નદી ફેરવે વહેણ્ - 12 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નદી ફેરવે વહેણ્ - 12

નદી ફેરવે વહેણ્

વિજય શાહ

પ્રકરણ - ૧૨

બદલાતા નદીનાં વહેણ ને…

સુર પટ્ટણી ને આટલા ગુસ્સામાં સંભવે કદી જોયો નહોતા તેથી સંભવ અને શીલા એ ચુપકીદી પકડી લીધી. મકાન વેચાયુ અને તરત જ ભારત જવાની ટીકીટ લેવાવાની તૈયારી થઇ ત્યારે શીલા અને સંભવની પણ ટીકીટ થઇ. અમદાવાદ ખાતે મકાન લેવાયુ અને ગાયનેકોલોજીની પ્રેક્ટીસ માટે અને હોસ્પીટલ માટે પણ જગ્યા લેવાઇ.

અમદાવાદ જવામાં શીલાને કોઇ વાંધો નહોંતો પણ તેનું આખુ પીયર અમેરિકામાં હતુ અને સુર નું આખુ કુટુંબ અમદાવાદમાં હતુ. તેના સ્કુલ ટાઇમનાં મિત્રો માં ઘણા ડોક્ટર હતા.. સૌ રાજી હતા. સંભવને ગોઠવવામાં જરા પણ વાર નહીં લાગે નહીં એવા કેટલાય ભરોંસા લઇને આવ્યો હતો.

હા વરસે પાંચ લાખ ડોલર સંભવ નહી કમાય..પણ સુરને આનંદ હતો કે તે હવે ડોક્ટરી કરવાનો છે. ઘર ચલાવવાનો છે. પપ્પાના કહ્યા મુજબ ચાલવાનો તેદિવસે એણે પપ્પાને વાયદો કર્યો હતો. સાથે સાથે તેણે મમ્મીને વાયદો કર્યો હતો તે બધા આડધંધા બંધ કરી દેશે.

નવા શહેર.. નવો દેશ અને નવી કાર્ય પધ્ધતિ સામે સંભવને વિચારીને ઉબકા ઘણા આવતા હતા..પણ પપ્પાને પ્રોમીસ આપ્યુ હતુ તેથી પપ્પાએ અમદાવાદ ૬ મહીના રોકાવાનો નિર્ણય લીધો હતો. પપ્પાની સામે જ્યારે જ્યારે તે આવતો ત્યારે ગુનાભાવથી તેનું મન ભરાઇ જતુ હતુ. કદાચ આ છેલ્લો ચાન્સ હતો પપ્પાને તેમની લાગણીઓનુ મુલ્ય ચુકવવાનું.

સીજી રોડ જેવા ભરચક વિસ્તારમાં હોસ્પીટલ માટેની જગ્યા અને બધાજ જુના મશીનો કાઢીને નવી આધુનિક પધ્ધતિનાં મશીનો વસાવાયા હતા. મશીનોનાં મેન્યુઅલો વાંચવાના અને સાથે સાથે ગાયનેકોલોજીનાં માર્કેટમાં નામ જમાવાનું સરળ તો નહોંતુ જ પણ તે પડકાર હતો અને તે પપ્પાનું મન રાખવા કટી બધ્ધ થયો હતો.

તે હોસ્પીટલથી બે કીલોમીટર દુર નવરંગપુરામાં ઘર હતુ. હોસ્પીટલની ઓપનિંગમાં સુર ખુબ જ સક્રિય હતો તેના બી જે મેડીકલનાં મિત્રોએ રંગ રાખ્યો હતો. ડોક્ટરોમાં ફેલાયેલી કમીશન પધ્ધતિ અને વધેલા ભાવો સામે સંભવે ખુલ્લો બળવો કર્યો. અને સારુ અને સચોટ નિદાન કીફાયતી ભાવે કરી તેની જાતને બદલવા માંડ્યો.

સવારે સાતથી સાંજનાં સાત સુધી તે કામ કરતો.જાણે અમેરિકાનો સંભવ અને અમદાવાદનો સંભવ બે જુદાજ સંભવ હતા.

તેનું મન વિદ્રોહ કરતુ હતુ પણ સુરને આનંદી જોતો હતો અને તે વિદ્રોહ હવા થઇ જતો હતો. કદીક સોનીને જોવા અને વાતો કરવાનું મન થતુ હતુ..પણ જીઆને કરેલા અન્યાયો યાદ આવતા અને મન ગ્લાની થી ભરાઇ જતુ. તે સાચા મન્થી ઇચ્છતો કે જીઆ ક્યાંક બીજે લગ્ન કરીલે અને સુખી રહે..પોતના મનની વાતો કરવા તે ઇ મેલ લખતો પણ મોક્લવાનું બટન કદી ન દબાવતો. તેના ચહેરા ઉપર પુખ્તતા આવી ગઇ હતી. તેના જીવનમાં જીઆનું સ્થાન કદી કોઇએ લીધુ નહીં..તે પણ હવે સમજતો થૈ ગયો હતો કે આટલા ધીક્કાર પછી પણ જીઆ તેના હ્રદય્માં થી ગઈ નથી તે તેનો પ્રેમ જ છે ને?

