પ્રેમ કે પ્રતિશોધ - 15 Vijay Shihora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ કે પ્રતિશોધ - 15

પ્રેમ કે પ્રતિશોધ-15


(આગળ જોયું કે વિનય અને બધા મિત્રો રવિવારના દિવસે કાંકરિયા ગયા હોય છે. જ્યાં અજય દિવ્યાને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યો હોય છે.)

હવે આગળ.......


વિનય, અજય અને નિખિલ ત્રણેય જ્યાં રાધીને બીજા મિત્રો હતા ત્યાં પહોંચે છે.
“સુનીલભાઈ, હવે આગળનું કઈ પ્લાન ખરું?"નિખિલે સુનિલ પાસે પહોંચતા જ કહ્યું.
સુનિલે એકાદ મિનિટ વિચારીને કહ્યું“ના, કંઈ નહીં ચાલો તળાવ ફરતે એક રાઉન્ડ થઈ જાય?"
વિકાસ-“એ ભાઈ, તને ખબર છે લગભગ અઢી કિલોમીટર છે હો!"
સુનિલે જવાબ આપતાં કહ્યું,“હા ખબર છે. પણ થોડીક વોક જેવું થઈ જાય ને."
રાધીએ વચ્ચે કહ્યું,“તમારે જવું હોય તો જાવ, હું અને દિવ્યા અહીં જ થોડેક સુધી જઈશું"
“તો તો વિનયને પૂછવાનો પ્રશ્ન જ નથી ને?"નિખિલે વિનય સામે જોઈને કહ્યું.
“થોડુંક વધુ નથી થતું...."રાધીએ નિખિલને કહ્યું.
“એક કામ કરો, જેને આવવું હોય તે આવો નહીંતર આપણે એકલા પણ જઈ શકીએ હો."સુનિલે બધાને સંબોધીને કહ્યું.
અંતે વિનયે કહ્યું,“ok તો તું અને દિવ્યા અહીં રિટર્ન આવી જજો અમે લોકો જઈએ"
વિનય,અજય,નિખિલ,વિકાસ અને સુનીલ ત્યાંથી આગળ ચાલ્યા.

સાંજના સાતેક વાગ્યા જેટલો સમય થયો હતો. સહેલાણીઓની ભીડ ધીમે ધીમે વધી રહી હતી. આથમતા દિવસ સાથે આજુબાજુનું વાતાવરણ નયનરમ્ય થઈ ગયું હતું.
વિનય અને બધા મિત્રો રાધી અને દિવ્યા પાસે જઈને વર્તુળાકાર ગોઠવાઈ જાય છે.
“આજે તો ચાલી ચાલીને થાકી ગયા. કોઈ ગેમ થઈ જાય?"વિકાસે બધાની વચ્ચે પ્રસ્તાવ મુક્યો.
દિવ્યાએ ઉત્સુકતાથી કહ્યું,“હા, અંતાક્ષરી...."
અજયે કહ્યું,“પણ, આપણે છ જ છીએ. આટલામાં અંતાક્ષરી....."
વિનયે તેને વચ્ચે અટકાવતા પૂછ્યું,“ચાલશે, એક તરફ હું,દિવ્યા અને નિખિલ અને સામે તું, રાધી અને વિકાસ બરાબરને?"
આ સાથે જ શરૂ થઈ અંતક્ષરીની રમત..
"લેડીઝ ફર્સ્ટ..તો રાધી જ શરૂવાત કરશે."વિનયે કહ્યું.
રાધીએ વિનય ગીત ગાવાનું શરૂ કર્યું.
“મુજ મેં તું, તું હી તું બસા,
નેનો મેં જેસે ખ્વાબ સા,
તું ના હો તો પાની પાની નેનાં,
..............તુજી સે મુજે સબ અદા.....
......મુજ મેં તું.... "

પ્રથમ ગીતમાં જ 'ત' શબ્દ આવતાં દિવ્યા અને સુનિલ એકબીજા તરફ જોઈ રહ્યાં હતાં. ત્યાં વિનયને કંઈક યાદ આવ્યું અને રાધી માટે જ ગાઈ રહ્યો હોય એમ ગીત શરૂ કર્યું.
“તેરે સંગ યારા.... ખુશ રંગ બહારા,
તું રાત દિવાની મેં જર્દ સિતારા....
ઓ કરમ ખુદાયા હૈ, તુજહે મુજસે મિલાયા હૈ........"

