જૂનું ઘર - ભાગ 5 Divyesh Labkamana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જૂનું ઘર - ભાગ 5




મિત્રો આ વાર્તા નો પાંચમો ભાગ છે

પાછલાા ભાગમાં તમે મનેે ખૂબ સારો સપોર્ટ કર્યો તેના માટે ખૂબ ખુબ આભાર


અમારી મીટીંગ ચાલુ થઈ

મેં કહ્યું"આજનો દિવસ તો ખૂબ જ ખતરનાક હતો મને તો થોડીવાર ડર લાગતો હતો કે હવે શું કરવું ચલો બધું જેવું હતું તેવું જ થઈ ગયું હવે કાલે આજ જેવું ન થાય તો સારું"

કવિતા એ કહ્યું"ભઈલા જો આજ જેવું થયું તેવું કાલે ન થાય તો સારું પરંતુ તો તો કોઈ ચિંતા જ નથી પરંતુ કાલે આવું જ થશે તો શું કરશું?"

‌ હાર્દિકે કહ્યું"મને લાગે છે આપણે તે જૂના ઘરમાં ગયા એટલા માટે જ આવું થાય છે"

માનવ એ કહ્યું"અરે પણ તે ઘરમાં જે જાય તે ગાયબ થઈ જાય છે પરંતુ આમાં તો અહીં તો ઘરમાં જે ગયા હતા તેની સિવાયના બધા ગાયબ થઇ ગયા"

મેં કહ્યું"આ બધી ચર્ચાનો કોઇ અંત જ નથી ચાલો હવે સુઈ જઈએ કાલે જે થશે તે જોયું જશે"

બધા સૂઈ ગયા પરંતુ મને ખૂબ મોડી રાત સુધી ઊંઘ ના આવી અને હું જો આજ જેવુ કાલ થાય તો શું કરવું તેની પ્લાનિંગ બનાવતો હતો આથી સૂવામાં પણ ખુબ મોડું થયેલુ
કોઈ અવાજે મને સવારમાં જગાડ્યો હું ઝબકીને જાગ્યો તો મારી ફરતે સહદેવ તેમજ બીજા બધા ગોળ ગોળ બેઠા હતા અને મને જગાડતા હતા

બધા એક સાથે બોલવા લાગ્યા એટલે હું સમજી ન શક્યો મેં કહ્યું"અરે એક એક કરીને બોલો"


માનવ એ મને કહ્યું"તું તો રોજ જલ્દી જાગી જાશ આજે કેમ‌ મોડે સુધી સૂઈ રહ્યો "

મેં કહ્યું "હું મોડે સુધી કાલ ના વિચારો માં હતો એ બધું છોડો તમે કેમ બૂમાબૂમ કરો છો?"

હાર્દિકે ખૂબ ગભરાહટ થી કહ્યું"કાલની જેમ આજે પણ કોઈ પણ દેખાતું નથી"

મેં કહ્યું "ચલો પહેલાં નાઈ લઈએ પછી વિચારીએ કે શું કરવું છે"

બધાએ નહી લીધુ ચા નાસ્તો કરી લીધો પણ મેં પહેલેથી વિચાર્યું હતું કે આવું થાય તો શું કરવાનું છે

મેં કહ્યું "ચાલો હવે પહેલા જુના ઘર પાસે જઈને જ તપાસવું પડશે"

અમે ચાલતા થયા મેદાન આવ્યું ત્યાં સુધી અમને કોઈ ન મળ્યું અમે ઘરને જોયું તો તે એકદમ ખંડેર જેવું લાગતું હતું તે અમે રમવા આવ્યા તેના કરતાં એક હજાર ગણું વધારે ડરાવાનું હતું

અમે તે જોઈ થોડી વાર તો કંઈ બોલી જ ન શક્યા

પછી મેં કહ્યું"આપણાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે"

બધા ફક્ત હા બોલી શક્યા

સહદેવે કહ્યું"હવે શું કરીશું???"

મેં કહ્યું"હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી ફરીથી તે જ ઘરમાં જવું પડશે"

આ સાંભળી બધા ગભરાઈ ગયા અને તે બધા કરતા માનવ ખૂબ વધારે ગભરાઈ ગયો

મેં કહ્યું"માનવ તને શું થયું ???"

તેને મને કહ્યું"ભાઈ મેં તને કહ્યું હતું ને કે મને કોઈ તે ઘરમાં દેખાણું છે તે જ મારી વાત નહોતી માની"
મેં કહ્યું"તારી વાત સાચી હતી પરંતુ હવે બીજો કોઈ રસ્તો નથી આપણે ઘરમાં તો જવું જ પડશે કોણ કોણ મારી સાથે આવે છે"

મારી વાત સાંભળી બધાએ પોતાનો હાથ ઉંચો કર્યો આ જોઈ હુ ચાલતો થયો બધા મારી પાછળ આવ્યા

અને ઘરની અંદર પ્રવેશયા જેવા અમે પ્રવેશ્યા તો દરવાજો એકાએક બંધ થઈ ગયો તે હવાથી થયો કે બીજા કોઈ કારણથી એની મને નથી ખબર પરંતુ અમે બધા તો ખૂબ જ ગભરાઈ ગયા