પ્રસંગો ઘટ્યા પણ પડઘાયા નહીં. અમદાવાદમાં ગાયનેકોલોજીમાં તેનું નામ સ્થિર થઇ રહ્યુ હતુ. દાયકો કોઇ પણ પ્રકારના નોંધ પાત્ર પ્રસંગો વિના પુરો થઇ ગયો હતો.

એક દિવસે જીયાનો ઇ મેલ આવ્યો.સથે સોની નાં ઘણા બધા યુટ્યુબ પર મુકાયેલા વીડીયો અને તેની વિકાસની ગાથા વર્ણવતો લાંબો ઇ મેલ આવ્યો અને તેની સાથે તેના ગ્રેજ્યુએશન નું આમંત્રણ આવ્યુ.

સંવાદને તો હસવું કે રડવુ સમજ ન પડી..પણ તે ખુબ જ ખુશ હતો.શીલા અને સુર પણ આ પત્ર વાંચી ખુશ થયા અને પુખ્ત થયેલો સંભવ પહેલી વખત મલક્યો.. ચૌદ વર્ષનો વનવાસ જાણે પુરો થયો હોય તેમ તેણે અનુભવ્યુ..

તેણે સોની નો અવાજ સાંભળવા અને સોની ને જોવા ગુગલ હેંગાઉટ પર ચેટ શરુ કરી.

જીઆ તો સંભવને જોઇને સ્તબ્ધ જ થઇ ગઇ..” માફ કરજે જીઆ હું પપ્પાની સાથે વન વાસે હતો.”

“ પણ સંભવ!.. આ કેવી કાયા પલટ? તુ તો વનમાં આવીને બીલકુલ પપ્પા જેવો દેખાય છે. “

“ પપ્પાનો દીકરો છે તે પપ્પા જેવોજ દેખાયને?” જી મેલનાં પડદે સુર પપ્પા દેખાયા

“ નમસ્તે પપ્પાજી..”જીઆનાં ચહેરાની હસી આજે પણ તેવીજ હતી પણ હવે ચહેરા ઉપર વાળમાં ચાંદી દેખાતી હતી

“ જીઆ સોની ક્યાં?” સંભવ ઉતાવળો થતો હતો

“ પહેલા જીઆની સાથે વાત તો પુરી કર સંભવ..”પાછળથી શીલા મમ્મી એ ટહુકો કરતા કહ્યુ..અને જીઆ હસી પડી..નમસ્તે મમ્મીજી..”

જીમેલ નાં પડદે દેખાતી જીઆ એ ધીમે રહીને માથા પરની સફેદી દુર કરી અવાજ થોડો બદલાયો અને તે સોની સ્વરુપે પ્રગટ થઇ. “ એ તો હું સોની પપ્પા..પ્રણામ દાદાજી અને દાદી મા.” અને પાછળ ફરીને બુમ પાડી “ મમ્મી!...જો આ રહ્યુ તારુ સરપ્રાઇઝ.. પપ્પા બા અને દાદાજી..”

જીઆ અને સોની બે બહેનો વધારે જણાતી હતી રીટા અને સંવાદ નાં ચહેરા પણ જાજ્વલ્યમાન હતા સોનીએ બંને વિખુટા પડેલા કુટુંબને ફરીથી ભેગા કર્યા. કોણ જાણે કેમ સોની સિવાય સૌની આંખોમાં આંસુ હતા.. પશ્ચાતાપનાં અને સ્વિકારનાં.

સોની થોડુક ખીજવાતી બોલી “ એ હવે રોવાનું આજે નથી..આજે તો મારા ગ્રેજ્યુએશ્નમા તમારે બધાએ આવવાની તૈયારી કરવાની છે શું?” ટહુકો બરોબર સંભવની સ્ટાઇલનો હતો એટલે ફરી બધા હસી પડ્યા.

***

સોનીનું ગ્રેજ્યુએશન ચાલી રહ્યુ હતુ. સ્કુલમાં તે વેલીડેક્ટોરીયન સ્પીચ આપવાની હતી.જીઆની બીલકુલ પ્રતિકૃતિ હતી. સંભવ, સુર અને શીલા પટ્ટણી ભારતથી આ પ્રસંગ માટે આવ્યા હતા. સંવાદ જીઆ રીટા પણ હોલમાં હતા.

