shabdona sathvare books and stories free download online pdf in Gujarati

શબ્દોના સથાવારે (અછાંદસ કાવ્યો)

"નિયતિ"
નિયતિ તારો ખેલ નિરાળો છે!
તારી સામે હર કોઈ લાચાર છે.
જીવન મરણ પ્રભુના હાથમાં છે.
નિયતિ કહે તારો શું વિચાર છે.?
દેશને માટે સો વીર શહિદ થાય છે.
તેની પ્રાર્થના નો અહી ક્યાં પ્રચાર છે?
નાટકમાં જેમને નામનાં મળે છે.
નિયતિ શું? એમનો જ પ્રસાર છે.
દુઃખમાં ભગવાન અને ડોક્ટર ઉભા છે.
એને ભુલી ગયા, શું એ સારા આચાર છે.?
નર કહે નિયતિ તારો ક્યાં વાંક છે.
આ તો કલાઆનું અહી વ્યાપાર છે.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા
દુકાળ
કહે દુકાળ આવું આ વરસે, તારું કાળું મુખ કોણ જોશે રે.
સૂકવે તું ધરતીને, વહેતી નદી ને, તારી વાટ કોણ જોશે રે.
વૂક્ષોના પર્ણો સુકવે, ધરના પાણી સુકવે,તને કોણ જોશે રે.
પશુઓ ચારાને તરસે,પક્ષી દાણાને તરસે, એ કોણ જોશે રે.
સુકી વસુંધરા ને જોઈ ખેડૂત રડશે, આ દુઃખ કોણ જોશે રે.
દિન દયાળુ આ જોઈ આકાશમાં ગરજે, હેતથી તું વરસે રે.
મોર ટહુકાર કરે, વીજ ઝબકારો કરે, નભથી અમી વરસે રે.
લીલુડી ધરતી લહેરાય, પશું પંખીડા વનમાં મોજમાં ફરશે રે.
કહે નર દુકાળ તું તો આઘો રહેજે, આ ભારત મારો દેશ રે.
સદા ખુશખુશાલ રહેશે ખેડૂત,મેહુલા આજ હર્ષમા વરસે રે.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા
પુછવું
પુછવું છે પ્રભુ તમને આ બ્રહ્માંડ કયાથી લાવ્યા.
અનંત મહાસાગરમાં ભરતી ઓટ વમળ લાવ્યા.
સૂર્ય ચંદ્ર તારાઓમાં તેજ પ્રકાશ શિતળતા લાવ્યા.
પુછવું છે પ્રભુ તમને આ શીતલ પવન ક્યાંથી લાવ્યા.
પૃથ્વી પર હિમાચ્છાદિત પર્વતો નદીઓ વૃક્ષો વાવ્યા.
ફુલોમા અનેક સુંદર રંગો અને સુવાસ ચારેકોર લાવ્યા.
પુછવું છે પ્રભુ તમને આ ફળોમાં સ્વાદ ક્યાંથી લાવ્યા.
કોઈ ખાટા કોઈ મીઠાં કોઈ પાણીદાર સુમધુર લાવ્યા.
આશ્ચર્ય એ વાતનું બંધ શ્રીફળ માં પાણી કેમ લાવ્યા.
પુછવું છે પ્રભુ તમને આ બ્રહ્માંડ જીવન ક્યાંથી લાવ્યા.
જાત જાતના પક્ષીઓ રંગ બે રંગી પતંગીયા લાવ્યા.
હિંસક સિંહ વાધ તો વિશાળ હાથી જેવા પશું લાવ્યા.
પુછવું છે પ્રભુ તમને આ જલ ની જલચર ક્યાંથી લાવ્યા.
મહા મોંઘેરો મનુષ્ય અવતાર આ ધરા પર તમે‌ જ લાવ્યા.
નર કહે પ્રભુ તમે વિશ્વનુ આ બધું જ્ઞાન ક્યાંથી લાવ્યા .
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા
શૂન્ય
શૂન્ય અવકાશમાં સૃષ્ટિનું સર્જન કરી.
હે ! કૃપા સિંધુ કેવી રીતે આ રચના કરી.
શૂન્યના આકારના નવ ગ્રહો એક કરી.
સૂર્ય ચંદ્ર અને પૃથ્વીને પણ ફરતી કરી.
જલ ભરી ભોમ પર ક્ષીર સાગર કરી.
જીવની જલમાં તે શૂન્યથી શરૂઆત કરી .
હે! બ્રહ્માજી આ માનવની ઉત્પત્તિ કરી.
કહે માનવ એ શૂન્યની શોધ અમે કરી.
ગણીત વિજ્ઞાન જ્યોતિષમાં શૂન્ય ઉપયોગ કરી.
સુખ સમૃદ્ધિ શાંતિ માટે અનેક શોધ કરી.
આજ શૂન્ય આકાર મહામારી કરી.
કહે "નર" કુદરતને આવું કરવા પ્રેરીત કોણે કરી.?
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા
વિશ્વ
અખંડ વિશ્વનો પાલનહાર આજ કેવી પરિક્ષા લે છે ?
સુખ દુઃખના દિવસોમાં આજ પરીવાર સાથે કોણ રહે છે?
ભુલ અમારી વિશ્વમાં પ્રદુષણ કઈ ઓછું થોડું ફેલાવ્યું છે.
આપ્યા અનાજનાં ભંડાર તોય જીવ જગતનાં ખાય છે.
પૃથ્વી તું તો ફરે પણ વિશ્વમાં આ મહામારી શાને ફેરવે છે?
હૈ નાથ હવે ખમૈયા કરો,ન જાણે કેટલા જીવ રોજ જાય છે.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
ભગવાન
મનના દ્વાર પર બેઠા હરિ નામ.
નવરા બેઠા એને બીજું શું કામ.
સુરજ પ્રકાશ ફેલાવે ચારો ધામ.
ભજો ભાવથી નર નારી સીતારામ.
કોઠારો માં ભર્યા અન્નના ભંડાર.
ભગવાનનાં ભજન કર લઈ કિરતાર.
મલ્યો મોંઘો તને મનુષ્ય અવતાર.
સુખી રાખો સુખી રહો કર એવો વિચાર..
ભુખ્યા ને ભોજન તરસ્યા ને જલ દેજે.
સંકટ સમયમાં તું સાથે સહું જોડે રેજે.
ઉપકારોનુ અભિમાન કદી ન લેજે.
હૈ પ્રભુ આ નર ને પાર ભવસાગર કરજે.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા
ઋણી
કહે રઘુ નંદન હે કેશરી નંદન,
પ્રાણ ઉગારો હે મારુતિ નંદન.
ભીડ ભાંગો હે ભીડભંજન,
સંકટમાં છે લક્ષ્મણ જીવન.
લાવી જળિબુટ્ટી આપે નવજીવન,
જુઠા પાડે મેઘનાથના એ વચન.
હર્ષિત થયા અશ્રું ભીના નયન,
કર જોડી પ્રભુ કહે હે હનુમાન.
હું ઋણી આપને અમારા વંદન,
" નર"કરે કોટી કોટી આપને નમન.
સંકટ સંસારના હરો હે
સંકટમોચન.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા, માંડવી, કચ્છ
કુમકુમ પગલે
કુમકુમ પગલે પધારો દેવ રામદેવજી,
સંકટ હરો સગડા હે નાથ શ્રીનાથજી.
કુમકુમ પગલે પધારો માત આશાપુરા,
જગતના આ કાળથી અપાવો છુટકારા.
કુમકુમ પગલે પધારો મોરાગઢની મોમાઈ,
માતપિતા જેવાના જીવન જાય છે લુંટાઈ.
કુમકુમ પગલે પધારો માડી આઇ મોગલ,
હર નર નારી ને બાળ માં તમને કરે હાકલ.
કુમકુમ પગલે પધારો દ્વારકાનાં કુષ્ણ મોરારી,
ભય જગતનો દુર કરો ભગવન ગોવર્ધનધારી.
કુમકુમ પગલે પધારો મહાબલી બજરંગી,
કળયુગમાં કહે નર મળે આપ જેવો સંઘી.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા
કુદરત
પાંજરે પૂરનાર આજ પાંજરે પુરાયો, કુદરતને નથી કોઈ પક્ષ.
આ કપરા સંજોગોમાં ભેગા થયા, શાસક પક્ષ હોય કે વિપક્ષ.
ધરમાં જેનો ટાંટીયા ટકે નહીં, આજ એજ માનવી થઈ ગયો વિવશ.
સમય નથી સમય નથી કહેનારા, આજ સમય કાઢવા ગોતે અવકાશ.
મરી નથી ભારતના માનવી ની માનવતા, ભોજન કરાવી પુરી કરે આશ.
