Vahal ni Viday books and stories free download online pdf in Gujarati

વ્હાલની વિદાય


શીર્ષક :*વિદાય*
પ્રકાર લઘુ ગદ્ય

નાનું એવું પરીવાર ને ત્યાં લગ્ન ને ઘણાં વર્ષો પછી પણ ત્યાં પારણું બંધાયું નથી. એ જોઈ બંને જણ મનોમન બહું ચિંતિંત રહેછે. એવામાં એને ઘણી બાઘા, ટેકો રાખી દિધી છે. ભગવાન પાસે પણ કહે કે ભલે અમને દિકરો ન આપે તો એક ખોળામાં રમનાર દિકરી પણ આપીશ તો પણ અમે રાજી રહીશું.
ઈશ્વર પણ નિઃસ્વાર્થ ભાવે એની લાગણી સિવકારી‌ લીધી. અપ્સરા જેવી સુંદર કોમળ ફુલ જેવી બાળકીના પિતા અને માતા બનવાનું શોભાગય પ્રાપ્ત થયું. ધીરે ધીરે નાના કંઠ ના રડવાના અવાજે પણ ખુશ થતા. બન્ને ખૂબ વ્હાલથી ઉછેર કરવા લાગ્યા. નાનું એવું પરીવાર પર લક્ષ્મીજીની અસીમ કૃપા હતી.
દિકરી ના લાડ લડાવવા કોઈ ઉલપ આવા ન દિધી. ભણી ગણીને ઉંમર લાયક થઈ ત્યાં તો પિતા પર ફરી ચિંતાનાં વાદળ ઘેરાવા લાગ્યા. જેને પગમાં ફુલ વાગતા પિતા વ્યથિત જતાં એને દિકરી ને સાસરીયા કેમ રહેશે એ દુઃખ કોરી ખાતું.
પિતાએ પોતાની દિકરીને પોતાની પસંદગી ના પ્રિય પાત્ર સાથે શગપણ સંબંધોમાં બાંધી દિધા. સમય ચક્ર પણ તીવ્ર ગતિએ ચાલવા લાગ્યું. દિકરી ના લગ્ન લેવાયાં, પિતા દિકરી માટે જેટલું બને એનાંથી વિશેષ ભેટ સોગાદ લીધી, લગ્ન મંડપ જાણે ઇન્દ્રાસન હોય એવું ત્યાર કરાવ્યું. મહેમાનનું આગમન થવા લાગ્યું . લાડલી દિકરી પોતાની સખીઓ સાથે મીઠી રમૂજ માં મસગુલ હતી. લગ્ન ના ગીતો ગવાઈ રહ્યા હતા, પણ પિતાના આંખે દિવસે પણ અંધારપટ છવાઇ જતો હતો. લગ્ન મંડપ માંડવા વીધી અને ગૃહ શાંતી ના મંત્રો અને હવન ચાલું હતાં. એક બાજું ભોજન સમારંભ ની તયારી કરવામાં પિતા વ્યસ્ત હતા. બીજી બાજુ જાન નું આગમન ની તૈયારી હતી.થોડા સમયમાં તો વરરાજા પણ મંડપમાં આવી ગયા બેન્ડ બાજા સાથે સ્વાગતમાં ફુલોનો અને મોંઘાદાટ અતર નો ફુવારો ચાલુ હતો. વરરાજા ચોરી મંડપમાં આવી બેઠા છે ત્યાં બ્રહ્રામણ દેવતા મંગળ ફેરાની ઘોોષણા કરે છે અને બંને નવદંપતિ લાલ પાનેતર સાથે વરરાજાની પછેડી ના છેડે કુમારીકા સ્નેહના સગપણની ગાાંઠ બાાંધે છે. શુભ ઘડીએ મંગળ ચોઘડિયાં ના અભિજીત મુહૂર્તમાં હસ્ત મેળાપ કરવામાં આવે છે, એના પછી એક પછી મંગલ ફેરા શરૂ થવા લાગ્યાં મહેમાન અને ઘરમાં રહેવા સ્નેહીજનો રુડાં મંગલીયા ચાલું રાખે છે. ત્યાં જ પિતા *નિરુત્તર* થઈ જોયા કરે છે. થોડીવાર માં વસમી વિદાય ની હ્રદય કંપાવતી વેળા આવી ને ઉભી રહી ગઈ.
કાટજાનો કટકો હૈયાનો હાર આજે પોતાનાં થી દુર થઈ રહ્યું છે ત્યારે એની ચારો કોર ગમગીની ફેલાઇ ગઇ છે. વિદાય ગીત ની સાથે દિકરી નો આક્રંદ રૂદનથી દરેક સહેલીની આંખો પણ રડી ઊઠે છે . જેમ શીવજી ના જટામાંથી ગંગાજી અવીરત વહેતો વેણ હોય એમ પિતા આંખોમાં પાણી ફરી વળ્યાં. હજી તો દિકરી ને મળવાનું તો બાકી હતું. ધીરે ધીરે પગલે દિકરી શેરી ને ઝાંપે આવે છે. દરેક ની આંખોમાં આંસું વહી રહ્યા છે. અને દિકરી આવે છે અને પિતા ને ભેટે છે ! પપ્પા પપ્પા કરતાં બાથ ભીડીને રડવાનું ચાલુ કરે છે. એવા આક્રંદ સૂર માં હિમાલય પણ ઓગળી જાય. એમાં આ પિતા ની દશા જોવાય નહિ એવી થાય છે.
સુખી રહેજો સદા સાસરીયા નું ઘર દિપવજો એવે અંતરના આશીર્વાદ આપે છે. આને દિકરી ગાડીમાં બેસીને જાય છે.પોતે લાચાર પિતા બની નિશબ્દ નિરુત્તર થઈ ભીની આંખે દિકરી ની વિદાય જોઈ રહેછે. લાડલી ના સાસરે ગયા પછી પિતા એક ઊંડો શ્વાસ લે છે.

નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા
હાલમાં મુન્દ્રા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED