બ્લેક આઈ - પાર્ટ 19 AVANI HIRAPARA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

બ્લેક આઈ - પાર્ટ 19

બ્લેક આઈ પાર્ટ 19

અમર : સર તમે કીધું તેના પરથી જ મેં નામ ગેસ કર્યું , તમે આગળ શું કીધું હતું કે તમે મારા કૃષ્ણ - અર્જુન છો , તો તેના પરથી તો બે જ નામ હોય શકે કા તો મહાભારત અને કા તો કૂરૂક્ષેત્ર . આપણા આગળ ના મિશન નું નામ મહાભારત હતું તો ઓબયસલી આ મિશન નું નામ કુરુક્ષેત્ર જ હોવાનું , પણ સર મને એ ખ્યાલ ન આવ્યો કે મિશન કુરુક્ષેત્ર જ કેમ ?

ચીફ : કેમ કે આપણે જે કામ કરવા જઈ રહ્યા છીએ તે કોઈ યુદ્ધ થી કમ તો નથી જ . મહાભારત નું યુદ્ધ ધર્મ યુદ્ધ હતું . આ મિશન આપણા દેશ માટે એક પ્રકાર નું ધર્મયુદ્ધ જ છે અને તમે આ મિશન ના કૃષ્ણ - અર્જુન છો . જેમ કૃષ્ણ એ direct યુદ્ધ માં ભાગ લીધો ન હતો તેમ અહીં પણ સાગર પણ direct આ મિશન માં આપણી સાથે નહીં હોય પરંતુ ટેકનોલોજી ને લગતી કોઈપણ તે હેલ્પ કરશે . જેમ કૃષ્ણ એ અર્જુન ની હેલ્પ કરી હતી .

સાગર : સર તમે સાચું કહી રહ્યા છો . અમે આ મિશન ને ગમે તે ભોગે પૂરું કરીને જ જપીશું . તે માટે અમારે ભલે જાન પણ આપવી પડે અમે તે માટે હંમેશા તૈયાર રહેશું .આપણા દેશ માં કઈ પ્રોબ્લમ નો તૂટો નથી તો આપણે આ વધારાનો પ્રોબ્લમ દેશ માં આવવા દેશું નહીં . એક બાજુ ચીન , બીજી બાજુ પાકિસ્તાન , નક્સલવાદીઓ , ગરીબી , ભૂખમરો , આવક ની અસમાનતા જેવા કેટલાય પ્રોબ્લમ થી દેશ ઝઝૂમી રહ્યો છે ઉપરથી આ સોમલિંગ સગંઠન . આપણે તેમને તેમના ઈરાદા માં ક્યારેય કામયાબ નહીં થવા દઈએ .

ચીફ : મને તમારા તરફ થી આજ આશા હતી . મને ખબર છે તમે મને ક્યારેય નિરાશ નહીં કરો , અને તમારે બંને ને સહી સલામત પાછું પણ આવવાનું છે , આવા તો મિશન હજુ મારે તમને સોંપવાના બાકી છે , અને આજ થી તમારા કોડ નેમ કૃષ્ણ - અર્જુન છે . હવે થી જ્યાં સુધી મિશન પૂરું ન થઈ ત્યાં સુધી આ જ નામ હશે . તમારે મિશન માટે જે વસ્તુ ની જરૂર પડશે તે તમને મળી જશે .તમે તમારે જે બેઝિક પ્રિપરેશન કરવાની હોય તે કરવા લાગો . મારે આપણા રાષ્ટ્રપતિ ને , પ્રધાનમંત્રી ને , સંરક્ષણ મંત્રી ને બધાને મિટિંગ બોલાવીને ઇન્ફોર્મ કરવા પડશે . તેમને તેમની રીતે દેશ ની સુરક્ષા નું જોવું પડશે .
જય હિન્દ , જય ભારત

અમર , સાગર : જય હિન્દ , જય ભારત .

પછી બધા પોત - પોતાની રસ્તે ચાલ્યા ગયા અને આગળ શું સ્ટેપ લેવું તેના વિશે વિચારવા લાગ્યા . અમર ત્યાંથી નીકળી ને સીધો તેના ઘરે જાય બધા સુતા હોય છે આથી તેને કઈ વાંધો આવતો નથી . તે આવી ને સુઈ જાય છે , તે સવારે જાગે છે ત્યારે બધા ઉઠી ગયા હોય છે . તે ફ્રેશ થઇ બહાર જાય છે તો તેના મમ્મી - પપ્પા ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા ધીમે ધીમે કંઈક વાત કરતા હોય છે જે અમર ને જોઈ ને બોલવાનું બંધ કરી દે છે અને દ્રષ્ટિ કિચન માં નાસ્તો બનાવતી હોય છે . અમર ને થોડું અજુગતું તો લાગ્યું કેમ કે તેના મમ્મી પાપા એ ક્યારેય આવી રીતે તેને આવતા જોઈને વાત કટ નોતી કરી , પણ તેને પૂછ્યું નહીં અને વિચાર્યું કે જે હશે તે વાજતે ગાજતે માંડવે તો આવશે જ , ત્યાં જ તેના પપ્પા બોલ્યા અમર અમારે તને એક વાત કહેવાની છે .....