સોની જ્યારે સ્પીચ આપવા ઉભી થઇ ત્યારે તેનો અવાજ કોઇ પણ પ્રકારની ધ્રુજારી વિના સ્પષ્ટ અને અમેરિકન ઉચ્ચારો થી સભર હતો. તેણે પહેલો આભાર મમ્મીનો અને નાની અને નાના નો માન્યો. પછી શિક્ષકોનો, મિત્રોનો અને અંતે તેના પિતા અને દાદા દાદીનો માન્યો. પછી તેને મળેલી સ્કોલરશીપ અને આઇવી લીગ કોલેજમાં દાદાનું સ્વપ્ન જે પિતા પુરુ ના કરી શક્યા તે સ્વપ્ન પુરુ કરવા તબીબી સંશોધનમાં દાખલ થઇ રહી છે તે વાત બહુ ગરવથી કહી અને કહ્યું તેની સફળતાનું કારણ તેના પપ્પા અને મમ્મી છે તેઓ કાય્દાકીય રીતે જુદા રહે છે પણ મને ક્યારેય લાગ્યુ નથી કે તેઓ જુદા છે. મારો જ્યાં જ્યાં પ્રશ્ન હોય ત્યાંત્યાં તેઓએ એકમત રહીને મને અને મારા ભણતરને જ આગળ કર્યુ છે.

સંભવ સમજી રહ્યો હતો કે સુર પપ્પાને જે આનંદ તેણે તેના બચપણ માં આપેલો તેજ આનંદ જીઆને અને મને આજે સોની આપી રહી છે.

ગ્રેજ્યુએશન પુરુ થયુ સુર પટ્ટણી સંવાદ અને શીલા સાથે સંવાદ, રીટા અને જીઆ પાસે આવ્યા. સોની સૌને પગે લાગી આશિર્વાદો સાથે ભેટો માણતી તે બોલી દાદા.. મને ખબર છે. તમારુ સ્વપ્ન મારે પુરુ કરવાનુ છે.અને કરીશ પણ. આજે મને એક ભેટ તમારી સૌની પાસેથી જોઇએ છે.

સંભવ અને જીઆ બંને સોની ને એક ટસે જોઇ રહ્યા હતા. સુર પટ્ટણી ૮૯ના અને સંવાદ ૮૫નાં હતા. તે ધીમે રહીને બોલી મારે નદીનું વહેણ બદલવું છે.

રીટાને કે શીલાને આછુ આછુ સમજાય તે પહેલા તે બોલી “ પપ્પા તમે ખુબ જ ખોટા હતા. મારી મમ્મી સ્લર્ટ નહોંતી. સુરદાદાએ તમારી જિંદગીને સાચે રસ્તે વાળવા આપેલી બહુ મોટી અને મોંઘેરી ભેટ હતી. પણ તમે તે ખોઇ દીધી. મને ને મમ્મીને કોઇ પણ કારણ વગર સજા કરી. તેણે તો તમને ચાહ્યા જ હતા..તમને સાચે રસ્તે લઇ જવા મથતી હતી. પણ તેની આરાધના જે તમારે માટે હતી તે બદલાઇને મારા ભણતરે આવી. મને દુનીયાને ઇર્ષા આવે તેવી સુંદર કાબેલ બનાવી. હવે તેની સજા તમારે ભોગવવાની છે.

હું ભણીને જ્યાં રહીશ ત્યાં તમારે મમ્મી સાથે રહેવા આવવુ પડશે..નદી દરિયામાં નહી મલે દરિયાએ નદીને ત્યાં આવવુ પડશે. તેને સાચો પ્રેમ કરવો પડશે અને બાકીની જિંદગી મારા મા બાપ થઇને રહેવુ પડશે.

જીઆની આંખો સુકી અને ભાવ હીન હતી. એના ચહેરા ઉપર મક્કમતા હતી અને તેણે સોની ને કહ્યું “ બેટા! એકવીસમી સદીમાં વીસમી સદીની વાત ન કર… સ્ત્રી દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરે છે મને તારી મમ્મી હોવાનું ગર્વ છે પણ સંભવ પટ્ટણીની પત્ની થવામાં રસ નથી. મૈત્રી પણ નહી કે નહી કોઇ અનુસંધાન. જરુરી નથી કે દરેક નદી સાગરે જઇ ને સમાય… પપ્પા અને મમ્મીની સાથે હું રહીને મારી આગવી ઓળખ ઉભી કરી ચુકી છુ.. મને તે ઓળખ સાથે જ રહેવુ છે..જીઆ ભટ્નાગર… મારી કારકીર્દી અને મારું જીવન. દરિયાની ઓળખાણ ને આશ્રિત નથી…

શીલા, જીઆ અને રીટા જોઇ રહ્યા હતા બદલાતા નદીનાં વહેણ ને… અને સ્વપ્નોનાં સંભવનાં ગાલોનાં ખંજનોને જીઆ ઓગાળી ચુકી હતી…

"ગુજરાત દર્પણ"માં પ્રસિધ્ધ થયેલી નવલકથા

સમાપ્ત