નદી ફેરવે વહેણ્ - 7 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નદી ફેરવે વહેણ્ - 7

નદી ફેરવે વહેણ્

વિજય શાહ

પ્રકરણ - ૭

સમજ તો સંભવમાં હોવી જોઇએને?

જીઆ તટસ્થતાથી વિચારતી રહી. મમ્મીની વાત સાથે તેનુ મન સહમત નહોંતુ થતુ..પણ એટલી સૌમ્યતાથી રીટાએ તેને માર્ગદર્શન પણ આપ્યુ અને તેના કથન ને ખંડીત પણ કર્યુ. વિધાતાનાં વિધાનો જુદા છે. દરેક જણાનો જન્મ સમય જુદો, બુધ્ધી શક્તિ જુદી, વિકાસનું સ્તર અલગ અને પરિસ્થિતિ જુદી એ વાત તો તેને સમજાઇ પણ આ ઘટના શીલાને કોણ સમજાવે? તેમણે તેમના શરુઆતમાં વેઠેલી દરેક વાતો મારે વેઠવીજ જોઇએ તેવુ તેમનું માનવુ ખોટુ છે. સુર પપ્પા એ તેમને યોગ્ય રીતે ના જાળવ્યા એટલે સંભવે પણ એમ જ વર્તવાનુ એ વાત કેટલી અયોગ્ય છે?

એની વિચારધારા આગળ ચાલી.

પણ આ સમજ તો સંભવમાં હોવી જોઇએને? તે શીલાનું પ્યાદુ કેમ બને છે? ડોલરની ભુખ જે વારસાનાં રુપે તેને લોલીપોપ બતાવી બતાવીને શીલા તેને નિયંત્રણમાં રાખે છે…જીઆ વિચાર આજ લોલીપોપ તું તેને બતાવી શકે છે..આખી જિંદગી તું કમાવાની છે. તેના બાપાના વારસા કરતા કદાચ વધુ. પણ તે આ જોઇ નથી શકતો.. તે દેખાડવા કંઈક કરવુ પડશે..

મને ફરી ઉથલો માર્યો… છટ..હું તો મારું સુખ લેવા એની પાસે આવી છું..એને ખબર પણ નથી કે મારી ચાહત નો હકારાત્મક ઉપયોગ કરીને તે મારા પૈસા ઉપરાંત ઘણું બધુ પામી શકે તેમ છે. પણ ના. શીલા મમ્મી કહે તે રીતે રહે તો તેની નાણાકિય બાજુ સ્થિર રહે. જ્યારે હું તો હજુ ભવિષ્યમાં નિવડું તો વાળી સોનાની ખાણ છું. જ્યારે શીલા મમ્મી તો આજની સોનાની ખાણ છે.

દીકરાઓ માટે આ પ્રકારનાં માલીકી હક્ક થી પીડાતી માતા શીલા મમ્મી અને દીકરી માટે જ્ઞાન નો અને અનુભવનો પટારો ખોલનારી રીટા મમ્મી વચ્ચે અજાણતા જ સરખામણી થઇ ગઇ અને તે બોલી મારી સોનીને પણ હું જ્ઞાનથી વધાવીશ.

તેના આ જ્ઞાનપિપાસાયુક્ત હ્રદયે આવે વખતે એક ટકોર કરી..કુતરુ કરડવા આવે તો તેને કરડવા ના જવાય પણ લાકડી તો જરુર મરાય. તે જાણતી હતી શીલા મમ્મી ખોંખારા ખાય એટલું જ..બાકી તો સુર પપ્પા મને નોકરી કરવાનું કહ્યા કરે છે તેની પાછળ એક શક્ય કારણ એ પણ હોય કે સંભવનાં ખર્ચા હવે તેમને ન ગમતા હોય..

તેના મને આ હકીકત સાચી છે કે ખોટી તે નક્કી કરવા એક પ્રયોગ કરવાનું નક્કી કર્યુ..તેનો પગાર જે સંયુક્ત ખાતામાં આવતો હતો તેને બદલે જુદા તેની એકલીનાં ખાતામાં આવે તેમ કરી નાખ્યુ.. હવે તેને રાહ જોવાની હતી પહેલા અઠવાડીયાની.

ત્રણ અઠવાડીયા સુધી કશું થયુ નહીં તેથી જીઆ નવાઇ તો પામતી જ હતી..બે પખવાડીક પગાર ખાતામાં જમા થયા નહોંતા અને સંભવ ત્રસ્ત દેખાતો નહોંતો. પણ આજે શીલા મમ્મીને તે કહેતો હતો..” મમ્મી આ તારી દેશી વહુ તેનો પગાર બતાવતી નથી..તેણે તેની લોન ભરીને મારા ખાતાને કાણું કરી નાખ્યુ અને તેનો પગાર બીજે ફેરવવા માંડ્યો”

શીલા કહે “ હમણા ખમી જા.. મને વાત કરવા દે.”

સંભવ કહે “ મમ્મી હું આ ચાલવા નહીં દઉ.

સુર કહે “ તને જે પૈસા ખુટે તે કહેને હું મોકલી દઇશ.”

શીલા કહે “ ના પણ તેણે તેના પૈસા તો આપવા જ પડે.”

સુરની અનિચ્છા છતા શીલાએ સંભવને કહ્યું હવે આંગળી વાંકી કરવી જ પડશે.

પછી ફોન ઉપર શીલા બોલતી રહી અને તે પ્રમાણે સંભવ તૈયાર થઇ ગયો. જીઆને તેના બળવાનો જવાબ આપવા તૈયાર થઇ ગયો.

સુર હજી થોડોક સમય માંગતો હતો..તેને શીલા ઉપર ભરોંસો ઓછો હતો..એને જીઆ સાથે વાત કરીને સાચુ કારણ જાણવુ હતુ..શક્ય છે કે તે જીઆને સમજાવી જાય.

અને તે રાત્રે નક્કી કર્યા પ્રમાણે સંભવે સાંજે તેને ઘરમાં આવવા ના દીધી..બહારનું વાતાવરણ ઠંડુ હતુ..હીમ પડી રહ્યું હતું સોનીને તે દિવસે ડે કેરમાં મોકલી નહોંતી. ફોન ઉપર જીઆ સાથે એક જ વાત હતીકે નવા એકાઉંટનો એક્સેસ આપ. ત્યાર પછી જ તેને ઘરમાં આવવા દેશે.

જીઆ આ પરિસ્થિતિ માટે તૈયાર તો નહોંતી પણ “તેણે તેને એક જ પ્રશ્ન કર્યો એટલે કે તુ તારા બધા એકાઉંટ્માં મારુ નામ દાખલ કરીશને?”

“ વિચારીશ” કહીને સંભવે મોંઘમ જવાબ આપ્યો.

“ ભલે ત્યારે તુ જ્યારે વિચારી લે પછી હું તને મારો નંબર આપીશ”

જીઆ તુ આ સારુ નથી કરતી હં!”

જીઆ કહે “ સંભવ તું સારુ નથી કરતો.. તારુ તારું એ તારું અને મારુ એ પણ તારુ?”

“ હા જરા વિચાર તો કર આટલા મોટા મકાનમાં તુ રહે છે તેનું ભાડુ કેટલુ થાય તે વિચાર્યુ છે? આ ગાડી તુ ચલાવે છે તેનો હપ્તો કેટલો આવે.. તને ઘરમાં મળતી હીટ લાઈટ અને ગ્રોસરી એ બધાનો સરવાળો કર.”

“ સંભવ તું મારો ધણી છે.. આ બધુ મારે વિચારવાનું જ ના હોય.. મારું કામ તને સંતાન આપવાનું છે જે મેં તને સોની આપીને પુરુ કર્યુ છે.”

“ જો એક વાત સમજ મારું મારું તે મારું જ. અને તારુ તે પણ મારુ.. આ તોફાની રાતમાં તુ ભટક કે મને પગાર જે બેંકમાં જમા થાય છે તેનો પાસ વર્ડ આપ તો ઘરમાં તને દાખલ કરીશ સમજી?

જીઆ એ સુર પાપાને થાકીને ફોન કર્યો..જવાબ તો પહેલે થી નક્કી જ હતો. આપી દેને પાસ વર્ડ ત્યાં સોનીનો મોટેથી રડવાનો અવાજ આવ્યો અને સુર પપ્પા ફરી બોલ્યા જો સોની રડે છે. તેને સંભાળ અને ઉપર જઇને પાછો પાસ વર્ડ બદલી નાખજે..એનો દબાવ કામ કરી ગયો..બેંકમાંથી બે મહીનાનો પગાર તેણે ટ્રાન્સ્ફર કરી લીધો તેનુ નામ દાખલ કરાવ્યું. જીઆ તેના રુમમાં થર થરતી બેઠી હતી. સોનીને ગળે વળગાડી તેણે બેગ તૈયાર કરી.. તેના બે ચાર જોડી કપડા, સોની નાં કપડા અને તેના પાસપોર્ટ સાથે બીજે દિવસે વહેલી સવારે ટેક્ષી કરીને એર પોર્ટ ભેગી થઇ ગઈ.. ઘરમાં થી કશું લીધા વિના હેંડ બેગ લૈને શીકાગો જવા નીકળી. સોની સાથે તે સવારે ૬ અને પંચાવને ઓ હેર એરપોર્ટ ઉપર ઉતરી. રીટા અને સંવાદ તેને લેવા આવ્યા હતા. મમ્મીને જોઇને તે દોડી..

રીટા બોલી ” બેટા તું ક્યારેય એકલી નથી..અમે બંને બેઠા છીએ..તારા સુખે સુખી અને દુઃખે દુઃખી થવા માટે.”

સંભવે ફોન કરીને સુર પટ્ટણી ને જણાવ્યુ કે જીઆ મહીના માટે આવી છે.અને આગળ વાત કર્યા વીના ફોન મુક્યો.

સૅંટ લુઇ ફોન ની ઘંટડી વાગી અને ઉંઘતા અવાજે સંભવે ફોન ઉપાડ્યો ત્યારે શીલા કીકીયારી કરતી હતી..કરી નાખીને સીધી દોર. ત્યાં સુર પટ્ટણી બોલ્યા તે તો શીકાગો પહોંચી ગઈ છે.

સંભવ અને શીલા બંને બોલ્યા “ હેં? ક્યારે કેવી રીતે?”

“હમણા સંવાદનો ફોન હતો અને તેમ્ણે જાણ કરી કે સોની અને જીઆ શીકાગો મહીના માટે આવ્યા છે સંભવ એ નીકળી ત્યારે સુતો હતો…”

સંવાદને આ પરિણામ ની આશા નહોંતી તેથી ચિંતાતુર અવાજ્માં બોલ્યો “ મમ્મી હવે શું?”

હવે કશું નહીં..બે ચાર દિવસે પાછો ફોન કરજે ને..લોઢુ શાંત પડ્યુ હોય તો ફરી પાછી એવીજ કોઇ ચાલ અને તે તારા ઘરમાં પાછી.

સુર કહે “શીલા આ વખતે તેં ઉતાવળ કરી છે એ પાછી નહીં આવે.”

શીલા કહે “પાછી શું ના આવે સોનીને લઇ ને જતી રહી છે વાળી વાત ચાલશે જ…

સંભવ બોલ્યો ડે કેર વાળીને હમણા જ પૈસા પૈસા આપ્યા થોડુંક વહેલુ આ કર્યુ હોત તો તે પૈસા તો ના ભરત.

“ ચાલો હવે એક મહીનાની શાંતિ..તારે ફીનીક્ષ આવવુ હોય તો આવ.”

જીઆ અને રીટાનું થોડું રોવુ ધોવુ પત્યા પછી રીટાએ તેને બે કામ કરવાનાં કહ્યાં નજીકની મોંટેસરી સ્કુલમાં દાખલ કરાવવાની અને તેની નોકરી શીકાગો ટ્રાન્સ્ફર કરવવાની. અને બંને કામ ફોન ઉપર થઇ ગયા.

મોંટેસરી સ્કુલમાં સોની ભણતી થઇ તેનો સૌથી મોટો આનંદ જીઆને હતો.. તે ઇચ્છતી હતી કે સોની ધર્મનાં સંસ્કાર લે માતૃભાષા શીખે અને શક્ય તેટલો સમય વડીલો પાસે રહી ગુણીયલ બને. તેને હતું કે સુર પાપા એને કેળવશે.. પણ જ્યાં દરેક જગ્યા એ મારું મારું ત્યાં કોને સમય છે નાની સોનીને માટે કશુંય કરવાનું? જ્યારે સંવાદ અને રીટા તો સોનીને જોઇ ને અડધા અડધા થઇ જતા હતા.

મહિનો કોઇ પણ ઘટના વિના પતી ગયો..

શીલા ને ચટપટી થતી હતી એટલે તેનો ફોન આવ્યો..એ જ નવાબી અવાજમાં.. “જીઆએ સેંટ લુઇની ટીકીટ કઢાવી?”

સંવાદે ટાઢા અવાજમાં કહ્યુ..”હજી તેની તબિયત સારી નથી એટલે હજી ટીકીટ કરાવી નથી.”

“ સોની કેમ છે?”

“મઝામાં”

ફોન મુકાઇ ગયો. શીલા એમ તો ગાંઠે તેમ નહોંતી એટલે ફરી ફોન લગાડ્યો.

સંભવે ફરી ફોન ઉપાડ્યો. “હેલો”

શીલા જરા ઉગ્ર અવાજે બોલી “તમે વાત પુરી થયા પહેલા ફોન કેમ મુકી દો છો?”

“ વાત કરવા જેવું તમે ક્યાં રાખ્યું જ છે.”

શીલા કહે “એટલે?”

“ તમારે ક્યાં સંભવની ઘર વાળી જોઇએ છે? તમારે તો તેની નોકરાણી જોઇએ છે ને?”

શીલા વાતમાં મોણ નાખતા બોલી “ હવે ગુસ્સો થુંકી નાંખો..લગ્ન થયા છે તેથી સાથે તો રહેવાનું જ છે ને.”

“ તમારા ખોટા સિક્કાને ખરો થવા દો પછી વિચારીશુ”

“ એટલે તેમનું વેકેશન પતે.. સારી અડધા મીલીયન ડોલરવાળી નોકરી મળે પછી વાત કરશું.”

“ મને તમારી વાત ના સમજાઇ.”

“સમજાશે પણ નહીં છોકરાની મા છો ને? છોકરીની માને પુછો તમારા જુઠાણાની પ્રતિક્રિયા” રીટા એ ફોન હાથમાં લેતા કહ્યુ.

“રીટા બહેન એ વિચારીને તો મેં ફોન કર્યો.”

“ કેવા નફ્ફટ અને નઘરોળ છો તમે? થપ્પડ મારીને હવે ગાલ પંપાળવા આવ્યા છો?” રીટા એ ખુબ જ સૌમ્ય અવાજ્માં કહ્યું.અને ઉમેર્યુ “ તમારા નકારા દિકરા માટે મારી સમજુ અને લાયક દીકરીને પાછી હું એ નરકમાં મોકલીશ..તેવું વિચારી પણ તમે શકો છો તે વાતની મને નવાઇ લાગે છે.”

શીલાને ખબર તો હતી જ કે આ વાતચીત સરળ તો નહોંતી. પણ સંભવ માટે તે બધું કરવા મથતી હતી. તેથી તે બોલી “તમે હજી ગુસ્સામાં છો..જરા સમજો થોડી ઉંચનીચ થઇ હોય તો વચલો રસ્તો આપણે કાઢી તે બેને ભેગા કરવવા પડેને?”

“સંવાદે તમને તેજ કહ્યું ને સંભવને સારી નોકરી મળે પછી વિચારીશુ”

“ પણ તેને મળતા સમય લાગેને?’

“ અમારી છોકરીનો અમને કોઇ જ ભાર નથી પડતો…પેટે સમાણી તો ભાણે પણ સમાશે અને હા છોકરીને તેનું હીત શામાં છે અને ક્યાં છે તે અમારે સમજાવવાની જરુર નથી.. આ તેનો નિર્ણય છે અને અમે તેના નિર્ણ્યમાં સાથ આપીયે છે. આ ગામડાની ગમાર કે અસહાય છોકરી ને તમે નથી લાવ્યા કે જે તમારા ઇશારા ઉપર રહેશે…”

“ મને જીઆ સાથે વાત કરવી છે તેને ફોન આપશો?”

“જરુર! પણ એ ઘરે નથી બહાર ગઇ છે.”

“ ક્યાં ગઇ છે? એનો સેલ ફોન બંધ આવે છે તેથી પુછું છું.”

“ હા એ ઘરે ભુલીને ગઇ છે. હવે હું ફોન મુકું છું..મહેરબાની કરી સંભવને ઢંગની નોકરી મળે પછી જ ( જ ઉપર વધુ ભાર મુકતા) ફોન કરજો.