ધન ધાન ભર્યા સાહુકારને ત્યાં , કોઈ આવે ગરીબ તો ન કરજો નિરાશ.
ભાઈ માત પિતા એક થયા એક આંગણે, વિત્યા ન જાણે કેટલા વરસ.
નર કહે મારું તો પક્ષ મુકી દિધું, પ્રભુ ભક્તિ ઉગારે ઉભો સામે રાક્ષસ.
હિંમત ના હારજો ના કોઈને બિવડાવજો, જીવનનું પીતા રહો મધુર રસ.
સમજદાર ઈશારો ગણો, રહો ઘરમાં ખુશ થઇ ને સારો સમય આવશે સમક્ષ.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
"પહેલી મુલાકાત"
લખું હૈયા કેરી વાત હતી એ પહેલી મુલાકાત,
રણકી ડબલા રીંગ કહે હું જોઉં તમારી વાટ.
વિત્યા વિરહના વર્ષ કેમ કરી ને પાંચ,
રૂદિયા ને કેમ રોકાય અપાર છે રોમાંચ.
લઈ ને જટ કરી સાઈકલની સવારી,
માથે ના વાળ ના કપડા ની કોઈ તૈયારી.
પહોંચી એની પાસ તોય ધીમાં ન પડે સ્વાસ,
ચાતક નજરે જોઈ રહી આંખ તોયે મિટે ન પ્યાસ.
હોઠ ફરકવા લાગ્યા તોય શબ્દો ન ઊપજે યાર,
કહે આવ્યા મામા ને નાઠયો એનો ન રહ્યો પાર.
દિવસ લગ્ન ને ઓછા મનને મનાવી આવ્યા મમ દ્વાર.
-- Naranji Jadeja
પાબુજી પધારો
પાબુજી પધારો મારે ગામ.
રટે નર ને નારી તમારું નામ.
ઘોડલે ચડી પધારો અમારા ધામ.
નાનું અમથું ગોડાલખ છે ગામ.
મહા સુદ એકાદશી આજ કહેવાય.
આકાશે આજ નેજો કેસરીયો લહેરાય.
જયપાબુ જયપાબુની ધ્વનિ સંભળાય.
નામજ તમારા લેતા દુઃખ સઘળાં જાય.
પાવન કરો પાબુજી પધારી મુજ ધામ.
નર કરે તમારું સ્મરણ, સંકટ હરો આપ.
નારાણજી‌ જાડેજા
"નર"
ગઢશીશા
date 09/02/2020
શબ્દોની સાંજ પડી અને સૂરજને ને પણ ઉતાવળ પડી.
કોને કહેવી વાત એને પણ પિયુ મિલનની વાત પડી.
જો ને લાલીમા પણ તારાઓની તડાફડી પડી.
ભલે ને મોડી પણ તમને યાદ કરવાની પળ મળી.
નર
Date 31/01/2020
પૂજારી
કંચન વરણી કાયા સોહે જનોઈ દેહ.
પીતાંબર પહેરી પ્રભુને હેતે નીરખે નેહ.
અનંત રટે રામનું નામ, નહીં કઈ અભિમાન.
ધુન,દિપ, લઈ આરતથી કરે પ્રભુનુ સન્માન.
ઈશ્વર આપ ત્રિલોક કા દુઃખ હરતા નાથ.
હું પૂજારી આપનો સદા રાખજો શીશ પર હાથ.
ભુલ થાય મારી ભકિતમાં કરજો આપ માફ.
હું માનવી કરું ભુલ હૈયુ મારું રાખજો સાફ‌.
નર કહે હું પૂજારી આપનો સરણ દેજો આપ.
હું નથી જાણતો પૂણ્ય કેવા, કે કેવા મારા પાપ.
નારાણજી જાડેજા (ગઢશીશા )
નર
મુન્દ્રા કચ્છ
Date15/01/2020
પતંગ
નથી ઉડવું મારે એટલું ઊંચે કે મને બનાવનાર ને હું ભુલી જાઉં.
નથી લડાવી પેચ મારે જેનાથી મારા પોતાના સાથેના સંબંધોમાં કપાઈ જાઉ.
મારે તો પ્રેમ ની ફીરકી બની તમારા હાથમાં રહેવુ, ભલે ને હું પછી ખાલી થાઉં.
નર કહે પતંગ એ આત્મા છે, એક દિવસ કપાઈ જસે.
તમારી પાસે તો તમારા પુન્ય અને વહેવાર ની ફીરકી રહેશે.
નારાણજી જાડેજા (ગઢશીશા) મુન્દ્રા
નર
Date 13/01/2020
આવી શુભ પ્રભાત
ભાણ ઉગ્યાં આકાશને ભાંભરે માત,
પંખીડાઓ પુરાવે સુર સંગીતના સાત.
પરોઢીયે ઊઠી જાય જગતનો મારો તાત,
સ્મરણ કરો એનું ન જોવો દિવસ કે રાત.
જાગી ને જટ મારો આળશની પથારીને લાત,
કહેવી નથી આપને બહું કંઈ જાજી વાત.
આંખના પલક ઉગાડી ને જોવો આંગણે ઊભી પ્રભાત.
નર કહે સ્વપ્ને મુકીને હવે તો કરો બે ઘડી વાત.
નારાણજી જાડેજા
નર
કશ્મકશ
દિલના દિવડા પ્રગટાવજો ને દુઃખનાં અંધારાં કરજો દૂર,
પ્રેમ અને શાંતિ ના પ્રકાશ પાથરજો, ક્લેશ થી રેજો દૂર.
ચાલી રહ્યો છે મંદીનો દૌર, વિચારી ને વાપરજો સચવાય વહેવાર અને બધાનાં નૂર.
કશ્મકશ છે આ વર્ષે રહેજો ભાઈ ભાઈ થઈને એક,
એને દિવાળી ઊજવજો હર્ષથી હેત હોય પૂર.
નારાણજી‌ જાડેજા ( ગઢશીશા)
"નર"
મુન્દ્રા કરછ
Date 24/10/2019
ગનીમત
હોય ખુદમાં હિંમત તો આગળ વધ,સાથ ના આપે તો એને તું પડતા મુક.
આ સંસારમાં તું એકલો આવ્યો એકલો જવાનો, બીજા ના સાથ નો ભરોસો મુક.
કરી લે જે કરવું હોય બાકી તું મુક,
કદમ કદમ પર કિચડ છે, કિચડમાં બધે તને કમળ મલશે એ વાત ને મુક‌.
નર કહે ભરોસો એક ઈશ્વર પર મુક, બાકી બધા સંબંધ વહેવાર ના મુક.
ગનીમત વાત ન કર અહીં શ્વાસ પણ એક મુક તો બીજો મળે, નર તું બીજી ખોટી વાત મુક.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
Date 18/10/2019
ઓશીકું
સંસારમાં શોધતા પણ માં ના સ્નેહ ના ખોળા જેવું કોઈ ઓશીકું નહીં મળે.
જો માનવી મોતના મુખમાં હોય, એને માથું માં ના વ્હાલ ના ઓશીકા ને ખોળે હોય.
તો મોત‌ની પણ પરવા નહીં રહે‌, નર કહે બસ એ ઓશીકું માં આંસુથી ભીનું ન થાય.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
પથ્થર
પથ્થર પથ્થર લઈ પાળ બાંધુ છું,
નદી ના વહેતા પાણીને બાંધુ છું.
કુંટુંબ ને માટે એક મકાન બાંધુ છું,
હું તો પથ્થર તણાં પગથિયાં બની જાઉં છું.
ક્યાંક ઇશ્વરની મુર્તિ બની ઘડાવું છું,
ક્યાંક નિર્દોષ પર પડી લોહી હૂં વહાવુ છું.
તલવાર ની ધાર માટે હૂં ઘસાવુ છું,
ક્યાંક મહેલમાં સંગે મરમર બની જાઉં છું.
નર ભલે કહે લોકો તને પથ્થર દિલ,
આ પથ્થર જો બધે પુજાય છે.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
Date 3/10/2019
ગરબો
ગરબો ઘડાવું મારે માત અંબા ને કાજ,
આજ આવી રૂડી નવલા નોરતાની સાંજ.
માટી હું લાવી આપું પ્રજાપતિ ભાઈ.
આપ ઘાટ ઘડજો અપાર આવશે ખોડલ આઈ.
નક્ષત્ર કંડારજો એમાં મઢજો રૂપેરી ભાત.
નવ દુર્ગા આવી રમવા ગરબે આજની રાત.
ઢોલીડા તારો ઢોલ ને રાખજે આજે તંગ.
ગરબાના ખેલૈયાઓ ને રંગ પડે નહીં ભંગ.
