યાંથી બધે આશ્રમ તરફ આવ્યા અને અઢીયાને આશ્રમની સફાઈ ગાયો ની સંભાળ નું કામ આપી દીધું. અઢીયાને પણ મજા પડી ગઈ રોજ સમય પર જમવાનું મળી જાય અને સંતવાણી ભજન માં ધ્યાન લગાડે. થોડા દિવસો વિત્યા ત્યાં એકાદશી આવી એટલે સંત અઢીયાને બોલાવી ને કહે આજ તારે જમાવા નઈ જડે આજે ઉપવાસ રાખવું પડસે. પણ બાળક બાળ હઠ છોડે નહીં. કહે મને તો અઢી શેર જમાવાનુ તો જોઇએ.
સંતો કહે એક કામ કર તને જો જમવાનું હોય તો તું જંગલમાં જઈ ને જમ જે અને ભગવાન શિવ ને પણ ભોગ ધરાવી પછી જમ જે . અઢીયો કહે ઠીક છે એમ કરીશ અને તે જંગલમાં જઈ ભગવાન શિવ ને પ્રાર્થના કરી કે આપ પહેલા પ્રસાદ લો પછી હું જમીશ. ભોળા નાથ બાળ વિનંતી સાંભળી ત્યાં સાક્ષાત હાજર થયા અને અઢીયા પાસે જે ખીર હતી તે બંને જમી ગયા . અઢીયો તો દોડતો દોડતો રડતો આશ્રમમાં આવ્યો અને કહેવા લાગ્યો મને તો કઈ જમવા ન મળ્યું . સાધુ કહે કેમ તને પુરું આપ્યું હતું . અઢીયો કહે પણ ભગવાન શિવ આવ્યા અને બધુ પ્રસાદ આરોગી ગયા મને તો કઈ ન મળ્યું. ઠીક છે બીજી વખત જ્યારે જાય ત્યારે ડબલ લઈ જજે. અઢીયો કહે ઠીક છે. પાછા થોડા દિવસ પછી એકાદશી આવે એટલે તે જંગલમાં પાંચ શેર ખીર બનાવી અને શિવજીનું સ્મરણ કર્યું અને શિવ સાથે બ્રહ્માજી પણ પધાર્યા અને અઢીયાની પાંચ શેર ની પ્રસાદી પ્રેમે ગ્રહણ કરી. પાછો અઢીયો તો ભુખ્યો રહ્યો અને પાછો આશ્રમ આવી બધી વાત કરી. સાધુ કહે ખરેખર ભગવાન આવ્યા? કે તું ખોટું બોલે છે. અઢીયો કહે તમને એવું હોય તો આવતી એકાદશી એ આપ પણ આવજો . સાધુ સંતો કહે ઠીક છે જો ભગવાન આવે તો તું પહેલા અમારી પાસે આવજે અને પછી એમને જમાડવું. અઢીયો કહે ભલે એમ કરીશ મહીનો તો તરતજ આવી ગયો અને હવે સાળા સાત શેર ખીર બનાવી ને જંગલ એજ જગ્યાએ જઈ શિવ પ્રાર્થના કરી પ્રભુ આપ અને બ્રહ્માજી બંને પધારો. શિવ અને બ્રહ્મા સાથે વિષ્ણુ ભગવાન પણ આવ્યા. અઢીયો કહે ભગવાન આપ પછી જમજો હૂં મારા *ગુરુ* પહેલા બોલાવી આવું ભગવાન કહે જા જલ્દી બોલાવી લાવ. અઢીયો તો દોડતો ભાગ્યો અને કહે જલ્દી ચાલો . આજે તો ત્રિદેવ આવ્યા છે. સાધુ ઉત્સુક થઈ અઢીયા ભેગાં દોડતા જંગલમાં ગયા. અને જોયું તો સામે ત્રિદેવ બેઠા છે એમને તો વિશ્વાસ જ ન આવ્યું. સંતો પહેલા જઈ અઢીયાના ચરણ સ્પર્શ કરી કહેવા લાગ્યા કે તમે અમારા આજથી ગુરુ ! અમે આટલી તપસ્યા કરી પણ ભગવાન અમને મળ્યા નહીં.
*ગુરુ ગોવિંદ દોનોં ખડે કા કો લાગુ પાય.*
*બલિહારી ગુરૂ આપકી જો ગોવિંદ દિયો બતાય*
બોલીએ ગુરુ મહારાજ કી જય
નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કચ્છ
લવાજમ✅