આમ ને આમ કલાક સુધી અંતાક્ષરી ની રમત આગળ વધે રહી..જેમ-જેમ રમત આગળ વધી રહી હતી એમ બધા જોડે ગીતોનો સ્ટોક ખતમ થઈ રહ્યો હતો.એ બધાં માટે હવે નવાં ગીત ને શરૂ કરતાં પહેલાં ઘણું વિચારવું પડતું હતું..
"હવે તમારો વારો દ ઉપરથી.."વિનયે પોતાનું ગીત પૂર્ણ કરતાં કહ્યું.

અત્યાર સુધી અજય માત્ર સપોર્ટ કરતાં ગીતો ગાઈ રહ્યો હતો..પણ હવે દ ઉપર કોઈ નવું ગીત કોઈને યાદ નહોતું આવી રહ્યું.અચાનક અજયે એક સુંદર ગીત ની લાઈન શરૂ કરી.

"દિલ કા આલમ મેં ક્યા બતાઉં તુઝે,
એક ચહેરે ને બહોત..એક ચહેરે ને બહોત પ્યારસે દેખા મુઝે..
દિલ કા આલમ મેં કયા બતાઉં તુઝે..
વોહ મેરે સામને બેઠી હૈં મગર..ઉસસે કુછ બાત ના હો પાઈ હૈ..
મેં ઈશારા ભી અગર કરતાં હું ઈસ મેં હમ દોનો કી રુસ્વાઈ હૈં..
દિલ કા આલમ મેં ક્યાં બતાઉં તુજહે.."
અજય ગીત પૂર્ણ કરતાં જ રાધી બોલી ઉઠી,“વાહ અજય તારો અવાજ તો સરસ છે....તો હવે તમારો વારો 'હ' થી શરૂ થતું કોઈ ગીત."

"હમને તુમકો દેખા..તુંમને હમકો દેખા એસે..

હમ તુમ સનમ..સાતો જનમ મિલતે રહે હો જેસે.."

દિવ્યાએ પણ આ અજયે ગાયેલું ગીત પોતાનાં માટે જ હતું એ વિચારે એને રોમાંચિત કરી મુકી અને એને જે મનમાં આવ્યું એ ગીત એને સાંભળાવી દીધું.

દિવ્યા દ્વારા કરવામાં આવેલ ગીત ની પૂર્તિ સાથે જ અજયે ગુનગુનાવાનું શરૂ કર્યું.

"સોચેગે તુમ્હેં પ્યાર કરે કે નહીં.. એ દિલ બેકરાર કરે કે નહીં

યાદો મેં બસાયા તુમકો,ખ્વાબો મેં સજાયા તુમકો

મિલો ગે હમેં તુમ જાનમ કહીં ના કહીં.."

હવે જાણે મુકાબલો અજય અને દિવ્યાની વચ્ચે હતો એવું લાગી રહ્યું હતું..અજય નું ગીત પૂર્ણ થતાં જ દિવ્યા એ પણ 'હ' થી શરૂ થતું ગીત ગાવાનું શરૂ કર્યું.

"હમે તુમ સે પ્યાર કિતના, યે હમ નહીં જાનતે

મગર જી નહીં શકતે તુમ્હારે બીના.."