નર નારી રમજો સારી રાત ભલે પડે પ્રભાત.
સાચવજો ઘરની લાજ સંભાળ રાખે મારી માત.
નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ
☕ચા☕
પધારો પધારો કહી આગ્રહથી કહે મહેમાનો ને ચા લેશો કે પાણી.
આસામ ના પહાડોમાં માંથી ચા તને અંગ્રેજ લાવ્યા ત્રાણી.
ચાય‌ ગરમ ચાય ગરમ, રેલવેના સ્ટેશન પર સંભળાય વાણી.
કામ કરતો નાનો મોટો મજુર હોય‌ કે ખેતર વાડી નો ધણી.
ઓફીસ નો વર્કર હોય કે કંપની નો માલિક ચા તું સહુની રાણી.
થાકી ને કંથ આવે ઘરે તો પ્રેમ થી ચા લાવે ઘર ધણીયાણી.
આ ચા ની તલબ માં હિતકારી દહીં છાશ ક્યાંક ખોવાણી.
નર કહે હજું ચા તું મારા ઘરે કેટલા દિવસથી છો રોકાણી.
તને જોઈ આ ભુલકાઓ ચા માંગે હજી આંખ નથી લુછાણી.
ન મળે જો કોઈને તું બહાનાં બનાવે ચા ના મોટા બંધાણી.
ચા તારી અજબ-ગજબ વાતો ને રસપ્રદ કહાની.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
Date 17/09/2019
વિવાદ
વાદ વિવાદ કરી લેજો મિત્રો સાથે,
ભુલે ચુકે વિવાદ ન કરશો માં બાપ થી.
મિત્રો નો સંગ તો જન્મ પછી નો છે,
માત પિતા ધરતી તણાં ભગવાન છે.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
Date 14/09/2019
ઘનઘોર
તપે તડકા ભાદરવામાં ભર બપોરે ને વાદળ ઘેરાય ઘનઘોર.
વીજળી કરે ચમકારા ને ગગન ગાજે ભાદરવાનો ચારોકોર.
પિયુ મિલન ને હૈયુ તરસે જ્યારે વરસે કાળા વાદળો ઘનઘોર.
લીલુડી ધરતી કહે વરસી જા ને આ વર્ષે, તું મારા ચિતચોર. ‌
તડકા ભડાકા ભલે ને કરે, નર કહે ન કરજે તારાજી નો દોર.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
Date 06/09/2019
ક્ષમતા
અચંબામાં આશ્ચર્યમાં પડી જોઉં છું,જ્યારે નજર સામે માં ! જોઉ છું.
સાગર ની ગહેરાઈથી અતિશય દુઃખ સહન કરવાની ક્ષમતા માતામાં છે.
આમજ નથી જન્મ મળતું આ ધરતી પર માનવીને પીડા પ્રસવની વેઠે છે.
પિતાની ઊણપનો અણસાર પર આવવા નથી દેતી, કેવી! ગજબની ક્ષમતા છે .
દુઃખ ત્યારે થાય જુવાન દિકરાઓ ની માતા વૃધ્ધાવસ્થામાં ઘરડા ઘરમાં રહે છે.
નથી આપી મુજને એટલી ક્ષમતા હું એમની મદદ કરી શકુ, મારી રચના થી આ સંદેશો આપું છું.
સાચવજો આપના માં પિતા ને નહીં તો ફરી સમય આપણો એજ આવવાનું છે ‌.
કહે નર ક્ષમતા હતી એટલું કહું છું,સમજો ન સમજો એ તમ પર મુકુ છું.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
31/08/2019
ટક્કર
થઈ ધરતીના પેટાળમાં ટક્કર એક , ધરા ધ્રુજી કચ્છ પર આવી આફત એક.
કેવી ગજબની વાત છે, થોડી વારમાં મટી ગયા હિન્દુ મુસ્લિમ મજબ થયા એક.
તારું મારું કરતા જોયા છે અનેક,આ ધરતીકંપ આવ્યો એમાં બચ્યાં હતાં જે નેક.
કુદરતની ટક્કર વાગ્યા કરે છતાં સમજે નહીં તું નર, હાથે કરી તું તારું જ વિનાશ ન કર.
માનવ તું ન ભુલ માનવતા, અહીં કરેલ કર્મનું ફળ અહીં જ ભોગવતા.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
Date19/08/2019
સ્વચ્છતા
સ્વચ્છતા રાખીશ મારી શેરી સોસાયટી, અને શહેરને એ સંકલ્પ મારું છે.
હું થી આ શક્ય બનશે એ સહુ વિચારે, હું સ્વચ્છતા રાખીશ એ વચન મારુ છે.
જ્યાં ગંદકી કચરાના ઢગલા છે, ત્યાં માંદગી આવવાની સંભાવના છે.
બીમારીમાં ગરીબ ના ઘેર તિજોરી નથી, શાહુકારની તિજોરી ને તાળા છે.
સ્વચ્છતા અભિયાન સાથ આપીશું, દેશની દરેક નદીઓ આપણી માતા છે.
ભારત માં ના લાલ આપણે, શું કોઈ શહી શકશે કચરામાં એ રહે ? છે.
આપને શરમ આવે કે ના આવે આ નર કહે મારે તો આ જોઈને ગણું દુઃખ થાય છે.
નારાણજી જાડેજા (ગઢશીશા)
મુન્દ્રા કરછ
Date 16/08/2019
માધવ
માધવ મને આવું તારી દ્વારિકા નગરીમાં, માર્ગ મને તો બતાવો.
ભુલો પડયો હું મોહ માયાના સંસારમાં, રસ્તો તો બતાવો.
સુદામા નો સાદ સાંભળી તમે, દોડતા જઈ સુદામા ને હેતે ભેટ્યા.
મોહન પ્યારા તમે દુખડા હર્યા, નરસિંહ મહેતાના વચન પાળ્યાં.
માધવ નર ની અરજી સંભાળો, એક વાર તો દ્વારિકામાં આવું.
આવી રહી માધવ જન્માષ્ટમી,આવી ને હું આપેને ઝૂલે ઝુલાવુ.
નારાણજી જાડેજા ( ગઢશીશા )
નર
મુન્દ્રા કરછ
Date 03/08/2019
શ્રાવણ
શ્રાવણ નો મહિનો ને વરસાદનું વધે જોર.
નદી નાળા તળાવ છલકાય ને ટહુકાર કરે મોર‌.
શ્રાવણ નો મહિનો શિવ ભક્તિ નો શરુ થયો પોર.
ૐ નમઃ શિવાય મંત્રના જાપમા ભક્તો થયા વિભોર.
શરુ થયો સાતમ આઠમના તહેવારો નો દોર.
પત્તાના ખેલમાં અનેક લોકો ગુમાવે છે તોર.
નંદ ઘેર આનંદ ભયો કહે આવ્યો માખણ ચોર.
શ્રાવણ મહિનો નર તું ના બન ભક્તિનો ચોર‌.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
Date 01/08/2019
ગુરુ
અઢીયો નામે એક બાળ,એની ઉપર ઉતર્યા કાળ.
છુટ્યો માં બાપનો સાથ,પાંચ વર્ષે બન્યો અનાથ,
પૂછે કોઈ કેમ અઢીયો નામ,જમવું અઢી સેર જાણે આખુ ગામ.
ફરતાં ફરતાં સાધુ સંતો આવી ચડ્યા,કહે કેમ બાળ તમે એકલા રમ્યા.
સઘડી વાત સંતોએ સાંભળી, આશ્રમ લઈ જવા પકડી આંગળી.
કરજે આશ્રમ ના કામ, ભક્તિ થી ભજો રામ.
આજ એકાદશી કહેવાય,આજ ભુખ્યા રહેવાય.
સમજે નહીં બાળક મન,બનવો વનમાં જઈને અન.
અઢી સેર અને સાથે આપે શિખામણ,ભોજન પહેલાં કરજે શિવ સ્મરણ.
ગુરુ આજ્ઞા શિરે ધરી, શિવજીની ભક્તિ કરી.
ભક્તિએ શંભુ પ્રગટ થાય,પ્રેમે પ્રભુ પ્રસાદ ખાય.
એકાદશી અગિયારસ રહે, ગુરુ ને સઘડી વાત કહે.
સંતો માને ન એ વાત,કેમ થાય સમજે ના આ કરામત.
ફરી આપે બમણું અન, કહે માને ના મારું મન.
શીવને શાદ કરે, પહેલાં તું અમને યાદ કરે.
આજ પધાર્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ,
સંતો ને ન આવે વિશ્વાસ.
અઢીયો સાથે દોડતા જાય, પ્રભુ ને સામે દેખી અતી હરખાય.
