અધુરી આસ્થા - ૪ PUNIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરી આસ્થા - ૪


આગળના ભાગમાં તમે જોયું કે યુવાન રેસ્ટોરેન્ટમાંથી બહાર નીકળે છે અને તે કોઈની સાથે અથડાય છે. હવે આગળ
અધુરી આસ્થા -૪
યુવાનનું નામ રાજેન્દ્ર છે અને, તે એક પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ છે.તે ઠીકઠાક પૈસાદાર ફેમિલીમાંથી છે.તેને કોઈ રૂપિયાની ખોટ નથી.રાજેન્દ્ર પ્રજ્ઞાચક્ષુ હોવાં છતાં એક સ્વાભિમાની વ્યક્તિ છે.તેને પોતાની અન્ય સૈન્સીસનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું વલણ છે અાથી જરૂર પડીએ જ પોતાની લોંગ કેન નો ઉપયોગ કરે છે. અત્યારે તે રિવરફ્રન્ટ પર બેઠો છે. (લોંગ કેન:- પ્રજ્ઞાચક્ષુઓ માટેની ફોલ્ડેબલ હલકા વજનની લાકડી)
રાજેન્દ્રને આજે પોતાના જીવન વિશે ચિંતન કરી બેચૈની દુર કરી રહ્યો છે‌.
વિચારો તમને બેચેન કરી શકે છે, પરંતુ ચિંતન તમને મુક્ત કરે છે.( વિચારો અને ચિંતનમાં ફરક છે.વિચારો શાંત કે અશાંત મનમાં નિયત સંજોગોને લીધે અજાગ્રત રીતે આવતી માહિતીઓ છે, જ્યારે ચિંતન મગજમાં આવતી માહિતીઓ/વિચારો સાથે પર જાગૃત રીતે સમજણપૂર્વક ગોઠવણ કેળવવી.)
રાજેન્દ્રને અચાનક જ બેચૈનીનો અનુભવ થઈ રહ્યો જાણે તેનું સિક્સ સેન્સ એને કહી રહી હોય.
ત્યાં જ રાજેન્દ્રના મોબાઈલની રીંગમાં નવા કેજીએફ ફિલ્મનું ગીત વાગે છે.
"ગલી ગલી મેં ફિરતા હૈ તું ક્યો બનકે બંજારા આ મેરે દિલ મેં બસ જા"
રાજેન્દ્ર ચોંકી જાય છે. અને પોતે બેઠો છે તેને વિરુદ્ધ સાઈડમાં ફરીને સાઇડ બટનથી કોલ ઉઠાવે છે.સામેથી એક અવાજ આવે છે" તું રાજુ છો ને"
રાજેન્દ્રએ કહ્યું " ના ..હા હુંય રાજુ છું પણ" એટલું બોલવા જતા તો અચાનક તેના માથા પર એક દર્દ ઉપડે છે જાણે કોઈએ જોરદાર લાકડી ફટકારી હોય અને તે રાજેન્દ્ર બેભાન થઈને ઢળી પડે છે.
એ લાકડી બિજા કોઈએ નહીં પરંતુ જે વ્યક્તિ સામેથી લંગડાતો આવતો હતો તેને જ મારી હતી.પહેલા તેણે રાજેન્દ્રની નજીક પહોંચી ધ્યાન બંટાવવા ફોન કર્યો અને પછી લાકડી ફટકારી.તરત જ એક ઈકો ગાડી વાયુની ઝડપે ત્યાં આવીને ઉભી રહી ગઈ, ગાડીમાંથી ઉતરીને એક માણસ દોડતો આવ્યો તેણે લંગડાની મદદથી રાજેન્દ્રને પકડી તેના હાથ-પગ અને આંખો પર પટ્ટી બાંધી દીધી. કદાચ તેઓને ખબર નથી કે રાજેન્દ્રની આંખો પર પટ્ટીનો કોઈ મતલબ નથી.ત્યારબાદ બંને જણા રાજેન્દ્રને ટીંગાટોળી પકડી ગાડીની પાછલી સીટમાં તેને ગોઠવી દે છે.અને ઝડપથી ગાડીમાં બેસીને ગાડી હંકારી મૂકે છે.
................
પેલો યુવાન જે રાજેન્દ્રને મોબાઈલ પરત કરીને રેસ્ટોરન્ટની અંદર જાય છે.અંદર એક વ્યવસ્થિત દેખાતી છોકરી તેની રાહ જોતી હતી. યુવાન તેની સામેની ખુરશી પર ગોઠવાયનેં વેઇટરને ઓડૅર માટે બોલાવતા વેઈટર તરત હાજર થઈ જાય છે.પોતે ચાનો ઓડૅર દે છે અને પેલીનેં પણ ઓફર કરે છે.
આ જોઈને તરત પેલી દેખાવડી છોકરી કહે છે કે મારે ચા નથી પીવી હજી હમણાં જ મેં અડધો કલાક પહેલાં અહીં ચા પીધી.જો ભઈલા તારે જે પણ જોઈતું-કહેવું હોય તે જલ્દી બોલ મારે હજી નોકરીમાં ઘણા કામ છે.બાકી રાત્રે મળીને વાત કરીશું.
સારું સારું સિસ્ટર પણ તારું એક અર્જન્ટ કામ છે.મારે અરજન્ટલી દોઢ લાખ રૂપિયાની જરૂર છે કેમ કે તારા ભાઈનાં જીવન અને મોતનો સવાલ છે.આટલું બોલતા બોલતા યુવાન ગળગળો થઈ જાય છે.
પેલી છોકરી "કેમ એવું શું થયું?"
"જો રાજુ તું તારા જલ્દી પૈસાદાર થવાના શોર્ટકટ કામો છોડી દે.તારી સટ્ટાની આદતોથી ઘરના બધા જ પરેશાન છે."
ત્યાં જ રાજુનાં મોબાઈલની રીંગ વાગે છે"સાંસ સાસ્વત સનન સનન પ્રાણ ગુંજન ઘનન ઘનન ઉતરે મુજમે આદીયોગી ઉતરે મુજમે આદીયોગી"
રાજુ ફોન જોયને માટેથી બોલ્યો "અરે લાગે છે ફોન મારો પેલા ડફોળ જોડે બદલાઈ ગયો લાગે છે.હાશ હવે ધમકીઓની મગજમારીથી એકાદ અઠવાડિયા સુધી શાંતિ"
યુવતી ચીતાતુર અવાજે બોલી "કયા ડફોળ કોની વાત કરે છે તું?"કોને તે ફસાવી માર્યો"
રાજેન્દ્ર નું અપહરણ કરીને તેઓ શું કામ લઈ ગયા ?
રાજેન્દ્ર નું શું થયું ? રાજુ અને તેની બહેન આગળ શું થશે તે જાણવા વાંચો આગળનાં ભાગો