શીલા થોડીક વિનમ્ર બની ને બોલી “ રીટા બહેન તમે તો જે તંત પકડ્યો તે છોડતા જ નથી.. હું આટલી નમીને વાત કરું છું જ્યારે તમે ઉપરજ ચઢતા જાવ છો”

“ તમારી નમવાની વાત પેલી કાગડાનાં મોં માંથી પુરી પડાવવા શીયાળ જે સિફતથી કાગડાને ગાવા ફુલાવતા લુચ્ચા શિયાળ જેવી વાણી છે. પહેલાના જમાનાનો કાગડો હું નથી. પહેલા પુરી મારા પગ નીચે મુકીને પણ હું કા કા નથી કરવાની સમજ્યા.”

શીલા એકદમ સ્તબ્ધ થઇ ગઇ…આટલી ખુલ્લી રીતે તેને ઉઘાડી તેમની જિંદગીમાં કોઇએ પાડી નહોંતી.

પાછળ સંવાદ રીટાની વાત સાંભળી હસતો હોય તેવું શીલાને લાગ્યુ.

શીલાને પહેલી વખત લાગ્યુ કે ખોટો રુપિયો વટાવાઇ તો ગયો છે પણ હવે સાપે છછુંદર ગળ્યા જેવું બન્યુ છે. સંભવ રીસાઇને બેસી ગયો છે મમ્મી હવે કંઇ પણ કર પણ સોની ને ઘરે લાવ.

તેણે વાતને સાંભળી ના સાંભળી કરીને એક ગુગલી દડો નાખ્યો.

“ જુઓ રીટા બહેન હું સમજી શકું છું કે આપણે વડીલોએ અંદર પડી પડીને બંને છોકરાઓની જિંદગી બગાડવાની શરુ કરી છે.. ચાલો અમેરિકન પધ્ધતિએ તે બંને ને વાત કરવા દો.”

“ શીલા બહેન આપણે નહીં. તમે.. તમે અંદર પડી રોજે રોજની વાર્તાઓ કરતા હતા.. જીઆ તો તમારા થી હ્જાર માઇલ દુર હતી છતા..આ કર અને તે કર કરી કરીને માથુ ખાતા હતા.. તમારી લાગણીઓ ને જીઆ સમજે છે પણ હવે તે લાગણીઓ અહં અને જીદમાં બદલાઇ ગઇ છે. તમે જ્યાં અને ત્યાં તમારા વારસાનાં પૈસાનો ચાંદ બતાવવાનું દુર કરો અને જ્યાં એંટી બાયોટીકની જરુર છે ત્યાં વિટામીન નાં ઢગલાં ના ખડકો. ભાભો ભારમાં રહે તો જ વહુમા લાજમાં રહે સમજ્યા.. આપ વડીલ છો મને આપનું માન રખાવવાનુ ગમે છે પણ આપ તો કોઇ પણ હિસાબે પાછા વળતા જ નથી.”

“ સારુ તો તમે જ કહો શું કરવુ જોઇએ?”

“ સંભવને આ ઇબે અને ડે ટ્રેડીંગમાંથી બહાર કાઢી ઢંગની નોકરી લેવડાવો.. અને જીઆ સાથે તું તું મેં મેં કરવાને બદલે સરખી રીતે રહેતા શીખવાડો. જીઆ જ એની ડુબતી નાવ બહાર કાઢશે.. તેને નોકરાણી નહીં પત્ની તરીકે માનથી રાખી તો જુઓ..આ શું વેખલા જુઠાણા અને દંભનાં દેખાડાઓ… સૌથી અગત્યની અને મોટી વાત એ કે જે ૧૯૭૫ અને ૮૦માં તમે જે જીવન જીવ્યા તે આજે ૨૦૧૨માં છોકરાઓ જીવી જશે તે માનવું જ ભુલ ભરેલુ છે. તેમની પાસે ઇંટરનેટ, ગુગલ જેવી ઘણી સવલતો છે.. એમને તમારા ડહાપણ ની જરુરિયાત ત્યારે જ છે જ્યારે તે લોકો તમને પુછે..બાકી તમે જ્યારે તમારા સમયની દુહાઇ દો ત્યારે તેઓ તમારી વાત તમારુ માન રાખવા કદીક કરશે.. પણ કાયમજ તમને માનશે અને તમારુ કહ્યુ કરશે તે વાત જ ના મનાય..”

“ શીલાએ સાંભળી લીધુ અને તેને જોઇતી દરેક માહીતિ રીટા પાસેથી તેને મળી ગઇ હતી” તેના મોં ઉપર જીઆને ફરી પાછી મેળવવાની કુટીલ કડી મળી ગઇ હતી.

***