ગુરુ શિષ્યના ચરણ પડે, કહે અમને મિથ્યાભક્તિ નું અભિમાન નડે.
પ્રેમ ભક્તિમાં પ્રભુ પ્ધારે,કહે "નર"સહુના દુઃખડા હરે.
નારાણજી જાડેજા ગઢશીશા
"નર"
મુન્દ્રા કરછ
સારથિ
હે! કાનુડા આપ પાર્થ ના સારથિ બન્યા. એક વાર ફરી મારા પણ સારથિ બની જાઓ.
મારે કુરુક્ષેત્ર નો યુદ્ધ નથી ખેલવુ. સંસારમાં સત્ત કર્મના મારા મન રુપી અશ્વો ના હાંકવા ને આપ સારથિ બની જાઓ.
એવી જીત નથી જોઈતી જેમાં મારા જ સ્વજન નો લોહી હોય.
મને તો ત્યાં લઈ જાઓ શ્યામ જ્યાં હું લોકોના હ્રદયમાં જીતી શકું.
મારા આ શબ્દો ની ગાથાને માધવ આપ ભલે ગીતા ન બનાવો.
આ શબ્દ શણગાર માં હું નિયમિત આવતો રહું અને કાન તારી ભક્તિ ગાન કરતો રહું.
બનસીધર હું જાણું છું મારા કર્મ એવા નથી કે સ્વર્ગમાં સ્થાન મળશે.
આપ સારથિ બનજો અંત કાળે કે હું આવતા જન્મે તો મુક્તિ પામુ.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
Date 12/07/2019
ધરતી
ધરતી કરે પુકાર અરજી સંભાળો મેઘરાજા.
સુકી ધરા ના રહેવાસી અમે દિલના છિએ રાજા.
વિલંબ ન કરો સુકાય છે ધરતી પુત્રોનો ચહેરો.
ક્યાં લગી આમ આકાશમાં આંખો ભરશે પહેરો.
ધરતીના દિકરો આજ કરે ચિંતા આપ તું કોલ..
વરસાદ વિના કેમ ઉપજ થાસે ભાંગી પડે મોલ.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
ઝુરાપો
તાત તારો આ આભ જેવો ઝુરાપો હવે મુજથી જોવાતો નથી.
ના કરો એટલી ચિંતા, આંખના દરીયા ના આંસુ જોવાતા નથી‌.
ભલે અમે ચાર ચાર બેનડી, અમે આપના વ્હાલથી વધું માંગતા નથી.
ના માંગુ હું ગાડી ના હું માંગુ મોગી સાડી, પાનેતર શિવાય કશું જોઈતું નથી.
દિકરો આજ ઘડપણમાં સાથ દેતો નથી, ત્યારે દિકરી માં બાપનો હાથ મુકતી નથી.
નર કહૈ દિકરી છે ઘરમાં હસતી હોય, આ ઝુરાપો એને ઘરે જતો નથી.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ
Date 02/07/2019
કૂંપળ
એ આભલા તું મેહુલા ને કે આજ કાનમાં રે.
વરસી જા હવે વાત સમજી જા તું સાનમાં રે
ધરતી માતા પાસે નથી પાણી ! છે ત્રાણમા રે.
વરસીને કુદરત તું બનાવી દે સાગર રણમાં રે.
ગુમાવ્યું વૃક્ષોએ શણગાર પાનખર ઋતુમાં રે.
કૂંપળ ફૂટી નીકળેને ઉમંગ થાય જંગલમાં રે.
નવા વસ્ત્રો પહેરીને વનરાજી નાચે મોજમાં રે.
નર કહે દેખાયા વાદળો વિશ્વાસ એ વાતમાં રે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
Date 30/06/2019
ભાષા
ભાષા જોડે મન, તો ભાષા તોડે મન.
ભાષા બેસાડે પાટ, તો ભાષા અપાવે ખાટ.
ભાષા લાવે માન, તો ભાષા લાવે અપમાન.
ભાષા ભાઈનો ભેગા કરે, ભાષા કરે કુટુંબમાં ફોટ.
ભાષા અપાવે શ્રધ્ધા, તો ભાષા અપાવે ભ્રમ.
ભાષા અપાવે સુખ, તો ભાષા અપાવે દુઃખ.
ભાષા હૈયા ને ઠારે, તો ભાષા જ હૈયા ને બાળે.
ભાષા અશ્રુ લુછે, તો ભાષા વહાવે આંખ ના નીર.
નર કહે એવી વાણી રાખીએ ખુદ ને સંતોષ હોય,બીજાને પણ શીતળ હોય.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
Date 27/06/2019
ઇશારો
ઊગ્યો તું આજ વાદળ વચ્ચે છતાં બફારો થાય છે.
સુરજ તો નહીં સમજે પણ વાદળ તું સમજદાર છે.
ઈશાન કોણમાં વીજળીના ચમકારા વારે વારે થાય છે.
ઉત્તર નો વાયરો વાયો આ મેહુલા તાર આવાનો ઇશારો છે.
વહેલી પરોઢેથી મોરલો પણ ટહુકાર પર ટહુકાર કરે છે.
કાળી કીડીઓ પણ પોતાના ઈન્ડાઓ લઈ ઉપર ચડે છે છે.
તું આવી તો જા વ્હાલથી વધાવવા આતુર સહું હૈયા છે.
કહે પ્રિયતમા ને સમજી જા પ્રેમમા પલળવાનો ઇશારો છે.
નાના મોટા ગેલમાં આવી વર્ષારાણી તારા ગીત ગાવાના છે.
પાણી બેઠા બેઠા દેડકા સંગીત પુરાવા ટ્રાઉ ટ્રાઉ કરવાના છે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
Date 25/06/2019
એંધાણ
મોબાઈલ આવ્યું જ્યારથી નવી વિજ્ઞાની શોધમાં.
બન્યું દુર્લભ આજ માનવી મળવું પ્રત્યક્ષમા .
જન્મના એંધાણ આપે આજ લોકો ફોનમાં.
નવજાત ને ગમે ગીત રોજ હવે સ્માર્ટ ફોનમાં.
ભણતરનો ભાર ભુલી રમત રમે મોબાઈલ માં.
કહ્યું ન માને વડીલોના ફરે આજ યુવાન ગુમાનમાં.
આ દુઃખના એંધાણ વર્તાઇ રહ્યા સમાજમાં.
ભુલ્યા ભાન લોકો જુઠાણું વધ્યું હવે ફોનમાં.
કઈ દિશામાં લઈ જશે કંઈ નથી એંધાણ આ ફોનમાં.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
Date 23/06/2019
તાલ
મન કર્મ ભક્તિમા તું એક તાલ થઈ જા.
સૂર સુખ દુઃખના ને એક તાલ લઈ જા‌
જીવનના ટ્રેક પર તું એક તાલ માં ચાલ જે.
સમસ્યાનો ઉકેલ માટે તું ભલે ને મથ જે‌.
જીવનના સુર માં સંગીત એને તાલ આપજે.
નર કહે માનવ તું એક માનવનો તાલ બનજે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
Date 22/06/2019
સભા
સભા ભારાણી હસ્તીનાપુર મંડ્યા જુગાર પાઠ .
ધર્મરાજ સાથે બેઠા શકુનીમામાં ખેલાય ચોપાટ.
દાવ પર દાવ રમાય એક પછી સંપતિ લુંટાય .
રાજપાઠ માં ફેકાંય પાસા ને પાસામાં ગીરવી મુકાય.
ધર્મરાજ ભુલાયા ધર્મ ચાલ ચાલે આજે અધર્મ.
દ્રોપદીને હાર્યા પાંડવો ને હસતાં હોય નરાધમ .
ભાન ભૂલયા દુર્યોધને દુસાસન અને સભા ગણ .
ખેચી કેશ ભર સભામાં દ્રોપદીના થાય વસ્ત્રાહરણ .
ચક્ષુ ધારી અંધ બની જોય અબળા પર અત્યાચાર.
પિતામહ ભીષ્મ દ્રોણ વિદુર થયા કેમ આટલા લાચાર.
બાહુબલી ભીમને ધનુર્ધર અર્જુન સામે સ્ત્રી થઈ નિરાધાર.
લાજ બચાવવા દ્રોપદી શ્રીકૃષ્ણ ને કરે પુકાર.
પ્રેમ ભક્તિથી પ્રસન્ન થઇને પુરે ચિર હજાર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
Date 18/06/2019
ધારા
શિવજી બાંધે જટામાં ગંગ ધારા.
ભગીરથ લાવે ધરા પર ગંગ ધારા.
ભર ભાદરવે વહેતી નદીમાં ધારા.
