નદી ફેરવે વહેણ્ - 2 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નદી ફેરવે વહેણ્ - 2

નદી ફેરવે વહેણ્

વિજય શાહ

પ્રકરણ - ૨

જીઆ. તારી ચાહતનો દુરુપયોગ થાય છે

જીઆ કોર્ટમાંથી પાછી ફરી રહી હતી. તેને સમજાતુ નહોંતુ કે તે જે જોવા માંગે છે તે કેમ તેને જોવા નથી મળતુ. તે ઇચ્છે છે તે બધુ આજે તેને મળી ગયુ હતુ..સંભવને આટલી ખરાબ હાર મળી છતા તે ઉદાસ થઇ ગઈ. સંભવને ખોવાનું તેને કેમ ગમતુ નહોંતુ.. જોકે તે તેને મળ્યો જ ક્યાં હતો..તેને મેળવવાનાં બધા પ્રયત્નો તેને હલકી ચીતરતા હતા..તે ગમાર હતી? ના ગળા ડુબ પ્રેમ માં દિવાની થઇને રહેતી હતી અને પ્રેમ પણ સાવ એક તરફી..સંભવ તારી ચાહત નો દુરુપયોગ કરેછે તે શબ્દો જ્યારે મમ્મી બોલી ત્યારે તો તે ચીઢાઇ ગઇ હતી પણ આજનો સંભવ જે ઝેર ઓકતો હતો તે જોયા અને સાંભળ્યા પછી તેને અંદરથી ઉબકા આવતા હતા.

કેટલો જંગલી..અને કેટલો બુધ્ધી હીન..પ્રભુ મારી સાથેજ આ બધુ કેમ થાય છે?

પપ્પાને ફોન ઉપર જણાવ્યું કે ચુકાદો આવી ગયો અને સોની મારી પાસે જ રહેશે ત્યારે..

પપ્પા એક જ વાક્ય બોલ્યા “અભિનંદન બેટા.. હવે ભુતકાળને ભૂતકાલીન બનાવી નવેસરથી જિંદગી શરુ કરો બેટા!”

કાર જ્યારે સબડીવીઝનમાં દાખલ થઇ ત્યારે સોની ને સ્કુલમાં થી લઇને પપ્પા આવી ગયા હતા. એને નવા જીવન થી હવે થોડોક ભય લાગતો હતો..કોણ જાણે કેમ હાશ હવે એક વાત પુરી થઇ તે રાહતનો શ્વાસ તેનાથી લેવાતો નહોંતો. તેને “સ્લર્ટ” પુરવાર કરવા મથતા સંભવનું શબ્દ ઝેર તેને ગુસ્સો અને ધીક્કાર જન્માવતું હતું.

સોની ગાઢા ભુરા અને આસમાની રંગનાં યુનિફોર્મ માં શોભતી હતી. મમ્મીને આવતી જોઇને બે હાથ ઉંચા કરીને તેનો આનંદ વ્યક્ત કરતી અને આ દ્ર્શ્ય જોઇ જરા હળવી થઇને ઘરમાં દાખલ થઈ.

મમ્મીએ કહ્યુ..અભિનંદન બેટા..એક ભુલ સુધરી ગઇ…

બહુ સમયથી ખાળેલો ડૂમો એકદમ આંસુઓનો ધોધ બની ને વહી નીકળ્યો..મમ્મી હવે મારું શું થશે?

થોડોક સમય રડતી દીકરીને બાથમાં લઇ રીટાએ કહ્યું “ બેટા જે થશે તે હવે સારુ જ થશે. કોર્ટમાં પણ તારુ ધાર્યુ જ થયુને? સોની તારી પાસે છે ને? હવે સંભવ આવીને બેધડક રીતે તેને લઇ નહીં જઈ શકે ને?...

જીઆનાં આંસુ સમાતા નહોંતા..સોની પણ મમ્મી ને રડતી જોઇ સંવાદ પાસે આવીને બોલી “મમ્મી કેમ રડે છે?”