કવિતા એ બૂમ પાડી મેં કહ્યું ચિંતા ન કર હવા થી થયો હશે"
પછી અમે અંદરની તરફ ગયા

એ ખરેખર ખૂબ સુમસાન આખા ગામમાં કોઈ જ ન હતું અને અમને બધાને ખૂબ વિચિત્ર અવાજો‌ સાંભળાય રહ્યા હતા હવે તે ગભરાહટ ના લીધે થાય છે કે પછી સાચે જ કોઈ અવાજ આવે છે એની મને જાણ ન હતી

અમે અંદર ના રૂમ સુધી પહોંચ્યા ત્યાં સુધી કોઈ અમારો પીછો કરતું હોય એવું મને લાગ્યું મેં એકદમ પાછળ ફરીને જોયું પરંતુ ત્યાં કોઈ ન હતું

બધા મને પૂછવા લાગ્યા"શું થયું"મે ના મા મોઢુ હલાવી દીધુ અમે અંદર જઈને જેવા ઉભા રહ્યા કે અમને લાગ્યું કે અમારી પાછળથી કોઈ ગયું

અમે પાછળ ફરવા માં એક સેકન્ડ થી પણ ઓછો સમય‌ લીધો પણ ત્યાં કોઈ ન હતું સહદેવ એ તો બહાર જઈને પણ જોયું પણ ત્યાં કોઈ ન હતું

અચાનક એક હસવાનો અવાજ આવ્યો તે અવાજ બાજુના રૂમમાંથી આવતો હતો

અમે બધા ગભરાઇને તે રૂમમાં જવા લાગ્યા હું સૌથી છેલ્લે ચાલતો હતો પરંતુ આ શું મારી પાછળ કોઈએ જોરથી બૂમ પાડી એની બૂમ સાંભળીને હું પણ ખૂબ મોટી બૂમ પાડી ઊઠ્યો

આ જોઈ બધા પાછળ ફર્યા અને મને પૂછવા લાગ્યા બૂમ કેમ પાડી મેં કહ્યું"તમે બધા સાંભળતા નથી મારી પાછળથી કોઈએ જોરથી બૂમ પાડી"

બધાએ કહ્યું"ભઈલા પાછળ કોઈ નથી એવું કઈ રીતે બને"
આ સાંભળી એકદમથી પાછળ ફર્યો પરંતુ હું સ્તબ્ધ બની ગયો ખરેખર પાછળ કોઈ ન હતું મને લાગ્યું કે આ કોઈ મારો ભાસ છે

મેં કહ્યું"અરે હા પાછળ તો કોઈ નથી આ મારો ભાસ લાગે છે ચાલો આગળ"

અમે તે રૂમમાં પહોંચ્યા પણ ત્યાં કોઈ ન હતું
જેવા રૂમમાં પહોંચ્યા ત્યાં ફરીથી કોઇએ બૂમ પાડી
આ સાંભળી બધા બહાર તરફ ભાગવા લાગ્યા આથી મને થયું કે આ બૂમ બધાને સંભળાણી છે

મને પણ લાગ્યું કે અહીં વધારે રહેવું સારું નથી આથી હું પણ દોડવા લાગ્યો દરવાજા પાસે પહોંચ્યા પણ દરવાજો બંધ મેં એને સહદેવે ખૂબ બળ કર્યું પણ દરવાજો ન ખુલ્યો તે ન જ ખુલ્યો બધા અમારી મદદ કરી ખૂબ મુશ્કેલીથી દરવાજો ખૂલ્યો
અમે બધા ભાગી ને મેદાન પુરુ ન થયું ત્યાં સુધી ઉભા જ ન રહ્યાં

મેં કહ્યું"જેટલું વિચાર્યું હતુ તેના કરતાં આ વધારે ખતરનાક છે"

હાર્દિકે કહ્યું"હવે શું કરીશું?"

કવિતા એ કહ્યું"અરે તે પાણી પાવા આવે તે દાદા પાસે જઈએ તે કદાચ હશે કારણ કે તે તો ગામની બહાર રહે છે ને!"

અમે ત્યાં ગયા તેમની ઝૂપડી ગોતી અને છેવટે મળી ગઈ કવિતાની કલ્પના સાચી નીકળી દાદા ત્યાં જ હતા

તે દાદા અમને જોઈને એક ક્ષણ ન ઓળખ્યા પરંતુ પછી તેમને યાદ આવી ગયુ

અમને હાફતા જોઈ તેમને પાણી આપ્યું અમે પાણી પીધુ પછી તેમને અમને બેસવા માટે કહ્યું


મેં કહ્યું બેસવાનો સમય નથી ખૂબ જ ગડબડ થઈ ગઈ છે મેં તેમને માંડીને વાત કરી

તેમણે મને કહ્યું શું વાત કરો છો

મેં તેમને કહ્યું"તમે આ જુના ઘર વિશે કંઈ જાણો છો

"પહેલા તો હું તમને નહોતો કહેવાનો પણ હવે લાગે છે તમને કહેવું જ પડશે"દાદા ગભરાટથી બોલ્યા



વધુ આવતા અંશે.....


આ ઉપરાંત મારી એક youtube ચેનલ છે જેનું નામ youtube technical છે તેના પર હું youtube માં પૈસા કઈ રીતે કમાવવા તેની માહિતી અપલોડ કરું છું તો તમે મને youtube પર youtube technical નામની ચેનલ પરથી સબસ્ક્રાઇબ કરી શકો છો અને મારી સાથે જોડાઈ શકો છો


ધન્યવાદ