માત પિતાની વહેતી સ્નેહ ધારા.
એક શક્તિ ધારા,એક ભક્તિ ધારા.
એક અડગ ધારા,એક પ્રેમ ધારા.
માનવ માનવ વચ્ચે વહેતી રક્ત ધારા.
ગરીબના ઘરે વહેતી દુઃખની અશ્રુ ધારા.
રથના ચક્ર ની જેમ ફરતી સમય ધારા.
નર કહે અવિરત વહે કવિની રસધારા.
એક ત્રસ્ત ધારા, એક લાગણી ધારા.
એક કાળ ધારા, એક પુલકિત ધારા.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
વાચા
વાચા વચન અને વહેવાર થી કરે સત્કાર.
નર કહે એવા લોકોને સત્ સત્ નમસ્કાર.
નથી વાચા પશુ પક્ષી ને છતાં રહે વફાદાર.
વાચા વાળા વાતે વાતે કરે તકરાર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
પૂજન
પીપળે પૂજન કરી પિતૃને પાણી પાય.
ઘરમાં ઘરડા માં-બાપ ને પાણી ન પાય.
મંદિરમાં પૂજન કરી સો જણ ના ભંડાર ભરે.
ઘરડાં ઘરમાં માત પિતા મહેનત કરી પેટ ભરે.
સવારે ગાયનું પૂજન કરે એના નામે ડાયરા કરે.
પણ પાંજરા પોળ માં ગાય ચારા માટે મરે.
નર કહે આવા પૂજન કર્યા તો શું? જેમાં ધર્મ નહીં લગીર,
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
Date 11/06/2019
☀🌊🌧⛈મેઘ🌩🌨🌈
જેઠ મહિનો ને ઊકળે સાગર નીર,
ખારા ને મીઠાં કરવા ઉડે ગગને નીર.
પવન પોટલી બાંધી લાવે મખમલી વાદળ
ભીની ભીની સુગંધ હૈયું કરે અધીર.
મેઘ વાદળ હવે તો કરો મંડાણ!
થયા દિવસે જોને આ રાત કેરા ઘેરા અંધાર.
મેઘ જોને રસ્તો દેખાવા વિજ કરે પ્રકાશ,
તારી આતુરતામા ગાજે આખુ‌ આકાશ.
મેઘ તને જોઈ મોરલા કરે ટહુકાર,
નાના બાળકો કરે હોંશે હોંશે સત્કાર .
યુવાન વયે પ્રેમ અનેરો પ્રગટે,
મેઘ તારા પાણી જ્યારે દેહ એના ભિંજવે.
ખેડૂત ગેલમાં આવી ખેતરમાં જાય,
પશુ પંખીડા ભેગા મળીને સુખથી જીવે.
નદી નાળા બે કાંઠે વહેવા લાગે,
ધરતી પર હરિયાળા વૃક્ષો હરખાય.
નર કહે મેઘ વરસી જજે મન મૂકીને,
માનવ માણી લે મઝા પછી ન પસ્તાય.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
Date 06/06/2019
પર્યાવરણ
બીજ કહે મને અંકુરિત થવા દો, હું આવરણ આવતી કાલનો .
આજ ધરતીના ખોળે મોટો થઈ,
હું છું સુંદર વૃક્ષ આવતી કાલનો.
મને ભલે ને આપજો થોડું પાણી,
હું વર્ષા સાથે હિસાબ આપીશ કાલનો.
ભલે થોડું ખાતર આપજો હેતનો,
હૂં મીઠો ફળ એક દિવસ આવતી કાલનો.
કઈ ના આપો તો પણ ચાલશે પણ વગર વાંકના કુહાડી ના ઘા નહીં આપનાં.
હું આપતો રહીશ માનવી તને પ્રદુષણમા માં જીવનદાન ઉચ્છવાસમાં.
હું ધરતી નો શણગાર હું વર્ષા નો આધાર, પર્યાવરણ વિના નહીં પૃથ્વી છે લાચાર.
મને કાપી તું તારા બાળકોને ન કર નિરાધાર, વૃક્ષ છે તો પર્યાવરણ.
નર કહે નહીં તો ધરતી થાસે વિરાન, જીવ નહીં મળે મર્યા પછી સમસાણ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
Date 03/06/2019
જુદાઈ
જગતમાં વસમી છે દિકરીની વિદાય,કાળજાના કટકાની નથી સહેવાતી જુદાઈ.
આંખે આંસુના સાગર છલકાય,
વ્હાલી સખીયો સાથે આવે જુદાઈ.
આંસુ વહે ઉભેલાં દરેકની આંખમાં, પિતાનું હૈયું પડી જાય એવી આ જુદાઈ.
ગામનો પાદર રોય રોય ગામની શેરી, બ્રહ્મા જો હોય ધરતી પર તો
એ ના સહી સકે આવી જુદાઈ.
નર કહે પથ્થરની મૂર્તિ ને પણ એમ થાય હાથ પકડી લઉં ના કરુ દિકરી ની પરીવારથી જુદાઈ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
ચિરાગ
કોઇને કાજ ચિરાગ બનું તો એવું બનુ, ખુદના અહમ ને પ્રગટાવી જીવનમાં એની રોશની બનું.
અમીરના આંગણે તો રોજ દિવાળી હોય, મારે તો એક ઈરછા ગરીબના ઘરનું ચિરાગ બનું.
એના જીવનમાં હજી શિક્ષણના અંધારા છે, બની શકે તો અક્ષર જ્ઞાનના પ્રકાશ માટે હું ચિરાગ બનું.
એને આંગણે પણ ઉજાસ ફેલાય,નર કહે ક્યારેક હું પણ એ ચિરાગનો આસરો માંગુ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
ગુજરાતી
ક થી જ્ઞ સુધી અક્ષરનાદમા વહેતી,
મારી મધુર મીઠી ભાષા ગુજરાતી.
કાના મંતરથી કામણ પાથરતી,
સ્વર વ્યંજનનો સંગ કરતી ગુજરાતી.
છંદ અલંકાર અને સંધિથી સજાવતી,
કવિ લેખક ની પ્રિયતમા ગુજરાતી.
પ્રાંતે પ્રાંતે લય અને લહેકો બદલતી,
છતાં સવથી વ્હાલી મને ભાષા ગુજરાતી.
મન મોજીલા માણસ એટલે ગુજરાતી.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા,કચ્છ.
સાહસ
શક્તિ અને સાહસ થી સૂર્ય ને મુખમાં ધારણ કરે કેશરીનદન.
સધ્ધા અને સાહસથી સો યોજન સમૂદ્ર પાર કરી ગયા હનુમાન.
અભિમાનની સોનેરી લંકા ને અભિજિત સાહસથી કરી દહન.
પ્રેમ ભક્તિના સાહસથી હિમાલય પર્વત લાવી દે મારૂતિ નંદન.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કચ્છ
👬 સંગત 👬
માટી મેલાં હોય અંગ, સાથે રહેતા મિત્રો સંગ.
ખેલ માં ખેલાતા જંગ, ડેલીએ લાગે ડાયરાના રંગ,
દિવસ હોય કે રાત, શેરીએ શેરીએ કરતા ઉત્પાત.
પછી ભલે ને વઢે માત, તોય દેખાળતા દાંત.
વાત કરે નર અંગત, આ સંગત ની યાદ રહે અનંત.
હવે કોઇ નથી ગમત, પાછા મળેપળ એ મન્નત.
નારાણજી જાડેજા
"નર"
મુન્દ્રા, કરછ.
ઇરછા
આ ઇરછાઓ નો અંકુર ફૂટ્યા કરે,
પાણી ખાદ વિના અનંત વધ્યાં કરે.
જીવન ઝાઝું ટકે એવી ઇચ્છા કરે,
જીવ જાતાં જાતાં સ્વર્ગની ઇરછા કરે.
ઇરછાના બાગમાં ફૂલો ખીલ્યાં કરે,
ફળ અને પર્ણ પાકી ને ખરયા કરે.
નર કહે ઇરછમાં જીવ ભટક્યા કરે,
લખ ચોરાસી ફેરા ફર્યા કરે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા,કરછ.
પ્રેરણા
પ્રેરણા સાહેબજીની સાહિત્ય ને આપ્યું સન્માન.
આપું કવિતા ને મુજ જીવનમાં ઉત્તમ સ્થાન.
સુખ દુઃખના દિવસો લઈ લખું હૈયાના ગુણગાન.
ગુરુ મળ્યા શબ્દ શણગાર થકી પુરાં થયાં અરમાન.
અટકવાનું નથી મારે ભરવી છે ઊંચી ઉડાન.
પ્રેરણા આપની થી મહેંકી ઉઠે બાગબાન.