આમ જ થોડીવાર પછી અચાનક અજયે કહ્યું,“બધા સાંભળો મારે એક વાત કરવી છે. અને એ પણ તમારી બધાની હાજરીમાં"
નિખિલ અને વિનય પૂર્વથી જ બધુ જાણતાં હોય તેમ એક બીજા સામે જોઇને મંદ મંદ હસી રહ્યા.
સુનીલે કહ્યું,“શું વાત કરવી છે?"
વિનય તેને સમજાવતો હોય તેમ કહ્યું,“તને નથી કહેવી ભાઈ, આપણે તો માત્ર દર્શક બનીને......."
વિનયનું આટલું કહેતાં જ તેને વચ્ચે અટકાવતાં અજયે દિવ્યાને સંબોધીને કહ્યું,“દિવ્યા, હું તને કંઈક કહેવા માગું છું"
દિવ્યા અચાનક જ આમ અજય શું કહેવા માંગતો હશે......તે વિચારી રહી હતી. અને તે વિસ્મયતાથી અજય સામે જોઈ રહી હતી.
ત્યાં અજયે દિવ્યા પાસે જઈને એક ઘૂંટણ પર બેસી અને તેને પ્રપોઝ કરતાં કહ્યું,“દિવ્યા, મને આ બધાની જેમ તો કોઈ સ્ટાઈલિશ રીતે પ્રપોઝ તો નહીં આવડતું, પણ શું તું આપણી મિત્રતાના સંબંધને આગળ વધારીને આમ જ આખી જિંદગી મારી જીવનસંગીની બનીશ ?”
બે ઘડી અવાચક થઈ ગયેલી દિવ્યા કશું બોલી ન શકી. તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડી......
તેને અંદાજ તો હતો જ કે અજય તેને પસંદ કરે છે પણ આમ બધા વચ્ચે અજય તેને પ્રપોઝ કરશે તેવું તેણે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય.
બાકીના મિત્રો દિવ્યાનો ઉત્તર સાંભળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
દિવ્યાને હજી એજ અવસ્થામાં શાંત જોઈ અજયે કહ્યું,“જો હું તને ફોર્સ નહીં કરીશ, તારે તાત્કાલિક નિર્ણય લેવો ન હોય તો તું તારી અનુકુળતા પ્રમાણે નિરાંતે વિચારીને જવાબ આપજે. હું તારા જવાબની રાહ જોઈશ."
“હમ્મ, હું વિચારીને જવાબ આપીશ"દિવ્યાને નીચે જોઈને કહ્યું.
તેના એક્સપ્રેશન જોઈને અજયને પણ એટલો તો અંદાજ આવી ગયો હતો કે જવાબ જ્યારે આપશે ત્યારે એની હા જ હશે. કદાચ થોડી સાઈ નેચરની હોવાથી દિવ્યા બોલી શકી નહીં.
થોડીવારની શાંતિનો ભંગ કરતા સુનીલે કહ્યું,“તો આજે તો અજય તરફથી હું બધાને આઈસ્ક્રીમ ખવડાવીશ."
તે બાજુમાં આવેલ આઇસ્ક્રીમ પાર્લરમાંથી બધા માટે આઇસ્ક્રીમ લઈ આવે છે.
આમ જ લગભગ અડધા કલાક જેટલો સમય તેઓ એ ત્યાં વિતાવ્યો હશે અને અંતે બધા સાંજે નવ વાગ્યે ત્યાંથી છૂટા પડી પોતપોતાના ઘર તરફ પ્રયાણ કર્યું......

વધુ આવતાં અંકે.......

દિવ્યા શું ઉત્તર આપશે?
અર્જુન શિવાનીના કાતિલ સુધી કેવી રીતે પહોંચશે?

*****

તમારો પ્રતિભાવ મને વધુ સારી રચના કરવા પ્રેરતો રહેશે.

તો તમે તમારો પ્રતિભાવ જરૂરથી આપજો.

આભાર
વિજય શિહોરા-6353553470