બ્લેક આઈ - પાર્ટ 20 AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ - પાર્ટ 20

બ્લેક આઈ પાર્ટ 20


અમર ના પપ્પા : હવે તમારે બંને ને ક્યાં સુધી આમનમ રહેવાનું છે . મને કંઈક કહો તો મને આગળ ની વસ્તુ નો ખ્યાલ આવે .

અમર : શું કહો છો પપ્પા ,કંઈક specify કરો તો ખબર પડે . એમનમ હવામાં વાત કરો તો ક્યાંથી ખબર પડે .

પપ્પા : બેટા આવડો મોટો થઇ ગયો ઉપરથી પોલીસ ઇન્સ્પેક્ટર તો પણ કઈ ખબર તો પડતી જ નથી .

નંદુદેવી: તમે આમ શું મારા છોકરા ને ખિજાવ છો તેને ચોખવટ પાડી ને કહી દ્યોને કે આપણે તેના મેરેઝ ની વાત કરીએ છીએ .

અમર : શું ? મેરેઝ ?

પપ્પા : હા , હવે અમારે તારા ને દ્રષ્ટિ ના જલ્દી થી મેરેઝ કરાવવા છે ક્યાં સુધી બંને એમનમ ફર્યા કરશો , અમને તારી કોઈ ચિંતા નથી પણ ક્યાં સુધી હું મારી દીકરી દ્રષ્ટિ વગર પરણાવ્યે તારી સાથે રહેવા દવ અને તારા ફ્રેન્ડ સાગર અને સંધ્યા ના પણ મેરેઝ થઇ ગયા છે અને રાહુલ ની માટે પણ તેના મમ્મી પપ્પા સારી છોકરી શોધે છે , જયારે અમારે તો વહુ મળી ગઈ છે તો ભાઈ મેરેઝ નું નામ જ નથી લેતા .

અમર : પપ્પા એવું કઈ નથી .

મમ્મી : તો કેવું છે એ અમને કે એ પ્રોબ્લમ નું પણ અમે સોલ્યૂશન લાવી દેશું .

અમર ને ખબર પડી ગઈ હતી આ વાત હવે સ્ટોપ થવાની નથી જ્યાં સુધી તે પ્રોપર રીઝન ન આપે.

અમર : મને મેરેઝ થી કઈ પ્રોબ્લમ નથી પણ હમણાં થોડો ટાઈમ હું મેરેઝ નહીં કરી શકું .

રાઘવ અને નંદુદેવી: પણ હમણાં શું વાંધો છે ?

અમર : મારી પાસે એક બહુ જ ઈમ્પોર્ટન્ટ કેસ આવેલો છે જ્યાં સુધી હું તેને સોલ્વ નહીં કરું ત્યાં સુધી મને આ બધું વિચારવાનો ટાઈમ જ નથી .

આટલું બોલીને તે ડાઇનિંગ ટેબલ પરથી ઉભો થઇ જવા લાગ્યો ત્યાં તેને કિચન માં દ્રષ્ટિ ને રડતા જોઈ અને તે તરફ ગયો .

અમર : તને ખબર છેને મારી માટે ડ્યૂટી ની શું ઇમ્પોર્ટન્સ છે ? હું તને પ્રોમિસ કરું છું કે જેવો આ કેસ સોલ્વ થશે હું તારી સાથે બીજા જ દિવસે મેરેઝ કરી લઈશ . શું તને મારી પર ભરોસો નથી ?

દ્રષ્ટિ : તમારી પર તો મને પૂરો ભરોસો છે પણ મારી કિસ્મત પર નથી . હું જેને ખુબ પ્રેમ કરું છું તેને જ ગોડ મારી પાસે થી છીનવી લે છે . પેલા મમ્મી પછી પપ્પા હવે હું નથી ઇચ્છતી તમને પણ ખોઈ બેસું .

અમર : હું ક્યાંય નહીં જાવ તને મૂકી ને , અને મેં એક વાત નોટિસ કરી તું જ્યારથી ગોઆ થી આવી છો મને બહુ રિસ્પેક્ટ આપવા લાગી છો . શું વાત છે . તમારી , તમને વગેરે વગેરે .

દ્રષ્ટિ : જાને વાયડા એવું કહી નથી , આતો મને થયું મેરેઝ પછી તારી સાથે ક્યાંક ફંકશન માં આવું અને ભૂલથી તને ગધેડો કહેવાય ગયો તો લોકો વચ્ચે મારી ઇમ્પ્રેસન ખરાબ થાય તેવું નથી ઇચ્છતી એટલે ક્યારેક ક્યારેક પ્રેકટીસ કરું તો વાંધો ન આવે ને . કોઈ એમ ન કે પતિ પોલીસ ઇન્સ્પેક્ટર છે તોપણ પત્ની તેને ગધેડો કહે છે એટલે બીજું કહી નહીં .

અમર : સારું સારું , આટલું બોલીને હસતાં હસતાં તેના રૂમ તરફ જવા લાગ્યો . તેને ખબર હતી કે દ્રષ્ટિ નો મૂડ કેવી રીતે ઠીક કરવો અને તેણે કરી દીધો હતો . હજુ રૂમ માં પોહ્ચ્યો ત્યાં જ તેનો મીની ફોન વાઈબ્રેટ થયો અને તેમાં ઍડ્રેસ્સ લખેલ એક મેસેઝ આવેલો હતો .