સદા આપનું સ્થાન રુદિયામાં રહે માગું એ વરદાન.
નારાણજી જાડેજા
" નર "
મુન્દ્રા,કરછ.
વેદના
મનખની વેદના સમજનારા હાજર મળી જાય છે.
અબોલાની વેદના સમજનારા બહું ઓછાં મળે છે.
અહીં ભોજનમાં અનેક અન્ન અને ફળો મળે છે.
કેમ તોય આ જીવ હજી અન્નમાં ભળે છે?
નારાયણજી જાડેજા
નર
મુન્દ્રા
ચપટી
શાંત ક્લાસમાં ભણતા ચપટી વાગે ને બીક લાગતી.
ચહેરા એક બીજા ના જોઈ કોના માટે ચપટી વાગી?
શિક્ષક આવી બે ઝાપટ મારે કેમ ન સંભાળી વાત મારી.
કહે ચપટીમાં ઘર ભેગો કરી દઈશ જો ધ્યાન ન આપીશ.
તારા માં બાપ ચપટી ચપટી પૈસા ભેગા કરી કહે તૂં ભણીશ.
તું અહીં આવી મોજ મસ્તીમાં શું? બધું ઉડાળીશ‌.
નર કહે સમજી જા ગુરુ આજ્ઞા,
નહીં તો ચપટી ચપટી માટે એ વલખીશ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
હોળી
રંગ રંગીલી નેર હોળી આવી,
ખુશી જો અવસર ખણી આવી.
ફગણ જો મેણુ મથે અજવારી હલે,
સીમ જે સેળે ખખરે તે કેશુળો ખેલે.
વાટ પૈયો નેરે કેર અચે ને આવું અચા.
આ ભેગો ભેરી કેશરીયો થઈ આવું નચા‌.
ભુલી વેયા અઈ મળે ભેરુ કેશુળો કે કી.
સચો રંગ એનજો શરીર કે નેમરો છડે દેના કી.
નર ચે નાય ભુલ્યા તો કે અસી,
માની જી મૂંઝવણ મેં શેર મેં વેઠા અસી.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
હોળી
હૈયાના હેતથી સહું રમવાની હોળી.
કેશુળાના કેશરી રંગમાં પિચકારી બોળી.
અબીલ ગુલાલ ઉડાળી મનાવી હોળી.
રંગ રંગીલી પ્રજા મારી ઉજવે હોળી.
ધન ધાન્ય ઉપજે ઘણું ખેડૂતો ભરે બોરી.
છાણાં કપૂરની ગોળી લઈ પ્રગટાવો હોળી.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
મજાક
આજકાલ મોબાઈલને પેટન લોક આખી રાતમાં સુવું છું.
પડી ન જાય મેસેજ પર નજર કાળજી રાખી ને સુવું છું
વોટ્સએપ ફેસબુક એપ્લીકેશન ને પાસવર્ડ માં મુકું છું.
કોઈ જાણી ન જાય મારી અંગત વાત ને છુપાવી મુકું છું.
નથી મારી કોઈ ગર્લફ્રેન્ડ એ વાત હું ભલી ભાતી જાણું છું
છતાંય વાગી ન જાય બેન્ડ મારી એ વાત થી બીવુ છું.
ઘરની બહાર મોટી મોટી વાતો બહાદુરી ની કરું છું
ઘરમાં આવતાં બોલતી બંધ થઈ જાય! છતાં કહે હું ક્યાં બીવુ છું.
નર કહે વાતો મજાક નથી હું આજનો વિચાર કહું છું
મજાક મજાકમાં મને માફ કરશો હું તો હદયની વાત કહું છું.
નારણજી જાડેજા
નર
મુન્દ્રા
અનુભવ
માં તારી મમતાની આંગળી પકડી પહેલી પગલી પાડતાં શિખ્યો હું.
માં આપનાં આવ આવ ના‌ વિસ્વાસના શબ્દે દોડતા શિખ્યો હું.
ભલે નું આજ ભાગતા શિખ્યો અનુભવના આધારે આપથી દુર હું.
શાળામાં ગુરુ મળ્યા કખગ અને અંક મળ્યા શબ્દોમાં કહેતા શિખ્યો હું.
શિક્ષણનુ ભાથું મળ્યું ને અનુભવ જ્ઞાનનો પ્રકાશમાં ઝળહળી ઊઠયો હું.
કહે નર પળ પળ ના અનુભવ માં કંઈક નવું રોજ બરોજ શિખ્યો હું.
નારાણજી જાડેજા
"નર"
મુન્દ્રા કરછ
નજર
નજર રાખજે સદા નિચે જ્યાં સામે હોય પરસ્ત્રી.
આદર રહે સન્માન રહે, નજર સામે રહે માં બાપ.
સત્યના માર્ગે રહું સદા, અસત્ય સામે ઉંચી રહે નજર.
નર કરજો કદર સર્વની, મીઠી નજર રહેશે શ્યામની.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
પંખી
જયાં સુધી દિલમાં ધડકન ચાલુ છે ત્યાં સુધી હું આપનો છું.
પાંજરા ના દ્વાર ખુલશે ને પ્રાણ પંખી બની ઉડી જવા નું છું.
નામ મારું સર્વ નાં મુખે હોય એ નામ બદલીને જશે.
જે નામથી હોંકારો આપ્યો હશે એ દેહને લાશ બનાવી દેશે.
પ્રાણપંખેરું ઉડી ગયો અનજળ પુરાં થયાં એમ કહેતા હશે.
અંતર અજીજ મારા દેહ પર હાથ ના હથોડા મારતાં હશે.
આંખે ગંગા જમના વહેતા આક્રંદ આકાશમાં ગુંજતા હશે.
દિવસે દિવસે યાદ બની માળાના પંખી બની વિસરાઈ જશે.
નર કહે હજુ નયનમાં વસ્યા હસો એને મુકતા કેવું થતું હશે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
સરસ્વતી🎼
શબ્દોમાં રહેલી પ્રચંડ શક્તિ નું સ્વરૂપ એટલે માં આપ સરસ્વતી.
ગીત ગુંજનમા રહેતો અંતરનો હાર્દ એટલે માં આપ સરસ્વતી.
સંગીતમાં સુર સપ્તમ સ્થાન એટલે માં આપ સરસ્વતી.
વાણીમાં મીઠાશ વિનમ્રતા એટલે માં આપ સરસ્વતી.
વિદ્યા જ્ઞાનનો મહાસાગર એટલે માં આપ સરસ્વતી.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
બપોરે
સૂર્ય તું બપોરે આવને તો મારો જ પળછાયો શરમાઈ જાય.
ખીલેલા ફૂલ પણ તને માથે જોઈ કેવા કરમાઈ જાય.
બળતાં બપોરે રોડ રસ્તા પર જાણે સાપ સૂંઘી જાય.
માણસ જો દેખાય ઠંડા આઇસ ગોલા ખાતા દેખાય.
નર રહે એંસી વાળી ઓફિસમાં ને બપોર ને ભૂલી જાય.
મજબૂર મંજૂર ખુદને સૂર્ય ના હવાલે કરી પરસેવે ન્હાય.
ભર બપોરે એના બાળ તડકે હિંચકા ખાય.
ગરીબીમાં એના કાળા પડેલ ગાલે હાસ્ય છલકાય.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
ઉડાન
સાહિત્યની "અનંત" ઉડાન ભરવાની છે તારે.
શબ્દોની રચનામાં સરસ્વતી વસે છે તારે.
નર તને ગર્વ છે અનંત રહે એ ગૂરુ ભાઈ તારે.
નથી પાંખ આપ્યાં છતાં ઉડાન ભરવાની તારે.
આ શબ્દોની સજાવટ કસબી છો,
બનવું સિતારો તારે.
નર કહે જ્યારથી સંગ મળ્યો શબ્દ શણગારનો ઉડાન ભરવી મારે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
કર્મ
પ્રભાત ના પ્રહરમાં ભાથું લઈને જા, માનવ તું કર્મ ને કાજે તારા ભુખ્યા ન રહે બાળ.
ગીતામાં ભગવાન કૃષ્ણ કહે કર્મ કરે ફળ પાવે અપાર, હું બેઠો લઈ તારી સંભાળ.
ઈમાનદારીથી રોજી રોટી લેજે ન કરજે કોઈ પર અત્યાચાર,કર્મ ના લેખાંજોખાં લેવાય.
પરીવાર નું પેટ ભરજે ભુખ્યા ન કોઈ અતિથિ ન જાય‌, જે મળે સરખા ભાગે વહેંચી ખાય.
કહે નર સંસાર ના સઘળાં કર્મ ના હિસાબ અંત કાળે લેવાય, આ વાત જો જો ન ભુલાય.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
પતિ
પરણીને તું પતિ થયો,
પતિ થઇ ને તું બદલી ગયો.