કાલી ભાષામાં સંવાદે કહ્યું “ તુ જેમ તને ગમતુ રમકડુ ના મળે અને રડે ને તેમ જ.. મમ્મીનું રમકડુ ખોવાઇ ગયુ છે..જા એને પાણી આપ અને કહે..મમ્મી રડ ના આપણે બીજુ રમક્ડુ લૈ આવશુ..”

તેની ગમતી ઢિંગલી અને પાણીનો પ્યાલો લઇને સોની રડતી જીઆ પાસે ગઇ અને બોલી.. “મમ્મી ના રડ લે આ મારી લ્યુસી ડોલ અને પાણી પીને ચુપ થઇ જા” બરાબર જીઆ જેવોજ ટહુકો અને વહાલ ભરેલી નજર જોઇ જીઆ એકદમ સોની ને વળગી પડી. મમ્મી પણ હસી પડી..અને બોલી..”બેટા પ્રભુએ તો આ ઢીંગલી આપીને તને બહુ જ આશિર્વાદ આપ્યા છે. અને તેને સજા.. તારા જેવો નખ શીખ શુધ્ધ પ્રેમ તેને ના સમજાયો અને અનુચિત રીતે તને દાબમાં રાખવા જતો હતો…

“પણ મમ્મી મને હજીય લાગે છે કે તેની મમ્મી મને સંભવની ગુલામ બનાવવા માંગતી હતી” “હા અને તુ તેની ગુલામ બની ને પણ રહેતે જો તેણે તને સાચા હ્રદયથી ચાહી હોત તો..”

“ હા મમ્મી મને સંભવ ખુબ જ ગમતો હતો..તેના હાસ્યને પામવા હું કલાકો રસોડામાં અનેક વ્યંજનો બનાવતી..એ હસતો ત્યારે તેના ગાલમાં પડતા ખંજનો જોતી અને હું મલકાતી. મને શરુ શરુમાં થતુ કે હું તેને મારો બનાવી લઇશ..અરે તે કામ નહોંતો કરતો તો મને તેની પરવા પણ નહોંતી કારણ કે હું ઘણું જ કમાતી હતી..

“બેટા આજ ભોળપણ મારામાં પણ ઠાંસી ઠાંસીને ભર્યુ છે..પણ મને તારા પપ્પાએ કદી ઉંચા અવાજે વાત નથી કરી.. દિવસે ભરાયેલ સંયુક્ત કુટુંબનાં મનદુઃખોને વહાલભરી ચુમીથી ક્ષણમાં મને પીયાકા ઘરની રાણી બનાવી દેતા. અને કાયમ કહેતા શું કામ ડરે છે. ઘરનું મૂળિયુ તારા હાથમાં છે ને ડાળા પાંદડા તો સમય પ્રમાણે વિખરાઇ જશે.”

“મમ્મી એ વાતથી તો વિશ્વાસે તેમના જુલમ સહેતી હતીને?”

“ પણ બેટા તુ ખોટી હતી કારણ કે મૂળીયુ જ તારું નહોંતુ..સંભવ જ તને નોકરાણી બનાવવા બેઠો હતો. સોની નાં જન્મ પહેલા અને જન્મ પછી વાત કેટલી ત્વરીત રીતે બદલાઇ ગઇ.. સોનીનાં જન્મ પહેલા તને લલચાવવા હું તો એમ.ડી. છું..તારે તો ઘરમાં ભારતની જેમ ૨૪ કલાક્ની મેડ હશે..અને સોનીનાં જન્મ પછી..તારી ભાવનાથી જુદી રીતે હવે ક્યાં જવાની છે? ની વાતો આવી ગઇ?

“હા મમ્મી જે મહીને પગાર ના મળ્યો તે મહીને તો કાર અને ઘર બંને નું ભાડુ માંગતા તેને લાજ સુધ્ધા ના આવી.”

બેટા.. જાગ્યા ત્યારથી સવાર..તારી ચાહતનો બહુ દુરુપયોગ કર્યો. હવે ખમ્મા!