સુખના દિવસો સાથે હતો,
હવે ક્યાં ગાયબ થઈ ગયો.
પોતાના ને પારકા તે કર્યા,
મિત્ર તારા વિના એકલાં થયાં.
નહીં આવડતું તને જે ઘરના કામ,
એ કામ કરતા પણ સીખી ગયો.
મોટા મોટા દિગા ફેંકતા હું કરું એ થાય,
સિંહ માંથી શિયાળ બની કશું એ ન થાય.
જે ક્યાં નમે કોઈ નું માને નહીં,
એ પતિ જાય જો પત્નીનું કહ્યું ન થાય.
બહાર બાયું ચડાવી ગામ ફરે,
ઘરમાં બધું પુછીને કામ થાય.
નર કહે આ પતિ પત્ની નો પ્રેમ,
એમાં હાસ્ય અને આનંદ હોય.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
મજૂર
મંજૂર મુજને મજૂર બનવું પણ નહીં મજબૂર.
સવારે સૂરજ જાગે એ પહેલાં હું થઈ જાઉં હાજર.
અડધો દેહ ખુલ્લો પગ માં નથી પગરખાં ને તાપ અપાર.
હું ભલે ભુખ્યો રહું પરિવાર લે સુખનો ઓડકાર.
વરસાદે છાપરું પણ રડે બની પાણીની ધાર.
શિયાળામાં શિર પર ઠુંઠવાઈ કાયા માથે પડે ઠાર .
મજૂરની મહામહેનત થકી આ શેઠ બંને શાહુકાર.
નર કહે આ સરકાર રમે રાજ‌રમત મજૂર બંને બેકાર.
નથી સાંભળતાં કોઈ ગરીબને બની જાય લાચાર.
રોજ સવારે બાળ એના શાળા એ જાય કરે એ વિચાર.
અમે વેઠવી પીડા તમરો સુખમય બને સંસાર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
પ્રભાતે
આજ પ્રભાતે પાદરે ફરતા ફરતા યાદ તાજી બાળપણ ની થઇ ગઈ.
કેશરી લિયાર ને લચકતા જોઇ મામાના ગામની યાદ આવી ગઈ.
મીઠી લાલ આંબલી પીળી મધમીઠી રાયણ ફરી આંખે આવી ગઈ.
કેરીના કટકા ને મીઠું મરચું ભભરાવી ખાતા એ જીભ જાગી ગઈ.
જાણે મોટા થયા ને નાનપણની બધી વાત જ ભુલાઈ ગઈ.
નારાણજી
નર
ગઢશીશા, માંડવી, કચ્છ.
અડગ
પ્રભુ જગાવે જીવ તને પ્રથમ પ્રહરમાં, બ્રહ્મ મુહૂર્તમાં તું જાગજે.
રોજ પરોઢિયે રામ નામ નું સ્મરણ તું કરજે, પ્રેમે હરિ નું ગુણગાન તું ગાજે.
સત્ય વચનમાં તું અડગ રહેજે,સુખ દુઃખમાં સહું ને તું સાથે રહેજે.
માં બાપ ના ચરણોમાં તું નિત શિશ ઝુકાવી, સગાં સંબંધીઓને તું સાદર પ્રણામ કરજે.
આવેલા અતિથિને તું આવકાર દેજે, ભટકેલા ભુખ્યા ની ભાળ તું લેજે.
દરેક જીવમાં શિવ વસે છે વાતને તું જાણજે, પશુ પંખીડા ને ધાસ ચણ તું આપજે.
આ બધા વચનમાં તું અડગ રહેજે, જીવન તારું પ્રભુ ચરણ તું કરજે.
આ યમ નાં ફેરા અડગ જીવ તું જાણજે, કહે નર સંસારમાં દેહ પંચમહાભૂતમાં વિલિન થાશે.
હજુ સમય બાકી છે તું ચેતીને ચાલજે, પછી ભલે ને તું સ્વર્ગ તું માણ જે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
સ્થિતપ્રજ્ઞ
સિધ્ધી શક્તિ ને સમજણ તેને જઈ વરે જે સ્થિતપ્રજ્ઞ હોય.
સુખમય સહું નું જીવન જાય એવું અંતરનું ચિંતન માત્ર સ્થિતપ્રજ્ઞનુ હોય.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
શિલ્પી
ઇશ્વર આપ શિલ્પી આપ ચિત્રકાર, આપની હર‌ રચના અપરંપાર.
અનંત ગગનમાં કેવા અદભૂત બનાવ્યા નવ ગ્રહ ગોળાકાર.
તારાં મંડળમા આપી આકાર પહેરાવી દિધા અલગ-અલગ અલંકાર.
ક્યાંક વલયો તો ક્યાંક રંગોના ભંડાર તો ક્યાંક શિતળ ચંદ્રકાર.
હે શિલ્પી એ બધું સમજાઈ ગયું પણ ક્યાંથી લાવ્યા જલધાર.
જળચર ખેચર અને ભુચર જીવો ને ઘાટ ઘડિયા વંદન તમને રચાનાકાર.
આપની અલોકિક ફુલો ની પાંખડી અને વૂક્ષ વેલા નો નહીં પાર.
નર કહે આજનો આ માનવી ઇશ્વર નું શિલ્પ બનાવી કરે આડંબર.
અભિમાનથી અંતર મન ભરેલા ને ક્યાંથી થાય પ્રભુના સાક્ષાત્કાર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા, કરછ
અજનબી
માં ! એક આપ આળખીતા હતાં જ્યારે જન્મ મારું થયું , આખું જગત મારા માટે અજનબી હતું.
શૈશવની શાળા અને મિત્રો સાથેના મેળાવડામાં પ્રથમ મુલાકાતમાં સહું કોઈ અજનબી હતું.
કોઈ એક અજનબી આવી મારી જીંદગીમાં પહેલીવાર અને જીવનસાથી એનું બનવું હતું.
કર્મ અર્થે માંડયા પગલાં પહેલા ઓફિસમાં દરેક ચહેરા માટે હું અને મારા માટે એ અજનબી હતા.
કહે નર જ્યારથી જોડાયા શબ્દ શણગાર માં એ પહેલાં આપ સૌ કવિ લેખક મારા માટે અજનબી હતા.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા, કરછ.
સાગર
સાગર તમારી કૃપા અપરંપાર, તુંજ હૈયામાં નારાયણનો પ્રેમ અપાર.
તારા થકી શિવ થયા નિલકંઠ ધારી, અમૃત લઈ મોહની બન્યા મોરારી.
સાગર આપે આપ્યાં નારાયણ ને નારી, માતા જગતમાં કહે લક્ષ્મીજી કૃપા સારી.
ઈન્દ્ર ને ઐરાવત આપી કૃપા વરસાવી,સાગર તમે તો કેટલીય નાવ બચાવી.
સાગર તારા ઉંદર માં સર્જન થઈ સૃષ્ટિ સારી, વાદળ સ્વરૂપે તમે વરસવો વારિ.
કરે નર વંદન તુંજ ચરણોમાં વારી વારી.સદાય સહાય કરજો જલધારી.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
અરમાન
અંત સમયમાં ઊરના અરમાન અધુરા રહી ગયા.
મળવું હતું પોતાના સ્વજનો સાથે એ અરમાન રહી ગયા.
બાકી રહી ગઈ તમન્ના એ શિખ આપી ગયા.
જીવનમાં જે આજે એ જ સત્ય એમ કહી ગયા.
હસતાં કહેતા કેમ હું નથી કોઈનો બધાં પારકા થઈ ગયા.
પૈસા ખાતર કેમ છો પુછનાર અંત કાળે પડખું ફેરવી ગયા.
કહે નર આ બધા અરમાનો આત્મા જોડે ગયા.
દેહને સહું માટીમાં ભેળવી વાત સગળી ભુલી ગયા.
ન જાણે કેટલાય અરમાન એમના દફન થઈ ગયા.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા, કરછ.
વિકાસ
વિજ્ઞાનનો વિકાસ થયો અને વિવેક નો વિનાશ થતો જોયો છે.
નાના કુમાર ને મોબાઈલ પર કરતબો કરતા જોયો છે.
કહ્યું ન માને માં બાપ નું મોબાઈલ કે ! એમ કરતો જોયો છે.
વિકાસ ને નામે રૂપિયો બેંકથી એ.ટી.એમ ફરતો જોયો છે.
આજનું નાણું કાર્ડમાં અને ઓનલાઇન થતો જોયો છે.
વિકાસે આપણા ગૃપ ને એક તાંતણે કરતાં જોયા છે.