“ મમ્મી અમેરિકન વે થી તને થેંક યુ.. મને ઘર, હુંફ અને સંસ્કારો ફરી આપવા બદલ..”

“ બેટા પેટે સમાણી છો તો ઘરે તું નહી સમાય? ભારતિય રીતે તો આ તારું જ ઘર છે ને? અને દરેક ઘટનામાં જાગ્યા ત્યાંથી સવાર..સડતા અંગનો સડો રોકવો અને ના રોકાય તો તે અંગ કાઢી નાખવુ. રડતી જીઆને તે કહેતી અરે બેટા પ્રેમ એક તરફી ના ચાલે. તુ સાસરે (સેંટ લુઇ )ગઇ છે તને સુયોગ્ય માન અને આદર ના મળે તે તો ના જ ચાલે

***

સંભવ આમ તો જાણતો જ હતો કે તેને કોર્ટમાં સફળતા તો મળવાની જ નહોંતી અને તેથી જ તો વકીલ રાખ્યો નહોંતો..પણ મનમાં એક ઝનુન હતુ કે જે થાય તે પણ જીઆને એક વખત ખરાબ રીતે ચીતરું કે જેથી ચરિત્રનાં આધારે તેને ભરણ પોષણ ના આપવુ પડે. અને સમય આવે જો સોની મળી જાય તો તેનું ભરણ પોષણ જીઆ ને ભરવુ પડે.

શીલામમ્મી સોની ને રાખવાનાં જ છે તો મને બધુ જ મળે.

પણ ધાર્યુ ના થયુ..

આમ તો નકારાત્મક દરેક કાર્યોને પોતાના ધાર્યા પ્રમાણે ફેરવનારો.. કદાચ કાયદાકીય વાતોમાં ધાર્યુ ન કરાવી શક્યો..વળી જુડી ખુબ જ માહીતિ સભર હતી. અને જજ સ્ત્રી હતી..જીઆનાં ડર અને સત્યને પામી ગઇ હતી તે જીઆએ ખરાબ કર્યુ હોય તેવી તેની કોઇ વાત ઉભી ના થઇ શકી..

તેનું ગણિત તેને કહેતુ હતુ કે જીઆ પાસેથી પાંચ વર્ષમાં આવેલા બધ્ધા પૈસા મકાનની ખોટ ખાઇ જશે. અને તેને પાછુ એપાર્ટમેંટમાં રહેવા જવું પડશે. આજ કારણે તે લગ્ન નું રજીસ્ટ્રેશન નહોંતો કરાવતો..પણ રીટા મમ્મી જીવ ખાઇ ગઇ.અને એણે રજિસ્ટ્રેશન કરાવી નાખ્યુ.

જો તે લગ્ન રજીસ્ટર જ ના કરાવ્યુ હોત તો આ આખો કોર્ટ કેસ થયો જ નહોત…

ફોનની ઘંટડી વાગી ..પપ્પા ફોન ઉપર હતા ચુકાદો સંભળ્યો અને મોટો નિઃસાસો નાખ્યો.. આ તારી જાત ઉપર કુહાડો તેં જાતે જ માર્યો છે.. બધી મહેનત માથે પડી અને બાર તેર વર્ષ સુધી પૈસા ભરવાના.. કોઇ વકીલને સાથે રાખ્યો હોત તો તારી આ બધી ભુલો સંતાડી શકતને..

શીલા મમ્મી કહેતી હતી કે મારો બધ્ધો દાગીનો તેની પાસે રહી ગયો…તે તો કઢાવી આપવો હતો…

“ મમ્મી તુ દાગીના ને રડેછે? મારે તો ઘરમાં કેટલો બધો માર ખાવાનો છે તે તને ખબર છે? .તારા દાગીના તો માંડ ૭૦૦૦નાં હશે. ટુંકમાં ખોવાનું એકલુ સંભવને હતુ અને તે લાંબા ગાળાનું.

***