વિકાસ તે ક્યાંક આશ તો ક્યાંક નિરાશ કર્યા છે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
સ્ત્રી
સ્ત્રી તું શક્તિ સ્વરૂપા, તું જગદંબા માં.
સ્ત્રી તું ધરતી પરની પાલનહાર, તું અન્નપૂર્ણા માં.
વિદ્યા વાણીની તું ભંડાર, તું સરસ્વતી માં.
સ્ત્રી તું ત્યાગ ની મૂર્તિ, તું વનની સતી સીતા માં.
સ્ત્રી તું પ્રેમનું પ્રતિક, તું મીરાંબાઈ તું રાધા માં
તું જગત જનની, તું વિકરાળ સ્વરૂપ કાલી માં.
સ્ત્રી તું આર્થિક સ્થિતિ કરે સંભાળ, તું લક્ષ્મી માં
સ્ત્રી તું પરિવાર ની પીડા હરનાર, તું જ બાલુળાની માં.
નર કહે વંદન નાર ને, તું નારાયણી નમે તુંજને માં.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
પ્રભાવ " માં "
માં ! આપની અનુકંપા એ આજ હું જગતમાં જીવન વિતાવું છું
નથી કોઈ મને રૂઆબ હું આપના ચરણમાં શીશ ઝુકાવુ છું.
મારી માટે આપ જ પ્રભુ આપની સેવા માં જીવન વિતાવું છું.
સમભાવ રહે સદા સર્વદા ભાઈઓમાં એ હું માંગુ છું.
ક્યારે ન રહે મારું એવું પ્રભાવ કે દુર કોઇથી હૂં છું.
માં આપનો હેત ભાવ રહે બસ એજ હું ચાહું છું.
નર કહે મારી વાણીમાં હોય પ્રભાવ અભિમાનથી અંતર રાખું છું.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
ઠોકર
🐜 કીડી કહે ખાધી ઠોકર ઘણી એમજ આ અન્નના દાણાના નથી થયા ધણી.
🕊પંખી કહે ઠોકર મળી ઉડાન તણી એમજ આકાશ ના નથી ધણી.
🌳વૃક્ષ કહે ખાધી ઠોકર ભુલકાઓ ના પથ્થરની છતાં કરી ફળની લ્હાણી.
🚶🏻કાયર માનવીને ઠોકર મળી તો અમુલ્ય જીવને ભુલી તેને તુચ્છ ગણી.
કરે આત્મદાહ નો વિચાર, નાના અમથા જીવ કષ્ટ ખાઈ જીવે એ આવી વાત સુધા ન જાણી.
નર કહે ઠોકર ખાધા વીના બાળપણમાં ડગલાં ભરવા પણ શક્ય નથી.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
ધૂણી
"ધીંગી ધરા કરછજી ધીંગા તેજા ધામ ."
કરછ ધીંગી ધરા પર અનેક જગાવી ધૂણી,થયા અનેક સુરા ને સંત.
હિંગરીયા ગામે ધૂણી ધખાવી,
સંત શ્રી હરિસાહેબ મહંત.
ધિણોધર ધામે સોપારી પર આસન
બનાવી, શિશ પર બાર વર્ષ તપ કરે સંત.
લાલીયો ને મોતીયો જેની સંગ,
મેકણદાદા રણમાં પાણી પાઈ સેવા કરે સંત.
ધૂણી અલખની જગાવી છે ધ્રંગ,
પર સેવા એ સાચો મનુષ્ય સંગ.
પછમ ધરા માં વસે ગુરૂ ગીરનારી દત્ત,
પ્રથમ પ્રસાદ આરોગે લોંગ આવું સત્ત.
જેસલ કરછ નો તાત, તોરલ દે તારી દે અલગધણી ના નામે જાડેજા થયા સંત જગ વિખ્યાત.
નર ધન્ય આપ વસો છો એ ધરા પર, જ્યાં ધૂણી જાગતી દિન રાત.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
વૈશાખ
સમીર મસ્તીમાં આવી અતી લહેરાય,
વાદળ આંજીને કાજળ આકશ ઘેરાય.
વૈશાખ આવે ને વૃક્ષો ઉમંગે લહેરાય,
કેરી આંબલી ને રાયણ લિયાર લચી જાય.
નવા વસ્ત્રો ધારણ કરી કુંપળ હરખાય,
કાને લીંબુડીના ઝૂમર લટકી જોવા જાય .
વૈશાખી સાથે કોયલ પ્રેમના ગીત ગાય,
સાંભળીને માનવ હૈયા હિલોળા ખાય.
લગ્નની મોસમ મીઠાઈ દાબી જાય,
મળે જો કરછની કેશર તો મોજ આવી જાય.
વૈશાખના વેકેશન મામા યાદ આવી જાય,
ભુલેલુ બાળપણ પાછું યાદ આવી જાય.
નર કહે ખેડૂત નો આળસ ઉડાળી જાય.
વૈશાખ આવે પોતાની શાખ છોળી જાય.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.
ગગન
એ ગગન! આજ વર્ષી જા મારી પિયુ ને કાજ, છે લગ્નની વર્ષગાંઠ.
અજવાળું પાથરી દે છે અંધારી રાત,છે પ્રિત પ્રણયની પામવાની રાત.
આજ ગગનમાં ચંદ્ર નથી, એક ચમકતો તારલો આપ કરવી મિલન વાત.
એ ગગન! ક્યાંક તું વરસી જજે પ્રેમ નું પાણી બની, ભીંજવી દે તપતા હૈયા ને.
વાદળ તારી ઓથમાં થોડી થોડી વીજળીના ચમકારા કરતો રહે,જોતાં રહીએ એના ચહેરાને.
નર કહે ગગન તું સાક્ષી તરીકે સહી કરજે એને નથી ભુલ્યો એ ગવાઇ આપજે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
ભાઈ
માં એક કુખે જુદા પડી પાછા ભેગા થયા એટલે ભાઇ.
સાથે ફરે સાથે રમે, સાથે લડે તોય સાથ ના છોળે એ ભાઈ.
વાત વાતમાં વાંધા કરે, સમજીને સમાધાન કરે એ ભાઈ.
ઘરમાં તારું મારું ભલે ને કરે, સમાજમાં કહે સહિયારું એ ભાઈ.
મનમાં રાખે ના મોટપ, માનભેર મિત્ર થઈ રહે એ ભાઈ.
આંસુ એકબીજાના જોઈ,ખુદની આખું રોય એ ભાઈ.
પીળામા પળખે રહે,સુખ દુઃખમાં સાથે રહે એ ભાઈ.
ભીડ પળે ને ભાર ઉપાડી લે ભય હરે એ ભાઈ.
કહે "નર"એવા નવલખા નસીબ વાળા ને હોય એવા ભાઈ.
નારાણજી જાડેજા
પૃથ્વી
પૃથ્વી તારા ગણું એટલાં ઓછાં ઉપકાર.
પૃથ્વી તારી કલંગીમા સોહે ચંદ્રકાંર.
પર્વત નદી અને વહેતા ઝરણાં ના ઝણકાર.
પૃથ્વી તારા ગણું એટલાં ઓછાં ઉપકાર.
પૃથ્વી તારા સ્નેહમાં હિલોળા લેતા રત્નાકર.
તારા‌ બાગ બગીચામાં ફૂલો પર રહેતા મધુકર.
પૃથ્વી તારા ગણું એટલાં ઓછાં ઉપકાર.
પશુ પંખીડા ઉડાન ભરી આવે અંતે તારે દ્વાર.
જલ જીવોને જીવન આપે તારી કૃપા અપાર.
પૃથ્વી તારા ગણું એટલાં ઓછાં ઉપકાર.
મનુષ્ય જીવનમાં પોષણ કરતા તારા અન ભંડાર.
નર કહે સ્વાર્થી માનવી તને પ્રદુષણમા કરે લાચાર.
પૃથ્વી તારા ગણું એટલાં ઓછાં ઉપકાર.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ
નદી
રડતી આંખે નદી કરે પોકાર.
આમ હું અને તમે કયાં સુધી જીવિત રહીશું
.મારી પવિત્રતા સ્વછતા પર ઉઠે છે સવાલ
.હૈ માનવી મારે તો વહેવું હતું વનરાજી વચ્ચે,
પર્વત ને પેલે પાર મળવું મને જ્યાં અડકે મહાસાગર.
આજ હું બની માનવી તારા કાજે મેલી,
હવે ક્યાં તમારી પ્યાસ બુઝાવુ ! હૂં પોતે છું મુજાવુ.
નથી થાવું મારે આવી નદી .
ખાર બની સુકી જઈશ,કાંતો સાગર ને ભુલી જઈશ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED